કવિ: Sports Desk

બેંગલુરૂ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્પિનર યજુવેન્દ્ર ચહલે ગુરૂવારની મેચ બાબતે મહત્વની વાત કરતાં કહ્યું હતું કે દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિહે જ્યારે તેની એક ઓવરમાં ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા ત્યારે તે પોતાને ઇંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડ જેવો અનુભવવા લાગ્યો હતો. આઇપીએલની ગુરૂવારે રાત્રે રમાયેલી એ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની ઇનિંગ દરિમયાન 14મી ઓવર ફેંકવા માટે ચહલ આવ્યો ત્યારે તેની પહેલી ત્રણ બોલમાં યુવરાજે ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. પોતાની ઓવરમાં પડેલા એ ત્રણ છગ્ગાની વાત કરતાં ચહલે ટી-20 વર્લ્ડકપની ઇંગ્લેન્ડ સામેની એક મેચમાં યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં ફટકારેલા છ છગ્ગા ભણી ઇશારો કરતાં કહ્યું હતું કે હું યુવરાજની સામે મારી…

Read More

હૈદરાબાદ : ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ સ્ટીવ સ્મીથ અને ડવિડ વોર્નર પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા લગાવાયેલો એક વર્ષનો પ્રતિબંધ શુક્રવારે પુરો થઇ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ પ્રકરણને પગલે આ બંને પર આ પ્રતિબંધ 28 માર્ચ 2018ના રોજ લાગુ કરાયો હતો. શુક્રવારે તેમના પરનો આ પ્રતિબંધ પુરો થયો છે ત્યારે આઇપીએલમાં એ બંને એકબીજાની સામે રમશે. આઇપીએલની હાલની સિઝનમાં ડેવિડ વોર્નરની સનરાઇઝર્સ અને સ્ટીવ સ્મીથની રાજસ્થાન રોયલ્સ પોતાની પહેલી મેચ હારી ચુકી છે. ત્યારે શુક્રવારની મેચ એ બંને માટે મહત્વની રહેશે. એક તો તેમના પરનો પ્રતિબંધ પુરો થઇ રહ્યો છે અને બીજું કે એ બંને ટીમો પોતાના પહેલા વિજય…

Read More

બેંગ્લુરૂ : ભારતીય ટીમના સ્ટાર સ્પિનર યજુવેન્દ્ર ચહલે આઇપીએલની 12મી સિઝનમાં એક ખાસ સિદ્ધિ મેળવી હતી, આ સિદ્ધિ આઇપીએલમાં તેના પહેલા હરભજન સિંહ અને અમિત મિશ્રા જ મેળવી શક્યા છે. ગુરૂવારે રમાયેલી મેચમાં યુવરાજે જ્યારે તેને સતત ત્રણ બોલમાં ત્રણ છગ્ગા માર્યા ત્યારે સોશિયલ મીડિયા પર લોકોએ તેનેં ટ્રોલ કર્યો હતો. જોકે આ દરમિયાન તેણે યુવરાજને આઉટ કર્યો હતો અને સાથે જ તેણે એક જ મેદાન પર 50 આઇપીએલ વિકેટ પુરી કરવાની સિદ્ધિ પણ મેળવી હતી. આઇપીએલમાં આ પહેલા હરભજન સિંહ અને અમિત મિશ્રાએ એક જ મેદાન પર 50 વિકેટ પુરી કરવાની સિદ્ધિ મેળવી હતી. હરભજને મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર…

Read More

નવી દિલ્હી : ભારતીય ટીમના માજી વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે 2004માં આજના દિવસે જ મતલબ કે 29મી માર્ચના દિવસે જ પાકિસ્તાનના મુલતાનમાં રમાયેલી ટેસ્ટમાં ટેસ્ટની એક જ ઇનિંગમાં 300થી વધુ રન કરીને ઇતિહાસ રચ્યો હતો, તેની આ ઇનિંગને કારણે પાકિસ્તાની ખેલાડીઓની ઉંઘ હરામ થઇ ગઇ હતી. ટેસ્ટ ક્રિકેટની એક જ ઇનિંગમાં 300 કે તેનાથી વધુ રન કરનારો સેહવાગ પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. તેની આ ઇનિંગનેં કારણે તેને મુલતાનનો સુલતાન અને નજફગઢનો નવાબ એમ બે ઉપનામ મળ્યા હતા. 2004માં 28 માર્ચથી શરૂ થયેલી ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ શરૂ કરી હતી. સેહવાગ અને આકાશ ચોપરા ઓપનીંગમાં બેટિંગ કરવા ઉતર્યા…

Read More

બેંગલુરૂ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુરૂવારે રાત્રે રમાયેલી આઇપીએલની 12મી સિઝનની એક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના હાર્દિક પંડ્યાએ હાલની સિઝનનો સૌથી લાંબો છગ્ગો ફટકાર્યો હતો. હાર્દિકે આ મેચમાં માત્ર 14 બોલ રમીને 3 છગ્ગાની મદદથી 32 રન ફટકાર્યા હતા. હાર્દિકે આ મેચ દરમિયાન 103 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો., જે હાલની આઇપીએલ સિઝનમાં સૌથી લાંબો છગ્ગો રહ્યો હતો. હાર્દિકે પોતાની આ તોફાની ઇનિંગ દરમિયાન થોડી મસ્તી પણ કરી હતી. 20મી ઓવરમાં મહંમદ સિરાજના બોલે સૌથી લાંબો છગ્ગો ફટકારતા હાર્દિકે પાંચમા બોલને સ્ટેડિયમ બહાર ફેંકી દીધો હતો ત્યારે તેણે મસ્તીમાં સિરાજને પોતાના બાઇશેપ બતાવ્યા હતા.

Read More

બેંગલુરૂ : ગુરૂવારે રાત્રે અહીં રમાયેલી આઇપીએલની છઠ્ઠી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 6 રને પરાજય થયો હતો,. જો કે અંતિમ બોલ પર જ્યારે 6 રનની જરૂર હતી ત્યારે લસિથ મલિંગાએ ફેંકેલો એ બોલ નો બોલ હતો એવું ટીવી રીપ્લેમાં દર્શાવાયા પછી આ મામલે આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી રોષે ભરાયો હતો. મલિંગાએ આ બોલ નો બોલ ફેંક્યો હોવા છતાં ફિલ્ડ અમ્પાયપ સુંદરમ રવિ અને સી નંદન તે જોઇ શક્યા નહોતા અને ટીવી રીપ્લેમાં દર્શાવાયા પછી થર્ડ અમ્પાયરે પણ આ બાબતે કોઇ પગલાં લીધા નહોતા. જો આ બોલ નો બોલ જાહેર થયો હોત તો તે પછીનો બોલ ફ્રી હીટ…

Read More

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીઍલ) ટાઇટલ ત્રણવાર જીતનારી મુંબઇ ઇન્ડિયન્સે ઇજાગ્રસ્ત બોલર ઍડમ મિલ્નેના સ્થાને વેસ્ટઇન્ડિઝના ઝડપી બોલર અલઝારી જોસેફને કરારબદ્ધ કરીને પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. ૨૬ વર્ષીય મિલ્ને ઍડીમાં થયેલી ઇજાને કારણે આઇપીઍલમાં રમવા પહેલા જ હટી જવું પડ્યું છે. આઇપીઍલ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર મુંબઇ ઇન્ડિયન્સે આઇપીઍલ ૨૦૧૯માટે ઇજાગ્રસ્ત ઍડમ મિલ્નેના સ્થાને અલઝારી જોસેફને સામેલ કર્યો છે. આઇપીઍલ દ્વારા કહેવાયું હતું કે જોસેફ વેસ્ટઇન્ડિઝ વતી ૯ ટેસ્ટ અને ૧૬ વનડે રમી ચુક્યો છે. જમણેરી ઝડપી બોલરે ટેસ્ટમાં ટેસ્ટમાં ૨૫ અને વનડેમાં ૨૪ વિકેટ ઉપાડી છે. શ્રીલંકાનો અનુભવી ઝડપી બોલર લસિથ મલિંગા ટીમમાં પાછો ફર્યો તે પછી…

Read More

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટનું સંચાલન કરતી વહીવટદારોની સમિતિ (સીઓઍ)ઍ ગુરૂવારે કહ્યું હતું કે નવા નિમાયેલા લોકપાલ નિવૃત્ત જસ્ટિસ ડી કે જૈન બીસીસીઆઇના કાર્યકારી ઍઅથિક્સ ઓફિસર તરીકેની જવાબદારી પણ સંભાળશે. સીઓઍ દ્વારા 28 ઓક્ટોબર 2018ના દિવસે દાખલ કરાયેલા પોતાના 10માં સ્ટેટસ રિપોર્ટમાં સર્વોચ્ચ અદાલતને વિનંતી કરી હતી કે હિતોના ટકરાવને ધ્યાને લઇને લોકપાલ ઉપરાંત ઍક ઍથિક્સ ઓફિસરની પણ નિમણૂંક કરે. સીઓઍઍ કહ્યું છે કે બીસીસીઆઇના લોકપાલ જસ્ટિસ ડીકે જૈન લોકપાલ અધિકારી તરીકે પોતાની સેવા ઉપરાંત કાર્યકારી અથિક્સ અધિકારી તરીકેની ભૂમિકા પણ ભજવશે. જ્યાં સુધી આ પદ પર નવા ઍથિક્સ ઓફિસરની નિમણૂંક ન થાય ત્યાં સુધી તેઓ આ જવાબદારી વહન કરશે.…

Read More

નવી દિલ્હી : ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાના બાકીના સભ્યો દ્વારા વર્લ્ડકપ દરમિયાન પત્નીને સાથે રાખવા દેવાની માગણીને બીસીસીઆઇ દ્વારા શરતી મંજૂરી આપવામાં આવી છે. વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી દ્વારા મુકાયેલા આ મુદ્દા પર તેમણે વિચારણા કરીને નિર્ણય લેવાની વાત કરી હતી, હવે તેમણે એ વિનંતી સ્વીકારી લીધી છે. ખેલાડીઓનું ઍવું માનવું છે કે વધુ પ્રેશરવાળી મેચ કે ટુર્નામેન્ટ દરમિયાન પત્ની કે પરિવારના સભ્ય સાથે હોવાથી તેમને ફાયદો થાય છે. વિરાટે તો જાહેરમાં ઍવું સ્વીકાર્યુ છે કે અનુષ્કા તેની સાથે હોય તો તેને શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મદદ મળે છે. બીસીસીઆઇઍ હાલમાં જે મંજૂરી આપી છે તે…

Read More

ઇપોહ : 28મી સુલતાન અઝલન શાહ કપ હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય ટીમનું સ્થાન પાકું થઇ ગયુ છે, અને આવતીકાલે તેઅો અહીં પુલ સ્ટેજની પોતાની અંતિમ મેચમાં પોલેન્ડ સામે રમશે, ત્યારે ભારતીય ટીમના ફોરવર્ડ મનદીપ સિંહે ઍવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય ટીમ કોરિયા જેવી મજબૂત કે પછી કોઇપણ ટીમ સામે ફાઇનલમાં બાથ ભીડવા માટે બધી રીતે તૈયાર છે. ભારતીય ટીમે શુક્રવારની મેચ માટે આજે ઘણી પ્રેક્ટિસ કરી હતી. ટુર્નામેન્ટમાં જારદાર ફોર્મ સાથે રમી રહેલા 24 વર્ષના ફોરવર્ડ મનદીપે આશા વ્યક્ત કરી હતી કે ભારતીય ટીમ આગામી બંને મેચમાં જારદાર પ્રદર્શન કરશે. ભારતીય ટીમની નજર ૨૦૧૦ પછી પહેલીવાર સુલતાન અઝલન…

Read More