પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા આતંકી અડ્ડાઓને તબાહ કર્યા બાદ પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે. હુમલા બાદ પાક. તરફથી એલઓસી પર ફાયરીંગની ઘટના વચ્ચે લડાકુ વિમાન ભારતની સરહદમાં ધૂસી આવ્યા હતા અને ભારતીય આર્મીએ વિમાનને તોડી પાડ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્વ જેવી સ્થિતિ જન્મી હોવાથી પ્રથમ તબક્કે હવાઈ સેવા પ્રભાવિત થઈ છે. આગામી 72 કલાક બન્ને દેશો માટે મહત્વના છે. શાંતિ કે યુદ્વ તે અંગે નિર્ણય થઈ જવાના સંકેત મળી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે જો યુદ્વ ફાટશે તો તે મારા કે નરેન્દ્ર મોદીના કન્ટ્રોલમાં નહીં હશે. ઈમરાને ફરી વાર…
કવિ: Satya Day News
ભારતીય સીમામાં ધુષણખોરી કરતા પાકિસ્તાની વિમાને ખદેડી રહેલા ઈન્ડીયન એરફોર્સના મીગ-21 બાયસન વિમાન પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ક્રેશ થઈ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે આ વિમાનને એરફોર્સના પાયલોટ અને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ઉડાડી રહ્યા હતા. પાકિસ્તાને દાવો કર્યો છે કે પાયલોટની ધરપકડ કરી છે. જેનું નામ અભિનંદન વર્ધમાન છે. પાકિસ્તાન મીડિયા દ્વારા જારી કરાયેલા વીડિયોમાં પણ અભિનદન વર્ધમાન પોતાને વિંગ કમાન્ડર બતાવી રહ્યા છે. તેમનો સર્વિસ નંબર 27981 છે. અભિનંદન વર્ધમાનના પિતા રિટાયર્ડ એર માર્શલ છે. સરકાર વતી વિદેશ મંત્રાલયના પ્રવક્ત રવિશકુમારે કહ્યું કે ભારતીય સીમમાં ઘુસેલા પાકિસ્તાનનાં વિમાનને ખદેડતી વખતે આપણું એક મીગ વિમાન ક્રેશ થયું. અને…
પાકના પોષણક્ષમ ભાવ અને મગફળી કેન્દ્રની માંગ સાથે ભરૂચના લીંક રોડ પર દેખાવો કરી રહેલા ખેડુતોને રસ્તા પરથી દુર કરવા માટે પોલીસે દંડાવાળી કરી હતી. જેમાં બે ખેડુતને નાની મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે બપોરે ભરૂચના લીંક રોડ પર ખેડુતો પોષણક્ષમ ભાવ અને ભરૂચમાં મગફળીનું કેન્દ્ર આપવા માટે સરકાર વિરુદ્વ દેખાવો કર્યા હતા. “ભીખ નથી માંગતા, અમે અમારો હક માંગીએ છીએ”ના સૂત્રો પોકારવામાં આવ્યા હતા. ખેડુતો દ્વારા ચક્કાજામ કરવામાં આવતા પોલીસે ખેડુતોને રસ્તા પરથી દુર કરવાના પ્રયાસ કર્યા હતા. ખેડુતો દ્વારા રસ્તા પર ટ્રેક્ટર ઉભા કરીને રસ્તો રોકી દેવામાં આવ્યો હતો. જેના કારણે રસ્તા પર ભારે…
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે ભારતની એર સ્ટ્રાઈકના જવાબમાં પાકિસ્તાન દ્વાર એક્શન લેવામાં આવ્યા અને આજે સવારે ભારતીય સીમામાં પાકિસ્તાને એર સ્ટ્રાઈક કરી. ભારતે પાકિસ્તાને આક્રમક જવાબ આપ્યો છે અને તેના લડાકુ વિમાનને તોડી પાડ્યું છે. તેમણે કહ્યું કે આ લશ્કરી કાર્યવાહીમાં ભારતનું એક મીગ વિમાન ધ્વસ્ત થયું છે અને પાયલોટ લાપતા છે. પાકિસ્તાનનો દાવો છે કે ભારતીય પાયલોટ તેમની હિરાસતમાં છે. ભારત આ અંગે તપાસ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફીંગમાં રવિશકુમારની સાથે એર વાઈસ માર્શલ આર.જી.કપૂર પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારત દ્વારા પીઓકેમાં જૈશે મહોમ્મદના આતંકી અડ્ડાઓને તબાહ કરવામાં આવ્યા બાદ આજે સવારે…
ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધતી જઈ રહી છે. આજે પાકિસ્તાનની હરકતને પગલે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં હાઈ લેવલ મીટીંગ મળી હતી. આર્મીની ત્રણેય પાંખોને એલર્ટ મૂકી દેવામાં આવી છે. દેશના નવ એરપોર્ટ પરથી મુસાફરોની અવર-જવરને કેટલાક કલાકો માટે અટકાવી દેવામાં આવી હતી પરંતુ ફરીથી હવાઈ સેવાને બહાલ કરવામાં આવી છે. બુધવારે સવારે પાકિસ્તાન વાયુસેનાએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતાં આર્મીને હાઈ એલર્ટ કરી દેવામાં આવી છે. પાયલોટને 10 મીનીટમાં તૈયાર રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. જમ્મૂ-કાશ્મીરના લેહ, જમ્મૂ, શ્રીનગર અને પઠાણકોટ એરપોર્ટને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સલામતીના કારણોસર એરપોર્ટ બંધ કરી દેવાયા હતા. બુધવારે બપોરે 12.25 મીનીટ બાદ અમૃતસર, પઠાણકોટ, પિથોરાગઢ,…
ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલી કાર્યાવાહી બાદ પાકિસ્તાનના લડાકુ વિમાનો ભારતીય બોર્ડરમાં ઘૂસી આવ્યા. પાકિસ્તાની આર્મીનાં મેજર જનરલ આસીફ ગફૂરે દાવો કર્યો કે પાકિસ્તાની વિમાનોએ ભારતના બે લડાકુ વિમાન તોડી પાડ્યા છે. એક વિમાન કાશ્મીરના બડગામમાં તોડી પડાયું અને બીજું વિમાન પીઓકેમાં તોડી પાડવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ પાકિસ્તાની ચેનલોએ બોગસ રીત વિમાનના ફોટો પ્રસારિત કરી ભ્રામકતા ફેલાવી છે. જે મીગ વિમાન ક્રેશ થવાના ફોટો પ્રસારિત કરવામાં આવ્યા છે તેની સત્યતા કંઈક ઔર જ છે. હકીકતમાં પાકિસ્તાન જે ફોટો બતાવી દાવો કરી રહ્યો છે તે ફોટો 2016ના જોધપુરમાં ક્રેશ થયેલા મીગ વિમાનના છે. તે વખતે જોધપુરનાં કુડી ભગતાની ખાતે…
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા આતંકી અડ્ડાઓને તબાહ કર્યા બાદ પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે. હુમલા બાદ પાક. તરફથી એલઓસી પર ફાયરીંગની ઘટના વચ્ચે લડાકુ વિમાન ભારતની સરહદમાં ધૂસી આવ્યા હતા અને ભારતીય આર્મીએ વિમાનને તોડી પાડ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્વ જેવી સ્થિતિ જન્મી હોવાથી પ્રથમ તબક્કે હવાઈ સેવા પ્રભાવિત થઈ છે. આ ઘટના બાદ ભારતે જમ્મૂ-કાશ્મીર અને પંજાબના એરપોર્ટ પરથી અવર-જવર બંધ કરી દીધી છે. અમૃતસર એરપોર્ટને ખાલી કરી દેવામાં આવ્યું છે. J&Kમાં લેહ, જમ્મૂ-શ્રીનગર અને પઠાણકોટ એરપોર્ટને હાઈએલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. સલામતીના કારણોસર એરસ્પેસ બંધ કરી દેવામાં…
ભારતીય સેનાએ પાકિસ્તાનના વિમાનને તોડી પાડી કચ્ચરઘાણ કરી નાંખ્યું છે. આર્મી દ્વારા લામ સેક્ટરમાં પાકિસ્તાનનાં એફ-16 વિમાનનો તોડી પાડવામાં આવ્યું છે. વિમાનને તોડી પાડવામાં આવ્યા બાદ અન્ય વિમાનને પાકિસ્તાનની બોર્ડરમાં ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. આર્મીએ પાકિસ્તાનના ત્રણ વિમાનોને ટ્રેસ કર્યા હતા અને ભારતની સરહદમાં ધૂસ્યા હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ ભારતીય લશ્કરે આક્રમક કાર્યવાહી કરી હતી. બુધવારે પાકિસ્તાની જેટે જમ્મૂ-કાશ્મીરના રોજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ભારતીય હવાઈ સીમાનું ઉલ્લંધન કરીને ધૂસવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય વિમાનોએ પાકિસ્તાની વિમાનોને ખદેડી મૂક્યા હતા અને પાકિસ્તાની વિમાનોને ભાગવું પડ્યું હતું. પાકિસ્તાની વિમાનોએ રાજૌરી અને પૂંછ સેક્ટરમાંથી ભાગતી વખતે બોમ્બ ફેંક્યા હતા…
સોશિયલ મીડિયા સહિત ટીવી ચેનલો પર દર્શાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં ભારતીય એરફોર્સ દ્વારા એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. જે વીડિયો બતાવવામાં આવી રહ્યો છે તે 26 ફેબ્રુઆરીનો નથી પરંતુ જૂનો છે. બીબીસી હિન્દીએ વાયરલ વીડિયો અંગે પોતાનું ઈન્વેસ્ટીગેશન રિપોર્ટ રજૂ કર્યો છે. વાંચો રિપોર્ટ વીડિયોને શેર કરનારે દાવો કર્યો છે કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ઘૂસી જઈને જૈશે મહોમ્મદના મોટા કેમ્પને તબાહ કરી નાંખ્યો છે. ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ પણ મંગળવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીય વાયુસેનાનાં મિશનની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ભારત સરકારને વિશ્વસનીય ટીપ્સ મળી હતી કે જૈશે મહોમ્મદ દેશના અન્ય ભાગોમાં આત્મઘાતી…
ઈન્ડીયન એરફોર્સે પાકિસ્તાનને પુલાવામા આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. આખરે ભારતીય લશ્કરે પુલાવામાનો બદલો લઈ લીધો છે અને હિસાબ ચૂકતે કર્યો છે. વાયુસેનાએ મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને જૈશે મહોમ્મદના આતંકી અડ્ડાઓ પર ત્રાટકીને તેને તબાહ કરી દીધા છે. અંદાજે 12 મિરાજ વિમાનોએ આ ઓરપેશનને અંજામ આપ્યો હતો. દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. સમગ્ર દુનિયાને એરફોર્સની એર સ્ટ્રાઈક અંગે જાણકારી આપવામાં આવી રહી છે. મંગળવારે વિદેશ મંત્રાલય તરફથી ઓપરેશનની જાણકારી આપવામાં આવી. જોકે, પાકિસ્તાને કોઈ પણ પ્રકારનું મોટું નુકશાન થવાનો ઈન્કાર કર્યો છે. વિદેશ મંત્રાલયે વાયુસેનાની એરસ્ટ્રાઈક અંગે વિદેશી રાજદુતોને પણ માહિતી આપી છે. વિદેશ સચિવે અમેરિકા, યૂકે,…