પ્રોજેક્ટર ઉપર દિલ્હી કેપિટલ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાતી IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઇન્ડિયન વિમેન્ટ ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠે સહિત 19ની સટોડિયાઓની પોલીસે ધરપકડ કરી છે. આ સટોડીયાઓ મોબાઇલ ફોનમાં ક્રિકેટ ફાસ્ટ લાઇવ લાઇન, ક્રિકેટ ગુરૂ અને ક્રિક લાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને ક્રિકેટ ઉપર સટ્ટો રમતા હતા. બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચે રેડ પાડી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કે.જે.ધડુકે જણાવ્યું હતું કે, અલકાપુરી એક્ઝોટિકા ખાતે આવેલા કેફેની બાજુના શેડમાં કેફેના માલિકો દ્વારા પ્રોઝેક્ટરનો ઉપયોગ કરીને આઇ.પી.એલ.ની દિલ્હી કેપિટલ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાતી મેચ લાઇવ બતાવીને સટ્ટો રમાડતા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે દરોડો…
કવિ: Satya Day News
વલસાડ-૨૬ બેઠક પર ફોર્મ ભરવા આવેલા ભાજપના ઉમેદવાર કેસી પટેલ(ડો. ખાલપાભાઇ પટેલ)ની હાજરીમાં મોટી બબાલ સર્જાણી હતી. ફોર્મ ભર્યા બાદ ભાજપનાં મીડિયા સેલના જિલ્લા પ્રમુખ અને વલસાડનાં ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરવા અંગે શરૂ થયેલી વાતચીત ઉગ્ર બોલાચાલી પર પહોંચી ગઈ હતી ત્યાર બાદ ગાળાગાળી અને છેલ્લે મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો. વાત આટલેથી અટકી ન હતી પણ ધારાસભ્ય ભરત પટેલના નજીકના સગા અને વલસાડ તાલુકા મીડિયા સેલના મીહિર પટેલે પારસ દેસાઇને તમાચા ઠોકી દેતાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. જોકે, ત્યારબાદ ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે પડતા મામલો વધુ ગરમાયો હતો. ધારાસભ્ય ભરત પટેલે બધું…
હિન્દી ફિલ્મ જગતની ઐતિહાસિક ફિલ્મ “મુગલે આઝમ”નો સીન યાદ આવે છે. બાદશાહ અકબર અનારકલીને જીવિત પકડવા માટે જીદે ચઢયા છે. દિકરો સલીમ પણ સામો થાય છે. બન્ને બાપ-દિકરા વચ્ચે જંગની તૈયારી હોય છે, તેવામાં શહેઝાદા સલીમનો મિત્ર દુર્જનસિંગ અનારકલીને લઈને આવે છે. સલીમ પોતાના ટેન્ટમાં બાદશાહ સાથે વાતચીત કરતો હોય છે. અનારકલી અને દુર્જનસિંગને જોઈ શહેઝાદા કહે છે કે “ જંગ લડે બગૈર હી સલીમ ફતેહયાબ હૈ.”( જંગ લડ્યા વિના જ સલીમ વિજયી થયો છે). આવું જ કંઈક હાર્દિકના કેસમાં બન્યું છે. હાર્દિક ચૂંટણી લડ્યા વિના જ વિજયી થયો છે. હાર્દિક પટેલ લડે છે, હાર્દિક પટેલ લડે છે કહીને ભાજપમાં…
રાજકારણમાં રસ ધરાવતા તમામ લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે અમિત શાહ રાજ્યસભાના સાંસદ હોવા છતાં શા માટે ગુજરાતના પાટનગર ગાંધીનગની સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે? ભાજપના એક વખતના દિગ્ગજ નેતા અડવાણીને પડતા મૂકી અમિત શાહે કરેલી ઉમેવારી પાછળ ભાજપની પાટીદારવાળી ગણતરી નથી બલ્કે લોકસભાના પરિણામોના અનુસંધાનમાં પાણી પહેલાં પાળ બાંધવાની ગણતરી છે. ભાજપના વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને સાથી પક્ષો જો બહુમતિ હાંસલ નહીં કરે તો એવા સંજોગોમાં શું કરી શકાય? વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારણસીથી ચૂંટણી લડી રહ્યા છે અને હાલની સ્થિતિમાં જો ભાજપને બહુમતિ નહીં મળી તો વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવે…
પાટણ, આણંદ, જૂનાગઢ, મહેસાણા, ઊંઝા, બનાસકાંઠા, અમદાવાદ પૂર્વ, પંચમહાલ અને પોરબંદર બેઠકો માટે ભાજપમાં મડાગાંઠ ઉકેલાતી નથી. તેથી ઓમ માથુરે તુરંત ગુજરાત દોડી આવવું પડ્યું હતું. તેમ છતાં આ વિવાદો ઉકેલાતા ન હોવાથી મામલો અમિત શાહે હાથ પર લીધો હોવા છતાં આ વિસ્તારોમાં ભાજપની સ્થિતી ખરાબ બની છે. અમિત શાહ પણ આ મામલો ઉકેલી શક્યા નથી. 2014 કરતાં 2019માં ભાજપમાં બળવાની પરિસ્થિતીનુ નિર્માણ વધું થયુ છે. લગભગ 10 બેઠકો પર ભાજપમાં બળવા જેવી સ્થિતી છે. ગાંધીનગરમાં પણ અડવાણી ગેરહાજર રહીને અમિત શાહ સામે બળવા જેવી સ્થિતી ઊભી કરી દીધી છે. આમ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન મહેસાણા, પાટણમાં…
પાટણ, આણંદ, જૂનાગઢ, મહેસાણા, ઊંઝા, બનાસકાંઠા, અમદાવાદ પૂર્વ, પંચમહાલ અને પોરબંદર બેઠકો માટે ભાજપમાં મડાગાંઠ ઉકેલાતી નથી. તેથી ઓમ માથુરે તુરંત ગુજરાત દોડી આવવું પડ્યું હતું. તેમ છતાં આ વિવાદો ઉકેલાતા ન હોવાથી મામલો અમિત શાહે હાથ પર લીધો હોવા છતાં આ વિસ્તારોમાં ભાજપની સ્થિતી ખરાબ બની છે. અમિત શાહ પણ આ મામલો ઉકેલી શક્યા નથી. 2014 કરતાં 2019માં ભાજપમાં બળવાની પરિસ્થિતીનુ નિર્માણ વધું થયુ છે. લગભગ 10 બેઠકો પર ભાજપમાં બળવા જેવી સ્થિતી છે. ગાંધીનગરમાં પણ અડવાણી ગેરહાજર રહીને અમિત શાહ સામે બળવા જેવી સ્થિતી ઊભી કરી દીધી છે. આમ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન મહેસાણા, પાટણમાં…
ભાજપે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના વધુ 4 નામની જાહેરાત કરી છે. 3 યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આણંદ, પાટણ, જૂનાગઢ અને છોટા ઉદેપુર બેઠક માટેના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. બીજેપીએ જૂનાગઢ બેઠક પરથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપી છે. સાથે જ તાલાલા પેટા-ચૂંટણી માટે બીજેપીએ જશા બારડને ટિકિટ આપી હતી . હજુ ત્રણ બેઠકના ઉમેદવારો જાહેર કરવાના ભાજપ માટે બાકી છે. કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સામે ભાજપે નવા નિશાળીયાને ટીકીટ આપી છે. આણંદમાં મિતેશ પટેલને ટિકિટ આપતા સાંસદ દિલીપ પટેલનું પત્તું કપાયું છે. ભરતસિંહ ડાભીને પાટણની ટિકિટ આપી છે. પાટણથી લીલાધર વાઘેલાનું પત્તું કપાયું છે.…
બાબા રામદેવ – સ્વામી રામદેવ તરીકે પ્રખ્યાત રામકિશન યાદવ –સુરતના વરાછા રોડ ખાતે પતંજલીની દુકાનના ઉદ્ધઘાટનના બહાને ફરી એક વખત ભાજપનો ચૂંટણી પ્રચાર કરવા આવી પહોંચ્યા હતા. બાબાના આશ્રમો ઊભા કરવામાં સુરતના લોકોએ અબજો રૂપિયા આપ્યા છે. તેમનો પ્રથમ આશ્રમ હરિદ્વારમાં છે તેના તમામ દાતા સુરતના છે. ત્યારે તેઓ હવે સુરતમાં આવીને સુરતીઓને મોદીને મત આપવાનું આડકતરું આહવાન કરીને કહ્યું તે જેમના હથમાં દેશ સુરક્ષિત છે તેને મત આપો. પણ મોદી વડાપ્રધાન બન્યા પછી રામદેવ પોતે બ્લેક કેટ કમાંડો લઈને પોતાના આશ્રમમાં ફરે છે. બાબા રામદેવ ભાજપના સમર્થક રહ્યાં છે અને 2014ની ચૂંટણીમાં બાબા રામદેવે નરેન્દ્ર મોદી અને ભાજપને મત…
અહેમદ પટેલને ભરૂચથી લોકસભા ચૂંટણી લડાવવા માટે રાષ્ર્ટીય કોંગ્રેસે આદેશ કર્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવેએ જણાવ્યું કે, અહેમદભાઈને ભરૂચથી ચૂંટણી લડવા રજૂઆત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ 2 દિવસમાં નિર્ણય કરશે. અહેમદભાઈ લડે તો ભરૂચમાં જીત નક્કી ગણાય છે. આમ કરવાથી બીજી લોકસભા બેઠક પર કોંગ્રેસને જીત મળશે. તેથી ગુજરાતના રાજકીય સમિકરણો પણ બદલાય તેવી શક્યતા છે. અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવી કે નહીં તે આગામી 48 કલાકમાં નક્કી કરશે. લોકસભા હારી ગયા બાદ છેલ્લા 24 વર્ષથી અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ છે. 1989 અને 1991ની લોકસભા ચૂંટણીમાં અહેમદ પટેલે હારનો સામનો કર્યો હતો. અહેમદ પટેલ આ…
ગુજરાતની તાલાલા વિધાનસભાની પેટાચૂંટણીના કાયદાકીય જંગમાં સુપ્રીમ કોર્ટમાંથી ભાજપ અને ચૂંટણી પંચને મોટી લપડાક મળી છે. સુપ્રીમ કોર્ટે તાલાલા વિધાનસભાની પેટાચૂંટણી પર સ્ટે આપી દીધો છે. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની સાથે તાલાલા વિધાનસભાની ચૂંટણી પણ જાહેર કરી હતી. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેચે કેસની સુનાવણી કરી હતી. કોંગ્રેસના ગેરલાયક ઠેરવાયેલા ધારાસભ્ય ભગવાન બારડે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કર્યો હતો. નીચલી અદાલતના ચૂકાદ અંગે બારડે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ 27મી માર્ચે ભગવાન બારડની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો અને ચૂંટણી પણ યોજવા દેવાને લીલીઝંડી આપી હતી. ખનન કેસમાં ભગવાન બારડને નીચલી અદાલતે સજા…