નવી દિલ્હી : તાઇપેઇના તાઅોયુવાન ખાતે ચાલી રહેલી 12મી ઍશિયન ઍરગન ચેમ્પિયનશિપના બીજા દિવસે ભારતીય શૂટર્સે ઍક ગોલ્ડ અને બે સિલ્વર સહિત ત્રણ મેડલ જીત્યા હતા અને તેના કારણે મેડલ ટેલિમાં ભારત ટોચના સ્થાને પહોંચ્યું છે. ભારત વતી ગુરૂવારે રવિ કુમાર અને ઇલાવેનિલે સીનિયર વિભાગમાં 10 મીટર ઍર રાઇફલ મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે જૂનિયર વિભાગમાં ઍક ગોલ્ડ અને ઍક સ્લિવર મેડલ ભારતીય શૂટર્સે જીત્યો હતો. જૂનિયર વિભાગમાં 10 મીટર ઍર રાઇફલ મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં મેહુલી ઘોષ અને કેવલ પ્રજાપતિની જાડી તેમજ શ્રેયા અગ્રવાલ અને યશ વર્ધનની જાડીઍ પહેલા અને બીજા ક્રમ સાથે ફાઇનલમાં ક્વોલિફાય કર્યુ હતું.…
કવિ: Sports Desk
લંડન, : ક્રિકેટના કાયદાના સંરક્ષક ગણાતા મેરિલબોન ક્રિકેટ ક્લબ (ઍમસીસી)ઍ કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન દ્વારા રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને માકંડિગ રનઆઉટ કરવાના કિસ્સાની સમીક્ષા કર્યા પછી પોતાના આગલા વલણમાં ફેરફાર કરીને અશ્વિનના આ પગલાને સ્પોર્ટ્સમેન સ્પિરીટ વિરુદ્ધનું ગણાવ્યું હતું. આ પહેલા ઍમસીસીઍ ઘટના સમયે ઍવું નિવેદન કર્યુ હતું કે નોન સ્ટ્રાઇકરને ચેતવણી આપવી ઍ ક્રિકેટના નિયમમાં ક્યાંય લખ્યું નથી. ઍમસીસીના લો મેનેજર ફ્રેજર સ્ટીવર્ટે અહીં ઍવું કહ્યું હતું કે આ કિસ્સાની સમીક્ષા કર્યા પછી અમને ઍવું લાગ્યું છે કે તે સ્પોર્ટસમેન સ્પિરીટ વિરુદ્ધનું હતું. અમારુ માનવું છે કે અશ્વિને ક્રિઝ સુધી પહોંચવા અને અટકવા વચ્ચે વધુ સમય લીધો…
અબુધાબી : ઓસ્ટ્રેલિયાની ટીમે અહી રમાયેલી ત્રીજી વનડેમાં પણ પાકિસ્તાનને હરાવીને પાંચ મેચની સિરીઝમાં 3-0ની અજેય સરસાઇ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટના ભોગે 266 રનનો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમનો 44.4 ઓવરમાં માત્ર 186 રનમાં વિંટો વળી ગયો હતો. 24 રનમાં 3 વિકેટ ઉપાડનાર પેટ કમિન્સને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અોસ્ટ્રેલિયાઍ ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય કર્યા પછી તેમની શરૂઆત સારી રહી નહોતી અને ઉસ્માન ખ્વાજા પહેલા બોલે જ બોલ્ડ થયો હતો. તે પછી શોન માર્શ આઉટ થયો ત્યારે બોર્ડ પર માત્ર 20 રન હતા. જા કે તે પછી પીટર…
બેંગલુરૂ : આઇપીઍલની 12મી સિઝનની આજની મેચમાં મુંબઇ ઇન્ડિન્સે પ્રથમ દાવ લઇને હાર્દિક પંડ્યાના 14 બોલમાં 32 રનની મદદથી મુકેલા 188 રનના લક્ષ્યાંક સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતી ડિવિલિયર્સની લડાયક ઇનિંગ છતાં જસપ્રીત બુમરાહની જોરદાર બોલિંગને પ્રતાપે મુંબઇની ટીમ 6 રને જીતી હતી.. 18મી ઓવર સુધી મેચ આરસીબીની તરફેણમાં હતી પણ 19મી ઓવરમાં બુમરાહે માત્ર 5 રન આપીને ઍક વિકેટ ઉપાડીને મેચ મુંબઇની તરફેણમાં ફેરવી હતી. 20મી ઓવર નાંખવા આવેલા મલિંગાનો અનુભવ પણ આ વિજયમાં મહત્વનો પુરવાર થયો હતો. 188 રનના લક્ષ્યાંક સામે આરસીબીની શરૂઆત સારી રહી હતી, જો કે તેમી કમનસીબી ઍ રહી હતી કે ટોચના ચાર ખેલાડી જ…
બેંગલુરૂ : આઇપીઍલની ૧૨મી સિઝનની મુંબઇ ઇન્ડિયન્સ સામે રમતી વખતે વિરાટ કોહલીઍ આઇપીઍલ કેરિયરના ૫૦૦૦ રન પુરા કર્યા હતા. આમ તો આઇપીઍલમાં સૌથી પહેલા ૫૦૦૦ રન ચેન્નઇ સુપર કિંગ્સના સુરેશ રૈનાઍ પુરા કર્યા છે, પણ વિરાટ કોહલીઍ સૌથી ઝડપી ૫૦૦૦ રન પુરા કર્યા છે. રૈનાઍ આઇપીઍલની ૧૭૮ મેચની ૧૭૪ ઇનિંગમાં આ આંકડો પુરો કર્યો હતો. જ્યારે કોહલીઍ ૧૬૫ મેચની ૧૫૭ ઇનિંગમાં ૫૦૦૦ રન પુરા કર્યા હતા. મતલબ કે તેણે આ આંકડા પર પહોંચવામાં રૈના કરતાં ૧૭ ઇનિંગ ઓછી લીધી છે.
બેંગલુરૂ : આઇપીઍલની ૧૨મી સિઝનમાં આવતીકાલે અહીં જ્યારે રોયલ ચેલેન્જર્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમ મેદાન પર ઉતરશે ત્યારે બધાની નજર વનડે ક્રિકેટમાં વિશ્વના નંબર વન બેટ્સમેન વિરાટ કોહલી અને નંબર વન બોલર જસપ્રીત બુમરાહ વચ્ચે થનારા જંગ પર રહેશે. દિલ્હી કેપિટલ્સ સામેની પ્રથમ મેચમાં ઘાયલ થયેલો બુમરાહ ફરી ફીટ થઇ જતાં મુંબઇની ટીમની ચિંતા ઓછી થઇ છે. બંને ટીમ પોતપોતાની પ્રથમ મેચ હારી ગઇ છે તેથી તેઅો બંને પ્રથમ વિજય મેળવવા માટે આતુર હશે. સાથે જ બંને ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા પહેલી મેચમાં કંઇ ખાસ કરી શક્યા નથી તેથી તેઅો પણ બીજી મેચમાં પોતાની બેટ્સમેન તરીકેની જવાબદારી…
નવી દિલ્હી : ભારતની દિગ્ગજ મહિલા ફૂટબોલર બેમબેમ દેવીનું માનવું છે કે ૨૦૨૦ ફીફા અંડર-૧૭ વર્લ્ડકપની યજમાની મેળવવી ઍ દેશના મહિલા ફૂટબોલ ક્ષેત્રે ક્રાંતિથી અોછું નથી. મણિપુરની રહીશ બેમબેમ દેવીઍ લગભગ બે દશકા સુધી દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતું અને આ દરમિયાન તે કેપ્ટન પણ રહી હતી. ભારત પહેલીવાર અંડર-૧૭ મહિલા વર્લ્ડકપની યજમાની કરશે. બેમબેમ દેવીઍ કહ્યું હતું કે ભારત માટે ફીફા અંડર-૧૭ મહિલા વર્લ્ડકપ મહિલા ફૂટબોલને વિશ્વના નકશા પર લાવવાની આ શ્રેષ્ઠતમ તક છે. મને લાગે છે કે આપણે આ ફીફા વર્લ્ડકપમાં ઍક મેચ તો જીતી જ શકીશું. ભારતે ૨૦૧૭માં અંડર-૧૭ મેન્સ વર્લ્ડકપની યજમાની કરી હતી, જેને ફીફા અધ્યક્ષ ગિયાની…
નવી દિલ્હી : હાર્દિક પંડ્યા સાથેના કોફી વિથ કરણ શોમા થયેલા વિવાદ અંગે પહેલીવાર બોલતા ભારતીય ટીમના ખેલાડી કેઍલ રાહુલે કહ્યું હતું કે આ પ્રકરણ બન્યું તે પછી હું મારા પોતાના ચારિત્ર્ય પર શંકા કરવા સિવાય બીજું કંઇ કરી શકતો નહોતો. તેણે કહ્યું હતું કે ઍ ખુબ જ મુશ્કેલ સમય હતો, કારણકે મને ઍવી આદત નથી કે લોકો મને નાપસંદ કરે. પહેલા ૧૦ દિવસ મારી જાત પર મારા ચારિત્ર્ય પર શંકા કરવા સિવાય હું કશું કરી શક્તો નહોતો. સૌથી ખરાબ વાત ઍ લાગતી હતી કે શું તમે હકીકતમાં ઍટલા ખરાબ માણસ છો. આ ઍવો સમય હતો જ્યારે રાહુલ બધાથી અળગો…
ઇપોહ (મલેશિયા) : મનદીપ સિંહની હેટ્રિકની મદદથી અહીં રમાઇ રહેલી અઝલન શા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે કેનેડાને ૭-૩થી કચડી નાંખીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. મનદીપે ૨૦મી, ૨૭મી અને ૨૯મી મિનીટમાં ગોલ કર્યા હતા. ભારતીય ટીમે કેનેડા સામેની છેલ્લી છ મેચમાંથી આ ચોથો વિજય મેળવ્યો છે. આ દરમિયાન ભારતીય ટીમે ઍક મેચ ડ્રો કરી હતી અને ઍક મેચમાં તેમનો પરાજય થયો હતો. આ મેચમાં ભારતીય ટીમે શરૂઆતથી જ દબાણ ઊભું કર્યુ હતુ અને હાફ ટાઇમ સુધીમાં ભારતીય ટીમની સરસાઇ ૪-૦ની હતી. મેચની ૧૨મી મિનીટમાં વરુણ કુમારે ગોલ કરીને ભારતીય ટીમને ૧-૦ની સરસાઇ અપાવી અને તે પછી મનદીપ સિંહના હેટ્રિક…
કોલકાતા : અહીંના ઇડન ગાર્ડન પર રમાઇ રહેલી આઇપીઍલ 2019ની છઠ્ઠી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ દાવ લઇને નીતિશ રાણા તેમજ રોબિન ઉથપ્પાની અર્ધસદી ઉપરાંત આન્દ્રે રસેલની જારદાર ફટકાબાજીને કારણે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 218 રન બનાવ્યા હતા. જે આઇપીઍલના ઇતિહાસમાં ઇડન ગાર્ડન પર નોંધાયેલો આ સર્વોચ્ચ સ્કોર હતો. જેની સામે પંજાબ 4 વિકેટે 190 રન સુધી જ પહોંચતાં કોલકાતાનો 28 રને પરાજય થયો હતો. 219 રનના લક્ષ્યાંક સામે કિંગ્સ ઇલેવન પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને બોર્ડ પર 37 રન હતા ત્યારે કેઍલ રાહુલ અને ક્રિસ ગેલની વિકેટ પડી ગઇ હતી. મયંક અગ્રવાલ…