અમદાવાદ શહેર પછીની ખંભાતના દરિયા સુધી મળતી 120 કિ.મી. લાંબી સાબરમતી નદીના બન્ને કાંઠે 10 કિ.મી. અંદર સુધી આવેલા 2.40થી 2.60 લાખ હેક્ટર ખેતરોમાં પાકતું અનાજ, શાકભાજી, ફળ અમદાવાદના લોકો ખાઈ રહ્યાં છે. તે કેમિકલ યુક્ત પાણીમાં પાકતાં હોવાથી તેમાં અત્યંત ઝેરી એવા હેવી મેટલ નિકળતાં હોવાથી લોકોના આરોગ્ય પર મોટો ખતરો ઊભો થયો છે. આવું કેમિકલ્સ યુક્ત પાણી વાપરવાનું છેલ્લાં 40 વર્ષથી થઈ રહ્યું છે. જેની માત્રા દર વર્ષે વધતી જાય છે. કુવાઓમાં પાણીના પ્રદૂષણને સમજવા અને તેમાં ઝેરી રસાયણોની હાજરીનું માપ એટલે COD છે. તેની માત્રા 2225 Mg/L સુધી મળે છે. જે ખરેખર ખેતરના કુવામાં 0 Mg/L હોવી…
કવિ: Satya Day News
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતા પૂર્વે અમદાવાદમાં ભવ્યાતિભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો એટલુ જ નહીં ભાજપે શકિત પ્રદર્શન પણ કરી વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા હોય તેમના સમર્થનમાં સમગ્ર એનડીએ અહીં ઉમટી પડયુ છે. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે, રામવિલાસ પાસવાન, પંજાબના પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલ સહિતના નેતાઓ ઉપરાંત ભાજપના દિગ્ગજો અરૂણ જેટલી, રાજનાથસિંહ, નીતિન ગડકરી, પિયુષ ગોયેલ, મનસુખ માંડવિયા સહિતના નેતાઓ તેમને સમર્થન આપવા અમદાવાદ આવ્યા હતા અને સ્ટેજ પરથી સંબોધન પણ કર્યું હતું. બપોરે 12.39 મીનીટના વિજય…
એવું કહેવાય છે કે જે પાર્ટી વલસાડની સીટ પર જીતે છે તે કેન્દ્રમાં સરકાર બનાવે છે. વલસાડ બેઠક પર પાછલી ત્રણ ટર્મથી ભાજપનો દબદબો છે. કોંગ્રેસને સતત હાર આપી રહેલા ભાજપનાં સાંસદ ડો.કે.સી પટેલને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. આદિવાસી પ્રભૂત્વ ધરાવતી સીટ પર સાંસદ કેસી પટેલ એન્ટી ઈનકમ્બન્સીનો સામનો કરી રહ્યા છે. વલસાડના લોકોની વાત માનીએ તો પાછલા પાંચ વર્ષમાં કેસી પટેલને લોકો સાથે ભળતા જોવામાં આવ્યા નથી. લોકો કહે છે કે સાંસદ સામાન્ય લોકોને મળવા કરતા પ્રોગ્રામ અને દિલ્હી કે ગાંધીનગર આવવા-જવામાં જ વધુ રચ્યા-પચ્યા રહેતા હતા. કેસી પટેલના કાર્યકાળમાં ઉડીને આંખે વળગે તેવું વિકાસનું કામ જોવા મળી…
ભાજપના અતિ મહત્વકાંક્ષી નેતા શંકર ચૌધરીએ ભાજપે સુધારેલી બાજી બગાડીને બનાસકાંઠાની જીતની બેઠક હારમાં બલદી દીધી છે. પહેલા હરી ચૌધરીને ટિકિટ આપવા ન દીધી અને પરબત પટેલને જ ટિકિટ મળે એવો આગ્રહ રાખ્યો હતો. પરબત પટેલને રાજી કરીને હરી ચૌધરીનું રાજકારણ ખતમ કરાવી દીધું છે. શંકર ચૌધરી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા હતા. તે વિજય રૂપાણીની સરકારમાં પ્રધાન બનવા માંગે છે. તેથી જો હરી ચૌધરીને ટિકિટ ન મળે તો રૂપાણી સરકારના સિંચાઈ પ્રધાન પરબત પટેલને ઊભા રાખી તેમની થરાદની બેઠક ખાલી થાય. તે બેઠક પરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માંગતા શંકર ચૌધરીએ વાત છુપાવી રાખી હતી. જેવા પરબત પટેલનું નામ…
ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલની ચૂંટણી લડવા માટેની મંજુરી માંગતી અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ હાર્દિક પટેલે કોર્ટના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી હતી. ગુજરાત હાઈકોર્ટમાં અરજી રિજેક્ટ થવાના પગલે હાર્દિક પટેલ અને કોંગ્રેસના નેતાઓએ આ અંગે પોતાના રિએક્શન આપ્યા હતા. હાર્દિક પટેલે હાઈકોર્ટના ચૂકાદા અંગે કહ્યું કે હાઈકોર્ટના ચૂકાદાનું સ્વાગત કરું છું. પરંતુ બંધારણ વિરુદ્વ ભાજપ કામ કરી રહ્યું છે. કોંગ્રેસના 25 વર્ષના યુવા કાર્યકરને ચૂંટણી લડવાથી શા માટે અટકાવવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓ પર કેસ ચાલી રહ્યા છે, સજા પણ થયેલી છે. પરંતુ કાયદો અમારા માટે જ બન્યો છે. છતાંય અમે ડરનારા નથી.…
ગુજરાતના પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલને ચૂંટણી લડવા અંગે મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી લડવા અંગે હાર્દિક પટેલ દ્વારા મંજુરી આપવાની અરજી ફગાવી દેતા હાર્દિક સહિત કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. હાર્દિક પટેલ વતી હાઈકોર્ટના એડવોકેટ રફીક લોખંડવાલાએ લોકસભાની ચૂંટણી લડવા માટે અપીલ કરી હતી. વિસનગર કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાના ચૂકાદાના સસ્પેન્શનની માંગ કરવામાં આવી હતી અને હાર્દિકને ચૂંટણી લડવા દેવા માટે દાદ માંગવામાં આવી હતી. આ કેસની સુનાવણી સિનિયર કોર્ટના જસ્ટીસ ઉરાઝીની કોર્ટમાં કરવામાં આવી હતી. હાર્દિક પટેલે કોંગ્રેસ જોઈન કર્યા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હાર્દિક પટેલ ચૂંટણી લડશે અને જીતશે પણ.…
ભાવનગર યુનિર્વિસિટીની પ્રથમ સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષામા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના પુત્ર ચોરી કરતા પકડાઈ જતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં ભારે હોબાળા બાદ જીતુ વાઘાણીએ દિકરા મીત મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરવી પડી હતી. યુનિવર્સિટી દ્વારા સાત વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. મીત વાઘાણી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે એવી યુનિવર્સિટી સંલગ્ન સૂત્રો જણાવી રહ્યા છે. જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નિયમ અને કાયદો તમામ માટે સમાન હોય છે. જેથી આજથી મારો પુત્ર મિત પરીક્ષા આપવા નહીં જાય. ગઇકાલે બનેલી ઘટના ખુબ ગંભીર છે. જેના લીધે અમારા પરિવારે નક્કી કર્યું છે…
ગુજરાતની કોલેજોમાં પરીક્ષા ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર નકલ કરવાની વાત કરતી અને મૈં ભી ચોકીદાર હોવાની ટેગ લાઈન લઈને લોકસભા ચૂંટણી સર કરવા નીકળેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો છોકરો ભાવનગની કોલેજમાં પેપર કોપી કરતા પકડાયો હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. એમ.જે.કોમર્સ કોલેજમાં લેવાઈ રહેલી બી.સી.એ. સેમ.-2ની પરીક્ષા દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ પ્રો. વાટલિયા દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયું હતું. એ વખતે પરીક્ષા આપી રહેલ મિત વાઘાણી પાસેથી 27 જેટલી કાપલીઓ પકડાઈ હોવાનું કહેવાય છે. મિતને છાવરવાના તમામ પ્રયાસો છતાં પ્રિન્સિપાલ વાટલિયાએ કોપી કેસ દાખલ કરી લીધો હોવાનું કહેવાય છે. કોપી કેસના કાગળો યુનિવર્સિટી કાર્યાલય સુધી…
લોકસભા ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસે વધુ સાત ઉમેદવાર જાહેર કર્યા છે. ખાસ કરીને રાદડીયા પરિવારના ગઢ બનેલા પોરબંદરમાં આ વખતે કોંગ્રેસે હાર્દિક પટેલના સાથી એવા લલિત વસોયાને ટીકીટ આપી છે. લલિત વસોયા હાલ ધોરાજીના ધારાસભ્ય પણ છે. લલિત વસોયાએ પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ અને પાટીદાર યુવાનો સાથે ખભેથી ખભે મિલાવી કામ કર્યું હતું. કોંગ્રેસે પોરબંદરમાં લલિત વસોયા પર ભરોસો મૂક્યો છે. જ્યારે અલ્પેશ ઠાકોરની માંગને કારણે ઘોંચમાં પડેલી પાટણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે વરિષ્ઠ નેતા જગદીશ ઠાકોરને ટીકીટ આપી છે. એવું મનાય છે કે અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર વચ્ચે સમાધાન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસે જૂનાગઢથી પૂંજાભાઈ…
લોકસભા ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસે બારડોલી અને વલસાડ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી છે. બારડોલી બેઠક પર કોંગ્રેસે ફરી વાર પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી પર દાવ રમ્યો છે જ્યારે વલસાડ બેઠક પર કોંગ્રેસે વર્ષો જૂના કિશન પટેલને પડતા મૂકી આ વખતે કપરડાના ધારાસભ્ય જીતુ ચૌધરીને વલસાડ લોકસભાની ટીકીટ આપી છે. બારડોલી લોકસભાની રચના થઈ ત્યાર બાદ સિટી વિસ્તારના કારણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે તુષાર ચૌધરી પ્રભુ વસાવા સામે હારી ગયા હતા. 2014માં પ્રભુ વસાવાએ કોંગ્રેસને છોડી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો અને તુષાર ચૌધરીને પરાજ્ય આપ્યો હતો. કોંગ્રેસે ફરીવાર તુષાર ચૌધરી પર દાવ રમવાનો નિર્ણય કર્યો છે. જ્યારે વલસાડ બેઠક…