જોર્ડનની એક કોર્ટે કોવિડ-19 મહામારી દરમિયાન હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 10 લોકોના મોતના કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં હોસ્પિટલના મુખ્ય અધિકારી સહિત કુલ પાંચ કર્મચારીઓને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. હોસ્પિટલમાં દસ દર્દીઓના મોત માટે કોર્ટે આ પાંચ લોકોને જવાબદાર ઠેરવ્યા છે. ગત માર્ચ મહિનામાં આ મૃત્યુને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ પછી સ્વાસ્થ્ય મંત્રી નાથીર ઓબેદતે પણ રાજીનામું આપવું પડ્યું હતું. આ મામલે સરકાર સામે લોકોનો રોષ પણ ચરમસીમાએ હતો. લોકોએ સરકારને હટાવવા માટે ખુલ્લેઆમ વિરોધ પણ કર્યો, ત્યારબાદ સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
કવિ: Satya Day
ગુજરાતમાં ઓમિક્રોનના ડર વચ્ચે પ્રતિદિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 48 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. તો બીજી તરફ 24 લોકો સ્વસ્થ્ય થયા છે. રાજયમાં અત્યાર સુધી 8,17,263 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં નવા 48 કેસ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે રાજ્યમાં હાલ 349 એક્ટિવ કેસ છે. જેમાંથી 07 નાગરિકો વેન્ટિલેટર પર છે, 342 નાગરિકો સ્ટેબલ છે. 10095 નાગરિકોના અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. તે ઉપરાંત આજે સુરતમાં એક નાગરિકનું મોત થયું છે. ગુજરાતમાં કોરોના વાયરસની જિલ્લા વાર…
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના સાત નવા કેસ નોંધાયા છે. 24 નવેમ્બર 2021 ના રોજ, નાઈજીરીયાના લાગોસની એક 44 વર્ષીય મહિલા પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ વિસ્તારમાં તેના ભાઈને મળવા આવી હતી. જ્યારે રાજસ્થાનના જયપુરમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના નવ કેસ નોંધાયા છે. દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા ચાર લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળ્યું છે, આ ચારેયને આરયુએચએસમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ લોકોના સંપર્કમાં આવેલા વધુ પાંચ લોકોમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. આ નવા કેસ સાથે, હવે દેશમાં આ પ્રકારથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 21 પર પહોંચી ગઈ છે. મહિલા તેની બે પુત્રીઓ ભાઈઓ સહિત કુલ…
બિહારમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુની સંખ્યામાં એક જ દિવસમાં 2,424 લોકોનો વધારો થયો છે. હવે રાજ્યમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 12,089એ પહોંચી ગઈ છે જે અત્યાર સુધી 9,664 હતી. સરકારે 6 મહિનામાં બીજી વખત આ ફેરફાર કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે 02 ડિસેમ્બર સુધી બિહારમાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યા 9,664 હતી, જેમાં 03 ડિસેમ્બરે બીજા 2,425 લોકો ઉમેરવામાં આવ્યા હતા. પટના હાઈકોર્ટના ફટકાર બાદ સરકારી આંકડામાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારી આંકડામાં બક્સર ખાતે કોરોનાથી થયેલા મૃત્યુનો સમાવેશ ન કરવાથી હાઈકોર્ટમાં સરકારને ફટકાર લગાવવામાં આવી હતી. સરકારે કોરોનાથી…
નાગાલેન્ડમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદ વિરોધી ઓપરેશનમાં, ‘ખોટી ઓળખ’ના કારણે 13 સ્થાનિક લોકો માર્યા ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળના એક જવાનનું પણ મોત થયું છે. ઘટના મ્યાનમારની સરહદે નાગાલેન્ડના મોન જિલ્લાના ઓટીંગ ગામની છે. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય SIT ટીમ તેની તપાસ કરશે. રિપોર્ટ અનુસાર ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ સુરક્ષાદળોના વાહનોને આગ ચાંપી દીધી હતી. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિથી રહેવાની અપીલ કરી છે. આ મામલાની તપાસ માટે તેમણે SITની રચના કરી છે. સીએમએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘મોનના ઓટિંગમાં…
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 8,895 કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસ પહેલાની સરખામણીએ દૈનિક કેસોની સંખ્યામાં વધારો થયો છે. ગઈકાલે 8,603 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા પણ ગત દિવસની સરખામણીએ ઓછી રહી છે. છેલ્લા 24 કલાકમાં 6,918 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આના કારણે, કોરોનામાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 3,40,60,774 થઈ ગઈ છે. આ ઉપરાંત દેશમાં મૃત્યુને લઈને જે માહિતી સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. દેશમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2,796 નોંધાયો છે. આમાં બિહારે મૃત્યુના બેકલોગનો આંકડો સામેલ કરવામાં છે. બિહારમાં અગાઉ કોરોનાના કારણે મૃત્યુ…
બનાસકાંઠાના પાલનપુરમાં આવેલ જ્યોર્જ ફિફ્થ ક્લબમાંથી પૂર્વ ક્રિકેટર દિલીપ સિંહ હડિયોલ સહિત 40 નબીરાઓને ગાંધીનગર વિજિલન્સની ટીમે જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે 11.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, અહીં પ્રશ્ન તે ઉભા થઈ રહ્યાં છે કે, ગાંધીનગર વિજિલન્સની ટીમે ત્રણ દિવસ અગાઉ જ હાઈપ્રોફાઈલ જૂગારધામને ઝડપી પાડ્યું હતું. જોકે, પોલીસે આજે એટલે કે, ત્રણ દિવસ પછી કેસ નોંધ્યો છે. તેવામાં પોલીસની નિયત ઉપર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. શું પોલીસ આ કેસમાં કોઈને બચાવવાની કોશિશ કરી રહી છે. શું પોલીસ એકથી વધારે હાઈપ્રોફાઈલ લોકોને બચાવવા માટે મીલીભગત કરવાનું પ્લાનિંગ બનાવી…
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે બનેલું જવાદ વાવાઝોડું નબળું પડી જતાં તટવર્તીય વિસ્તારોના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં 60થી 70 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો છે. આંધ્રપ્રદેશમાં વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે. આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્વિમ બંગાળમાં ત્રાટકનારું જવાદ વાવાઝોડું નબળું પડી જતાં સરકારી તંત્રએ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, તે છતાં પણ સલામતીના કારણોથી ત્રણેય રાજ્યોમાં 15 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાવાઝોડાંની તીવ્રતા ઘટતા મોટી સંખ્યામાં થઈ રહેલું સ્થળાંતર રોકી દેવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશના શ્રીકાકૂલમ જિલ્લામાં ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થતા એક બાળકનું મૃત્યુ થયું…
મુંબઈ: ભારતમાં Omicron વેરિયન્ટનો ચોથો કેસ સામે આવ્યો છે. દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પરત ફરેલા એક વ્યક્તિમાં સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલો અનુસાર દક્ષિણ આફ્રિકાથી એક વ્યક્તિ દુબઈ થઈને દિલ્હી આવ્યો હતો અને ત્યાંથી મુંબઈ પહોંચ્યો હતો. આ 33 વર્ષીય યુવક મહારાષ્ટ્ર સાથે સંબંધ ધરાવે છે. તે ગયા મહિને કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યો હતો અને હવે તેમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યો છે. ભારતમાં Omicron વેરિઅન્ટનો આ ચોથો પુષ્ટિ થયેલ કેસ છે. હાલમાં આ વ્યક્તિને કલ્યાણ ડોમ્બિવલી કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. સરકાર તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, દર્દી ડોમ્બિવલી મ્યુનિસિપલનો રહેવાસી છે અને તેણે હજી સુધી કોઈ કોરોના રસી…
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે ભારતીય દાવ 325 રન પર સમાપ્ત થયો હતો. કિવિ બોલર એજાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. ભારત તરફથી મયંક અગ્રવાલે 150 રન બનાવ્યા હતા. જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી મુલાકાતી ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કિવી બેટ્સમેનો મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગ સામે સેટ થવામાં નિષ્ફળ રહ્યાં. . તેણે ન્યૂઝીલેન્ડના ત્રણ બેટ્સમેનોને 17 રનમાં પેવેલિયન પરત મોકલી દીધા હતા. કેપ્ટન ટોમ લાથમ 10 અને સિનિયર બેટ્સમેન રોસ ટેલર 1 રન બનાવીને પેવેલિયન પરત…