દક્ષિણ ગુજરાતના ગામોને ખલાસ કરી નાંખતા ભારત માલા પ્રોજેક્ટને સ્થગિત કરવાનો રૂપાણી સરકારે નિર્ણય કરતા સુરત, નવસારી અને વલસાડના ખેડુતોની લડતનો વિજય થયો છે. ખેડુતો દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. રૂપાણી સરકાર હવે આ પ્રોજેક્ટથી બે ડગ પાછળ ખસી ગઈ છે. ભારત માલા પ્રોજેક્ટના વિરોધમાં આંદોલન કરી રહેલા અનંત પટેલે કહ્યું કે ગુજરાત સરકારે ભારત માલા પ્રોજેક્ટને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાથી ખેડુતો પાયમાલ થઈ રહ્યા હતા. ઘરતી અમારી માતા છે અને અમારી જમીન થકી જ આગળ આવ્યા છીએ. આ જમીન પર કોઈનો અધિકારને ચલાવી લેવામાં આવશે નહીં, ભારત માલા પ્રોજેક્ટનો વિરોધ આના કારણે જ…
કવિ: Satya Day News
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) દ્વારા દક્ષિણ ગુજરાતમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજ સુરતના અડાજણ પાટીયા વિસ્તારમાં આવેલા શખ્સને ત્યાંથી એનઆઈએની ટીમે વાંધાજનક દસ્તાવેજો કબ્જે કર્યા હતા. વિગતો મુજબ બુધવારે NIAની ટીમે વલસાડમાં ઝુબેર ધરપપુરીયા અને આરીફ ધરમપુરીયાની તપાસ કરી હતી. હવાલા કૌભાંડની આશંકાને પગલે તપાસ કરવામાં આવી હતી. દિલ્હીની સંસ્થાને આપવામાં આવેલા કરોડો રૂપિયાના ફંડીંગને લઈ તપાસ કરવામાં આવી હતી. સુરતના અડાજણ પાટીયા વિસ્તારમાં આવેલી નૂરે રોશન બિલ્ડીંગમાં રહેતા નદીમ પાનવાળાનાં ફ્લેટમાં NIAની ટીમે 6 ક્લાક સુધી તપાસ કરી વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. નદીમ પાનવાળાને ત્યાંથી બેન્ક અકાઉન્ટ અને અન્ય સામાગ્રી કબ્જે કરી એનઆઈએની ટીમ સુરતમાં રવાના થઈ હતી.…
કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા અંગે અપડેટ અને વિગતો આપવા ગુજરાત સીઆઈડી ક્રાઈમના તપાસનીશ અધિકારી અજય તોમરે પત્રકારોને માહિતી આપી હતી. અજય તોમર સહિતના અધિકારીઓએ જણાવ્યું કે જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે અણબનાવ હતો. અને આર્થિક બાબતોને લઈ બન્ને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. મનીષા ગોસ્વામી વિરુદ્વ એપ્રિલ 2018માં જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ ખંડણીની ફરીયાદ દાખલ કરી હતી. આ કેસમાં મનીષાને અઢી મહિના સુધી જેલમાં રહેવાનો વારો આવ્યો હતો. આ કારણોસર પણ મનીષા અને જંયતિ વચ્ચે તકરાર થઈ હતી. મનીષા ગોસ્વામી અને છબીલ પટેલે પોતાના દુશ્મન એવા જયંતિને માર્ગમાંથી હટાવવાનું નક્કી કર્યુ હતું. મનીષાએ છબીલ પટેલ…
મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ EVMની વિશ્વસનીયતા અંગે ઉભા થઈ રહેલા પ્રશ્નો અને શંકાઓને લઈ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અલગ અલગ રાજકીય પાર્ટીઓની માંગને સંપૂર્ણ રીતે ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ બેલેટ પેપરના યુગમાં પાછો ફરશે નહીં. સુનીલ અરોરાએ ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવાના ઈન્ટરનેશનલ સંગોષ્ઠિને સંબોધિત કરતા કહ્યું કે ચૂંટણી પંચ કોઈ પણ રીતે બેલેટ પેપરના યુગમાં ફરી પાછો નહીં ફરે. EVMને ટેક્નિકલ ગરબડથી બચાવવાના ઉપયોનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે EVMને બે કંપનીએ આધુનિક પદ્વતિએ તૈયાર કર્યા છે અને સંપૂર્ણ રીતે EVM સલમાત છે. EVMના બદલે બેલેટ પેપરની માંગ કરતી પાર્ટીઓના નામ લીધા વિના તેમણે કહ્યું…
કચ્છના ભાજપના પૂર્વ જયંતી ભાનુશાળી હત્યાકેસમાં પોલીસે ખૂટકી કડીઓ મેળવી આજે પત્રકારોને માહિતી આપી હતી કે જંયતિ ભાનુશાળીની હત્યામાં ભાજપના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને વાપીની મહિલા મનિષા ગોસ્વામીની સંડોવણી છે. ડીજીપી સીઆઈડી ક્રાઈમ ખાતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં નવા ધડાકા કરવામાં આવ્યા હતા કે મનિષા અને છબીલ પટેલે જ જયંતિ ભાનુશાળીનું ખૂન કરાવ્યું હતું. પોલીસે કહ્યું કે હત્યારાઓ છબીલ પટેલના ફાર્મ હાઉસ પર રોકાયા હતા. અને તેમની બધી વ્યવસ્થા મનિષાએ કરી હતી, રૂપિયાની લેતી-દેતી અને રાજકીય અદાવતમાં ભાનુશાળીની સોપારી આપી શૂટરો પાસે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપના પૂર્વ…
ગુજરાતમાં પાછલા એક મહિનામાં ખેડુતોની આત્મહત્યાના બનાવો સતત બની રહ્યા છે. ખેડુતોની આત્મહત્યાના બનાવોને રોકવામા ગુજરાતની રૂપાણી સરકાર નિષ્ફળ ગઈ હોવાનું લાગી રહ્યું છે. સંવેદનશીલ સીએમની સંવેદનશીલતા અપ્રગટ થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. પાકનો વિનાશ થવાના કારણે ખેડુતો મરી રહ્યા છે. આ વખતે 51 વર્ષીય સવજી કાકાએ આત્મહત્યા કરી લીધી છે. રાજકોટ નજીક આવેલા પડઘરી જિલ્લાના એક ગામમાં ખેડુતે રાત્રે ત્રણ વાગ્યે પોતાની જાતને કેરોસીન છાંટી સળગાવી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ખેડુત ખૂબ જ ગરીબ હતા અને દાહસંસ્કાર માટે પણ પૈસા ન હોવાનું માલૂમ પડ્યું હતું. આર્થિક તંગીની કંટાળીને પડઘરી જિલ્લાના મોટા રામપરા ગામમાં 51 વર્ષીય સવજીભાઈ નરભેરામ…
CBIએ ICICI બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચરને સંડોવતા વીડિયોકોન લોન કેસ મામલામાં ગુરુવારે એફઆઈઆર દાખલ કરી છે. FIR બાદ તપાસ એજન્સીએ વીડિયોકોન અને ન્યૂપાવર મહારાષ્ટ્ર સહિત સંખ્યાબંધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. 2012માં ICICI બેંકને 3250 કરોડ રૂપિયાના લોન મામલામાં સીબીઆઈ તપાસ કરી રહી છે, જેમાં આ FIR દાખલ કરવામાં આવી અને રેડ પાડવામાં આવી છે. સીબીઆઈએ મહારાષ્ટ્રમાં વીડિયોકોન અને ન્યૂપાવરની ઑફિસમાં રેડ પાડી છે. મહત્વનું છે ન્યૂપાવર પ્રાઈવેટ લિમિટેડમાં ચંદા કોચરના પતિ દીપક કોચરની પણ ભાગીદારી છે. આ મામલામાં CBIએ પાછલા વર્ષે માર્ચમાં વીડિયોકોન પ્રમોટર વેણુગોપાલ ધૂત, દીપક કોચર અને અન્ય વિરુદ્ધ ગયા વર્ષે એક પ્રારંભિક તપાસ શરૂ કરી…
સીબીઆઈના ઈન્ચાર્જ ડાયરેક્ટર નાગેશ્વર રાવની નિમણૂંકને પડકારતી પીટીશન પર સુનાવણી કરવાના મામલાથી સુપ્રીમ કોર્ટના વધુ એક જજ ખસી ગયા છ. હકીકતમાં એવું બહાર આવ્યું હતું કે જસ્ટીસ સીકરીને નિવૃત્તિ બાદ લંડન ટ્રીબ્યૂનલમાં નિમણૂંક આપવામાં આવશે. આને લઈ ભારે વિવાદ થયો હતો. નોંધનીય છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ પણ આ કેસની સુનાવણીથી પોતાની જાતને અળગી કરી દીધી હતી. આ મામલાની સુનાવણી શુક્રવારે અન્ય બેન્ચ કરશે. નાગેશ્વર રાવને જાન્યુઆરીમાં ઈન્ચાર્જ ડારેક્ટર બનાવવામાં આવ્યા હતા. નવા ડાયરેક્ટની નિમણૂંક ન થાય ત્યાં સુધી નાગેશ્વર રાવ સીબીઆઈ ચીફ તરીકે કાર્યરત રહેશે. આલોક વર્માને સીબીઆઈ ચીફ તરીકેથી હટાવાયા બાદ મોદી સરકારે નાગેશ્વર રાવને સીબીઆઈની…
કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યા હોવા અંગે મીડિયામાં આવેલા ન્યૂઝ અંગે ઠાકોરે આક્રમક રીત જવાબ આપ્યો છે. અલ્પેશ ઠાકોરે આકરો જવાબ આપતા આખીય વાતને ભેજાગેપ અને એક માત્ર અફવા ગણાવી હતી. અલ્પેશ ઠાકોર હાલ એક્તા યાત્રા પર છે અને ગામે ગામ એક્ત યાત્રા પર નીકળી લોકોમાં એક્તાનો સંદેશ પ્રસરાવી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે વાત કરતા કહ્યું કે ભાજપના નેતા શંકર ચૌધરી સાથેની મુલાકાત આકસ્મિક હતી. જાહેર રસ્તા પર મુલાકાત થઈ હતી. દિયોદરના રામવાસ પાસેથી એક્તા યાત્રા નીકળી રહી હતી ત્યારે મારી ભાજપના નેતા શંકર ચૌધરીની કાર ટ્રાફીકમાં ફસાઈ જવા પામી હતી. કાર્યકરોએ જણાવ્યું…
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પોતાના મત વિસ્તાર અમેઠીના રાઉન્ડ દરમિયાન ખેડુતોના વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અમેઠીના ગૌરીગંજમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડુતોએ માંગણી કરી હતી કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે લઈ લેવાયેલી જમીન પરત કરવામાં આવે અથવા તેમાં તેમને નોકરી આપવામાં આવે. રાહુલ ગાંધી બુધવારે લોકસભા ચૂંટણીના અનુસંધાને અમેઠીનો પ્રવાસ કરી રહ્યા હતા. વિરોધ કરી રહેલા ખેડુત સંજયસિંહે કહ્યું કે અમે રાહુલ ગાંધીથી ખૂબ જ નારાજ છીએ. તેમણે ઈટાલી પાછા જતાં રહેવું જોઈએ. તેઓ અહીંયા રહેવાને લાયક નથી. રાહુલ ગાંધીએ અમારી જમીન કબ્જે કરી લીધી છે. ખેડુતોએ સમ્રાટ સાયકલ ફેક્ટરી નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ફેક્ટરીનું ઉદ્વાટન…