કવિ: Satya Day News

ગુજરાતનું 2019નુ બજેટ રજૂ કરતા નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે વડાપ્રધાન મોદીના સંકલ્પ પ્રમાણે વર્ષ-2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા પૂરતું વળતર મળે તે માટે સરકારે ઝીરો ટકાના દરે પાક ધિરાણ ટેકાના ભાવે ખરીદી, પાક વીમો, કિસાન સન્માન નિધિ, ખેડૂતોને સમયસર વીજળીની સુવિધા, સિંચાઈ માટે યોગ્ય વ્યવસ્થા, કૃષિ યાંત્રીકરણ માટે સહાય, ખેડૂતોના પાકના સંગ્રહ માટે નવા ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે મોટા પાયે નાણાકીય સહાય આપી રહી છે. રાજ્યના લાખો ગ્રામજનો જેમાં મોટા પ્રમાણમાં આવક મેળવી રહ્મા છે તેવા પશુ પાલન વ્યવસાયને વધુ વિકસાવવા અને ગુજરાતના 1600  સ્કલોમીટર લાંબા દરીયા કિનારાનો ઉપયોગ કરી લાખો માછીમારોની આવકમાં વધારો કરવા…

Read More

ગુજરાતના નાણા મંત્રી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મોડીફાઈ કરેલા બજેટને રજૂ કર્યું હતું. આ બજેટમાં ખેડુતો પર શ્રીકાર વર્ષા કરી હતી. પ્રધાનમુંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત ભારત સરકારે રાજયના 28 લાખ ખેડૂતોને સહાયના પ્રથમ બે હપ્તા પેટે 1131 કરોડ ચૂકવ્યા છે. જે બદલ નીતિન પટેલે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. ભારત સરકારે બે હેકટરની મયાષદા દૂર કરી છે. જેથી રાજયના બધા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

Read More

રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે ગુજરાતનું નાણાં બજેટ રજૂ કર્યુ, આ સમયે પીએમ મોદી અને અમિત શાહનો આભાર માનીને બજેટમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. નીતિન પટેલે વર્ષ 2019-2020ના બજેટમાં જળ, જીડીપી અને રોજગારને પ્રાધાન્ય આપ્યુ હતુ. વિધાનસભાના ચોમાસુ સત્રમાં નાણામંત્રી નીતિન પટેલે નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનુંપૂર્ણ બજેટ કર્યુ, જેમાં જળ, રોજગારી અને જીડીપીને પ્રાધાન્ય આપ્યુ, બજેટની શરૂઆતમાં ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.6000ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો. આ પહેલા સવારે નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને વૈશ્વિક ઓળખ મળે એવું આ બજેટ હશે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના સહિત વિવિધ રોજગાર યોજનાઓનો 15 લાખ યુવાનોને લાભ અપાશે.…

Read More

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે જ નાણાખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ બજેટ રજૂ કરશે. તેઓ અગાઉ પણ એકથી વધુ વખત બજેટ રજૂ કરી ચૂકયા છે. ફાયર સેફટી સહિતના કેટલાક ખરડાઓ ગૃહમાં રજૂ કરવામાં આવશે. નાણા મંત્રી નીતિન પટેલ બપોર પછી બજેટ રજૂ કરે એવી શક્યતા છે. આજે ગૃહમાં શોક દર્શક ઠરાવ પસાર કરી નિધન પામેલા નેતાઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. જોકે, વિધાનસભામાં ભાજપ કે કોંગ્રેસ એમ બન્નેમાંથી કોઈના પણ ધારાસભ્યે સુરતના તક્ષશિલા અગ્નિકાંડ અંગે શ્રધ્ધાંજલિ આપતો શોક દર્શક ઠરવા રજૂ કર્યો ન હતો. સુરતના 22 ભૂલકાઓને ભરખી જનારા અગ્નિકાંડમાં સંવેદનશીલ સરકારે શોક…

Read More

અમદાવાદમાં અષાઢી બીજને દિવસે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. ત્યાગે ગત શનિવારે ભગવાનના મોસાળમાં વાજતે ગાજતે મામેરું પણ ભરવામાં આવ્યું હતું. આ વર્ષોથી ચાલી આવતી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ આ વર્ષે હવે મામેરાને લઈ વિવાદ થયો છે. દર વર્ષે સરસપુરના રણછોડરાય મંદિરમાં લોકો નોંધણી કરાવી મામેરાના યજમાન બને છે. જેમનો નંબર આવે ત્યારે જ તે યજમાન મામેરું ભરે છે. હવે સરસપુરમાં ભલા ભગતની પોળમાં આવેલા રણછોડરાય મંદિરેથી સાધુ-સંતો દ્વારા પણ મામેરું ભરાય તેવી શરૂઆત કરવામાં આવશે. શહેરમાં આગામી તા.4થી જુલાઈએ ભગવાન, ભાઈ બલરામ અને બહેમ સુભદ્રા સાથે નગર યાત્રાએ નીકળવાની હોઈ તે પૂર્વે ભગવાનના મોસાળા સરસપુર…

Read More

મુંબઈ સહિત થાણે-પાલઘરમાં મુશળધાર વરસાદને કારણે સોમવારે સવારે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા હતા, પરિણામે મુંબઈ અમદાવાદ વચ્ચેની લાંબા અંતરની મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોનો ટ્રેનવ્યવહાર ખોરવતા હજારો પ્રવાસીઓ અનેક સ્ટેશનો પર રઝળી પડ્યા હતા. ભારે વરસાદના કારણે 54 ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી છે. જ્યારે મહારષ્ટ્ર સરકારે આજે સ્કૂલ-કોલેજોમાં રજા જાહેરકરી થે,આ ઉપરાંત સરકારી ઓફીસો પણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રવિવારે મોડી રાતથી લઈને સોમવારે બપોર સુધીમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરમાંથી લઈને પાલઘર નજીકના ગામડા તથા રેલવે ટ્રેકો પર પાણી ફરી વળતા સબર્બન સહિત લાંબા અંતરની મેલ એક્સ્પ્રેસ ટ્રેનસેવાને બંધ કરવાની ફરજ પડી હતી. એક અંદાજ પ્રમાણે છેલ્લા ત્રણ…

Read More

પાંચમી જુલાઈએ ગુજરાત રાજ્યસભાની ખાલી પડેલી બે સીટ માટે પેટાચૂંટણી યોજવામાં આવનારી છે. ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને લઈ કોંગ્રેસ દ્વારા તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોને આવતીકાલે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર અચૂક ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે હોદ્દાઓ પરથી રાજીનામું ધરી વિવાદમાં ઘેરાયેલા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તથા તેમની સાથેના ધારાસભ્ય ભરતસિંહ ઠાકોર અને ધવલસિંહ ઠાકોરને કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફે વોટીંગ કરવા માટે વ્હીપ આપવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું કે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આવતીકાલે ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આવતીકાલે કોંગ્રેસના ચિહ્ન…

Read More

અવિરત વરસી રહેલા વરસાદના કારણે સેલવાસની નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. વરસાદના કારણે નદીના પ્રવાહમાં કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયરના લાશ્કરોએ બાળકો, શિક્ષકો અને ગ્રામજનોને સહી-સલામત રીતે બહાર કાઢયા હતા. સેલવાસથી 15 કિલોમીટર ગલોન્ડ પંચાયતના ઉમરકુઈ ડુંગરપાડા ખાતે આવેલી  શાળાના બાળકો શિક્ષકો ફસાતા ડિસ્ઝટર ટીમ અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી 2 ટીચર 4 બાળકો અને ગ્રામજનોને બહાર કાઢ્યા હતા. ફાયર ઓફીસરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઉંમરકૂઈ ગામ ખાતે લોકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને લોકો પાણી ફસાયા હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતા જ…

Read More

( સૈયદ શકીલ દ્વારા ): 28 ડિસેમ્બર 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારથી લઈને આજદિન સુધી કોંગ્રેસમાં એનક પ્રકારના વિવાદો, ઘમાસાણ થઈ ચૂક્યા છે. આઝાદીકાળ અને ત્યાર પછીના સમયગાળામાં કોંગ્રેસના 1.5 કરોડ મેમ્બર હતા ને સાત કરોડથી પણ વધારે પાર્ટીશિપેન્ટ સાથે સત્તામાં આવી હતી. 1947માં આઝાદી મળી અને કોંગ્રેસ દેશની મુખ્ય રાજકીય પાર્ટી બની. આઝાદીથી લઈને 2019 સુધીમાં કોંગ્રેસે 17 ચૂંટણી જોઈ અને તેમાં 6 વખત સંપૂર્ણ બહુમત સાથેની સરકાર બનાવી અને ચાર વખત સત્તારુઠ ગઠબંધનનું નેતૃત્વ કર્યું. અંતે 50 વર્ષ સુધી દિલ્હીની ગાદી પર કોંગ્રેસનું રાજ રહ્યું. કોંગ્રેસે સાત વડાપ્રધાન આપ્યા. પરંતુ 2014માં 44 અને 2019માં 54 બેઠક…

Read More

પાછલા બે મહિનાથી રાહુલ ગાંધીના રિસામણા ચાલી રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ બિલ્કુલ ફનાફાતીયા થવા તરફ જઈ રહી છે. કોંગ્રેસીઓ નોન-ગાંધીને પ્રમુખ પદે જોવા ઈચ્છતા નથી, તો સિનિયર નેતાઓ રાહુલ ગાંધીને જરા પણ ફાવવા દેવા માંગતા નથી. આ સ્થિતિમાં ગુજરાતમાંથી પાટીદાર સમાજના યુવા નેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ખ્યાતિ મેળવેલા હાર્દિક પટેલની સ્થિતિ શું છે તે અંગે તરેહ-તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસીઓ તેમને રાજીનામું પરત ખેંચી લેવા માટે રજૂઆતો કરી રહ્યા છે, પત્રો લખી રહ્યા છે, તેમની તરફેણમાં રાજીનામા આપી રહ્યા છે અને લોહીથી પત્રો પણ લખી રહ્યા છે. આ બધા…

Read More