કવિ: Satya Day

દેશને ટૂંક સમયમાં જ ગે (સમલૈંગિક) જજ મળી શકે છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે સીનિયર વકીલ સૌરભ કૃપાલને દિલ્હી હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણ કરી છે. ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી કોલેજિયમની 11 નવેમ્બરની બેઠકમાં આ ભલામણ કરવામાં આવી છે. ખાસ વાત તે છે કે કેન્દ્ર તરફથી ચાર વખત કૃપાલના નામને લઈને આપત્તિ વ્યક્ત કરવા છતાં કોલેજિયમે પોતાની ભલામણ આપી છે. દેશમાં એવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે સાર્વજનિક રીતે સમલૈંગિકતાનું સ્વીકાર કરનારા ન્યાયિક ક્ષેત્રના વ્યક્તિને જજ બનાવવાની સુપ્રીમ કોર્ટની ભલામણ કરી છે. ઓક્ટોબર 2017માં દિલ્હી હાઈકોર્ટ કોલેજિયમે સર્વસમ્મતિથી જજ માટે તેમના નામની ભલામણ કરી હતી. તે પછી સુપ્રીમ કોર્ટે ચાર…

Read More

નવી દિલ્હી: ક્રિકેટર હાર્દિક પંડ્યાએ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી પાંચ કરોડની બે ઘડિયાળ અંગે નિવેદન આપતા કહ્યું છે કે 15 નવેમ્બરની સવારે દૂબઈથી મુંબઈ પહોંચવા પર હું પોતે કસ્ટમ ડ્યુટી ચૂકાવવા માટે એરપોર્ટના કસ્ટમ કાઉન્ટર પર ગયો હતો. મારા અંગે સોશિયલ મીડિયાપર ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા છે. કેમ કે મેં પોતે જ બધા સામાનની જાણકારી એરપોર્ટ પર હાજર કસ્ટમ અધિકારીઓને આપી છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટે મારા પાસે દસ્તાવેજ માંગ્યા છે. તેઓ હાલમાં સાચી ડ્યુટીનું મૂલ્યાંકન કરી રહ્યાં છે. હું સંપૂર્ણ ડ્યુટી ભરવા માટે તૈયાર છું. સાથે જ સોશિયલ મીડિયા પર ઘડિયાની કિંમત પાંચ કરોડ હોવાનું કહેવામાં…

Read More

નવી દિલ્હી: દેશમાં કોરોના (Coronavirus)ના કેસો ધીમે-ધીમે ઓછા થઈ રહ્યાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 8,865 નવા કેસ સામે આવ્યા છે કે પાછલા 287 દિવસોમાં સૌથી ઓછા કેસ છે. જ્યારે એક દિવસમાં 197 લોકોના મોત થયા છે. રિક્વરી રેટ 98.27 ટકા છે જે પાછલા માર્ચ 2020માં સૌથી વધારે છે. જ્યારે કોરોનાના સક્રિય કેસોની વાત કરીએ તો 1,30,793 છે જે પાછલા 525 દિવસોમાં સૌથી ઓછા છે. પાછલા 24 કલાકમાં કોરોનાથી 11,971 લોકો ઠિક થઈ ગયા છે, અત્યાર સુધી કોરોનાથી કુલ 3, 38,61,756 લોકો ઠિક થઈ ચૂક્યા છે. ડેળી પોઝિટિવિટી રેટ 0.80 ટકા છે, જે પાછલા 43 દિવસથી 2 ટકા નીચે છે.…

Read More

યૂપીમાં અલ્તાફની મોતે એક વખત ફરીથી કસ્ટોડિયલ ડેથને લઈને ચર્ચા ઉભી થઈ ગઈ છે. પાછલા 20 વર્ષોમાં આખા દેશમાં 1888 લોકોના મોત પોલીસ કસ્ટડીમાં થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી માત્ર 26 પોલીસ કર્મચારી દોષિત સાબિત થયા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો અનુસાર દેશભરમાં પાછલા 20 વર્ષના ડેટાને જોવામાં આવે તો કસ્ટડીમાં મોતના કેસમાં પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ 893 કેસ નોંધાયા છે. 358 વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ કસ્ટોડિલ ડેથ અંગે 2006માં સૌથી વધારે 11 પોલીસ કર્મચારીઓ દોષિથ સાબિત થયા હતા. જેમાં યૂપીમાં સાત અને મધ્ય પ્રદેશમાં ચાર દોષિત સાબિત થયા હતા. પાછલા વર્ષે એટલે 2020માં 76 લોકોના…

Read More

યૂએઈમાં આઈસીસી ટી-20માં વિશ્વ કપમાં ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું અને તેમની સ્વદેશી વાપસી થઈ ગઈ છે. ટીમના સભ્યોની વતન વાપસી થઈ રહી છે. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ એરપોર્ટ પહોંચ્યા. એરપોર્ટ પર હાર્દિક પંડ્યાની કસ્ટમ વિભાગે તપાસ કરી હતી. આ દરમિયાન તેમની પાસેથી પાંચ કરોડ રૂપિયાની બે ઘડિયાળ મળી આવી હતી. જ્યારે હાર્દિક પંડ્યાને આ ઘડિયાળો અંગે પૂછવામા આવ્યું તો કોઈ સંતોષજનક જવાબ આપી શક્યો નહતો. હાર્દિક પંડ્યા પાસે આ ઘડિયાળો સાથે જોડાયેલા કોઈ જ બિલ પણ નહતા. તે પછી હાર્દિક પાસેથી કસ્ટમ વિભાગે ઘડિયાળો જપ્ત કરી લીધી. આ અંગે વિભાગીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આનાથી…

Read More

સુરતના પાંડેસરામાં દિવાળીના દિવસે એક અઢી વર્ષની બાળકી સાથે રેપ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. પાંડેસરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch)આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં સુરત પોલીસે માત્ર સાત દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ગુજરાતમાં પ્રથમ વખત એવું બન્યું છે કે 7 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આરોપી ગુડડું મધેશ યાદવ મૂળ બિહારનો વતની છે. સુરતના પાંડેસરામાં ભગવતી નગરમાં રહી ફેક્ટરીમાં કામ કરતો હતો. આરોપીને ઝડપી સજા મળે તે માટે પોલીસે માત્ર સાત જ દિવસમાં ચાર્જશીટ (Chargesheet)દાખલ કરીને એક ઈતિહાસ રચ્યો છે. આ પહેલા અન્ય એક રેપ કેસમાં પોલીસે નવ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. દિવાળીના…

Read More

ઈજિપ્તના અસવાન શહેરમાં આવેલા એક તોફાન પછી એકાએક વીંછીઓનો ઝૂંડ શહેરમાં આવી ગયો હતો. અચાનક ઉમટેલા વીંછીએ 500થી વધારે લોકોને ડંખ માર્યા હતા. વીંછીના હુમલામાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે. વીંછીથી લોકોમાં ભય વધી ગયો છે. લોકો પોતાને અને પરિવારને બચાવવા માટે દરેક સંભવ ઉપાય શોધવામાં લાગ્યા છે. તોફાન, ભારે વરસાદ અને પૂરના કારણે વીંછી જમીનની નીચે નીકળીને રસ્તા, ઘર, ઓફિસ, બજાર, પર્યટન સ્થળ પર ફેલાઈ ગયા છે. વીંછીનો વધારે હુમલો ગ્રામીણ વિસ્તારમાં થયો છે. આ વિસ્તારમાં એક વધુ ડર સાંપના ડંખવાનો પણ છે. જોકે હજુ સુધી સાંપના ડંખવાનો કોઈ કેસ સામે આવ્યો નથી. આ મામલાને લઈને…

Read More

મિચેલ માર્શની શાનદાર બેટિંગ અને જોશ હેઝલવૂડની સટીક બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટી-20 વિશ્વ કપ જીત્યો છે. રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે માત આપીને ઈતિહાસ રચ્યો છે. વિશ્વ ચેમ્પિયન બનવાની ખુશી દરેક ખેલાડીઓના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ વચ્ચે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટીમના ખેલાડીઓ શૂઝનમાં બીયર ભરીને પીતા નજરે આવી રહ્યાં છે. સેમીફાઈનલમાં પાકિસ્તાનની આશાઓને તોડનાર તોફાની બેટ્સમેન મેથ્યૂ વેડ અને ઓલરાઉન્ડર માર્ક્સ સ્ટોઈનિસ શૂઝમાં બીયર ભરીને પીતા નજરે આવ્યા હતા. વિશ્વ વિજેતાઓનો આવી રીતનું સેલિબ્રેશન જોઈને ફેન્સ પણ હેરાન છે. જોકે,…

Read More

જે ચીનથી કોરોના વાયરસ નિકળ્યો ત્યાં એક વખત ફરીથી તેનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ચીનની એક યૂનિવર્સિટીમાં કોરોનાનો સંક્રમણ વધ્યા પછી ત્યાંના લગભગ 1500થી વધારે વિદ્યાર્થીઓને હોટલમાં આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી અનુસાર ચીનના દાલિયાન પ્રાંતના નોર્થ-વેસ્ટર્ન સિટીમાં સ્થિત ઝૂંગાઝે યૂનિવર્સિટીમાં રવિવારે કોરોનાના એક ડઝનથી વધારે કેસ સામે આવ્યા છે. તે પછી યૂનિવર્સિટી કેમ્પસને સીલ કરી દીધો છે, સાથે જ વિદ્યાર્થીઓને મોનિટરિંગ માટે હોટલમાં મોકલી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરાવવામાં આવી રહ્યાં છે. ચીન સતત કોરોનાને લઈને જીરો ટોલરેન્સની નીતિ અપનાવી રહ્યું છે. જ્યાં પણ કોરોનાના થોડા એવા પણ કેસ સામે આવે છે,…

Read More

નવી દિલ્હી: દેશમાં પ્રતિદિવસ મોંઘવારીમાં વધારો નોંધાઇ રહ્યો છે. ગરીબો માટે જીવન જીવવું દોહિલું બની રહ્યું છે. તેવામાં ઓક્ટોબરમાં ચીજ-વસ્તુઓનો જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) વધીને 12.54 ટકા થઇ ગયો છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં તે 10.66 ટકા હતો. સરકારી આંકડા મુજબ મોંઘવારી 5 મહિનાની ઉચ્ચ સપાટી પર પહોંચી ગઈ છે. જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારા પાછળ ઈંધણ અને વીજળીના વધતા ભાવ જવાબદાર છે. આ સાથે ઉત્પાદિત ઉત્પાદનોના ભાવમાં વધારો પણ ફુગાવાની આ અસર માટે જવાબદાર છે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ તે કિંમતો દર્શાવે છે જે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલ કરે છે. આ કિંમતો જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલી છે. કન્ઝ્યુમર…

Read More