કવિ: Satya Day

સુરત શહેરમાં હવે કોરોનાની સ્થિતિ સુધરી રહી છે. અત્યાર સુધી ત્યાં કૂલ 33181 પોઝિટિવ કેસમાંથી 30102 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રિકવરી રેટ 90.71 ટકાએ પહોંચી ગયો છે. એક્ટિવ કેસોની સંખ્યા પણ સતત 17 દિવસથી ઘટી રહી છે. ગુરુવારે 2105 એક્ટિવ કેસ હતા. બુધવારે 2161 એક્ટિવ કેસ હતા. શુક્રવારે એક્ટિવ દર્દીઓની સંખ્યા 2100ની નીચે જઇ શકે છે. દરરોજ સાજા થનાર દર્દીઓની સંખ્યા નવા કેસની તુલનાએ વધારે છે. એટલુ જ નહીં મૃત્યુ પણ દરરોજના 2થી 3 જેટલી થઇ રહી છે. ગુરુવારે શહેરમાં 178 અને ગ્રામીણ વિસ્તારમાં 124 એટલે કે 302 દર્દી સાજા થયા છે. સાજા થનાર દર્દીઓમાં 22111 શહેરના છે જ્યારે…

Read More

એક મીડિયા રિપોર્ટ મુજબ, વિતેલા વર્ષ 10 ડિસેમ્બરે ગૃહ મંત્રાલયે લોકસભામાં જણાવ્યુ હતુ કે માત્ર ચાર વિદેશી જાહેર કરાયેલ લોકોને અત્યાર સુધી બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે. જ્યારે એક લાખ 29 હજાર 9 લોકો એવા છે જેમને ફોરેન ટિબ્યુનલે અત્યાર સુધી ગેરકાયદેસર વિદેશી જાહેર કર્યા છે. નિયમો મુજબ આવા લોકોને એનઆરસીની યાદીમાં સામેલ કરી શકાય નહીં. સરમાએ એનઆરસીના જિલ્લા અધિકારીઓને આવા લોકોને ઓળખી કાઢવા અને તેમનું નામ યાદીમાંથી બહાર કાઢવા માટે લેખિત આદેશ આપવા જણાવ્યુ છે. કેટલા નામ થઇ શકે છે ડિલિટ? સરમાએ કહ્યુ કે, હાલ યાદીમાંથી નામ હટાવવામાં આવેલા લોકોની સંખ્યાની ગણતરી મુશ્કેલ છે. અમે ઘોષિત વિદેશીઓના નામ લિસ્ટમાંથી ડિલિટ…

Read More

નવી દિલ્હીઃ કોરોના મહામારીના લીધે બંધ થયેલી શાળાઓને છ મહિના બાદ અનલોક-5માં ખોલવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કેટલાક રાજ્યોમાં શાળા અને ટ્યુશન ક્લાસિસ આંશિક રીતે શરૂ થઇ ગયા છે. અનલોક-5 હેઠળ કેન્દ્ર સરકારે દેશમાં 15 ઓક્ટોબરથી તબક્કાવાર શાળાઓ ફરી ખોલવાની મંજૂરી આપી છે. તો ચાલો જાણીયે કયા રાજ્યમાં ક્યારથી સ્કૂલ ખુલશ પંજાબ(Punjab): પંજાબ સરકારે 15 ઓક્ટોબરથી જ સ્કૂલ ખોલવાની મંજૂરી આપી છે. જેમાં ધોરણે 9થી 12 સુધીના રેગ્યુલર ક્લાસિસ શરૂ કરી શકાશે પરંતુ એક સેશનમાં 20થી વિદ્યાર્થીઓને બેસાડી શકાશે નહીં. મહારાષ્ટ્ર (Maharashtra): આ રાજ્યની સરકાર દિવાળી બાદ કોરોના મહામારીની સ્થિતિની સમિક્ષા કર્યા બાદ સ્કૂલ ખોલવાનો નિર્ણય લેશે.…

Read More

સમગ્ર દુનિયા કોરોના વાયરસની અસરકારક રસી શોધવામાં વ્યક્ત છે અને તે ચાલુ વર્ષના અંતે અથવા આગામી વર્ષના આરંભમાં મળવાની અપેક્ષા વ્યક્ત કરાઇ છે. જો કો સ્વસ્થ લોકોએ કોરોના વેક્સીન માટે વર્ષ 2020 સુધી રાહ જોવી પડી શકે છે. સૌથી પહેલા કોરોના વેક્સીન હેલ્થ વર્કર્સને અને એવા લોકોને મૂકવામાં આવશે જેને સંક્રમણનું જોખમ વધારે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ આ અંગે માહિતી આપી કે,વેક્સીની માટે કોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઓનલાઇન યોજાયેલા પ્રશ્નોત્તરના કાર્યક્રમમાં WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યુ કે, વર્ષ 2021ના અંત સુધી એક અસરકારક વેક્સીન જરૂર આવી જશે પરંતુ તેનો જથ્થો મર્યાદિત હશે. સ્વામિનાથને પ્રાથમિકતા અંગે કહ્યુ કે,…

Read More

આવતીકાલથી આસો મહિનાની નવરાત્રી શરૂ થવાની છે અને આ નવ દિવસોમાં આદ્યશક્તિના નવ સ્વરૂપોની ભક્તિ-ભાવથી વિધિવિધાન સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતાજીની પૂજામાં વાસ્તુનું બહુ મહત્વ છે. ઘટ સ્થાપનથી ળઇને માતાજીની મૂર્તિ કે પ્રતિમાની સ્થાપના અને પૂજાની દિશા પણ તમને પૂજાને સફળ અને ફળદાયી બનાવે છે એવું વાસ્તુ શાસ્ત્રનું મનાનવુ છે. આથી આ વખતે નવરાત્રીમાં તમે પોતાના મંદિર કે પૂજાઘરમાં ધ્યાન રાખીને માતાજીની પૂજા કરો જેથી તમારી પૂજા સફળ થાય અને તમને મનોવાંછિત પ્રાપ્ત થાય. ચાલો જાણો… ઘટ સ્થાપનના દિવસે કરો આ કામ નવરાત્રીના પહેલા દિવસે ઘરના મુખ્ય દ્વારે બંને બાજુ કંકુથી સ્વસ્તિક બનાવો અને દરવાજાની ઉપર આસોપાલવ કે આંબાના…

Read More

બદલાતી ઋતમાં સુકી ઉધરસની સમસ્યા થવી સામાન્ય છે. જો કે હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. ખાણી-પીણીમાં થોડીક લાપરવાહી થઇ અથવા શરદી-ગરમીની અસર થઇ તો ઉધરસ તમને શિકાર બનાવી લેશે. આજે અમે તમને સુકી ઉધરસ મટાડવા માટેના કેટલાંક ઘરેલુ નુસ્ખ જણાવીશુ, જે તમારી ઉદરસી મટાવી આપશે આરામ… શું હોય છે સુકી ઉધરસ? સુકી ઉધરસ દરમિયાન ગળામાંથી કફ નીકળતો નથી. પરંતુ તીવ્ર ધ્રુસ્કાની સાથે ઉધરસ શરૂ થઇ જાય છે અને ગળું સુકાયુ હોય તેવા અનુભવને કારણે બહુ જ બળતરા અને બેચેની જેવુ થવા લાગે છે. આ ઉપાયોથી સુકી ઉધરસમાં મળથે તાત્કાલિક રાહત જ્યારે પણ…

Read More

અમદાવાદઃ હાલ સમગ્ર દુનિયામાં જીવલેણ કોરોના વાયરસની અસરકારક રસી કે દવા શોધવામાં વ્યસ્ત છે. ભારતમાં પણ કોરોના વેકસીનનું વ્યાપક સ્તરે સંશોધન ચાલી રહ્યુ છે ત્યારે આ રસી વિકસાવવામાં ગુજરાત પણ પોતાનું યોગદાન આપવા જઇ રહ્યુ છે. કોરોના વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલ માટે ગુજરાતની 5 મેડિકલ કોલેજોની પસંદગી કરવામાં આવી છે. ત્યાં આ કોરોના વેક્સીનના ફેઝ-3નું ક્લિનિકલ ટ્રાયલ થશે. કોરોનાની વેક્સિનના ટ્રાયલ માટે ગુજરાતની 5 કોલેજની પસંદગી કરવામાં આવી છે. ભારત બાયોટેક ઈન્ટરનેશન લિમિટેડ. હૈદરાબાદ દ્વારા આઈસીએમઆર અને નેશનલ ઈંસ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી, પુણેના પરામર્શમાં રહી સંપૂર્ણ રીતે સ્થાનિક કોવાક્ષીન-ટીએમ નામની કોરોનાની રસી વિકસાવી છે. આ રસીના ફેઝ-3ના ક્લિનીકલ ટ્રાયલ માટે ગુજરાતની 5…

Read More

પટનાઃ બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ થઇ ચૂકી છે. આજે વિધાનસભા ચૂંટણી 2020 માટે મહાગઠબંધને ગુરૂવારના રોજ 243 સીટો માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ અને સીપીઆઈના ઉમેદવારોના નામ સામેલ છે. ઉપરાંત લિસ્ટમાં કોંગ્રેસે શત્રુઘ્ન સિંહાના દિકરા લન સિન્હાને બાંકીપુર સીટથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યાં તેમની સામે ભાજપ નેતા નવીન કિશોર સિન્હાના દિકરી નિતિન નવીનને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનિય છે કે, બિહારમાં 28 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યુ છે. બિહારમાં ત્રણ તબક્કામાં આ ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 10 નવેમ્બરે આવશે. બિહારમા વિધાનસભાની ચૂંટણી…

Read More

સમાચાર ચેનલ્સની TRP યાદીનો વિવાદ વધુને વધુ ઘેરાઇ રહ્યો છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિર્સચ કાઉન્સિલે(BARC)એ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ(TRP) આગામી 8-10 સપ્તાહ માટે રોકવાનો નિર્ણય લીધો છે. કાઉન્સિલની ટેકનીકલ કમિટિ TRP જાહેર કરવાની આખી પ્રોસેસનો રિવ્યૂ કરશે અને વેલિડેશન પછી જ ફરી તેને શરૂ કરવામાં આવશે. ગત દિવસોમાં મુંબઈ પોલીસે એ દાવો કર્યો હતો કે રિપબ્લિકન જેવી ઘણી ચેનલો પૈસા આપીને TRP વધારે છે. TRP એટલે કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. આ કોઈ પણ ટીવી પ્રોગ્રામની લોકપ્રિયતા અને ઓડિયન્સનો નંબર શોધવાની રીત છે. કોઈ શોને કેટલા લોકોએ જોયો, આ TRPથી ખબર પડે છે. જો કોઈ શોની TRP વધારે હશે તો તેનો અર્થ…

Read More

નવી દિલ્હીઃ ઘરેલુ હિંસાના મામલે સ્ત્રીના મામલે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. સંપત્તિ માલિક જો પારિવારિક સંબંધમાં હોય તો વહુ પતિના હક ધરાવતા મકાનમાં રહી શકે છે. એટલે કે સાસુ-સસરા જો કૌટુંબિક સંબંધમાં હોય તો બહુ હકદાર સંપત્તિમાં રહી શકે છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયની વિરુદ્ધ સસરાની અરજી ફગાવી દીધી જેમાં હાઇકોર્ટે કહ્યુ કે, બહુને તેના સાસરાના ઘરમાં તે સ્થિતિમાં રહેવાનો અધિકાર છે જ્યારે તે એ વાત સાબિત કરે કે તે ઘરેલુ હિંસાનો શિકાર થઇ છે અને સંપત્તિના માલિકની સાથે તે કૌટુંબિક સંબંધ ધરાવે છે. સસરાએ વહુને પોતે ખરીદેલુ ઘર ખાલી કરાવવું જણાવ્યુ હતુ અને ટ્રાયલ કોર્ટે આવો આદેશ…

Read More