કહેવાય છે કે દાન એ દાન પણ જયારે માનવી જન્મે છે ત્યારે કઈ પણ લઈને આવતો નથી અને મૃત્યુ થાય એટલે કઈ લઈને પણ જતો નથી પરંતુ વ્યક્તિ ના મૃત્યુ બાદ તેના કેટલાક અંગો અન્ય વ્યક્તિના જીવન ને ફરીથી ઉપયોગી નીવડે છે જેમાં આંખો થી લઇ જે તે ઉપયોગી અંગો નવું જીવત દાન આપે છે જેમાં આજે ફરી એક પરિવાર દ્વારા પોતાના દીકરા ના મૃત્યુ બાદ દીકરાની બન્યે આંખોનું દાન કરી પરિવારે એક ભગીરથી કામ કર્યું હતું જેમાં અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાના ખેરાડી ગામના 23 વર્ષીય રાકેશભાઈ નું કુદરતી મોત થયા બાદ પરિવારે દીકરાની બંને આંખો નું કર્યું દાન કરી…
કવિ: satyadaydesknews
સુરેન્દ્રનગર જિલ્લામાં સિનિયર સિટીઝન સાથે થતા ગુનામાં જેમાં ઓનલાઇન છેતરપીંડીના ગુનાઓ સતત વધી રહ્યા છે.જેમાં ઓનલાઇન છેતરપીંડી કરતા ગઠીયાઓ સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરતા હોય છે.જેઓ એન્ડ્રોઇડ મોબાઇલ ઉપયોગ કરવાનું જાણતા ન હોય તેમની પાસે લીંક મોકલી તથા ઓટીપી મેળવીને ઓનલાઇન ખાતામાંથી પૈસા ઉપાડી લેવાના બનાવો સામે આવતા હોય છે.આવા બનાવો અટકે અને ભોગ બનનાર વડિલો પણ આ છેતરપીંડીથી કેમ બચી શકાય તે માટે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શનથી જિલ્લા પોલીસવડા હરેશ દુધાતે આયોજન કર્યું હતું. …આથી જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે જિલ્લાની 12 સી-ટીમો સાથે બેઠકન યોજી હતી.જેમાં 12 ટીમો જિલ્લામાં 10 દિવસ સુધી 1980 સિનિયર સિટીઝનોના ઘેર રૂબરૂ…
વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામીતની રાહબરીમાં અધિકારીઓ દ્વારા વિવિધ સરકારી દવાખાનામાં મોકડ્રીલ કરાઈ હતી. જે મુજબ વલસાડ તાલુકાના અટગામ ગામમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર (ક્યુ.એ.એમ.ઓ.) ડો. દિવ્યેશ પટેલે પહોંચીને મોકડ્રીલ દરમિયાન આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતા, આઈસોલેશન બેડની ક્ષમતા, ઓક્સિજનની સુવિધા, ઓક્સિજન સપ્લાય વ્યવસ્થિત થઈ રહ્યો છે કે કેમ?, વેન્ટિલેટર બેડની ઉપલબ્ધતા સહિતની આરોગ્ય સુવિધાઓની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપલબ્ધતા બાબતે પણ સમીક્ષા કરી હતી. આ સિવાય કોરોનાના દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે જિલ્લામાં સરકારી અને ખાનગી…
રાજ્યમાં તાજેતરમાં જ કોવીડ 19 સામે રાજ્ય સરકારટ દ્વારા સરકારી પ્રાઈવેટ હોસ્પિટલમાં સુસજ્જતાને લઈને શું તૈયારી છે તેનું નિરીક્ષણ કરાયું હતું. મોકડ્રીલના અંતે કેટલાક આંકડાઓ ડૉક્ટર્સ તેમજ હોસ્પિટલમાં સાધન સામગ્રીની વ્યવસ્થાને લઈને સામે આવ્યા છે. જેમાં કેટલીક વિગતો સામે આવી હતી. રાજ્યના તમામ હોસ્પિટલોમાં 21 હજારથી વધુ એલોપેથીક ડૉક્ટર્સ અને આયુષ ડૉક્ટર્સ ઉપલબ્ધ છે. 4720 આયુષ ડોકટર્સ, 37789 નર્સિગ સ્ટાફ તથા 89964 અધર ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સરાજ્યમાં કુલ 16363 એલોપેથીક ડોકટર્સ અને 4720 આયુષ ડોકટર્સ, 37789 નર્સિગ સ્ટાફ તથા 89964 અધર ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ કે જેમાં આશા, આંગણવાડી કાર્યકરો, એ.એન.એમ., વિલેજ ફંકશનરી સામેલ છે. તેમજ રાજ્યમાં કુલ1370 BLS Ambulance, 357 ALS Ambulance…
Why Is Bitcoin Rising: વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી Bitcoinના ભાવ આ વર્ષની શરૂઆતથી લગભગ 80% વધ્યા છે. આ સાથે, તેની કિંમત લગભગ 10 મહિના પછી ફરી $30,000 (આશરે રૂ. 24.67 લાખ) પર પહોંચી ગઈ છે. આ વર્ષની શરૂઆતમાં એટલે કે 1 જાન્યુઆરી, 2023ના રોજ એક બિટકોઈનની કિંમત લગભગ $16,500 હતી, જે 12 એપ્રિલે વધીને $30,042 થઈ ગઈ હતી. છેલ્લા એક મહિનામાં તેની કિંમત લગભગ 35.86% વધી છે. આખરે, બિટકોઈનના ભાવમાં આ તેજી પાછળનું કારણ શું છે?વ્યાજ દરમાં વધારો અટકે તેવી અપેક્ષા ક્રિપ્ટો-નિષ્ણાતોના મતે, યુએસ ફેડરલ રિઝર્વ બેંક ટૂંક સમયમાં વ્યાજ દરમાં વધારો અટકાવે તેવી શક્યતા બિટકોઈનના ભાવમાં તાજેતરની તેજી પાછળનું મુખ્ય…
સુરતમાં મોબાઇલની માથાકૂટમાં ખેલાયો લોહિયાળ જંગ, જંગ, યુવકને મોતને ઘાટ ઉતાર્યો પોલીસે ગુનો દાખલ કરી આ મોબાઇલ સ્નેચરોને પકડી પાડવા માટેની કવાયત શરૂ કરી છે પોલીસ ખાસ અભિયાન સાથે સતત પેટ્રોલિંગ કરે છે. પરંતુ આ મોબાઇલ સ્નેચરોને જાણે પોલીસની બીક રહી ના હોય તેમ સતત મોબાઇલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જોકે, આ મોબાઇલ સ્નેચરો હવે લોકોના જીવ લેતાં પણ ખચકાતા નથી. સુરત શહેરમાં સતત મોબાઇલ સ્નેચિંગનો આંતક વધી રહ્યો છે. હવે મોબાઇલ સ્નેચરોએ હદ વટાવી હોવીની ઘટના સામે આવી છે. મોબાઇલ આપવાની ના પાડતાં તેઓ હત્યા કરવા પણ ખચકાતા નથી. આવી જ એક ચોંકાવનારી ઘટના સુરતમાં સામે આવી…
ભાજપના સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પક્ષ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. દરમિયાન કાલે શહેરના વોર્ડ નં.18માં કોઠારીયા રોડ પર ઓમકાર સ્કૂલમાં નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર રસ્તા અને પાણીની સમસ્યાથી ત્રાહિમામ લોકોએ ભાજપના કાર્યક્રમમાં ભારે હંગામો મચાવ્યો હતો. મેયર ડો.પ્રદિપ ડવ અને ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા અને ડો.દર્શિતાબેન શાહનો ઘેરાવ કરી લેતાં મામલો તંગ બની ગયો હતો. જો કે, કોર્પોરેશનના શાસકો આવુ કશું જ બન્યુ ન હોવાનું જણાવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભળ્યાના વર્ષો બાદ પણ કોઠારીયા વિસ્તાર પ્રાથમીક સુવિધાથી વંચિત છે. છેલ્લા ત્રણ વર્ષથી લત્તાવાસીઓ દ્વારા બિસ્માર રસ્તાઓ…
બેઠકમાં આયોગના ઉપાધ્યક્ષે દરેક પાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને સેફ્ટી કીટ કે જેમાં ગ્લોવ્ઝ, યુનિફોર્મ, સિઝન મુજબ રેઈનકોટ વગેરે તેમજ દરેક કર્મચારીનું સમયસર મેડિકલ ચેકઅપ થાય છે કે નહીં, નિવૃત થયેલા કર્મચારીઓને પેન્શન અને ગ્રેડ્જ્યુઇટી સમયસર મળી રહી છે કે નહી, નિવૃત થનારા કર્મચારીઓના પેન્શનની કામગીરી, પગાર અને પીએફ સમયસર જમા થાય છે કે કેમ, તેમજ તેમને આવાસોની સુવિધા વગેરેની સમીક્ષા કરી હતી. તેમજ આ સફાઈ કર્મચારીઓ માટે દર ત્રણ મહિને ફુલ બોડી ચેકઅપ કરાવવા માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવા, જે પાલિકાના સફાઈ કર્મચારીઓ પાસે આવાસની વ્યવસ્થા નથી તેમના માટે પગલા લઈ આવાસની વ્યવસ્થા ઉભી કરવાની પ્રક્રિયા શરૂ કરવા, મહિલા અને…
ક્રિકેટ ચાહકો પર એમએસ ધોનીનો જાદુ હજુ યથાવત છે, તે બુધવારે રાત્રે ફરી એકવાર બધાને ખબર પડી. ધોનીની લાઈવ બેટિંગ જોવા માટે રેકોર્ડબ્રેક દર્શકો ઓનલાઈન હતા. રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચેની મેચમાં જ્યારે ધોની બેટિંગ કરી રહ્યો હતો ત્યારે લાઈવ સ્ટ્રીમિંગ જોનારાઓની સંખ્યા 22 મિલિયન સુધી પહોંચી ગઈ હતી. IPL 2023ના દર્શકોની આ સૌથી વધુ સંખ્યા છે. IPLમાં ગઈકાલે રાત્રે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામસામે હતા. આ મેચમાં, લગભગ સમગ્ર સમય માટે ઓનલાઈન સ્ટ્રીમિંગ જોનારા લોકોની સંખ્યા એક કરોડથી વધુ હતી. જેમ જેમ મેચ છેલ્લી ઓવરો તરફ આગળ વધતી ગઈ તેમ તેમ દર્શકોની સંખ્યામાં પણ વધારો થયો. ધોની પીચ…
રિલાયન્સ જિયો પ્લાનઃ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો તેના તમામ કસ્ચમર્સને ધ્યાનમાં રાખીને અનેક પ્લાન લાવતી રહે છે. તાજેતરમાં જ જીઓએ ક્રિકેટના ચાહકોને ધ્યાનમાં રાખીને એક પ્લાન લોન્ચ કર્યો છે. આઈપીએલને ધ્યાનમાં રાખીને આ યોજનાઓ લાવવામાં આવી છે. આ યોજનાઓ ક્રિકેટ પ્રેમીઓમાં પણ મોટી હિટ સાબિત થઈ રહી છે કારણ કે તે તમારા ખિસ્સા પર પણ બહુ મોંઘી સાબિત થશે નહીં. Jio 219 રૂપિયાનો પ્લાન લાવ્યું છે, જેમાં કસ્ચમર્સને દરરોજ 3GB ડેટા મળશે.Jioનો રૂપિયા 219 પ્રીપેડ રિચાર્જ પ્લાન (Jio Rupees 210 Recharge plan)રિલાયન્સ જિયોના રૂપિયા 219ના પ્લાનમાં કસ્ચમર્સને 14 દિવસની વેલિડિટી મળે છે. Jioના આ પ્લાનમાં કસ્ચમર્સને દરરોજ 3GB ડેટા મળશે. Jioના…