કવિ: Zala Nileshsinh Editor

ગુજરાત મંત્રીમંડળની રચનાને 100 દિવસ પૂરા થયા અને તેના લેખાજોખા કરવામાં આવી રહ્યા છે. સરકાર અને સંગઠન કામે લાગ્યું છે. ભાજપે અત્યારથી જ ઘરને વધુ મજબૂત કરવાની દિશામાં પહેલ કરી છે. મહત્વની વાત એ છે કે મંત્રીમંડળમાંથી પડતા મૂકાયેલા મંત્રીઓ ભૂતકાળની પીડા ત્યજવાની કોશીશ કરી રહ્યા છે તો હાલમાં બનેલા મંત્રી ભવિષ્યના દુખને પિછાણીને, તેને અવગણીને કામે લાગ્યા છે. આમ તો ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહી જ દીધું છે કે વિધાનસભાની ચૂંટણીમાં 50 ટકા ટીકીટો કાપવામાં આવશે. આને ઘણાની રાતોની ઉંઘ ખરાબ થઈ ગઈ છે. બધા દિલ્હી તરફ મીટ માંડી રહ્યા છે અને કેટલાક દિલ્હીના દરબારમાં હાજરી પણ આપી…

Read More

યુવા મિત્ર અભિયાનના ભાગરૂપે, ભાજપની યુવા પાંખ, ભારતીય જનતા યુવા મોરચા (BJYM) રાજ્યમાં એક વિશાળ યુવાઓને સાથે જોડવાનો કાર્યક્રમ હાથ ધરશે એવું BJYMના ગુજરાતના પ્રમુખ પ્રશાંત કોરાટે જણાવ્યું હતું. અમદાવાદમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કોરાટે કહ્યું કે આ અભિયાન 25 ડિસેમ્બર (અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ) અને 12 જાન્યુઆરી (સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ) વચ્ચે ત્રણ તબક્કામાં ચલાવવામાં આવશે. આ  પ્રોગ્રામનું આયોજન કરવાનો નિર્ણય હેડ ક્લાર્કની પરીક્ષાના કથિત પ્રશ્નપત્ર લીક અને ઘટનાના સંબંધમાં 18 વ્યક્તિઓની ત્યારબાદ ધરપકડના વિવાદ વચ્ચે આવ્યો છે. તાજેતરમાં પેપર લીકનો વિવાદ યુવાનોને ભાજપ તરફ આકર્ષવામાં કોઈ અડચણરૂપ સાબિત થશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં કોરાટે જણાવ્યું હતું કે દેશના વર્તમાન…

Read More

ગુજરાતમાં પેપર લીક કૌભાંડને ભાજપ સરકાર પર વિપક્ષો હાવી થઈ ગયા છે. ગુજરાત સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. હજુ સુધી ગૌણ સેવા મંડળના અસિત વોરાને લઈ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો નથી, બલ્કે અસિત વોરાની સામે સંડોવણીના પુરાવા ન હોવાનું જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન પેપર લીક કૌભાંડને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરી હતી. હાર્દિક પટેલે જણાવ્યું કે જે સરકાર યુવાનોના ભવિષ્ય સમાન પેપર ન સાચવી શકતી હોય તો એ સરકાર ગુજરાતના લોકોને સમૃદ્વ બનાવી શકે. છેલ્લા પાંચ વર્ષની અંદર સાતથી આઠ પેપર લીકની ઘટના બની. આ…

Read More

ગુજરાત રાજ્યુના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડ ઉપર મેમદપૂરા રોડ ક્રોસીંગ પરના બ્રીજ નીચે પડવાની ઘટનાને લઇ એક્શનમાં આવ્યા છે. બોપલ સનાથલ તરફ જતા એક બોક્ષ ગર્ડરના અચાનક તૂટી પડવા અંગેની દુર્ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ઘટનાની તપાસ માટે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિની રચનાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ 30 દિવસમાં આ અંગેનો રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. આ તપાસ સમિતિ દુર્ઘટના થવાના કારણો, નુકશાનીની વિગતો તથા નિર્માણ કાર્યને લગતી કામગીરીની ક્ષતિ- બેદરકારીની તપાસ કરશે. એટલું જ નહિં ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટેના સુધારાત્મક પગલાંઓ સૂચવશે. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ સચિવ લોચન સહેરાની અધ્યક્ષતામાં તપાસ…

Read More

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજે મુખ્યમંત્રી તરીકે 100 દિવસ પૂર્ણ થયા છે. તેઓ ભાજપના સાતમા મુખ્યમંત્રી છે જો કે માત્ર વિજય રૃપાણી અને નરેન્દ્ર મોદીએ જ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. 100 દિવસ એક સરકારના લેખાંજોખાં ન હોય પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી ઠુંકડી આવી રહી હોય ત્યારે સરકાર પાસે કામ કરવાની અપેક્ષા વધી જાય છે. રુપાણીની વિદાય હવે એ એક ઈતિહાસ બની ગયો છે. નવી સરકાર પાસે સરકાર વિરોધી લહેરને ડામવાનો મોટો પડકાર આજે પણ ઉભો છે. કોરોના ફી ઉથલો મારી રહ્યો છે. ઓમિક્રોન સતત ડરાવી રહ્યો છે. એવુંય નથી કે સરકાર પગલા ભરી રહી નથી. અગાઉની સરકારે વ્યવસ્થા…

Read More

ગુજરાતમાં તાજેતરમાં ૧૦ હજાર જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિજેતા સરપંચો – ઉમેદવારોને ખુબ ખુબ અભિનંદન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા સરપંચ અને ઉમેદવારો પોતાની ક્ષમતા અનુસાર ગ્રામ પંચાયતના વિકાસમાં મહત્વનો ફાળો આપશે. ૫૦ ટકાથી વધુ ગ્રામ પંચાયતોમાં કોંગ્રેસ સમર્થક ઉમેદવારોની જીત થઈ છે. તમામ ચૂંટાયેલા સરપંચો, ગ્રામ પંચાયતના સુંદર નિર્માણ થી ગુજરાત રાજ્યના નવનિર્માણ માટે મહત્વનો પાયો નાખશે. ગુજરાતમાં થયેલા સત્તા વિરોધી આંદોલનોમાંથી બહાર આવેલા યુવા નેતાઓ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ, ઉપસરપંચ અને સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. યુવાનોએ રાજકારણમાં આવવુ જોઈએ અને તેનો રસ્તો પંચાયતના રાજકારણમાંથી પસાર થાય…

Read More

ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ખોડલધામ મંદિરના ટ્રસ્ટી અને લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ હાલ સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ફરી રહ્યા છે. ત્યારે ગતરોજ નરેશ પટેલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. આ તકે એક મહત્વનું નિવેદન આપતા નરેશ પટેલે કહ્યું હતું કે, ‘2022માં સમાજે શક્તિ બતાવવાની છે’. બીજીતરફ પેપરલીક કૌભાંડ અંગે પૂછવામાં આવતા તેમણે કોઈની ઉપર આરોપ લાગવવાને બદલે દુઃખદ ગણાવ્યું હતું. નરેશ પટેલનાં જણાવ્યા મુજબ, રાજ્યના વધુમાં વધુ પાટીદાર યુવાનોને સરકારી નોકરી મળે એવા પ્રયાસ ખોડલધામ એ કર્યા…

Read More

ગુજરાતમાં કોંગ્રેસ સહિતના વિપક્ષો ફાવતા નથી. એની પાછળનું મોટું કારણ મોદી ફેક્ટર છે. ગુજરાતમાં ભાજપ નહીં પણ મોદી ફેક્ટર ચાલે છે અને નરેન્દ્ર મોદીનો ચહેરો જ ચૂંટણીના મેદાનમાં ભાજપને અત્યાર સુધી તારી રહ્યો છે. બે ટર્મથી દેશના વડાપ્રધાન છે અને એક ગુજરાતી વડાપ્રધાન છે એ ફેક્ટર અન્ય કોઈ પણ પાર્ટી માટે ચેસ કરવા મોટામાં મોટો પડકાર છે. મોદી ફેક્ટર ઉપરાંત પટેલોને પોતાની તરફ વાળવાની બાજી પણ ગુજરાતમાં સૌથી મોટું રાજકીય ગણિત બન્યું છે. આમાં ભાજપ આગળ છે અને કોંગ્રેસ જોજન દુર પાછળ છે. છેલ્લા 25 વર્ષમાં પટેલો ભાજપ સાથે રહ્યાં છે એટલે ભાજપને પટેલ વોટ બેન્કના આધારે ચૂંટણી જીતવી સહેલી…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલાં કોંગ્રેસે ઓબીસી અને આદિવાસીને પ્રમુખ અને વિધાનસભાના નેતા બનાવ્યા બાદ કોંગ્રેસ ખામ થિયરી પર પાછી વળી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ગુજરાતમાં આવનાર દિવસોમાં જ્ઞાતિ અને જાતિ આધારિત રાજકારણનું જોર વધારે પ્રમાણમાં જોવા મળશે. કોંગ્રેસની ખામ થિયરીમાં સામે ભાજપ ફાક થિયરી પર ચાલશે એવું માનવામાં આવે છે. ગુજરાતમાં 1960થી જ્યારે પણ વધારે મતદાન થયું છે ત્યારે સત્તા પલટાઇ છે. 1960માં ગુજરાતની રચના પછી 1962માં પહેલી ચૂંટણીમાં 57.97 ટકા મતદાન થયું હતું. 1967માં 63.70 ટકા મતદાન થયું હતું અને કોંગ્રેસ સત્તા પર આવી હતી. 1972માં મતદાન ઘટ્યું અને 58.11 ટકા થયું પણ કોંગ્રેસ રહી. ત્યારબાદ…

Read More

હાલ પાંચ રાજ્યોની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. યુપી, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં ચૂંટણી આવી રહી છે. પાંચેય રાજ્યોમાં ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણી યોજવામાં આવશે, આ માટે કોંગ્રેસ સહિતના પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. પાંચ રાજ્યો બાદ તરત જ નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને કોંગ્રેસ હાઈકમાન્ડ હવે ગુજરાત માટે પણ આગોતરા તૈયારીઓ કરી રહ્યું છે. પંજાબમાં કોંગ્રેસે અનેક દિગ્ગજ નેતાઓને ઝટકો મળે તેવો નિર્ણય કર્યો છે. પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિને ટીકીટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ચન્ની પણ પોતાના ભાઈ માટે ટીકીટ માંગી રહ્યા હતા પણ આ નિર્ણયથી તેમને પણ ફટકો પડ્યો છે. પંજાબની…

Read More