મંબઈમાં ભારે વરસાદના કારણે બનેલી ઘટનાઓમાં 27 લોકોના મોત થયા છે. આ અંગે રાજ્યસભામાં એનસીપી, સમાજવાદી પાર્ટીએ પ્રશ્નો ઉઠાવી કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘેર્યા હતા. એનસીપીના સાંસદ માજીદ મેમણે કહ્યું કે ત્રણ દિવસથી મુંબઈમાં જે ક્યામત આવી છે તેના પર કેન્દ્ર સરકાર આસાનીથી કહી શકે છે કે આ તો મહારાષ્ટ્ર સરકારનો મામલો છે. પણ ઈન્ટરનેશનલ અને દેશની ચેનલો પર મુંબઈની જે શર્મનાક તસવીરો આવી રહી છે તેમાં લોકો કમરબૂડ પાણીમાં દેખાય છે. ઝાડ પડી રહ્યા છે. દિવાલો પડી રહી છે અને લોકો મરી રહ્યા છે. આ દર વર્ષના દ્રશ્યો બની ગયા છે અને આ દ્રશ્યો ક્યારે બદલાશે તે કોઈ કહી…
કવિ: Satya Day News
ભાજપમાંથી ટીકીટ મેળવીને સાંસદ બનેલા ફિલ્મ અભિનેતા સની દેઓલે સંસદીય મત વિસ્તાર ગુરુદાસપુરમાં પીએની નિમણૂં રરી છે. રિપોર્ટ પ્રમાણે સની દેઓલના પીએ ગુરપ્રીતસિંહ પલ્હેરી સની દેઓલની ગુરુદાસપુર લોકસભાનું કામકાજ સંભાળશે અને તેમનું પ્રતિનિધત્વ કરશે. આ મામલે વિપક્ષે સની દેઓલ પર હુમલો કર્યો. ત્યાર બાદ સની દેઓલે આ મામલે ટવિટ કર્યું. સનીએ લખ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, પણ આવું કશું પણ થયું નથી. આમાં આટલો મોટો વિવાદ કરવાની જરૂર નથી. મેં મારો પર્સનલ આસિસ્ટન્ટ નિયુક્ત કર્યો છે, જે ગુરુદાસપુરમાં મારું પ્રતિનિધત્વ કરશે. આ નિયુક્તિ એટલા માટે કરવામાં આવી છે કે હું જ્યારે ગુરુદાસપુરમાંથી નહીં હોઉં તો મારી ઓફીસમાં મારા…
ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીને મંગળવારે બાંગ્લાદેશને હરાવ્યા બાદ દાદી મા તરફથી આશિર્વાદ મળ્યા. ઈન્ડીયન ગાન્ડ મધરને લઈ સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થયા. એજબેસ્ટનમાં બાંગ્લાદેશ વિરુદ્વના મહત્વની મેચને જોવા માટે 87 વર્ષના વયોવૃદ્વ મહિલા પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા. મેચને લઈ તેઓ ઉત્સાહિત જોવા મળ્યા. બુઝુર્ગ મહિલાએ પોતાના ગાલો પર તિરંગાની પેઈન્ટીંગ પણ ચિત્રાવ્યું હતું. મેચ દરમિયાન ટીવી કેમેરે વારંવાર તેમને બતાવી રહ્યા હતા. દાદી માને મળવા માટે વિરાટ કોહલી મેચ પૂર્ણ થયા બાદ પહોંચ્યો હતો. ત્યાર બાદ કોહલીએ દાદી મા સાથેના ફોટો પણ ટવિટર પર શેર કર્યા હતા. વિરાટે ટવિટ કરીને કહ્યું કે તમામ દર્શકોનો આભાર વ્યક્ત કરું છું…
મહારાષ્ટ્રના રત્નાગીરીમાં તિવરે બંધ તૂટવાના કારણે ગામોમાં પૂર આવી ગયા છે. આ ઘટનામાં સાત લોકોના મોત નિપજ્યા છે જ્યારે 23 લોકો લાપતા બન્યા છે. પંદર જેટલા ઘરો પાણીમાં વહી ગયા છે. બંધ તૂટવાના કારણે સાત ગામ તેની ઝપટમાં આવી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ગામોમાં એનડીઆરએફી ટીમો પહોંચી ગઈ છે. મૂશળધાર વરસાદનાકારણે મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદના કારણે આર્થિક પાટનગર જળબંબાકાર બની ગયું છ. જ્યારે મલાડમાં દિવાલ તૂટવાની ઘટનામાં 22 લોકોના જાન ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં પાછલા 24 ક્લાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 35 જેટલા લોકો મોતને ભેટ્યા છે. રવિવારથી સતત વરસાદ વરસી…
મુંબઇ સહિત મહારાષ્ટ્માં ભારે વરસાદના કારણે હાલત કફોડી બનેલી છે. અતિ ભારે વરસાદ છેલ્લા કેટલાક દિવસથી પડી રહ્યો છે જેના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. મુંબઇમાં 1974 પછી બીજી વખત સૌથી વધારે વરસાદ નોંધાયો છે. પુણે અને મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે દિવાળ ધસી પડવાની જુદી જુદી ઘટનામાં 25થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં તો પાંચથી છ ફુટ સુધીના પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે મોડી રાત્રે મલાડ ઇસ્ટ-કલ્યાણ અને પુણેમાં દીવાલ પડવાના કારણે 19 લોકોના મોત થયા છે. મલાડ-ઇસ્ટમાં પિમ્પરીપાડામાં દીવાળ ધરાશાયી થવાની ઘટના બની હતી. ભારે વરસાદના…
બોલિવૂડની ટોચની અભિનેત્રી દ્વારા આદિત્ય પંચોલી વિરુદ્વ બળાત્કારની ફરીયાદ દાખલ કરવામાં આવ્યા બાદ ડિંડોશી સેશન્સ કોર્ટે આદિત્ય પંચાલીને આગોતરા જામીન આપી રાહત આપી છે. 19મી જુલાઈ સુધી પંચોલીના જામીન મંજુર કરવામાં આવ્યાછે. આદિત્ય પંચોલીના વકીલ પ્રશાંત પાટીલે આગોતરા જામીનની વાતને સમર્થન આપ્યું હતું. પ્રશાંત પાટીલે કહ્યું કે અદાલતે આગોતરા જામીનની અરજી સ્વીકારી અને આગોતરા જામીન મંજુર પણ કર્યા છે. પ્રશાંત પાટીલે કોર્ટમાં દલીલ કરી હતી કે જે અભિનેત્રી દ્વારા રેપની ફરીયાદ દાખલ કરવામાં આવી છે તે પંદર વર્ષ સુધી ચૂપ કેમ હતી? અભિનેત્રીની વિરુદ્વ આદિત્ય પંચોલી બદનક્ષીની ફરીયાદ દાખલ કરી છે અને આ ફરીયાદ અંગે અભિનેત્રીને કોર્ટ દ્વારા સમન્સ મોકલવામાં…
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ પદ છોડી દેવાનું અડગ વલણ ધારણ કરતા નેતાઓ અને કાર્યકરોમાં મોટાપાયા પર લાગણીના ઘોડાપૂર આવ્યા છે. સાગમટે રાજીનામા પડી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીને રાજીનામું પરત ખેંચી કોંગ્રેસ પ્રમુખ પદે યથાવત રહેવા માટે અપીલ કરવાનો સિલસિલો ચાલુ છે. આ દરમિયાનમાં કોંગ્રેસ કાર્યકરે દિલ્હીના કોંગ્રેસ કાર્યાલયની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ ગાંધીના રાજીનામાથી દુખી થયેલા કોંગ્રેસ કાર્યકરે પોતાને ઝાડ સાથે ગળે ફાંસો આપવાની કોશીશ કરી હતી. જોકે, ત્યાં હાજર રહેલા કોંગ્રેસના આગેવાનો અને અન્ય કાર્યકરો, પોલીસ તથા સુરક્ષા કર્મચારીઓએ કોંગ્રેસ કાર્યકરના પ્રયાસને નિષ્ફળ…
આપણા દેશમાં એવી કેટલીય માન્યતાઓ પ્રચલિત છે જેને જાણ્યા બાદ આપણે દંગ રહી જઈએ છીએ. આજે અમે આપના માટે આવી જ કંઈક વિચિત્ર અને ચોંકાવનારી વાત લઈને આવ્યા છીએ. આજે પણ એવી જગ્યાઓ છે જ્યાં પીરિયડ્સ(માસિક)ને લઈ મહિલાઓ ખુલીને વાત કરી શકતી નથી. પણ આજના યુગમાં એવી પણ એક જગ્યા છે જ્યાં પીરિયડ્સને લઈને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જી, હા, આ જાણીને તમે ચોંકી ઉઠ્યા હશો. ચોંકાઈ જવું યોગ્ય પણ છે. પણ આ સત્ય છે કે ઓડિશામાં પીરિયડ્સને લઈ તહેવાર મનાવવામાં આવે છે. આટલું જ નહીં પણ આ તહેવારને મુખ્ય તહેવારો પૈકી એકની માન્યતા મળી છે, જેનો રજો પર્વ…
નાણા મંત્રી જે પ્રકારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર વારી ગયા તેવી રીતે તેઓ દક્ષિણ ગુજરાત પર વારી ગયા છે. દ.ગુજરાતમાં સિંચાઈની મબલખ યોજના આપી છે. પાણી પુરવઠા માટે જોગવાઈ કરી છે. સુરતની મહત્વકાંક્ષી બે યોજના પ્રત્યે સુરતીઓના સપનાને સાકાર કરવાની દિશા તરફ ડગ માંડ્યા છે. અમદવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરી દેવાયું છે અને બીજા તબક્કાની શરૂઆત કરવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. અમદવાદ મેટ્રો રેલના ફેઝ-2 માટે તથા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે નાણા મંત્રી નીતિન પટેલે મિકેનિકલ કામગીરી માટે 50 કરોડની જોગવાઈ કરી છે. નાણા મંત્રી નીતિન પટેલે સુરત અંગે વધુ એક જાહેરાત…
નાણા મંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વિશેષ જોગવાઈ કરી છે. નાણા મંત્રીએ જણાવ્યું કે લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ લોકપ્રિય બની છે. અત્યાર સુધીમાં આશરે 20 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે. દરરોજ આશરે 10 હજાર પ્રવાસીઓ આવે છે. તે ધ્યાને લઇ પ્રવાસીઓ માટે વેલી ઓફ ફ્લાવર્સ, જંગલ સફારી, શ્રેષ્ઠ ભારત ભવન, નેવીગેશન ચેનલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, કેકટસ ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન તેમજ રાત્રિ રોકાણ માટેની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આમ, આ વિસ્તારના સંતુલિત વિકાસ માટે 260 કરોડ…