Author: Satya Day

farmers protest in delhi

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલુ રહેલા ખેડૂતો આંદોલનનો 100મો દિવસ છે. સો-સો દિવસથી ચાલી રહેલા આંદલોનનું હજી સુધી કોઇ સમાધાન આવ્યુ નથી. આ સ્થિતિ વચ્ચે ખેડૂતોએ આંદોલનને હવે વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી દીધી છે. આગામી દિવસોમાં ગરમીઓ વધશે, એવામાં દિલ્હી સરહદે આંદોલન પર બેઠેલા ખેડૂતોએ ગરમીનો સામનો કરવાની પણ તૈયારી કરી લીધી છે. અને કહ્યું છે કે કોઇ પણ સંજોગોમાં આંદોલન પાછુ નહીં લેવાય, સરકારે કાયદા પરત લેવા જ પડશે. સાથે જ હવે 100 દિવસ પુરા થઇ રહ્યા હોવાથી છ કલાક સુધી કેએમપી એક્સપ્રેસવેને જામ કરી દેશે. બીજી તરફ સંયુક્ત કિસાન મોરચા પ્રમુખ અને ખેડૂત…

Read More
indias 75th independence day

નવી દિલ્હીઃ ભારત દેશ વર્ષ 1947માં 15મી ઓગસ્ટના રોજ બ્રિટિશ હુકમતમાંથી આઝાદ થયો હતો અને આ વખતે વર્ષ 2021માં આપણો દેશ 75મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરશે. 75માં સ્વાતંત્રય પર્વની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાનાં કાર્યક્રમો માટે શુક્રવારે સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી 259-સભ્યોની ઉચ્ચ-સ્તરની રાષ્ટ્રીય સમિતિની રચના કરી. સમિતિના સભ્યોમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, સીજેઆઈ એસ.એ. બોબડે, એનએસએ અજિત ડોભાલ, 28 મુખ્ય પ્રધાનો, સ્વર સામાજ્ઞી લતા મંગેશકર, નોબેલ વિજેતા અમર્ત્ય સેન, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લગભગ તમામ કેન્દ્રીય પ્રધાનો અને ઘણા રાજ્યપાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.…

Read More
assam election 2021

આસામ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે શુક્રવારે તેના 70 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ માજુલી, પ્રદેશ પ્રમુખ રણજિતદાસ પટાચારકુચીથી અને રાજ્ય સરકારના પ્રધાન હેમંત વિશ્વ સરમા જલકુબારીથી ચૂંટણી લડશે. પાર્ટીએ 11 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી છે. જ્યારે 11 બેઠકો પર અનુસૂચિત જનજાતિના અને ચાર બેઠકો પર અનુસૂચિત જાતિનાં ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના મહાસચિવ અરૂણસિંહે પાર્ટીના મુખ્ય મથક ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારોના નામની ઘોષણા કરી. તેમણે કહ્યું કે તેઓ આસામમાં તેમના સાથી આસામ ગણ પરિષદ (એજીપી) અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (યુપીપીએલ) ની સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. केन्द्रीय चुनाव समिति ने होने वाले आगामी असम…

Read More
corona cases in india

ભારતમાં જીવલેણ કોરોના વાયરસ ફરી કહેર વરતાવી રહ્યો છે જેના લીધે મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન લાગુ કરવાની નોબત આવી પડી છે. આ દરમિયાન ભારતના એક મુખ્ય શહેરની અડધી વસ્તી કોરોનના સંક્રમિત થઇ ચૂકી હોવાની ચોંકવનારી માહિતી સીરો સર્વેમાં સામે આવી છે. ભારતમાં કોરોનાનુ સંક્રમણ દેશમાં હજી પણ યથાવત છે અને તેલંગાણાની રાજધાની હૈદ્રાબાદમાં થયેલા સર્વેમાં તો ચોંકાવનારી જાણકારી સામે આવી છે. હૈદરાબાદમાં તાજેતરના સેરો પ્રિવેલેન્સ સર્વેમાં બહાર આવ્યું છે કે શહેરના લગભગ 54 ટકા રહેવાસીઓએ સાર્સ-કોવી -૨ સામે એન્ટિબોડીઝ વિકસાવી છે, જે કોરોનાવાયરસના સંપર્કમાં હોવાનું દર્શાવે છે. સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે 75 ટકા કરતા વધુ લોકોને ખબર નથી…

Read More
corona cases in gujarat 1

ગાંધીનગરઃ ગુજરાતમાં અભૂતપૂર્વ રસીકરણ અભિયાનની વચ્ચે જીવલેણ કોરોના વાયરસનો કહેર ફરી વધી રહ્યો છે જેને પગલે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે સામે રિકવરી રેટ ઘટી રહ્યો જે ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં આજે 5 માર્ચના રોજ છેલ્લા દોઢ મહિનાના સૌથી વધુ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે શુક્રવારે ગુજરાતમાં 515 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,72,240 પહોંચી ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 405 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,64,969 પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 97.33…

Read More
food wastage

કોરોન મહામારી અને લોકડાઉનના લીધે સમગ્ર દુનિયામાં ભોજનની ઉપલબ્ધતાની સમસ્યા અને ભૂખમરો વધી રહ્યો છે. જ્યારે બીજી બાજુ ધનવાન અને સાધનસંપન્ન લોકો દ્વારા અનાજનો બેફામ બગાડ કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ફૂડ વેસ્ટ ઈંડેક્સ રિપોર્ટ 2021માં સામે આવેલી વાતો છે. રિપોર્ટ અનુસાર સમગ્ર દુનિયામાં અનુમાનિત રીતે 931 મિલિયન ટન ભોજનનો કચરો કચરાપેટીમાં જાય છે. વર્ષ 2019માં ગ્રાહકોને ઉપલબ્ધ કુલ ભોજનના 17 ટકા, ઘરેલૂ, છૂટક વેપારીઓ, રેસ્ટોરંટ અને અન્ય ખાદ્ય સેવાઓ દ્વારા કચરા પેટીમાં કચરો ગયો. ભારત પણ તેમાં પાછળ નથી. ગુરૂવારે જાહેર કરાયેલી UNEP રિપોર્ટમાં કહેવાયુ છે કે, 2019-20માં ભારતમાં વેસ્ટેઝ ફડનો…

Read More
gold jewellery buying

નવી દિલ્હીઃ હાલ ચાલી રહેલી લગ્નસરાની સીઝનમાં સોનાના ભાવ સતત ઘટીને 10 મહિનાની નીચી સપાટીએ ઉતરી જતા લોકોને નીચા ભાવ ખરીદવાની ઉત્તમ તક મળી છે. સોનાની સાથે-સાથે આજે ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો બોલાતા તે પણ સસ્તી થઇ રહી છે. આજે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાના ભાવમાં વધુ 522 રૂપિયાનો કડાકો બોલાયો હતો અને પ્રતિ 10 ગ્રામની કિંમત 44,000 રૂપિયાની મહત્વપૂર્ણ સપાટીની નીચે 43,887 રૂપિયા થઇ હતી. જે છેલ્લા 10 મહિનાની સૌથી નીચી કિંમત છે. ગઇકાલ ગુરુવારે સોનાનો ભાવ 44,409 રૂપિયા હતો. તેવી જ રીતે ચાંદીમાં આજે 1822 રૂપિયાનો કડાકો બોલાયો અને એક કિગ્રા ચાંદીની કિંમત 64,805 રૂપિયા થઇ હતી. જે…

Read More
sensex fall

મુંબઇઃ વૈશ્વિક શેરબજારોની નરમાઇ અને રોકાણકારોની જંગી વેચવાલીના દબાણના લીધે  ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે મંદીનો માહોલ રહ્યો છે. શેરબજારમાં સતત બીજા દિવસે પણ મોટો કડાકો બોલાતા રોકાણકારોને જંગી નુકસાન થયુ છે. આજે શુક્રવારે સેન્સેક્સ 441 પોઇન્ટ ઘટીને 50405ના સ્તરે બંધ થયો હતો. તો નિફ્ટી પણ મંદીના માહોલ વચ્ચે 15,000નું સપોર્ટ ગુમાવી કામકાજના અંતે 143 પોઇન્ટ ઘટી 14938ના સ્તરે બંધ થયો છે. આમ વિતેલા બે દિવસ દરમિયાન જંગી વેચવાલીના લીધે સેન્સેક્સમાં 1039 પોઇન્ટ અને નિફ્ટીમાં 308 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે સેન્સેક્સના 30માંથી 21 બ્લુચિપ સ્ટોક ઘટ્યા હતા તો નિફ્ટીના 50માંથી 38 બ્લુચિપ સ્ટોક ઘટીને રેડ ઝોનમાં બંધ થયા હતા.…

Read More
petrol price price hike

પેટ્રોલ-ડીઝલના ભાવમાં કમરતોડ વધારાથી પરેશાન ભારતીયોએ માટે એક ચિંતાજનક સમાચાર છે. ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક અને અન્ય સહયોગી દેશોએ પોતાના તેલ ઉત્પાદનની ક્ષમતામાં એપ્રિલ મહિના સુધી કોઈ પણ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ નિર્ણય લેવામાં આવ્યો છે કે કાચા તેલના ઉત્પાદનમાં કપાત ચાલુ જ રહેશે. ઓપેક દેશોના આ નિર્ણયથી વિશ્વભરમાં અસર પડશે. સૌથી વધારે અસર ભારતમાં પડશે કારણ કે અત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો 90 અને 100ને પાર જતી રહી છે. કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં અર્થતંત્રને જોરદાર ફટકો પડ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ઓપેક દેશોએ પોતાના ઉત્પાદનમાં કોઈ પણ બદલાવ ન કરવાનો નિર્ણય કર્યો છે.…

Read More
nasal vaccine covid

કોરોના વાયરસ વિરુદ્ધ દેશમાં વેક્સીનેશનનું કામ જારી છે. હવે આ મિશનમાં વધુ એક સફળતા મળી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ નેસલ વેક્સીનનો ટ્રાયલ શરૂ કર્યુ છે. આ વેક્સિન દ્વારા નાક દ્વારા ડોઝ આપવામાં આવશે. જો કોરોનાને માત દેવામાં કારગર સાબિત થઈ શકે છે. ચાલુ વર્ષની શરૂઆતમાં જ ભારત બાયોટેકે ફેઝ 1 ટ્રાયલ માટે મંજૂરી માંગી હતી. જેને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી મંજૂર કરાયુ હતું. હવે આ સપ્તાહની શરૂઆતમાં હૈદરાબાદના એક હૉસ્પિટલમાં ઈન્ટ્રાનેસલ વેક્સીનનું ટ્રાયલ શરી કરવામાં આવ્યુ. આ ટ્રાયલ માટે 10 લોકોને શોર્ટ લિસ્ટ કરાયા છે. જયારે બે લોકોને વેક્સિન અપાઈ છે. ભારત બાયોટેક અનુસાર જે બે…

Read More