નવી દિલ્હીઃ દિવાળી નજીક આવી રહી છે તેમ-તેમ સોના-ચાંદીના ભાવ વધી રહ્યા છે. આજે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. દિલ્હીના સોના-ચાંદી બજારમા આજે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 512 રૂપિયા વધીને 51,415 રૂપિયા થયો હતો. તો ચાંદી પણ 1448 રૂપિયા ઉછળીને 64,015 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ હતી. જે લગભગ એક મહિનાનો સૌથી ઉંચો ભાવ છે. વૈશ્વિક બજારમાં સોનું ઉછળીને 1921 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ અને ચાંદી 25.10 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ હતી. વૈશ્વિક બુલિયન બજારમાં મજબૂતી અને ડોલર સામે રૂપિયામાં નરમાઇની સામે સ્થાનિક બજારમાં ચાલુ તહેવારોની સિઝન દરમિયાન માંગ વધવાની અપેક્ષાથી સોના અને ચાંદીના…
કવિ: Satya Day
નવી દિલ્હીઃ ડુંગળી ફરી લોકોને રડાવી રહી છે અને આગામી નજીકના દિવસોમાં ભાવ રૂ. 100 કિગ્રા થઇ જશે તેવી અટકળો વહેતી થઇ છે. ડુંગળીના ભાવમાં સતત વૃદ્ધિથી ચિંતિત સરકારે આજે તેની આયાત વધારીને ભાવને અંકુશમાં રાખવાનો નિર્ણય લીધો છે. સરકારે ડુંગળીની આયાત સંબંધિત નિયમોમાં છુટછાટ આપી છે જેથી સ્થાનિક બજારમાં આયાતી ડુંગળીની સપ્લાય વધારીને ભાવને અંકુશમાં રાખી શકાય. ઉપરાંત સરકારે ડુંગળીના પોતાના બફર સ્ટોકમાંથી બજારમાં સપ્લાય વધારવાનો નિર્ણય લીધો છે. સરકારે આજે એક નિવેદનમાં આ માહિતી આપી છે. સરકારી આંકડાઓ મુજબ દક્ષિણ અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ડુંગળીના છુટક ભાવ તીવ્ર ગતિથી વધ્યા છે. નોંધનિય છે કે, ડુંગળીના ભાવ છેલ્લા એક મહિનામાં…
નવી દિલ્હીઃ દેશ હાલ કોરોના મહામારીની ઐતિહાસિક સંકટમાંથી પસાર થઇ રહ્યુ છે ત્યારે સરકારી કર્મચારીઓ માટે દશેરા એ દિવાળી જેવો માહોલ સર્જાયો છે. સરકારે દેશના લગભગ 31 લાખ સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની જાહેરા કરી છે. સરકાર આ દિવાળીએ કર્ચમારીઓને બોનસ આપવા માટે રૂ. 3714 કરોડ ખર્ચ કરશે. ઉલ્લેખનિય છે કે, કોરોના સંકટથી મંદ પડેલ અર્થતંત્રને ફરી ધમધમતુ કરવા માટે સરકાર માંગને પ્રોત્સાહન આપી રહી છે. આ માટે આજે કેન્દ્રિય મંત્રીમંડળે ચાલુ નાણાંકીય વર્ષની માટે પ્રોડક્ટિવિટી અને નોન- પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાતથી 30.67 લાખ નોન –ગેજેટેડ સરકારી અધિકારીઓને ફાયદો થશે આ પહેલા પાછલા સપ્તાહમાં નાણાકીય…
કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકાએ કોવિડ-19ને લઇને ઉંચુ જોખમ ધરાવતા દેશોની યાદીમાં ફેરફાર કર્યો છે. નવી યાદીમાં ઘણા દેશોને હટાવવામાં આવ્યા છે, પરંતુ ભારત હજી પણ આ યાદીમાં શામેલ છે. તેનાં કારણે ભારતથી દક્ષિણ આફ્રિકા જનાર લોકો પર પ્રવાસ સંબંધી પ્રતિબંધો હજી પણ ચાલુ રહેશે. દક્ષિણ આફ્રિકાના ગૃહ મંત્રાલયે 19 ઓક્ટોબરે પોતાની નવી યાદી જારી કરી છે. જેમાં 22 દેશો શામેલ છે. દક્ષિણ આફ્રિકાની સંક્રમણનું ઉંચુ જોખમ ધરાવતા દેશોની યાદીમાં બાંગ્લાદેશ અને જર્મન પણ શામેલ છે. તેની પૂર્વે ઓક્ટોબરની શરૂઆતમાં જારી કરેલ યાદીમાં 60 દેશોના નામ હતા. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ કે, અમે આ બાબતે સાવધ રહેવા ઇચ્છીયે છીએ કે કોરોના વાયરસની…
અમદાવાદઃ આદ્યશક્તિ જગદંબા માતાના નવ સ્વરૂપો છે એટલે તેમને નવદુર્ગા પણ કહેવામાં આવે છે. નવરાત્રીના બીજા નોતરામાં માતા બ્રહ્મચારિણીની પૂજા-આરાધના કરવામાં આવે છે. બ્રહ્મચારીણી એ માતા નવદુર્ગાનું બીજુ સ્વરૂપ છે. નવદુર્ગાની નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. કહ્યું પણ છે – વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ ‘બ્રહ્મ’ શબ્દનો અર્થ છે. નવરાત્રીના બીજા દિવસે માતાજીના બ્રહ્મચારીણી સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન ‘સ્વાધિષ્ઠાન’ ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં અવસ્થિત મનવા યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય…
અમદાવાદઃ આજથી માતા આદ્યશક્તિની આરાધનાનું નવ દિવસનું પર્વ એટલે નવરાત્રી શરૂ થઇ છે. આ નવ દિવસોમાં અલગ-અલગ દિવસે નવદુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તો ચાલો જાણીયે.. પ્રથમ દિવસે શૈલપુત્રીની આરાધના નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાના ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલે માતા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે. વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત…
નવી દિલ્હીઃ મુંબઇઃ કોરોનાના કારણે સર્જાયેલી આર્થિક મંદી અને મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગને મોટો ફટકો પડ્યો છે. હવે ગરીબ લોકો માટે બે ટંકની દાલ-રોટી પણ મુશ્કેલ બની ગઇ છે. બજારમાં ઓછી સપ્લાય અને માંગ વધારે રહેવાથી તુવરેદાળ સહિતના મોટાભાગના કઠોળના ભાવ આસમાને પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં 1 કિગ્રા તુવેરદાળનો ભાવ રૂ.100ને વટાવીને રૂ. 125 પહોંચી ગયા છે. વેપારીઓનું તેમજ દાલ મિલોનું માનવુ છે કે જ્યા સુધી સરકાર પોતાની પાસે રાખેલો સ્ટોક નહીં વેચે, સપ્લાય તંગ હોવાના કારણે તુવેર દાળના ભાવ નીચે આવશે નહીં. દાલ મિલોનું કહેવુ છે તુવેરની અછતના કારણે દાળના ભાવ ઉંચે જઇ રહ્યા છે. કેન્દ્ર સરકારે 13 ઓક્ટોબરના રોજ…
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા પોઝિટિવ કેસનો આંકડો એકંદરે 1200ની નીચે અને સંક્રમણથી મરનાર દર્દીઓની સંખ્યા પણ એકંદરે સ્થિર રહી છે. ગુજરાતરાજ્યમાં આજે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1181 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,57,474 લાખ થઇ ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1279 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,39,149 લાખથી વધારે છે. ગુજરાતમાં મંગળવારે કોરોના સંક્રમણથી વધુ 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 3, સુરતમાં 3, ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ, રાજકોટ અને વડોદરામાં 1-1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ…
નવી દિલ્હીઃ દેશના કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે શુક્રવારે કહ્યુ કે, વર્ષ 2020-21ની ખરીફ સીઝનમાં કુલ 1445.2 લાખ ટન ખાદ્યાન્નનું ઉત્પાદન થવાનો અંદાજ છે. સરકારના સત્તાવાર આંકડાઓ મુજબ વર્ષ 2019-20ની ખરીફ સીઝન દરમિયાન દેશમાં અનાજનું કુલ ઉત્પાદન 1433.8 લાખ ટન નોંધાયુ હતું. કૃષિ મંત્રીએ ઔદ્યોગિક સંગઠન સીઆઇઆઇ દ્વારા આયોજીત એક ડિજિટલ સંમેલનને સંબોધિત કરતા કહ્યુ કે, ખાદ્યાન્ન ઉત્પાદન પાછાલ વર્ષની તુલનામાં એકંદરે સારુ રહેશે. આરંભિક અંદાજો મુજબ વર્ષ 2020-21ની ખરીફ સીઝનમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 1445.2 લાખ ટન થવાનો અંદાજ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, ચાલુ ખરીફ સીઝન દરમિયાન દેશમાં શેરડી અને કપાસ જેવા રોકડીયા પાકોનું ઉત્પાદન પણ ઉંચુ રહેશે. કોરોના…
નવી દિલ્હીઃ વાહન ઉદ્યોગની ગાડી ધીમી ધીમે પાટે ચઢી રહી હોવાના સંકેત મળ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં દેશમાં પેસેન્જર વાહનોનું કુલ વેચાણ વાર્ષિક તુલનાએ 26.45 ટકા વધીને 2,72,027 યુનિટ નોંધાયુ છે. વર્ષ પૂર્વેના સમાન મહિનામાં 2,15,124 કાર સહિતના પેસેન્જર વ્હિકલ્સ વેચાયા હતા. વાહન ઉત્પાદક કંપનીઓના સંગઠન SIAM આજે શુક્રવારે આની જાણકારી આપી હતી. SIAMના તાજેતરના આંકડા અનુસાર, આ દરમિયાન ટુ-વ્હિકલ્સનું વેચાણ એક વર્ષ પહેલાની 16,56,658 એકમની તુલનામાં 11.64 ટકા વધીને 18,49,546 એકમ પર પહોંચી ગયું છે. આ દરમિયાન 12,24,117 મોટરસાઈકલોનું વેચાણ થયું, જે એક વર્ષ પહેલાના 10,43,621 યુનિટની તુલનાએ 17.3 ટકા વધુ છે. સ્કૂટરોના વેચાણમાં વર્ષ પહેલાના 5,55,754 એકમ રહ્યું હતું.…