નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પણ ડુંગળીના સતત વધી રહેલા ભાવથી ચિંતિ છે અને હવે આયાત પ્રતિબંધ બાદ હવે તેની સ્ટોક લિમિટ લાદવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ડુંગળીના સંગ્રહ એટલે કે સ્ટોક લિમિટ પર કાપ મુકી દીધો છે, જેને પગલે એક ચોક્કસ લિમિટથી વધુ પ્રમાણમાં ડુંગળીનો સંગ્રહ કોઇ વ્યાપારી નહીં કરી શકે. આમ થવાથી ડુંગળી સસ્તી થવાની શક્યતાઓ છે. સરકારનો આ આદેશ શુક્રવારથી જ અમલમાં આવી ગયો છે જે આગામી 31મી ડિસેમ્બર સુધી જારી રહેશે. ઉલ્લેખિય છે કે, છુટક બજારમાં ડુંગળીના ભાવ 100 પ્રત કિગ્રાની નજીક પહોંચતા પ્રજા પરેશાન થઇ ગઇ છે જે પહેલાથી કોરોના મહામારી અને ઘટેલી આવક તેમજ…
કવિ: Satya Day
અમદાવાદઃ નવરાત્રીના નવ નોરતામાં મહાઅષ્ટમી અને મહાનવમી એટલે કે આઠમ-નોમના નોતરાંનું અનેરું મહત્વ છે. વરાત્રિના આઠમા દિવસે દેવી મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. તેઓ સાક્ષાત માતા અંબાજી – પાર્વતીનું સ્વરૂપ છે. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા માતા મહાગૌરીનો રંગ શ્વેતવર્ણી છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે. ‘અષ્ટવર્ષા ભવેદ ગૌરી’ તેમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે. દેવી શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન…
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ રહ્યો છે જો કે સંક્રમણથી મરનાર દર્દીઓની સંખ્યા એકંદરે ઘટી રહી છે. આ સાથે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે ગુજરાત રાજ્યમાં આજે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1112 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,65,233 લાખ થઇ ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1264 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,47,572 લાખે પહોંચી ગઇ છે. ગુજરાતમાં મંગળવારે કોરોના સંક્રમણથી વધુ 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 2, સુરત શહેરમાં 2, બનાસકાંઠામાં…
અમદાવાદઃ કોરોના મહામારીથી સર્જાયેલી આર્થિક અનિશ્ચિતતા અને અતિશય ઉંચા ભાવથી તહેવાલ ટાંકણે ઘરાકીના અભાવે સોના અને ચાંદીના ભાવમાં સુસ્તીનો મામલો છે. સ્થાનિક બજારમાં સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા. જેમાં અમદાવાદ ખાતે સોનું માત્ર 100 રૂપિયા અને ચાંદી 500 રૂપિયા સસ્તી ઘટી છે. આજના ઘટાડા સાથે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 52,800 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 52,500 રૂપિયા થયો હતો. આ સાથે વિતેલા બે દિવસમાં સોનામાં 200 રૂપિયા અને ચાંદીમાં 1000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. દિલ્હીના બુલિયન બજારમાં આજે સોનાના ભાવ 75 રૂપિયા ઘટ્યા હતા અને 10 ગ્રામ સોનાનો ભાવ 51,069 રૂપિયા થયો હતો. જો…
અમદાવાદઃ માતા આદ્યશક્તિના નવદુર્ગાના સ્વરૂપની નવરાત્રી દરમિયાન પૂજા-આરાધનનું અનેરું મહત્વ છે. નવરાત્રીના સાતમાં નોતરે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. માતા કાલરાત્રીનું સ્વરૂપ ઊગ્ર અને ભયંકર, ડરાવના છે પરંતુ તે પોતાના ભક્તો માટે કલ્યાણકારી અને અભય પ્રદાન કરનાર માતા છે. માં નવદુર્ગાનું સાતમું સ્વરૂપ માતા કાલરાત્રી તરીકે ઓળખાય છે, કાલરાત્રી માતાજી કૃષ્ણા વર્ણના રૂપમાં દેખાય છે, ત્રણ નેત્રો ધરાવે છે, ગળામાં અલૌકિક માળા ધારણ કરેલી છે. શ્વાસોશ્વાસમાં અગ્નિની જવાળાઓ પ્રગટે છે. માતાજી ગદર્ભ પર બિરાજમાન છે. નવરાત્રીના સાતમાં દિવસે માતા કાલરાત્રીના આ શકિત સ્વરૂપની પુજન કરવાથી ભૂત-પ્રેત તથા જળથી રક્ષણ પ્રાપ્ત થાય છે. પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક…
ઇસ્લામાબાદઃ ભારતને ઘેરવા માટે પાકિસ્તાન અને ચીન એડી-ચોટીનું દમ લગાવી રહ્યા છે. નેપાળને ભારતની વિરુદ્ધ ભડકાવ્યા બાદ હવે આ બંને દેશો ભૂટાનને ભમરાવી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરુવારે ભૂટાનના વડાપ્રદાન લોટે શેરિંગને ફોન કર્યો છે. આવું પહેલી વખત બન્યુ છે કે જ્યારે પાકિસ્તાનના કોઇ વડાપ્રધાને ભૂટાનના કોઇ નેતા સાથે વાત કરી હોય. એવામાં પાકિસ્તાનની નિયત અંગે પ્રશ્નો સર્જાયા છે. પાકિસ્તાનના વિદેશ વિભાગે જારી કર્યુ નિવેદન પાકિસ્તાનના વિદેશ વિભાગ તરફીથી જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયુ છે કે, બંને નેતાઓએ કોરોના વાયરસ સહિત પારસ્પરિક હિતના ઘણા મુદ્દાઓ પર વાતચિત કરી. ઇમરાન ખાને કોરોના વાયરસને રોકવા માટે લીધેલા પગલાઓ અંગે ભૂટાનની…
મુંબઇઃ બોગસ TRP કેસની રડારમાં આવેલા 5 ટીવી ચેનલોની મુશ્કેલીઓ વધી ગઇ છે. ક્રાઇમ બ્રાન્ચ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઇયુ) એ આ ચેનલોના માલિકી પોસાથે તેમના તમામ બેન્ક એકાઉન્ટની પાંચ વર્ષની માહિતી માંગી છે. CIUના એક અધિકારીએ આજે ગુરુવારે કહ્યુ કે, અમે આ ચેનલોના કેટલાંક બેન્ક એકાઉન્ટની તપાસ કરી, તો જાણવા મળ્યુ કે, તેમાં અચાનક નોંધપાત્ર વૃદ્ધિ આવી છે. કારણ કે, અમે આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને કેસના મૂળ સુધી જવા માંગીયે છીએ, આથી અમે આ તમામ ટીવી ચેનલોના માલિકો અને તેમના ફાઇનાન્સ વિભાગ પાસેથી છેલ્લા પાંચ વર્ષના બેન્ક એકાઉન્ટની તમામ વિગતો માંગી છે. 8 ઓક્ટબરે જ્યારે મુંબઇ પોલીસ…
મુંબઇઃ વિશ્વમાં સ્ટીલ કિંગના નામે જાણીતા અને ભારતીય મૂળના દિગ્ગજ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના નાના ભાઇ પ્રમોદ મિત્તલે પણ નાદારીના આરે આવીને ઉભા છે. પ્રમોદ મિત્તલ ઉપર 24 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. એક સમયે પોતાની પુત્રીના લગ્નમાં 500 કરોડ રૂપિયા ખર્ચ કરી નાખનાર પ્રમોદ મીડિયામાં છવાયા હતા. પ્રમોદ મિત્તલનું કહેવું છે કે તેમના પર હાલ રૂ. 23,750 કરોડનું દેવું છે અને પોતાની તમામ સંપત્તિ એક સોદામાં ગુમાવી દીધી છે. હવે તેમની પાસે આવકનું પણ કોઈ સાધન નથી. સિવાય કે દિલ્હીમાં તેમનો એક પ્લોટ છે, જેની કિંમત ફક્ત 45 પાઉન્ડ (આશરે રૂ. 4300 ) છે. તેમની પાસે કુલ રૂ. દોઢ કરોડ…
અમદાવાદઃ ગુજરાતમાં અગાઉ કોરોના વાયરસનું એપી સેન્ટર બનેલા અમદાવાદ શહેરમાં હાર્ટ ઇમયુનિટીના મામલે ફરી વખત ત્રીજો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ હાર્ડ ઇમ્યુનિટી અંગે અમદાવાદ શહેરમાં બે સર્વે થઇ ચૂક્યા છે. અમદાવાદમા હર્ડ ઇમ્યુનીટી અગાઉ કરતા વધારે છે કે ઓછી તેનો ખ્યાલ આ સર્વેમાં માલુમ પડશે. હાર્ડ ઇમ્યુનિટી અંગેના આ સર્વેનો રિપોર્ટ આગામી થોડા દિવસમાં જાહેર કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હર્ડ ઇમ્યુનીટીને લઇને ત્રીજો સર્વે શરૂ કર્યો છે. તમામ અર્બન હેલ્થ સેન્ટરો ઉપર એન્ટિબોડી ટેસ્ટ ચાલી રહ્યા છે. જ્યાં કોઇ પણ નાગરિક પોતાના શરીરમાં એન્ટીબોડી જનરેટ થયા છે કે નહીં તેનો ટેસ્ટ કરાવી શકે છે. થર્ડ રીપોર્ટ આવ્યા…
અમદાવાદઃ કોરોના વાયરસના પ્રકોપ વધી રહ્યો છે અને એક-એક પણ સામાન્ય લોકોથી લઇને નેતા-અભિનેતા પણ તેની ઝપેટમાં આવી ગયા છે. ગુજરાતી ફિલ્મોના વિતેલા જમાના સુપરસ્ટાર ગણાતા નરેશ કનોડિયા પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે અને તબિયત લથડતા હાલ તેમને વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા છે. હાલ તેમની સારવાર હાલમાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ચાલી રહી છે આજે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી આજે નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી છે. જેમાં તે ઓક્સિજન માસ્ક સાથે નજરે પડી રહ્યા છે. તો આ અંગે તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ એક તસવીર ટ્વીટર પર શેર કરીને નરેશ કનોડિયાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અપીલ…