દિલ્લી : ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવનની પત્ની આયેશા અને તેના દીકરાને દુબઇ એરપોર્ટ ખાતે રોકવામાં આવ્યા હતા. જેના કારણે ધવન દુબઇ એરપોર્ટથી સાઉથ આફ્રિકા જતી ફ્લાઇટમાં એકલો પ્રવાસ કરવો પડ્યો હતો. જ્યારે અન્ય ખેલાડીઓ પોત પોતાના પરીવાર સાથે કેપ ટાઉન ખાતે પહોચી ગયા હતા. ભારત અને આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ પાંચ જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે. શિખર ધવને ટ્વીટ કરી એરલાઇનને કરી ફરીયાદ મળતી માહિતી પ્રમાણે શિખર ધવનના પુત્રનું બર્થ સર્ટીફિકેટ રજુ કરી ન શકતા તેની પત્ની અને પુત્રને દુબઇ એરપોર્ટ ખાતે રોકાઇ જવુ પડ્યું હતું. જેના કારણે શિખર ધવન ગુસ્સે ભરાયો હતો. ટ્વીટર પર આ ગુસ્સો…
કવિ: Sports Desk
કેપ ટાઉન : શુક્રવારે દક્ષિણ આફ્રિકાએ પાંચ જાન્યુઆરીથી ભારત સામે શરૂ થનારી ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ માટે ૧૫ ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. પ્રથમ ટેસ્ટ મેચ કેપટાઉન ખાતે યોજાવવાની છે. આ ટેસ્ટ મેચ માટે દક્ષિણ આફ્રિકાએ ટીમમાં ફાસ્ટ બોલર ડેલ સ્ટેન અને બેટ્સમેન એબી ડી વિલિયર્સનો સમાવેશ કર્યો છે. આ બંને ખેલાડીઓ ઇજા બાદ લાંબા સમયે ટીમમાં પરત ફરી રહ્યા છે. સ્ટેન અને ડી વિલિયર્સ ઉપરાંત ઓલરાઉન્ડર ક્રિસ મોરીસ પણ ઇજા બાદ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ઝિમ્બાબ્વે સામે ચાર દીવસીય ટેસ્ટ મેચમાંથી બહાર રહેલા વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક અને વાઇરલ ઇન્ફેકશનના કારણે બહાર રહેલા ફાફ…
વિરાટ અને અનુષ્કા શર્માના લગ્ન બાદ મુંબઇમાં 26 ડિસેમ્બરના રોજ રીશેપ્શન યોજાયું હતું. આ રીશેપ્શનમાં ક્રિકેટ ક્ષેત્ર અને બોલિવુડના તમામ હસ્તીઓ આવી હતી. પરંતુ આ સમયે જ્યારે ધોની અને તેની પત્નિ સાક્ષીએ રીશેપ્શનમાં એન્ટ્રી કરી ત્યાર માહોલ બદલાઇ ગયો હતો. રીશેપ્શનમાં જ્યારે લોકોનું ધ્યાન સાક્ષી તરફ ધ્યાન ગયું ત્યાર બાદ વિરાટ અને અનુષ્કાના લગ્ન કરતા વધારે ચર્ચા ધોની અને તેની પત્ની સાક્ષીની થવા લાગી હતી. ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્નનું બીજુ રિસેપ્શન મંગળવારે મુંબઇની હોટલ સેન્ટ રેગિંસમાં યોજાયું હતું. રિસેપ્શનમાં પહોચેલી સાક્ષીને જોયા બાદ ફેન્સ વચ્ચે એક નવી વાતને લઇ ચર્ચા થવા લાગી હતી.…
મુંબઈઃ ટીમ ઈન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ બુધવારે મીડિયાને વાત કરતા જણાવ્યું હતુ કે તેના ત્રણ અઠવાડિયાના બ્રેકને કારણે સાઉથ આફ્રિકાની સીરીઝ પર કોઈ અસર નહિ પડે. ઉલ્લેખનીય છે કે વિરાટે અનુષ્કા સાથે લગ્ન કરવા માટે શ્રીલંકા સામેની વનડે સીરીઝમાં રજા લીધી હતી. વિરાટને જ્યારે પૂછવામાં આવ્યુ કે મેરેજ પછી ક્રિકેટમાં કમબેક કરવુ તેના માટે કેટલુ મુશ્કેલ હશે ત્યારે વિરાટે જણાવ્યું, “કંઈ મુશ્કેલ નહિ હોય. આને લગ્ન સાથે કોઈ લેવા દેવા નથી. લગ્ન મેચ કરતા અનેકગણા વધારે મહત્વના હતા. આ સમય અમારા બંને માટે ખાસ રહેશે.” ક્રિકેટ મારા લોહીમાં છે તેણે જણાવ્યું, “ક્રિકેટમાં કમબેક કરવુ અઘરુ ન હતુ કારણ કે ક્રિકેટ મારા…
મુંબઇ : ભારત માટે સાઉથ આફ્રિકાની મહત્વની ટુર છે. આ પહેલા જ ટીમ ઇન્ડિયાને એક મોટો ફટકો લાદી શકે છે. એક રિપોર્ટ અનુસાર ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને ઇજા થઇ છે. તેને ઘૂંટણમાં ઇજા થઇ છે. આથી તે 5 જાન્યુઆરીના રોજ રમાનાર ટેસ્ટ મેચમાં રમે તેવી ઓછી શક્યતા છે. બુધવારના રોજ શિખર ધવનના ડાબા પગમાં પટ્ટી બાંધેલી જોવા મળી હતી. ટીમને થોડી કલાકો પછી સાઉથ આફ્રિકા માટે રવાના થવાનું હતું. રિપોર્ટ અનુસાર શિખર ધવન ટીમના ફિઝિયો પેટ્રિક ફરહાત સાથે MRI સ્કેન માટે જતો જોવા મળ્યો હતો. બીસીસીઆઇએ શું કહ્યું.? બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, ’શિખરના ઇજાગ્રસ્ત ઘૂંટણની તપાસ…
આમતો ક્રિકેટને Gentleman’s game કહેવાય છે. પરંતુ ક્રિકેટમાં ક્યારેક એવા કિસ્સાઓ બની જાય છે જેના કારણે ખેલાડી પોતાનો પીતો ગુમાવી બેસે છે અને ન કરવાનું કરી નાખે છે. ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડી તેના પ્રદર્શનને લઈને ખુબજ ચિંતામાં હોય છે. એવામાં જો કોઈ બોલરની બોલ પર સિક્સ વાગી જાય તો અમુક ખેલાડીઓ ખુબ ગુસ્સે થઇ જાય છે. મોટાભાગે શાંત જોવા મળતા સ્પિનર પ્રજ્ઞાન ઓઝાની આવી જ એક હરકતથી સ્ટેડિયમમાં રહેલા દરેક લોકો સ્તબ્ધ થઇ ગયાં હતાં. ક્રિકેટ એ ભારતમાં જોવાતી સૌથી વધુ રમત છે. ક્રિકેટની શરૂઆત ભલે ઇંગ્લેન્ડમાં થઇ હોય પરંતુ સૌથી વધારે ચાહકો ભારતમાં છે એમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી.…
દિલ્લી : ભારતમાં પહેલીવાર ફુટબોલની વિશ્વ કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. જેના કારણે ભારતમાં ફુટબોલની લોકપ્રિયતા વધી ગઇ છે. આ વધતી લોકપ્રિયતાને જોતા ભારતીય ફુટબોલ એસોશીએશનની પરવાનગીથી બુધવારે ભારતીય ફુટબોલ કોચ એસોશીએશનની સ્થાપના કરવામાં આવી છે. જેના માધ્યમથી ફુટબોલમાં આગળ વધવા માંગતા કોચને યોગ્ય ટ્રેનીંગ આપવામાં આવશે અને તેમને ભવિષ્યમાં આગળ યોગ્ય તક પણ આપવામાં આવશે. ભારતીય ફુટબોલ કોચ એસોસીએશના અધ્યક્ષ અને AFC A માં લાઇસન્સ ધરાવતા કોચ દિનેશ નાયરે જણાવ્યું હતું કે FIFF ની મદદથી આ એસોશીએસનની શરૂઆત કરવામાં આવી છે. AIFF ના COO કિશોર તૈદએ કહ્યું હતું કે “આ તમામ માટે જરૂરી છે કે આપણે બધાએ મળીને કામ…
મુંબઇ : વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું રિસેપ્શન મુંબઇમાં યોજાયું હતું. આ રિસેપ્શન મુંબઇની સેન્ટ રેજીસ હોટલના એસ્ટર બોલરૂમમાં રાખવામાં આવ્યું હતું. નોંધનીય છે કે વિરાટ અને અનુષ્કા 11 ડિસેમ્બરના રોજ ઇટાલીમાં લગ્નના બંધને બંધાયા હતાં. આ રિસેપ્શનમાં મેજબાની માટે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પાર્ટી વેન્યૂ સેન્ટ રેજીસ હોટલ પહોંચી ચૂક્યા છે. આ રિસેપ્શનમાં બોલિવૂડ જાણીતી તમામ હસ્તીઓ અને ટીમ ઇન્ડિયાના તમામ સ્ટાર ક્રિકેટરો પણ આવી પહોચ્યા હતા. ભારતમાં દિગ્ગજો બચ્ચન પરીવાર, ગોડ ઓફ ક્રિકેટ સચિન પરીવાર અને રેખા પહોચ્યા હતા અનુષ્કાએ ગોલ્ડન આઉટફિટ પહેર્યો હતો. જેમાં તે ગોર્જિયસ લાગી રહી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન પણ…
અમદાવાદ : શ્રીલંકા સામેની ટી20 સીરીઝમાં ભારતીય ઓપનર રોહીત શર્મા અને લોકેશ રાહુલે સારૂ પ્રદર્શન કરી ICC ટી20 બેટ્સમેન રેકિંગમાં મોટી છલાંગ લગાવી છે. તો વિરાટ કોહલી અને બુમ બુમ બુમરાહે ટી20 રેકિંગમાં ટોચનું સ્થાન ગુમાવવું પડ્યું છે. ઉપરાંત રોહિત શર્માની સુકાની પદ હેઠળ ટીમ ઇન્ડિયાએ ટી20 સીરીઝ 3-0 થી જીતીને આઇસીસી ટીમ રેકિંગમાં બીજા સ્થાને પહોચ્યી છે. ભારત 121 પોઇન્ટ સાથે બીજા અને 124 પોઇન્ટ સાથે પાકિસ્તાન પહેલા સ્થાને છે. એરોન ફિંચે છીનવ્યો કોહલીનો નંબર 1નો તાજ ટી20 રેંન્કિંગમાં હવે વિરાટ ત્રીજા સ્થાને સરકી ગયો છે. તે શ્રીલંકા સામેની સીરીઝ ન રમી શક્યો તેનાથી ઓસ્ટ્રિલયાના એરોન ફિન્ચને ફાયદો મળ્યો…
દિલ્હીઃ ફિફાએ હાલમાં જ નવા ફિફા ફુટબોલ રેકિંગ જાહેર કર્યા છે. જેમાં કોઇ ફેરફાર વગર ભારતીય ફૂટબોલ ટીમે ફિફા રેન્કિંગમાં 105મો ક્રમ જાળવી રાખ્યો છે. ટીમના પાછલા રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. ટીમ આ બંને રેન્કિંગના ગાળા દરમિયાન કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યું નથી. ટીમ ઇન્ડિયાના 320 અંક છે. ભારતે વર્ષની શરૂઆત 129માં ક્રમાંકે કરી હતી. જુલાઈમાં 96માં ક્રમાંકે પહોંચી ટીમે ટોપ-100માં સ્થાન બનાવ્યું હતું. એશિયન દેશોમાં ભારતીય ટીમ કતરથી નીચે 15માં સ્થાને છે. ઇરાન (વર્લ્ડ રેન્કિંગમાં 32માં સ્થાને) એશિયન દેશોમાં ટોચના સ્થાને છે. વર્લ્ડ રેન્કિંગમાં વર્લ્ડ ચેમ્પિયન જર્મની પ્રથમ ક્રમાંકે છે. બ્રાઝિલ, પોર્ટુગલ અને આર્જેન્ટિના અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા…