Author: Satya Day

home loan

જો તમે ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો, તો આનાથી સારો સમય તમને કદાચ ભાગ્યે જ મળશે. ICICI બેંકે પણ તેના હોમ લોનના દરને ઘટાડીને 10 વર્ષના નીચા સ્તરે લાવી દીધા છે. આ પહેલા એસબીઆઈ, કોટક જેવી બીજી ઘણી બેન્કો પણ હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરી ચુકી છે. ICICI બેંકે શુક્રવારે તેની હોમ લોન પરના વ્યાજ દરને ઘટાડીને 6.70 ટકા કર્યો છે. છેલ્લા દસ વર્ષમાં આ બેંકનો સૌથી સસ્તો હોમ લોન રેટ છે. આ લોન દર આજથી 5 માર્ચે લાગુ થઇ ગયો છે.ICICI બેંકનું કહેવું છે કે 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન ધરાવતા ગ્રાહકોને પોસાય તેવા દરનો…

Read More
railway platform ticket counter

રેલવેમાં મુસાફરી મોંઘી થવાની સાથે સાથે સગા-સંબંધોને રેલવે સ્ટેશનો પર છોડવા જવુ પણ મોંઘુ પડશે. કારણ કે રેલવે વિભાગે દ્વારા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં કરમતોડ 3 ગણો વધારો કરવામાં આવ્યુ છે. ઉપરાંત કેટલીક ટ્રોનાના ભાડાં પણ વધારતા હવે તેમાં મુસાફરી માટે લોકોએ વધારે નાણાં ચૂકવવા પડશે. રાજધાની દિલ્હીના પ્રમુખ સ્ટેશનો પર કોરોનાના કારણે લાંબા સમયથી બંધ પડેલી પ્લેટફોર્મ ટિકિટની સેવાને ફરી ચાલુ કરી દેવામાં આવી છે. અડધી રાતના સમયથી આ સેવા અમલી કરી દેવામાં આવી છે અને રેલવેએ ટિકિટની કિંમતોમાં પણ 3 ગણો વધારો કર્યો છે. પહેલા એક પ્લેટફોર્મ ટિકિટ ખરીદવા 10 રૂપિયા ચુકવવા પડતા હતા પરંતુ હવે 30 રૂપિયા ચુકવવા…

Read More
vaccination

મુંબઈઃ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા એમ. અંબાણીએ રિલાયન્સના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને આજે એક ઇ-મેલ કરીને વિનંતી કરી છે કે ભારતના કોવિડ-19 વેક્સિનેશન કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન કરાવે અને તમામ કર્મચારીઓ, તેમના જીવનસાથી, માતા-પિતા અને બાળકોના વેક્સિનેશનનો ખર્ચ કંપની ઉઠાવશે. આ ઇ-મેલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અંબાણીએ જણાવ્યું હતું કે, આપણા પરિજનોના સ્વાસ્થ્યની સંભાળ લઈને જે ખુશી મળે છે એ અનમોલ છે અને એ જ સાચો મતલબ છે પરિવારનો – રિલાયન્સ પરિવાર. તેમણે એમ પણ કહ્યું કે, “આપના સહયોગથી, બહુ જલદીથી આપણે મહામારીને પાછળ છોડી દઈશું. સુરક્ષા અને ચોખ્ખાઈના ઉચ્ચત્તમ માપદંડો જાળવવાનું યથાવત રાખો. આપણે મહામારી સામેના સહભાગી સંઘર્ષના અંતિમ તબક્કામાં…

Read More
bird flu

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ફરી બર્ડ ફ્લૂનું જોખમ સર્જાયુ છે. અમદાવાદમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો છે. સોલા વિસ્તારના દેવીપૂજક વાસના મરઘાંમાં બર્ડફ્લુ જોવા મળતા અહીંની આસપાસના એક કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કલમ-144 લાગુ કરતું જાહેરનામું કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ સ્થળની એક કિલોમીટરથી 10 કિલોમીટર સુધી આવેલા વિસ્તારમાં પોલ્ટ્રીફાર્મ અને સંબંિધત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. સોલાના દેવીપૂજક વાસને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે અને અહીંથી એક કિલોમીટરના વિસ્તારમાં આવતીકાલથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સંક્રમિત પક્ષીના પાણી, ખોરાક કે શ્વાસોશ્ચવાસના સંપર્કમાં આવતા પ્રાણીઓને પણ આ રોગ જલદીથી લાગુ પડે છે. અહીંના મરઘાંઓની વૈજ્ઞાાનિક…

Read More
stock market trading

મુંબઇઃ ભારતીય શેરબજારમાં ત્રણ દિવસની તેજીને ગુરુવારે બ્રેક લાગી હતી જેને પગલે સેન્સેક્સ ઘટીને 51000ના લેવલની નીચે બંધ રહ્યો હતો જો કે નિફ્ટી મક્કમતા સાથે 15000ની ઉપર બંધ થવામાં સફળ થયો છે. ગુરુવારે બેન્કિંગ, ફાઇનાન્સિયલ અને મેટલ સ્ટોકમાં જંગી ઘટાડો નોંધાયો હતો. જાણો સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે ક્યાં સ્ટોક કમાણી કરાવશે… આ સ્ટોકમાં કમાણીની તક આજે શેરબજારમાં Ujjivan SmallFinance, Tata Motors, Federal Bank, Dish TV India, NHPC, Apollo Tyres, Wipro, Karnataka Bank, Equitas Holdings, Shiva Cement, Ambuja Cements, Grasim Industries, Bharat Forge, Dabur India, Arvind Fashions, Dr. Reddy’s Labs, ACC, Amara Raja Batteries, Inox Leisure, L&T Infotech,…

Read More
banking services in india

નાણાંકીય વર્ષ 2020-21નો આ છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. આ માર્ચ એન્ડિંગમાં જો તમારું બેંકોનું જરુરી કોઈ કામ પેન્ડિંગ પડ્યુ હોય તો પૂરુ કરી લેજો. કેમકે સરકારી બેંકોમાં હડતાળ થવા જનાર છે. કેનેરા બેંકે તેનાં ગ્રાહકોને આગાહી આપી છે કે તેમની બેંકિંગ સેવાઓ પર પ્રસ્તાવિત હડતાળને લીધે અસર પડી શકે છે. કેનેરા બેંકે જણાવ્યું છે કે ઈન્ડિયન બેંક્સ એસોસિયેશન તરફથી સુચના આપવામાં આવી છે કે યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન્સે બેંકિંગ ઈન્ડસ્ટ્રીમાં 15 માર્ચથી 16 માર્ચ સુધી હડતાળની જાહેરાત કરી છે. કેનેરા બેંકે કહ્યું છે કે તે પ્રસ્તાવિત હડતાળનાં દિવસે પણ બેંકની શાખાઓ અને ઓફિસોમાં કામો ચાલુ રહે તેવા બધા…

Read More
car in India

મુંબઇઃ જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો 31 માર્ચ પહેલા ખરીદી લો કારણ કે 1લી એપ્રિલથી કારના ભાવ વધી જશે. કારની કિંમતો વધવાનું કારણ છે સરકારનો નવો નિયમ. સરકારના નવા નિયમ મુજબ હવે કારમાં ડ્રાઇવર સીટની સાથે-સાથે તેની બાજુના પેસેન્જર સીટ માટે પણ એરબેગ ફરજિયાત કરવામાં આવી છે. એટલે કે હવે ડ્રાઇવરની સાથો સાથ સહ-પેસેન્જરને પણ એરબેગ આપવી ફરજિયાત રહેશે. આ નિયમ 1 એપ્રિલ 2021 થી લાગુ કરવામાં આવશે. માર્ગ અને પરિવહન મંત્રાલયે આ અંગે કાયદા મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે જેને મંજૂરી આપવામાં આવી છે. હવે ફક્ત કારના ડ્રાઇવરો માટે જ નહીં પણ તેની સાથે બેઠેલા…

Read More
lpg gas cylinder

મુંબઇઃ દરરોજ તમારા રસોડામાં કામ કરતા એલપીજી સિલિન્ડરો વધતા ભાવને કારણે આ દિવસોમાં સમાચારોમાં છે. ખરેખર, છેલ્લા કેટલાક દિવસોમાં 200 રૂપિયાથી વધુ વધ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ 14 કિલો ગેસ સિલિન્ડરની સાથે તમને અનેક પ્રકારની સુવિધાઓ પણ મળે છે. આ સિલિન્ડરની સાથે, દરેક ગ્રાહકના પરિવારને વીમો પણ આપવામાં આવે છે અને કમનસીબે કોઈ પણ ઘટના બને તો ખરાબ સમયે તેની પાસેથી જે પૈસા આવે છે તે હાથમાં આવે છે. ખરેખર, દરેક સિલિન્ડર પર એક વીમો આવતો હોય છે. જો કમનસીબે સિલિન્ડર ફૂટશે અથવા ત્યાં કોઈ નુકસાન થયું હોય, તો તમે તે વીમાનો ઉપયોગ કરી શકો છો.…

Read More
anurag kashyap taapsee pannu IT Raid

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ અને ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અમુક લોકો તથા કંપનીઓ પર ઈન્કમટેક્સ વિભાગની રેડ અને તપાસ ચાલી રહી છે. આયકર વિભાગે ગુરુવારે તેમનાં નિવેદનમાં જણાવ્યું કે સર્ચ દરમિયાન આ પ્રોડક્શન હાઉસમાં ઈન્કમ અને શેરમાં મોટા પ્રમાણમાં ફેરાફરી થવાનાં સબૂત મળ્યા છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આયકર વિભાગને 350 કરોડ રુપિયાની ટેક્સ ચોરીની જાણ થઈ છે. કંપનીનાં અધિકારીઓ તે 350 કરોડ અંગે કોઈ જવાબ નથી આપી રહ્યાં. તો બીજી તરફ તાપસી પન્નુના નામે 5 કરોડની કેશ રિસિપ્ટ રિકવર કરવામાં આવી છે જેની તપાસ ચાલી રહી છે. આયકર વિભાગે કહ્યુ છે કે 3 માર્ચથી 2…

Read More
mukesh ambani and anil ambani

મુંબઇઃ એક સમયે ભારતના ધનકુબેર ગણાતા અને હાલ ભારતના સૌથી ધનવાન વ્યક્તિના નાના ભાઇ અનિલ અંબાણ નાદારીના આરે ઉભા છે. નાના ભાઇને નાદાર થતા બચાવવા માટે મોટા ભાઇ મુકેશ અંબાણી આગળ આવ્યા છે. નાદારીના એક કેસમાં મુકેશ અંબાણીએ નાના ભાઇ અનિલ અંબાણીને મોટો ટેકો આપ્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એ કતારની કમર્શિયલ દોહા બેંકની અરજી સ્વીકારી છે જેમાં જણાવ્યું છે કે રિલાયન્સ ઈન્ફ્રાટેલે તેના નાણાંકીય લેણદારોને વહેલી તકે ચૂકવણી કરવી જોઈએ. રિલાયન્સ ઇન્ફ્રાટેલે બેંકોને લગભગ 3,515 કરોડ રૂપિયા ચુકવવા પડશે. આ કિસ્સામાં અનિલ અંબાણીને મોટા ભાઈ મુકેશ અંબાણીનો ટેકો છે. રિલાયન્સ ઈન્ફ્રાટેલ માટે એનસીએલટી રિઝોલ્યૂશન પ્લાન લાવ્યું હતું,…

Read More