દેશમાં ઓમિક્રોન સંક્રમણના વધતા કેસોની વચ્ચે મહારાષ્ટ્રમાં વિદેશથી આવેલા 205 લોકોમાંથી 109 લોકો મળી રહ્યાં નથી. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા વિજય સૂર્યવંશીએ સોમવારે જણાવ્યું હતું કે થાણે જિલ્લાની ટાઉનશિપમાં તાજેતરમાં પરત ફરેલા 295 વિદેશીઓમાંથી 109 લોકો ટ્રેસ થઈ રહ્યાં નથી, તેમનો હજુ સુધી કોઈ અત્તો-પત્તો લાગી રહ્યો નથી. તેમણે કહ્યું કે આમાંથી કેટલાક લોકોના મોબાઈલ ફોન સ્વિચ ઓફ છે, જ્યારે કેટલાકના આપેલા એડ્રેસ પર તાળા મારેલા છે. સૂર્યવંશીએ જણાવ્યું હતું કે KDMC નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહ્યું છે અને હાઈરિસ્કવાળા દેશોમાંથી આવતા તમામ લોકોને સાત દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે અને જો કોવિડ-19…
કવિ: Satya Day
પટના : કેન્દ્ર સરકારે જાતિ આધારીત વસતી ગણતરી કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. જોકે બિહારની રાજ્ય સરકારે પોતાની રીતે જ જાતિ આધારીત વસતી ગણતરી કરવાનું નક્કી કર્યું છે. જ્યારે જાતિ આધારીત વસતી ગણતરી પાછળ જે ખર્ચ થશે તે પણ રાજ્ય સરકારે ઉઠાવવાની તૈયારી દર્શાવી છે. આ માટે ટૂંક સમયમાં સરકાર બિહારમાં સર્વપક્ષીય બેઠક પણ યોજવાની તૈયારી કરી રહી છે. આ અંગેની જાહેરાત બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતે કરી છે. નીતીશ કુમારે એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે અમે રાજ્યના અન્ય પક્ષોની સાથે વાતચીત કરી રહ્યા છીએ, આગામી ટૂંક સમયમાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવશે. આ સમયે બધા પક્ષો સંમતિ દર્શાવશે…
અમદાવાદ : અમદાવાદના હાટકેશ્વર સકઁલ તેજેન્દ્ર કોમ્પ્લેક્સ પાસે અજાણ્યા શખ્સોએ એક યુવકને છરીના ઘા માર્યા હતા. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. હાટકેશ્વર સર્કલ નજીક આવેલા તેજેન્દ્ર કોમ્પ્લેક્સ નજીક સોમવારે મોદી રાત્રે એક યુવકને અમુક શખ્સોએ છરીના ઘા માર્યા હતા. આ જીવલેણ હુમલો જોઈ આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. કોમ્પ્લેક્સની અને આસપાસની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી. ઘટના અંગે કન્ટ્રોલ રૂમને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે…
અમદાવાદ: ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કનવર્ટ કરનાર ગેંગનું ટેલિફોન એક્સચેન્જનો પર્દાફાશ થયો છે. ભારત દેશની આંતરીક સલામતીને જોખમમાં મુકી ટેલીફોન કંપનીઓ તથા ભારત દેશને આર્થિક નુકશાન પહોંચાડતા હતા. ગેરદાયદેસરના ટેલીફોન એક્ષચેંજ ચલાવનાર યુવકને પકડી પાડયો હતો. કોલસેન્ટર માટે આ એક્સચેન્જ કામ કરતું હોવાનું બહાર આવ્યું હતું. પોલિસે એક આરોપીની ધરપકડ કરી મુંબઈના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. નવરંગપુરા વિસ્તારમાં સી.જી રોડ પર આવેલા સમુદ્ર કોમ્પલેક્ષના પ્રથમ માળે ઓફીસ ધરાવીને ગેરકાયદેસરનુ ઈન્ટરનેશનલ કોલ કે જે લોકલ કોલમાં કનવર્ટ કરવાનું રેકેટ ચાલતું હતું. કોલ સેન્ટરની આડમાં ટેલીફોન એક્ષચેંજ ચાલી રહ્યું હતું. પોલીસે રેડ કરી તબરેઝ કટારીયાને ઝડપી પાડ્યો હતો. બાદમાં પુછપરછ કરતા…
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે એટલે કે, 06 ડિસેમ્બરના રોજ ભારતની મુલાકાતે આવ્યા છે. તે ઉપરાંત રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુ પણ ભારત પહોંચી ચુક્યા છે. બંને મંત્રીઓએ પોતાના સમકક્ષ ડો. એસ જયશંકર અને રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ હવે બેઠકો શરૂ થઈ ગઈ છે. આજે નવી દિલ્હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે થયેલી સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે. તે હેઠળ ભારત-રશિયા રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડના માધ્યમથી 6,01,427 જેટલી 7.63×39 મિમી અસોલ્ટ રાઈફલ AK-203ની…
ગાંધીનગર: પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં જોડાવાને લઇને આપેલા નિવેદન બાદ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવી છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે કહ્યુ કે, નરેશભાઇ પટેલ કોંગ્રેસમાં આવશે તો પાર્ટી રેડ કાર્પેટ પાથરવા માટે તૈયાર છે. પાટીદાર આગેવાનોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મીટિંગ થવાની છે. આ પહેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યુ હતુ કે જો સમાજ મને કહેશે તો હું રાજકારણમાં જરૂર જોડાઈશ. સમાજમાંથી એક સૂર નીકળશે તો મારા માટે ચૂંટણી લડવા સિવાય બીજો કોઇ જ વિકલ્પ નથી. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે તાજેતરમાં જગદીશ ઠાકોરે પદભાર સંભાળ્યો છે. નરેશ પટેલને જગદીશ ઠાકોરે કોંગ્રેસમાં આવવા ભાવપૂર્વક આમંત્રણ આપ્યુ છે. ગુજરાતમાં…
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર ખાતે એક શિક્ષક પર હાઈસ્કુલમાં 17 વિદ્યાર્થીનીઓને નશીલો પદાર્થ આપીને શાળામાં અશ્લીલતા અને છેડછાડ કરવાનો આરોપ લાગ્યો છે. આરોપી ટીચરે પ્રેક્ટિકલના નામે 17 વિદ્યાર્થીનીઓને રાત્રે શાળામાં રોકીને ભોજનમાં નશીલો પદાર્થ ભેળવીને છેડછાડ અને અશ્લીલતાની તમામ હદો પાર કરી દીધી. આ સાથે જ એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે, આરોપી ટીચરે વિદ્યાર્થીનીઓને જો આ વાત જાહેર કરશે તો નાપાસ કરશે તેવી ધમકી પણ આપી હતી. 2 પીડિત વિદ્યાર્થીનીઓએ જ્યારે આ સનસનીખેજ પોતાના પરિવારજનો સાથે મળીને એસએસપી સમક્ષ આ મામલે ફરિયાદ કરી તો પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગત 18…
શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી ઈસ્લામને છોડીને હિંદુ ધર્મમાં પ્રવેશ કરશે. ડાસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ ગિરી મહારાજ તેમને સનાતન ધર્મ ગ્રહણ કરાવશે. વસીમ રિઝવી સોમવારે સવારે દસ વાગે ગાઝિયાબાદના ડાસના દેવી મંદિરમાં હિંદુ ધર્મ અંગીકાર કરશે. યતિ નરસિંહાનંદ ગિરી મહારાજ સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે તેમને હિંદુ ધર્મમાં પ્રવેશ કરાવશે. વસીમ રિઝવીએ થોડા દિવસ પહેલા જ પોતાની વસીયતનામું જાહેર કર્યું હતું. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે, તેમના મૃત્યુ બાદ તેમને દફનાવવામાં ન આવે પરંતુ સંપૂર્ણ હિંદુ રીત-રિવાજ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. આ સાથે જ તેમણે યતિ નરસિંહાનંદ ગિરી મહારાજ તેમની ચિતાને અગ્નિ આપશે. રિઝવીએ…
વડોદરા: શહેરમાં ગેંગરેપનો ભોગ બન્યા બાદ વલસાડ પાસે ગુજરાત ક્વિન ટ્રેનમાં યુવતીના રહસ્યમય આપઘાતના બનાવે સમગ્ર રાજ્યની પોલીસની મુશ્કેલી વધી ગઈ હતી. જોકે, હવે એક વખત ફરીથી એફએસએલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવતા પોલીસ દ્વિધામાં પડી ગઈ છે. હવે ગાંધીનગરથી આવેલા FSL રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આ યુવતી પર ગેંગ રેપ થયો નથી. હાલ આ એફએલએલ રિપોર્ટ રેલવે પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કેસમાં પ્રતિદિવસ ગૂંચવણો ઉભી થતી અપડેટ સામે આવી રહી છે. હવે FSL રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું ના હોવાની વાતો સામે આવી રહી છે. આ ખુલાસા પછી પોલીસ પણ વિચારી રહી છે કે, જો દુષ્કર્મ…
અમદાવાદ: રાજ્યના ખેડૂતોને માવઠાઓએ ઘણો નુકશાન પહોંચાડ્યું છે. જોકે હવે માવઠાનો ડર ખત્મ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી આગાહી કરી છે કે, હાલમાં જે ઠંડી પડી રહી છે તેમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. જે પછી ઠંડીમાં વધારો થઇ શકે છે. નોંધનીય છે કે, રવિવારે અમદાવાદમાં સામાન્ય ઘટાડા સાથે 18.8 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. હવામાન ખાતાની આગાહી પ્રમાણે 9 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો શરૂ થશે. રવિવારે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી 11.8 ડિગ્રી નલિયામાં નોંધાઈ હતી. આ સાથે જણાવ્યુ હતુ કે, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન છવાયું છે, જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે. રાજ્યનાં લઘુત્તમ…