અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી બઘી સમસ્યા છે અને પુલાવામા આતંકી હુમલા બાદ ભારત કોઈ નક્કર નિર્ણય લેવા અંગે વિચાર કરી રહ્યો છે. જમ્મૂ-કાશ્મીરના પુલાવામામાં 14મી ફેબ્રુઆરીએ આતંકી હુમલામાં સીઆરપીએફના 50 જવાન શહીદ થયા હતા. પાકિસ્તાન સ્થિત આતંક સંગઠન જૈશે મહોમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી હતી. ભારતે હુમલા બાદ કૂટનીતિક હુમલા કર્યા છે અને પાકિસ્તાનને આતંકવાદને પ્રોત્સાહિત કરવાનો પર્દાફાશ કર્યો છે. આ ઉપરાંત અમેરિકાના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાન પર દબાણ નાંખ્યું છે કે તે પોતાની ઘરતી પરથી આતંકી જૂથોને પનાહ આપવાનું બંધ કરે અને દોષીઓ વિરુદ્વ કાર્યવાહી કરે. ટ્રમ્પે ઓવલ ઓફીસ ખાતે પત્રકારોને જણાવ્યું…
કવિ: Satya Day News
બેંગ્લુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડીયા-2019ના શોમાં આગની ઘટના બની છે. પ્રોગ્રામના સ્થળ પર પાર્કીંગ ઝોનમાં ઉભેલી કારો સહિત અન્ય વાહનો પણ આગની ઝપટમાં આવી ગયા છે. ચારે તરફ અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માહિતી મુજબ એરો ઈન્ડીયાના શોના પાર્કીંગ-5માં સૂકા ઘાસના કારણે અગમ્ય કારણોસર આગ લાગી છે. પળવારમાં આગે કારો ઉપરાંત અન્ય વાહનોને પણ ઝપટમાં લઈ લીધા છે. ફાયર બ્રિગેડના જણાવ્યાનુસાર આગ ભીષણ છે. લગભગ 80થી 100 જેટલી કારો આગની ઝપટમાં આવી ગઈ છે અને આગ હજુ પણ કાબૂમાં આવી નથી.
કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલે ઉંઝાના ધારાસભ્ય પદેથી સીધું રાજીનામું ધરી દીધા બાદ ભાજપમાં અટકળો ચાલી રહી છે કે હવે આ સીટ પરથી વિધાનસભાની ચૂંટણી કોણ લડશે? હાલમાં નારણ પટેલને ફરી ચૂંટણી લડાવવાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ તેમનું જેટલું સમર્થન છે તેટલો વિરોધ પણ થઈ રહ્યો છે. મહેસાણા આમ તો ભાજપનું ગઢ જ રહ્યું છે. પરંતુ આ વખતે પાટીદાર ફેક્ટરે કોંગ્રેસને જીતાડી બતાવ્યું. કોંગ્રેસે મહેસાણા જિલ્લાની ઉંઝા બેઠક જીતી તો લીધી પણ વિજયને પચાવી શકયા ન હોવાની છાપ ઉપસી રહી છે. આશા પટેલે જે પ્રકારે ઘડામ દઈને ધારાસભ્ય પદને જ છોડી દીધું તે જોતાં ઉંઝા-મહેસાણામાં કોંગ્રેસની સ્થિતિ કોથળામાંથી બિલાડું…
જમ્મૂ-કાશ્મીર પોલીસે શુક્રવાર-શનિવાર વચ્ચેની રાત્રી દરમિયાન કાશ્મીરમાં અલગાવવાદી ગ્રુપ જમાતે ઈસ્લામી પર કાર્યવાહી કરી તેના પ્રમુખ અબ્દુલ હમીદ ફયાઝ સહિત ઓછામાં ઓછા 24 વ્યક્તિની ધરપકડ કરી છે. અધિકારીઓએ ધરપકડને રૂટીન કાર્યવાહી દર્શાવી છે. આ ગ્રુપ અલગાવવાદી સંગઠન તહેરીકે હુર્રિયત સાથે સંકળાયેલું છે. જમાતે ઈસ્લામીએ સ્ટેટમેન્ટ જારી કરી કહ્યું કે જમાતના નેતાઓની ધરપકડ એક ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવી છે. પોલીસે કાશ્મીર ખીણમાં વ્યાપક રીત ધરપકડનો દોર શરૂ કર્યો હતો અને સંખ્યાબંઘ ઘરો પર દરોડા પાડ્યા હતા. પોલીસે જમાતના કેન્દ્રીય અને જિલ્લા લેવલના અનેક નેતાઓની ધરપકડ કરી છે, જેમાં તેના પ્રમુખ અબ્દુલ હમીદ ફયાઝ અને પ્રવક્તા ઝાહીદ અલી પણ સામેલ છે. જમાતના…
IPL-12ની ઓપનીંગ સેરેમની યોજવામાં આવશે નહી. પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના માનમાં ઓપનીંગ કાર્યક્રમ નહીં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમના રૂપિયા શહીદ જવાનોના પરિવારજનોને આપવામાં આવશે. IPLના CoA ચીફ વિનોદ રાયે ઓપનીંગ સેરેમની અંગે જાહેરાત કરતા કહ્યું કે આઈપીએલનો ઓપનીંગ કાર્યક્રમ રાખવામાં આવશે નહી. સુપ્રીમ કોર્ટે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન(CoA)ની રચના કરવાનું કહ્યું હતું અને BCCIએ તે પ્રમાણે CoAના ચીફ તરીકે વિનોદ રાયની નિમણૂંક કરી છે. રાયે કહ્યું કે પ્રોગ્રામના બજેટના રૂપિયા પુલવામાના આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને ડોનેટ કરવામાં આવશે. વિનોદ રાયે વધુમાં કહ્યું કે પાકિસ્તાન સાથે વર્લ્ડ કપમાં મેચ રમવા અંગે કોઈ નિર્ણય લેવામાં…
પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથીરીયાની જામીન મૂક્તિની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ધાર્મિક માલવિયા અને નિકુંજ કાકડીયાની હાર્દિક પટેલે મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ હાર્દિકે પત્રકારો સાથે વાતચીત કરી હતી. હાર્દિકે જણાવ્યું ગુજરાતમાં 2015થી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન દરમિયાન અસંખ્ય લોકો પર કેસ કરવામાં આવ્યા હતા. ઘણા બધા લોકોની બે-ત્રણ વર્ષ પછી ધરપકડ કરવામાં આવી. જેલમાં રહ્યા બાદ યુવાનો બાહર આવ્યા અને જામીન રદ્ કરવામાં આવ્યા. હાર્દિકે કહ્યું કે ગઈકાલે ગુજરાત વિધાનસભામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રજૂઆત કરી છે કે રાયોટીંગના કેસમાં પાટીદાર યુવાનોને પાંચથી સાત વર્ષની સજા થાય તે માટે જોગવાઈ કરવામાં આવી છે. ભાજપ સરકારે જાહેર…
પુલવામામાં આતંકવાદી હુમલા પછી દેશભરમાં એલર્ટ જાહેર કરાયું છે ત્યારે ભારત-પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલા અત્યંત સંવેદનશીલ ગણાતા કચ્છમાંથી પોલીસે હથિયાર બનાવવાનું એક કારખાનું પકડયું છે. આ સાથે બે શખ્સોની પણ પોલીસે ધરપકડ કરી છે. કચ્છના અબડાસા તાલુકાનાં બોહા રાયધણપર ગામની પાસે દેશી બંદૂકો તથા બંદૂક બનવાના સામાન સહીત કુલ સાડા ત્રણ લાખનો મુદ્દા માલ કબ્જે કરીને પિતા પુત્ર એમ કુલ બે જણની ધરપકડ કરી હતી. પોલીસે સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે, કોઠારા પોલીસને બોર્ડર એલર્ટનાં બંદોબસ્ત દરમિયાન બાતમી મળી હતી કે, રાયધણપર ગામનાં વાડી વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ સગેવગે કરવાની પ્રવૃત્તિ થઇ રહી છે. માહિતીને આધારે પોલીસે ખીરસરા વીંજાણ ગામનો નૂર…
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના જીવાપર ગામે મોડી રાતે 23 વર્ષના યુવાન પ્રકાશ ચંદુભાઈ મકવાણા તેજ ગામની તેની પ્રેમિકાના ઘરની દીવાલ કૂદીને મળવા ગયો હતો. આ સમયે પ્રેમિકાના પરિવાર ઉંઘમાંથી જાગી જતાં છરીથી નાક કાપી તાલિબાની સજા ફટકારી હતી. બાબરા પીએસઆઈ ગીતા આહીર જીવાપર ગામે દોડી જઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ બાબરા પછી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવો પડ્યો હતો. પ્રેમિકાના પરિવારજનો જગદીશ સવાભાઈ પીપળવા, શારદા જગદીશભાઈ પીપળવા, સુરેશ સવા પીપળવા, અતુલ સુરેશ પીપળવા, કાળુ મનસુખ પીપળવા મળી 5 વ્યકિતઓની પોલીસ દ્વારા અટક કરી છે.
કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં આતંકીઓને અને પાકિસ્તાનને જવાબ આપવા ગુજરાતમાં માંગ ઉઠી રહી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોરીયા ગામના લોકોએ જ્યાં સુધી કાશ્મીરનો પ્રશ્ન ન ઉકેલાય કે શહીદોના બલિદાનનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ ન અપાય ત્યાં સુધી કોઇપણ રાજકીય પક્ષના નેતાઓને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. લોકો માને છે કે વર્ષોથી રાજકીય નેતાઓ પોતાનો રાજકીય રોટલો શેકતા હોવાથી કાશ્મીરનો પ્રશ્ન અધ્ધરતાલ રહી ગયો છે અને વારંવાર થતાં આતંકવાદી હુમલામાં દેશના જવાનો શહીદી વહોરી રહ્યા છે. ત્યારે કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં જવાનો શહીદ થતા તેનો બદલો લેવાની માંગ પ્રબળ થવા પામી છે. લોકસભાની ચૂંટણી માટે નેતાઓ ભાષણ બાજી મૂકી…
હવેથી તમને પ્રોવિડન્ટ ફંડ પર વધારે વ્યાજ મળશે. EPFOની આજે મળેલી મીટીંગમાં પીએફ પરના વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે 2018-2019 માટે પીએફ પર વ્યાજના દર 8.55 ટકાથી વધારીને 8.65 કરવામાં આવી છે. EPFOએ નાણાકીય વર્ષ 2016 પછી પહેલી વાર પીએફના વ્યાજ દરમાં વધારો કર્યો છે. EPFOની મીટીંગમાં મિનિમમ પેન્શન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. માહિતી પ્રમાણે આ વ્યાજ દર કરન્ટ વર્ષ માટે છે. પીએફ રૂપિયા તરીકે રોકાણ કર્યું છે તેમાં વધારો મળશે. મોટો નિર્ણય છે. હાલ પીએપ માટે 125 કરોડ રૂપિયા સરપ્લસ છે. આઈએનએસ સંકટની અસર પીએફ પર પડી નથી. પેન્શનમાં પણ વધારો કરવામાં આવશે.…