Author: Pooja Bhinde

Surat Jail

Surat News – કેદીઓ ને રોજગારી આપવા ના હેતુથી સુરત લાજપોર જેલમાં ભજીયા હાઉસ ની શરૂઆત લોકો ને ટેસ્ટ અને કેદીઓ ને રોજગારી આપવા ના હેતુથી સુરત લાજપોર જેલમાં ભજીયા હાઉસ ની શરૂઆત કરવામાં આવી છે રૂપિયા 80 લાખના ખર્ચે બનેલા લાજપોર જેલ ભજિયા હાઉસના ઉદઘાટન પોલીસ મહાનિર્દેશક જેલ , ગુજરાતના હસ્તે કરાયું છે. ભજિયા ઉપરાંત 17 પ્રકારની બેકરી આઇટમ પણ વેચાણમાં મુકવામાં આવી છે. ડો. કે.એલ.એન રાવ (પોલીસ મહાનિર્દેશક જેલ , ગુજરાત) એ જણાવ્યું હતું કે સુરતીઓ ટેસ્ટી ખાવાના શોખીન છે . સુરતીઓને આકર્ષવા માટે 10 વર્ષ કરતાં વધુના સમયથી લાજપોર જેલના કેદીઓ દ્વારા ભજિયા હાઉસ ચલાવવામાં આવી…

Read More
latest news surat

સુરતમાં ભારે વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ તૂટી જતાં વાહનચાલકોને હેરાનગતિ, ભૂવો પડતાં બસ ફસાઈ સુરત શહેરમાં છેલ્લા પંદર દિવસથી જે પ્રકારનો વરસાદ ખાબકી રહ્યો છે. તેના કારણે રોડ રસ્તાઓ તૂટી ગયા છે. દર વખતે ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ સુરત શહેરમાં જોવા મળતી હોય છે. રસ્તામાં ખાડાઓ પડેલા જોવા મળે છે અને ભુવો પડવાના કિસ્સાઓ પણ વધી જતા હોય છે. રોડ બનાવનાર કોન્ટ્રાકટરો દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી ન હોવાને કારણે સુરતીઓને ચોમાસા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિઓ::ડભોલી બાલાજી નગર પાસે ભૂવામાં ટ્રાવેલ્સ ફસાઈ હતી. યોગીધારા ટ્રાવેલ્સ ના ચાલક જ્યારે ગાડી હંકારીને રોડની સાઇડ પર થી…

Read More
mahesana crime news

Mahesana Crime News : બિલ્ડર મહેશ પટેલ ની બેદરકારી થી એક મજુર નો ભોગ માનવતા મરી પરવારી છે અને ગરીબ મજૂરોના મોત ને તમાશો અને અકસ્માત માં ખપાવી ને કોઈ ના લાડકવાયા કોઇ ના પતિ કે પછી કોઈ ના પિતાને થોડા ક પૈસાની લાલચ આપી બોલતી બંધ કરવામાં આવે છે અને પૈસા ફેકીને માનવ જિંદગી ખરીદવામાં આવી રહી છે આજના યુગ માં દરેકને ટૂંકા માર્ગે ધનિક બનવુ છે અને આ માટે ખાસ કરી ને બિલ્ડીંગ કન્સ્ટ્રકશન નો ધંધો ફુલયો ફાલ્યો છે. અને કઈ કેટલાય ગરીબ મજૂરોના કોન્ટ્રાકટર ની સલામતી ના પગલાં ના અભાવે ભોગ લઈ ને આવા મૃત્યુ ને અકસ્માત…

Read More
HEAVY RAIN 2

બુધવારે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ – સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી , ગુજરાત રાજ્ય હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી  ચક્રવાત ગુલાબ હવે નબળું પડી રહ્યું છે અને ભારતને તેનાથી ખતરો ટળ્યો હોવાનું માનવામાં આવે છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ આપવામાં આવી છે. મંગળવારે મરાઠવાડામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે બુધવારે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.ભારતીય હવામાન વિભાગે કોંકણ અને ગોવા તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતા રેડ વોર્નિંગ આપી છે. ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં ઓરેન્જ…

Read More
આજે કોંગ્રેસમાં ઘણા નવા સમાચાર મળી રહયા છે આજે જ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના કોંગ્રેસ પદ પરથી રાજીનામું આપી દીધું છે.બીજી બાજુ કેપ્ટન અમરિન્દર સિંહ અમિત શાહની નજીક જવાની કોશિશમાં છે એ સંજોગોમાં હવે રાહુલ ગાંધીની હાજરીમાં જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બંનેના સ્વાગત માટે પાર્ટી ઓફિસમાં પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે. બંને યુવા નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરતા પહેલાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શહિદ ભગત સિંહ પાર્ક પહોંચ્યા હતા અને ત્યાં તેમણે શહિદ ભગતસિંહની પ્રતિમાને માળા પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. જેએનયુ સૂત્રોચ્ચાર કેસ બાદ ચર્ચામાં આવેલા કન્હૈયા કુમાર અને ગુજરાતના દલિતનેતા જિજ્ઞેશ મેવાણી મંગળવારે કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં આ યુવા ચહેરાઓની એન્ટ્રી એવા સમયે થઈ રહી છે જ્યારે નેતાઓ વચ્ચે પાર્ટી સાથે સંબંધ તોડવાની હોડ જામી છે. હાલમાં જ રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ, પ્રિયંકા ચતુર્વેદી અને લલિતેશપતિ ત્રિપાઠી જેવા ઘણા યુવા ચહેરાઓએ કોંગ્રેસ છોડી દીધી છે. શર્મિષ્ઠા મુખર્જીએ આ અઠવાડિયે રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અહીં થોડા દિવસોથી ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ કોંગ્રેસમાં જોડાશે એવી ચર્ચા છે. જ્યારે કોંગ્રેસમાં યુવા નેતાઓની કોંગ્રેસમાં એક જ સમયે એન્ટ્રી અને એક્ઝિટથી સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું પાર્ટી પોતાના ભવિષ્યના ચહેરાઓને લઈને હજી પણ મૂંઝવણમાં છે? ક્રાંતિકારી સરદાર ભગત સિંહ, જેમણે દેશની આઝાદીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. મંગળવારે ભગત સિંહની જન્મજયંતી નિમિત્તે જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ પ્રમુખ અને સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને દલિતનેતા જિજ્ઞેશ મેવાણીને કોંગ્રેસમાં જોડાઈને એકસાથે અનેક સમીકરણો સાધવાના પ્રયાસ ચાલી રહ્યાં છે.

આજે કોંગ્રેસમાં ઘણા નવા સમાચાર મળી રહયા છે આજે જ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના કોંગ્રેસ પદ પરથી રાજીનામું આપી દીધું છે.બીજી બાજુ કેપ્ટન અમરિન્દર સિંહ અમિત શાહની નજીક જવાની કોશિશમાં છે એ સંજોગોમાં હવે રાહુલ ગાંધીની હાજરીમાં જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બંનેના સ્વાગત માટે પાર્ટી ઓફિસમાં પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે. બંને યુવા નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરતા પહેલાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શહિદ ભગત સિંહ પાર્ક પહોંચ્યા હતા અને ત્યાં તેમણે શહિદ ભગતસિંહની પ્રતિમાને માળા પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. જેએનયુ સૂત્રોચ્ચાર કેસ બાદ ચર્ચામાં આવેલા કન્હૈયા કુમાર અને ગુજરાતના દલિતનેતા જિજ્ઞેશ મેવાણી મંગળવારે કોંગ્રેસમાં…

Read More
શું સાબિત થશે ભાજપ સામે રામબાણ ?

જિજ્ઞેશનું કોંગ્રેસમાં જોડાણ : શું સાબિત થશે ભાજપ સામે રામબાણ ? શું એ ફૂંકી શકશે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ જિજ્ઞેશ મેવાણી જ્યારે કોંગ્રેસમાં જોડાઈ રહયા છે ત્યારે એ સવાલ ઉભા થાય છે કે જિજ્ઞેશનું કોંગ્રેસમાં જોડાણ : શું સાબિત થશે ભાજપ માટે રામબાણ ? શું એ ફૂંકી શકશે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે પાટીદાર-ઠાકોર-દલિત એમ ત્રિકોણીય રાજકીય ધરી સર્જાઈ હતી. આ ત્રિકોણીય ધરીને પગલે ગુજરાતમાં ત્રણ યુવા રાજકીય નેતા- હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને ધૂંઆધાર સ્પીચ તથા પોતે ઉઠાવેલ કોઈ પણ મુદ્દે ઊંડાણ પૂર્વકના અભ્યાસ માટે જાણીતા જિજ્ઞેશ મેવાણીનો રાજકીય ઉદય થયો હતો. આમાંથી હાર્દિક અને…

Read More
વિધાનસભામાં પહેલા દિવસે વિપક્ષના ધારદાર સવાલ

વિધાનસભામાં પહેલા દિવસે વિપક્ષના ધારદાર સવાલ : વાંચો વિપક્ષના સવાલ અને સરકારના જવાબ ગુજરાત વિધાનસભામાં આજથી 2 દિવસનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. વિધાનસભામાં ચોમાસુ સત્રના પહેલા જ દિવસે 1 કલાક સુધી પ્રશ્નોત્તરી થઈ હતી, જેમાં વિરોધપક્ષ દ્વારા સરકારને સવાલો કરવામાં આવ્યા હતા. એમાં વિરોધપક્ષ દ્વારા નવી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરતાં તેલના ભાવમાં વધારાથી લઈને તાઉતે વાવાઝોડામાં સહાય સુધીના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિધાનસભામાં છેલ્લા 1 વર્ષમાં સીંગતેલ, કપાસિયા તેલ તથા પામોલિન તેલમાં ભાવવધારા વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેમાં સરકારે સીંગતેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 18 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 1 વર્ષમાં પ્રતિ કિલોએ 32 રૂપિયા અને…

Read More
gandhinagar news today

Gandhinagar News today : ગાંધીનગરમાં રાજ્ય વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર શરૂ : કોરોના મુદ્દે કોંગ્રેસનો હોબાળો, મૃતકોને ન્યાય અપાવવાના નારા સાથે વિધાનસભામાંથી વોકઆઉટ આજથી ગાંધીનગરમાં રાજ્ય વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. ગૃહમાં ઉપાધ્યક્ષ માટે વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જેઠાભાઈ આહિર ઉપાધ્યક્ષ બન્યાં છે. ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલને નાયબ મુખ્ય દંડક બનાવવામાં આવ્યાં છે.ગૃહમાં નવ નિયુક્ત મહિલા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યની નિમણૂંક અંગે મુખ્યમંત્રી, વિપક્ષી નેતા અને ત્યાર બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પ્રતિભાવ આપી રહ્યાં હતાં ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગૃહમાં એન્ટ્રી થતાં ગેલેરીમાં બેઠેલા કોંગ્રેસના સભ્યોએ આવો.. નીતિન કાકા આવો.. તેવો…

Read More
surat news

surat news : ચોર દરવાજે ચાલતો હતો ડ્રગનો કાળો કારોબાર : ગોળવાળા દંપતી દુકાનનું ખુલ્યું રહસ્ય અને મચ્યો ચકચાર surat news – ચોર દરવાજે ચાલતા ડ્રગના કાળા કારોબારનો દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સુરત શહેર એસઓજીની ટીમને સાથે રાખી ઓનલાઇન એલએસડી ડ્રગ્સના વેપલાનો પર્દાફાશ કર્યો હતો. સુરતમાં ડાર્કવેબ મારફતે દિલ્હીથી ડ્રગ્સ મંગાવી લોકલ લેવલે વેચાણ કરતા અડાજણનું ગોળવાળા દંપતી પકડાયું હતુ.આ દંપતી પાસેથી એનસીબીની ટીમ ડ્રગ્સનો મોટો જથ્થો કબ્જે લઇ દંપતીને લઇ દિલ્હી જવા રવાના થઇ હતી. ગોળવાળાના લક્ઝુરિયસ ફ્લેટમાં સર્ચ કરતા હાઇ ક્વોલિટીનો ગણાતો 2 કિલો હાઇબ્રિડ ગાંજો, 100 ગ્રામ ચરસ અને 300થી વધુ નશાની ટેબલેટો મળી આવી હોવાનું જાણવા…

Read More
ગુજરાત માથે આકાશી આફત

ગુજરાતમાં શિયર ઝોન થયું સક્રિય : ગુજરાત માથે આકાશી આફત :: સાવચેતી જ આપણી સલામતીની છત્રી ગુજરાત પર આકાશી આફતનો કહેર વર્તી રહ્યો છે આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાત પર તેની ભારે અસર રહેવાની છે.હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 29 અને 30 તારીખના રોજ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. કારણકે ગુલાબ વાવાઝોડાને કારણે રાજ્યમાં શિયર ઝોન સક્રિય થયું છે.આ શિયર ઝોન મોટી તબાહી પણ સર્જી શકે છે. અત્યારે સમગ્ર ગુજરાતમાં સામાન્યથી લઈને ભારે વરસાદ વરસી ગયો છે.ગુજરાતના મોટાભાગના તાલુકા અને જિલ્લા વરસાદથી પ્રભાવિત છે અમદાવાદના સરખેજમાં નાળામાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ પણ થઇ ગયું…

Read More