યુનાઈટડ આરબ અમિરાત, અબુધાબીના ખાવલા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન સંચાલિત અરેબિક કેલિગ્રાફી મ્યુઝિયમમાં ભરૂચના કલા સાધક કલાકાર ગોરી યુસુફ હુસૈનજીની કૃતિ કાયમ માટે આ વિશ્વ પ્રસિદ્ધ મ્યુઝિયમાં સ્થાન પામી છે. જે માત્ર ભરૂચ જ નહિ પણ ગુજરાત અને આખા ભારત વર્ષ માટે ગૌરવની બાબત છે. ડો. લમિશ અલ કૈશ કે જેઓ ખાવલા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન સંચાલિત અરેબિક કેલિગ્રાફી મ્યુઝિયમના ડાયરેકટર જનરલ છે. તેમની નિગરાની હેઠળ વિશ્વસ્તરીય કક્ષાની અરેબિક કેલિગ્રાફી આર્ટ વર્ક નું સિલેક્ટ કરવાની કામગીરી હતી. તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં સાધક કલાકાર ગોરી યુસુફ હુસૈનજી દ્વારા પ્રસ્તુત કલાકૃતિ સ્થાન પામી છે. જે માટે તેઓની 22 વર્ષની કલા સાધનાએ મહત્વની…
કવિ: Zala Nileshsinh Editor
ગુજરાતનાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. અહીં તેમણે બર્ડ રેસ્ક્યુ ટેન્ટની મુલાકાત લીધી હતી. સાથે કેટલીક મહત્વની જાહેરાત પણ કરી હતી. જેમાં ખેડૂતોને રૂપિયા 15 હજારનાં મોબાઈલની ખરીદી માટે 40%ની સહાય આપવાનું જાહેર કર્યું છે. આ પહેલા સરકાર દ્વારા 10% સહાય જાહેર કરવામાં આવી હતી. જેમાં વધારો કરીને 40% કર્યાનું જણાવ્યું હતું. સાથે જ આ માટે ડોક્યુમેન્ટ પણ સરળ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત રખડતા ઢોર મામલે ટૂંક સમયમાં નિર્ણય કરી તાત્કાલિક જરૂરી પગલાં લેવાની ખાતરી પણ તેમણે આપી હતી. આ તકે મીડિયા સાથેની વાતચીતમાં રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો માટેની સ્માર્ટફોન યોજનામાં…
ગુજરાતની પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી તસ્નીમ મીર અંડર-19 ગર્લ્સ સિંગલ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગઈ છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં, મહેસાણાનો 16 વર્ષીય મીર ટોચ પર છે. આ રીતે, તે ભારતની પ્રથમ બેડમિન્ટન ખેલાડી બની ગઈ છે જેણે વિશ્વની નંબર વનનો દરજ્જો મેળવ્યો છે. આ પહેલા તેલંગાણાની સામિયા ઈમાદ ફારૂકી વિશ્વ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી હતી. તસ્નીમ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI)ની અંડર-19 અંડર-19માં ટોચના ક્રમાંકિત છે. તે હાલમાં આસામની બેડમિન્ટન એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહી છે. આ સિદ્ધિ પર તેણે કહ્યું કે તે ખૂબ જ ખુશ છે અને તેનું એક સપનું સાકાર થયું છે. તેના…
પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂકને લઈ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે કમલમ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પંજાબની કોંગ્રેસ સરકાર પર અનેક આક્ષેપો કર્યા હતા. સીઆર પાટીલે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂકતા જણાવ્યું છે કે વડાપ્રધાન પંજાબની રેલીને સંબોધન કરવા ગયા હતા ત્યારે હવાઈ માર્ગે જવાના હતા અને છેક છેલ્લી ઘડીએ રૂટ બદલાયો હતો. જેની જાણ ગણતરીના ઉચ્ચ અધિકારઓને જ હતી તો આંદોલનકારીને રૂટની જાણ કેવી રીતે થઈ તે વિશે પણ સીઆર પાટીલે પ્રશ્નો ઉઠાવ્યા છે. પત્રકાર પરિષધને સંબોધતા સીઆર પાટીલે જણાવ્યું કે આ રુટ અંગે પંજાબના મુખ્ય સચિવ, ડીજીપીને જાણકારી હતી.સાઆઈડી અને ડીસીપી તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને…
ભાજપ સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટમાં કોરોના સામે લડવાથી લઈને આવનારા બજેટ અંગેની વાતો પણ કરવામાં આવી છે. ઉપરાંત પ્રજાની સુખાકારી માટે અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો પ્રમાણે રાજ્યની પ્રજાની સુવિધા માટે વાહનવ્યવહાર વિભાગ દ્વારા 1000 નવી બસો ખરીદાશે. આ ઉપરાંત અન્ય કેટલાક નિર્ણયો પણ લેવાયા છે. મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગેની જાણકારી આપી હતી. આજે બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં અત્યારે વધતી જતી કોરોના અંગેની સ્થિતિને લડવા માટે સરકારની…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પટેલ સરકાર માસ્ટર સ્ટ્રોક મારવાની તૈયારીમાં છે. બજેટમાં ગૃહણીઓના નામ ઉપર લેવાનારી મિલ્કત ઉપર સ્ટેમ્પ ડ્યુટી ઝીરો ટકા કરવા અને મધ્યમ વર્ગ માટે રહેઠાણના વીજબીલમાં વીજશૂલ્ક દરમાં ઘટાડો કરવા સહિતનાં અનેક મુદ્દે ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. UP માં યોગી સરકારે વીજ બીલમાં આપેલી રાહતની તર્જ ઉપર ગુજરાત સરકાર કામ કરી રહી છે. અને આગામી મહિને રજૂ થનાર બજેટમાં જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. આગામી ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં ગુજરાતની વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જેના બીજા દિવસે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત સરકારનું વર્ષ 2022-23નું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે. તેઓ રાજ્ય વિધાનસભાના ઈતિહાસમાં…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ નવા વરાયેલા પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા સંગઠનને ધમધમતું કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે નવી નિમણૂંકોનો દોર શરુ કરી દીધો છે. નવી નિમણૂંકો માં રિપીટ અને નો-રિપીટ ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે. સાત જિલ્લાના પ્રમુખને રિપીટ કરવામાં આવ્યા છે તો છ જિલ્લામાં નો-રિપીટ ફોર્મ્યુલા લાગુ કરી નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. આ સાત જિલ્લામાં રિપીટેશન પાટણ-શંકરજી ઠાકોર ખેડા-રાજેશ ઝાલા મોરબી-જયંતીલાલ પટેલ છોટા ઉદેપુર-ઉમેશ શાહ પોરબંદર-નાથાભાઇ ઓડેદરા જામનગર-વિરેન્દ્રસિંહ જાડેજા જૂનાગઢ-અમિત ઠુમ્મર આ 6 જિલ્લામાં નવા ચહેરાને તક હાર્દિક ભટ્ટ-નડિયાદ શહેર હર્ષદ નીનામા-દાહોદ મહેન્દ્રસિંહ પરમાર- આણંદ મોતી ચૌધરી-ડાંગ અતુલ કારિયા-પોરબંદર સિટી મોહંમદ યાસીન ગજજાન-દેવભૂમિ…
સમગ્ર જિલ્લામાં ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતા મુરલી ગાવિતે વધુ એક સિદ્ધી હાંસલ કરી છે. મુરલી ગાવિતે દેશમાં અનેક મેડલ જીત્યા બાદ હાલ સ્પેન ખાતે ચાલતી આંતરરાષ્ટ્રીય દોડમાં નવો રેકોર્ડ બનાવી દેશનું નામ રોશન કર્યું છે. ઉલ્લેખનીય છે કે મુરલી ગાવિતે 10 કિમીની લાંબી દોડ માત્ર 28.42 મિનિટમાં પૂર્ણ કરી હતી. દોડવીર મુરલી ગાવિત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કુમારબંધના રહેવાસી છે. આ ખેલાડીએ દોડમાં અનેક મેડલો મેળવ્યા હોવાથી તેમનું નામ ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિત પાડવામાં આવ્યું હતું. મુરલી ગાવિતે ત્રણ વર્ષ અગાઉ પંજાબ ખાતે 23 મી ફેડરેશન કપ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2019 માં પ્રથમ દિવસે 5000 મીટરની દોડ 13.54 મિનિટમાં દોડ 29.21…
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય સ્તરે મોટી ભૂમિકામાં જોવા મળશે. ભાજપના સૂત્રો કહી રહ્યા છે કે સીઆર પાટીલના હાથમાં રાષ્ટ્રીય ભાજપની કમાન આવી શકે છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થયું ત્યારે સીઆ પાટીલને મુખ્યમંત્રી બનાવવામાં આવી રહ્યા છે તેવી અટકળોએ જોર પક્ડયું હતું. પરંતુ સીઆર પાટીલે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી સ્પષ્ટ કહી દીધું હતું કે હું મુખ્યમંત્રી પદની રેસ કે મંત્રી પદની રેસમાં ક્યાંય નથી. આ પહેલાં પણ કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણ વખતે પણ સીઆર પાટીલને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે તેવી ચર્ચા ચાલી હતી પરંતુ ત્યારે પણ તેમણે મંત્રી પદની ચર્ચા પણ…
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ ફેરફારો આવતીકાલે એટલેકે તારીખ 12 મી જાન્યુઆરી 2022 થી અમલમાં આવશે અને અને તારીખ 22 મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે. કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50 ટકા પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં…