રાજ્યમાં કોરોના કેસ વધતાં તંત્ર હરકતમાં આવ્યું છે, અને સરકાર પણ કામે લાગી છે. રાજ્યનાં મોટ શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય લંબાવાયો છે તો મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સરપ્રાઇઝ મુલાકાત લઇને કામગીરી તપાસી રહ્યા છે. આજે વહેલી સવારે જ ખુદ મુખ્યમંત્રી ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચી ગયા અને ડોક્ટરો તેમજ ઇન્ડોર પેશન્ટો સાથે મુલાકાત કરી જરૂરી માહિતી મેળવી હતી. સીએમની અચાનક મુલાકાતથી સ્ટાફ હરકતમાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચી ગયા હતા. વહેલી સવારે હોસ્પિટલની ઓચિંતિ મુલાકાત લઇને ડોક્ટરો સાથે વાતચીત કરી હતી. રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે સિવિલમાં સીએમએ કોવિડ અને ઓમિક્રોન વોર્ડની…
કવિ: Zala Nileshsinh Editor
ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ રુપાણી સરકારની વિદાયને લઈ તમામ મંત્રીઓને ઘરે બેસવાનો વારો આવ્યો. રૂપાણી સરકાર ગયા બાદ ભૂતપૂર્વ બનેલા મંત્રીઓને બંગલા ફાળવી દેવાયા છે. સંતાનોના અભ્યાસનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. તમામ ભૂતપૂર્વ મંત્રીઓને નજીવા ભાડાથી બંગલા ફાળવી દેવાયા છે. વાસ્તવમાં એકેય પૂર્વ મંત્રીના સંતાન ગાંધીનગરની શાળા-કોલેજમો અભ્યાસ કરતો નથી. એક અહેવાલ મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણીને અચાનક રાજીનામુ આપી દેવા દિલ્હીથી આદેશ થયો હતો. એટલું જ નહીં, રૂપાણી સરકારના બધાય સિનિયર મંત્રીઓએ રાજીનામુ ધરીને ઘેર બેસવું પડયુ હતું. આ તમામ પૂર્વ મંત્રીઓને ક્વાર્ટસ આપવા નક્કી કરાયુ હતું પણ ધરાર ના પાડી દેવાઇ હતી. પૂર્વ મંત્રીઓને પાટનગર ગાધીનગરમાં ક-ખ ટાઇપના…
ગુજરાતમાં પેપર લીક કૌભાંડને લઈ આમ આદમી પાર્ટી દ્વારા ઉપવાસ શરુ કરવામાં આવ્યા છે. આપનાં નેતા મહેશ સવાણી ઉપવાસ પર બેઠા છે. ઉપવાસમાં વિપક્ષી એકતા જોવા મળી હતી. કોંગ્રેસના નેતાઓએ ઉપવાસી છાવણીની મુલાકાત કરી હતી. ઠાકોર સમાજ દ્રારા અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી, ગુજરાત પ્રેદેશ કાર્યાલય પર યુવા પરીક્ષાર્થીઓના સરકારી પેપરલીક પ્રશ્ને ઉપવાસ છાવણીની મુલાકાત લઇ આમરણાંત ઉપવાસ આંદોલનને સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આ સિવાય ગુજરાત કોંગ્રેસ રાજય પ્રવક્તા મનહર પટેલ અને ગુજરાત રાજ્ય નેતા પંકજ પટેલ અને અન્ય નેતાઓ પાંચ દિવસથી આમરણંત ઉપવાસ પર રહેલા ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ અને નેતા મહેશભાઈ સવાણીની મુલાકાત પર આવ્યા અને…
ઠાકોર સેના અને ઓબીસી એક્તા મંચના યુવાનોએ પદયાત્રા કાઢી હતી. આ પદ યાત્રાને ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સંબોધન કર્યું હતું, વ્યસન મૂક્તિની વિચારધારાને મજબૂતીથી આગળ વધારી છે.માત્ર ઠાકોર સમાજ પુરતું નથી. ગુજરાતનો દરેક યુવાન વ્યસન મૂક્ત થાય.આ સંગઠન સમાજના સર્વાંગી વિકાસ માટે છે. તેમણે કહ્યું કે ગુજરાત ઠાકોર સેનાને ઉની આંચ આવવાની નથી. મારું સપનું છે કે છેવાડાના માણસ સુધી સરકારી યોજનાનો લાભ મળે. સમાજમાંથી વ્યસન મૂક્તિ થાય એ જ નિર્ધાર છે. ગમે ત્યાંથી કોલ કરો, અલ્પેશ ઠાકોર હાજર થઈ જશે. લાખો યુવાનો સાથે ચાલશે તો અલ્પેશ ઠાકોરના પગ આપોઆપ ચાલશે. મારામાંથી તાકાત ન હતી પણ યુવાનોની…
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીનો વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ યુપી પોલીસને ધમકી આપી રહ્યા છે કે મોદી અને યોગીના ગયા પછી તમને બચાવવા કોણ આવશે. આ વીડિયો અસદુદ્દીન ઓવૈસીની 12 ડિસેમ્બરે કાનપુર મુલાકાતનો જણાવવામાં આવી રહ્યો છે. ઓવૈસીની આ ટિપ્પણી પર હવે વિવાદ શરૂ થયો છે. બીજી તરફ ઓવૈસીએ કહ્યું છે કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. ઓવૈસીની સ્પીચથી ભાજપને ફાયદો થાય છે એવું માનનારા મુસ્લિમોનો વર્ગ મોટો છે. કારણ કે ઓવૈસી આવા પ્રકારની સ્પીચ આપશે તો ભાજપની હિન્દુ વોટબેંક સીધી રીતે એમ જ માનશે કે ભાજપ…
અમરસિંહ ભીલાભાઈ ચૌધરી ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા. અમરસિંહ ચૌધરીને આજે પણ લોકો યાદ કરે છે. ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં અમરસિંહ ચૌધરીનું ફેક્ટર વર્તમાન સમયમાં પણ સક્રીય છે. ઓલ્ડ સુરત જિલ્લા અને હાલના તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામમાં રહેતા આદિવાસી કુટુંબમાં 31 જુલાઇ 1941માં અમરસિંહ ચૌધરીનો જન્મ થયો હતો.અમરસિંહ ચૌધરી સાથે ગુજરાતના રાજકારણનો એક આખો દાયકો જોડાયેલો છે. 2004માં તેમનુ નિધન થયું ત્યાં સુધી અમરસિંહ ચૌધરીએ ગુજરાતના રાજકારણની અનેક ચડતી-પડતી જોઈ હતી. 1985માં માધવ સિંહ સોલંકીને ચાલુ વિધાનસભા સત્ર છોડીને દિલ્હી એટલે આવું પડ્યું હતું કેમકે ગુજરાતમાં સતત ચાલી રહેલા સાંપ્રદાયિક તોફાનોની સ્થિતિ જાણવા અને સરકારની ભૂલો જોવા માટે પંદર…
રાજકીય પક્ષ પાસે સત્તાના ચોકડા નથી એમણે કોઈકના આંચકી લેવાં છે, જેની પાસે છે તેમને મૂકવા ન પડે તેની સતત કાળજી લેવાતી હોય છે. ભાજપને નરેન્દ્ર મોદી જેવું બહુઆયામી નેતૃત્વ મળ્યું અને ભૂતકાળમાં બે સાંસદો સાથેનું તેનું પ્રતિનિધિત્વ હતું તે બહુમતીમાં આવીને છેલ્લાં દસ વરસથી દસ વરસની વાત કરીએ તો 2024 સુધી મોદીને કોઈ ડગમગવી શકે તેમ નથી. આ સફળતામાં કઈ કેમેસ્ટ્રી કામ કરે છે તે જાણવું પણ ખૂબ રસપ્રદ છે. આમ તો હવે તે વાત બહુ ચોક્કસ છે કે મોદીનું નેતૃત્વ ભાજપ માટે ઉપકારક અને બીજી રીતે જોખમકારક પણ છે તમે ચોંકી જશો કે જોખમકારક કઈ રીતે..?! જ્યારે કોઈ…
ખોડલધામ ટ્રસ્ટને પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આવતીકાલે સુરત આવી રહ્યા છે. સુરતમાં તેઓ વિવિધ સ્નેહમિલન કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. ખાસ કરીને ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોભીઓને મળવાના છે. નરેશ પટેલની સુરત મુલાકાત પર ભાજપ અને કોંગ્રેસની બાજ નજર રહેશે. નરેશ પટેલ બપોરે સચીન, વેસુ વિસ્તારમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહેવાના છે. ત્યાર બાદ કતારગામ અને રાત્રે વરાછા ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહીને સમાજના મોભીઓ અને બિઝનેસમેનોને મળવાના છે. લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત લેઉવા પટેસ સમાજના સુરત ખાતેના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે મીની સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતા સુરતમાં…
ગુજરાતમાં હેડક્લાર્કની પરીક્ષાના પેપર લીકનું પ્રકરણ હવે રાષ્ટ્રીય સ્તરે ઘૂમરાતું જઈ રહ્યું છે. ભાજપ કાર્યાલય કમલમ પર આપના વિરોધ પ્રદર્શન બાદ કાર્યકરો અને નેતાઓને જેલમાં ધકેલી દેવાના મામલે આજે આપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી સમયમાં ગુજરાત આવશે. તેમના આગમનને લઈને અમદાવાદમાં મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. બીજી તરફ અમદાવાદમાં ઉપવાસ આંદોલન માટેની અરજી પોલીસે નામંજુર કરતાં આમ આદમી પાર્ટીએ હાઈકોર્ટમાં અરજી કરી છે. AAPના પ્રદેશ કાર્યાલયની પોલીસ તંત્ર દ્વારા કિલ્લેબંધી કરવામાં આવી છે. અને બંને ઊપવાસી નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા છે. પોલિસ દ્વારા ઊપવાસીઓની મુલાકાતે આવનાર…
ગુજરાત પ્રદેશ પ્રમુખનાં આદેશ અનુસાર રાજકોટમાં ભાજપનાં પ્રશિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે. જેમાં BJP કાર્યકરોને રાજકારણનાં પાઠ શીખવવામાં આવે છે. જો કે આ વર્ગોમાં સૌથી શીસ્તબદ્ધ ગણાતા પક્ષની ફજેતી થાય તેવું કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નં.-14નાં અભ્યાસ વર્ગોનાં વીડિયો સામે આવ્યો છે. જેમાં વોર્ડના અભ્યાસ વર્ગમાં કાર્યકરોએ મોડી રાતે યે મેરા દિલ પ્યારકા દિવાના સહિતના ફિલ્મી ગીતો ઉપર ઠૂમકા માર્યાનો વિડીયો વાયરલ થયો છે. જાણવા મળતી વિગત મુજબ, વોર્ડ નંબર 14નો આ અભ્યાસવર્ગ રાજકોટમાં મિલપરા ખાતે આવેલી રાણીંગાવાડીમાં યોજાયો હતો. જેમાં રાતે કાર્યકરોએ ભાજપના બેનર નીચે યે મેરા દિલ પ્યાર કા દિવાના જેવા ફિલ્મી ગીત ઉપર…