નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ક્વાર્ટર માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આંકડા અને આયોજન અમલીકરણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આ ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ 8.4 ટકા રહ્યો. તમામ એજન્સીઓ દ્વારા એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે જીડીપી વૃદ્ધિ 7 થી 9 ટકાની વચ્ચે રહી શકે છે. ગયા નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કોરોના મહામારી પછી જ્યારે ધંધામાં થોડી તેજી આવવા લાગી તો તેની અસર જીડીપી પર જોવા મળી. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 20.01 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. કોરોના મહામારી પછી આવી તેજી સ્વાભાવિક…
કવિ: Satya Day
IPLના ચાહકો અને ખેલાડીઓ માટે આજનો દિવસ સૌથી મોટો છે. IPLની તમામ ટીમોની રીટેન્શન લિસ્ટ બહાર પાડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, 30 નવેમ્બર સુધીમાં તમામ ટીમોએ પોતાના ખેલાડીઓના નામ સબમિટ કરવાના હતા. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, કિરેન પોલાર્ડ અને સૂર્યકુમાર યાદવને રિટેન કર્યા છે. મુંબઈ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજને રિટેન કરવાની જાહેરાત કરી છે. ક્યો ખેલાડી કેટલો મોંઘો? હવે તમે તે પણ જાણવા માંગતા હશો કે ક્યા ખેલાડીને કેટલો કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. તો મુંબઈએ રોહિત શર્માને 16 કરોડમાં રિટેન કર્યો છે. તે ઉપરાંત જસપ્રીત બૂમરાહએ 12 કરોડ,…
ભારતીય નૌસેનાના નવા અધ્યક્ષ તરીકે એડમિરલ આર હરિ કુમારે કાર્યભાર સંભાળી લીધો છે. આજે ચીફ એડમિરલ કરમબીર સિંહે તેમને નૌસેનાની કમાન સોંપી દીધી છે. એડમિરલ આર હરિ કુમારને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ. આ પહેલા તેઓ નૌસેનાના પશ્ચિમી કમાનના વડા હતા. તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ પોતાના માતા વિજય લક્ષ્મીના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન વિદાય લઈ રહેલા નૌસેના અધ્યક્ષ એડમિરલ કરમબીર સિંહે કહ્યુ હતુ કે, 30 મહિના સુધી મને નૌસેનાની કમાન સંભાળવાનુ સન્માન મળ્યુ હતુ. એક યોગ્ય લીડરશીપના હાથમાં નૌસેનાને હું સોંપી રહ્યો છુ. એડમિરલ આર હરિ કુમારે કહ્યુ હતુ કે, હું એડમિરલ કરમબીર સિંહના નેતૃત્વ તેમજ માર્ગદર્શન…
નવી દિલ્હી: શિયાળુ સત્ર: કેન્દ્ર સરકારે ચર્ચા વિના બિલ પસાર કરવાના આરોપો પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે સંસદીય સમિતિઓને બિલ મોકલવા એ લોકશાહીનું માપ નથી. સંસદીય સમિતિઓને બિલ ન મોકલવાના આરોપો પર કેન્દ્ર સરકારે કહ્યું કે સંસદીય સમિતિઓની સ્થાપના વર્ષ 1993માં કરવામાં આવી હતી, એટલે કે 41 વર્ષ સુધી સંસદીય સમિતિઓની ચર્ચા કર્યા વિના બિલોને સંસદમાં રાખવામાં આવ્યા હતા. શું આનો અર્થ એ છે કે દેશમાં 41 વર્ષ સુધી લોકશાહી નહોતી અને પંડિત નેહરુ, રાજીવ ગાંધીના સમયમાં બનેલા કાયદા ખોટા હતા. બાબાસાહેબ આંબેડકરે બનાવેલા બંધારણને પણ સિલેક્ટ કમિટીમાં મોકલવામાં આવ્યું ન હતું. મોદી સરકારનું કહેવું છે કે…
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન હંગામાને કારણે વિપક્ષના 12 સાંસદોને સંસદના સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે આ અંગે વિપક્ષમાં નારાજગી જોવા મળી રહી છે. જે બાદ આજે 30 નવેમ્બરે વિપક્ષી દળોએ સંસદમાં બેઠક બોલાવી છે. આ પ્રસંગે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. આ બેઠકમાં શિયાળુ સત્રના બાકીના ભાગ માટે રાજ્યસભાના 12 સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ ભાવિ રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગેના સંસદ કાર્યાલયમાં બોલાવવામાં આવી હતી, જેમાં 16 પક્ષોએ ભાગ લીધો હતો. કોંગ્રેસ, DMK, શિવસેના, NCP, CPM, CPI, RJD, IUML, MDMK, LJD, નેશનલ કોન્ફરન્સ, RSP, TRS, કેરળ કોંગ્રેસ,…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં એક યુવકે વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી અનુસાર ખંભાળીયાના 40 વર્ષના દિલીપ શાંતિલાલ ઉનડકટે અસામાજિક તત્વોની ધમકીથી કંટાળીને આપઘાત (suicide) કરી લીધો છે. આ યુવકે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો છે. તે ઉપરાંત તેણે તેણે સુસાઇડ નોટ પણ લખી છે. જેમાં મૃતક યુવાને આપઘાત માટે મજબુર કરનાર લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે. હાલ સ્થાનિક પોલીસે સુસાઇડ નોટ અને વીડિયો પોતાના કબ્જામાં લઈને આગળની કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. યુવક પોતાની આપવિતી જણાવતા વીડિયોમાં કહે છે કે, “મારું નામ દિલીપ શાંતિલાલ ઉનડકટ છે, મારે મગજમારી થઇ હતી સંજય, એનો ભાઇ…
નવી દિલ્હી: કોવિડ-19ના નવા વેરિએન્ટ Omicronને જોતા દિલ્હી સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. દિલ્હી સરકારે LNJP હોસ્પિટલને નવા વેરિએન્ટ Omicron માટે ડેડિકેટેડ હોસ્પિટલ બનાવી દીધી છે. આ હેઠળ ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓના આઇસોલેશન અને સારવાર માટે એલએનજેપીમાં એક કે બે વોર્ડ અનામત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે મંગળવારે સવારે એક ટ્વીટ કરીને પીએમ નરેન્દ્ર મોદીને ઓમિક્રોનથી પ્રભાવિત દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ તાત્કાલિક બંધ કરવા વિનંતી કરી છે. કેજરીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘ઘણા દેશોએ ઓમિક્રોનથી પ્રભાવિત દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. શા માટે આપણે વિલંબ કરી રહ્યા છીએ? પ્રથમ વેવમાં પણ આપણે વિદેશી ફ્લાઈટ્સ રોકવામાં…
નવી દિલ્હી: સરકારે સોમવારે સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિ. (સીઈએલ)ને નંદલ ફાઈનાન્સ એન્ડ લિજિંગને 210 કરોડ રૂપિયામાં વેચવાની મંજૂર આપી દીધી. ચાલુ વર્ષમાં આ બીજી વ્યૂહાત્મક વેચાણ છે. વિજ્ઞાન અને ઔદ્યોગિક મંત્રાલય હેઠળ આવનાર સીઈએલની રચના 1947માં થઈ હતી. કંપની સૌર પોટોવોલ્ટિકના ક્ષેત્રમાં અગ્રણી છે અને તેમના પોતાના સ્વયંના અનુસંધાન અને વિકાસ કોશિશ સાથે પ્રોદ્યોગિક વિકસિત છે. કંપનીએ એક્સલ કાઉન્ટર સિસ્ટમ પણ વિકસિત કરી છે જેનો ઉપયોગ ટ્રેનોને સુરક્ષિત સંચાલન માટે રેલવે સિગ્નલ પ્રણાલીમાં કરવામાં આવી રહ્યો છે. સરકારે ત્રણ ફેબ્રુઆરી 2020માં રૂચિ પત્ર આમંત્રિત કર્યા હતા તે પછી ત્રણ રૂચિ પત્ર પ્રાપ્ત થયા. જોકે, માત્ર બે કંપનીઓએ નંદલ ફાઈનાન્સ એન્ડ લીજિંગ…
નવી દિલ્હી: ઉચ્ચ જોખમ ધરાવતા બાળકો માટે રસીકરણ ડિસેમ્બરમાં શરૂ થશે અને આગામી વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્વસ્થ બાળકો માટે રસીકરણ શરૂ થશે. આ માહિતી દેશના કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ એન કે અરોરાએ NDTVને આપી હતી. તેમણે કહ્યું કે Zydus-Cadillaની ZyCoV-D રસીના ડોઝની સંખ્યા ત્રણથી વધારીને બે ડોઝ કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પુખ્ત વયના લોકોમાં રસીકરણની જેમ, દેશના 44 કરોડ બાળકો માટે પ્રાથમિકતા પ્રક્રિયા ચાલું છે અને જોખમમાં રહેલા બાળકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ડૉ. અરોરાએ એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમે તબક્કાવાર રીતે આગળ વધીશું. પરંતુ આખરે મને લાગે છે કે ડિસેમ્બરના…
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણાં ભાગોમાં શિયાળામાં આજથી (30 નવેમ્બર) બીજી ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર્, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. 30 નવેમ્બરે ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે. આ દરમિયા ઝડપથી પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા તેમજ અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને અને દીવમાં કમોસમી વરસાદ થશે એક ડિસેમ્બરે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ,…