કવિ: Sports Desk

સતત બે ટુર્નામેન્ટમાં જાપાનની અકાને યામાગુચી સામે હારેલી ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ મંગળવારથી અહી શરૂ થતી થાઇલેન્ડ ઓપનમાંથી છેક છેલ્લી ઘડીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતુ. જ્યારે છેલ્લી બે ટુર્નામેન્ટમાં અનફીટ હોવાને કારણે રમી ન શકેલી સાઇના નેહવાલની આ ટુ્ર્નામેન્ટમાં વાપસી થઇ છે અને તે ભારત વતી મહિલા સિંગલ્સમાં દાવેદારી રજૂ કરશે. ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં અને જાપાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં યામાગુચી સામે હારેલી સિંધુએ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની તૈયારીનું કારણ આગળ ધરીને થાઇલેન્ડ ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યુ છે. સિંધુ ઉપરાંત જાપાનની સ્ટાર ખેલાડી નોઝોમી ઓકુહારા, અકાને યામાગુચી અને તાઇ ઝુ યિંગે પણ થાઇલેન્ડ ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી…

Read More

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ સોમવારે ઍવું કહ્યું હતું કે પહેલી ઓગસ્ટથી શરૂ થઇ રહેલી આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ક્રિકેટના પાંચ દિવસીય ફોર્મેટને વધુ પ્રાસંગિક બનાવશે. ટેસ્ટ ચેમ્પિયનશિપના પહેલા સેશનમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટઇન્ડિઝ ઍમ કુલ 9 ટીમો આગામી બે વર્ષમાં 27 સિરીઝની 71 ટેસ્ટમાં ટેસ્ટ ચેમ્પિયનશિપના ટાઇટલ માટે ઍકબીજા સામે બાથ ભીડશે. કોહલીઍ વેસ્ટઇન્ડિઝ પ્રવાસે રવાના થતાં પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે ઘણાં ઉત્સાહ સાથે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રાહ જાઇ રહ્યા છીઍ, કારણકે આ રમતના લોંગ ફોર્મેટને તે પ્રાસંગિક બનાવશે. તેણે કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટ ઘણું પડકારજનક છે અને…

Read More

અોસ્ટ્રેલિયાની મહિલા અોલરાઉન્ડર ઍલિસ પેરીઍ ઇન્ટરનેશનલ ટી-20માં ઍક અનોખો રેકોર્ડ કરીને વિશ્વના તમામ ક્રિકેટરોને પાછળ છોડ્યા હતા. ઍલિસ પેરી ટી-20માં 1000 રન અને 100 વિકેટનો ડબલ પુરી કરનારી વિશ્વની પહેલી ખેલાડી બની છે. વિશ્વનો કોઇ પુરૂષ ખેલાડી પણ આ સિદ્ધિ મેળવી શક્યો નહોતો. ઇંગ્લેન્ડ સામેની રવિવારની વુમન્સ ઍશિઝ ટૂરની બીજી ટી-20માં તેણે આ સિદ્ધિ મેળવી હતી, બેટિંગમાં તેણે 47 રન કર્યા તેની સાથે જ તેના નામે આ સિદ્ધિ જોડાઇ ગઇ હતી. આ પહેલા તેણે ગત વર્ષે નવેમ્બરમાં વર્લ્ડ ટી-20ની ફાઇનલમાં પોતાની 100 વિકેટ પુરી કરી હતી. પેરી પછી પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી આવે છે. જેના નામે 1416 રન અને 98 વિકેટ…

Read More

ગ્વાંગઝૂમાં ચાલી રહેલી વર્લ્ડ સ્વિમીંગ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે મહિલાઓની ૪૦૦ મીટરની વ્યક્તિગત મેડલે સ્પર્ધામાં હંગેરીની કન્ટિકા હોસજૂઍ ૪:૩૦.૩૯ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો તેની સાથે જ તે છેલ્લા ૧૦ વર્ષમાં સતત પાંચમીવાર વર્લ્ડ ટાઇટલ જીતનારી વિશ્વની પહેલી મહિલા સ્વિમર બની ગઇ હતી. તે ૨૦૦૯થી સતત ચેમ્પિયન બનતી આવી છે. ઇટલીના ફલોરિયન વેલબ્રોકે પુરૂષોની ૧૫૦૦ મીટરની ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ૧૪:૪૨.૯૧ સેકન્ડનો સમય લઇને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તેણે આ મેડલ જીત્યો તેની સાથે જ રેકોર્ડ બુકમાં તેનું નામ લખાઇ ગયું હતું. ફલોરિયન ઍક જ ચેમ્પિયનશિપમાં ૧૦ કિમી અને ૧૫૦૦ મીટરની સ્પર્ધામાં ગોલ્ડ જીતનારો વિશ્વનો પહેલો સ્વિમર બન્યો હતો. દક્ષિણ…

Read More

વર્લ્ડ સ્વિમીંગમાં ફલાઇંગ ફિશના નામે જાણીતા દિગ્ગજ અમેરિકન સ્વિમર માઇકલ ફેલપ્સના બે રેકોર્ડને તોડીને સેલેવ ડ્રેસલ હવે નવો સ્વિમીંગ કિંગ બની ગયો હોવાની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. અહીં યોજાયેલી વર્લ્ડ સ્વિમીંગ ચેમ્પિયનશિપમાં ડ્રેસલે 100 મીટર બટરફલાઇનો ફેલપ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડવા ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ 8 મેડલ જીતીને ઍક જ સ્પર્ધામાં સૌથી વધુ 7 મેડલ જીતવાના ફેલપ્સના રેકોર્ડને પણ તોડી નાંખ્યો હતો. ડ્રેસલે 100 મીટર બટરફલાઇ ઇવેન્ટની બીજી સેમી ફાઇનલમાં 49.50 સેકન્ડનો સમય લીધો હતો. આ સાથે જ તેણે માઇકલ ફેલપ્સના 2009ના રોમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બનાવાયેલા 49.82 સેકન્ડના વર્લ્ડ રેકોર્ડને તોડી નાંખ્યો હતો. ડ્રેસલે ફેલપ્સ કરતાં 0.32 સેકન્ડ ઓછી લીધી હતી.…

Read More

ઓલમ્પિક્સ ચેમ્પિયન ડાલિયાહ મહંમદે ઍથ્લેટિક્સની દુનિયાના સૌથી જૂના રેકોર્ડમાંથી ઍકને તોડી નાંખ્યો હતો. તેણે યુનાઇટેડ સ્ટેટસ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 400 મીટરની વિઘ્ન દોડને 52.20 સેકન્ડમાં પુરી કરીને રવિવારે આઇઓવામાં ઍક નવો રેકોર્ડ બનાવ્યો હતો. ડાલિયાહે રશિયાની સ્પ્રિન્ટર યુનિલાય પેચોનકિનાનો 52.34સેકન્ડના 2003માં બનાવેલા રેકોર્ડને તોડ્યો હતો. બે અઠવાડિયા પહેલા ટ્રેનિંગ દરમિયાન ગબડી પડેલી 29 વર્ષિય ડાલિયાહે પોતાની આ સિદ્ધિ બાબતે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે મને પોતાને ઘણી નવાઇ લાગી રહી છે. રિયો ઓલમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ડાલિયાહે ચોથી લેનથી શરૂઆત કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. ડાલિયાહની સાથે શેમિયર લિટિલ અને સિડની મેક્લોલિન તેમજ ઍશ્લે સ્પેન્સર પણ આ રેસમાં સામેલ હતી.…

Read More

વિશ્વની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સાયકલિંગ રેસ ટૂર ડે ફ્રાન્સમાં કોલંબિયાનો ઇગન બરનલ ચેમ્પિયન બનવાની સાથે જ ઍક નવો ઇતિહાસ રચાયો હતો. બરનલ આ પ્રતિષ્ઠત ટાઇટલ જીતનારો પહેલો કોલંબિયન સાયકલિસ્ટ બનવાની સાથે જ છેલ્લા 110 વર્ષના ઇતિહાસમાં આ ટાઇટલ જીતનારો તે સૌથી યુવા રાઇડર પણ બની ગયો છે. બરનલની વય હાલમાં 22 વર્ષ અને 196દિવસ છે. તેના પહેલા લક્ઝમબર્ગના ફ્રાન્સિયોસ ફેબરે 1909માં 22 વર્ષ 187 દિવસની વયે ટૂર ડે ફ્રાન્સ રેસ જીતી હતી. મતલબ કે 110 વર્ષના ઇતિહાસમાં બનરલ સૌથી યુવા રાઇડર બની ગયો છે. બરનલે આ રેસ 82 કલાક અને 57 મિનીટમાં પુરી કરી હતી. જ્યારે ડિફેન્ડીંગ ચેમ્પિયન બ્રિટનનો…

Read More

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ પોતાના ડેપ્યુટી રોહિત શર્મા સાથે વિખવાદ હોવાની વાતને આજે અહીં પત્રકાર પરિષદમાં સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. વેસ્ટઇન્ડિઝ પ્રવાસે જવા પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં પહેલાથી મનાતુ હતું તે સવાલોનો સામનો કેપ્ટન અને કોચે કરવાનો આવ્યો હતો. જો કે આ સંબંધે પુછાયેલા સવાલના જવાબમાં રોહિત સાથેના વિવાદની વાતને કોહલીઍ હાસ્પાસ્પદ ગણાવી હતી. વિરાટ કોહલીઍ કહ્યું હતું કે મેં પણ આ બાબતે ઘણું સાંભળ્યું છે. જે સાંભળવા મળે છે તે બહારથી જ સાંભળવા મળે છે. જુઓ ટીમમાં જા બધુ યોગ્ય ન ચાલતું હોત તો અમે આ મુકામે પહોંચ્યા જ ન હોત. વર્લ્ડ ક્રિકેટમાં ટોચના સ્થાને પહોંચવા માટે સૌથી જરૂરી…

Read More

કોલંબિયાનો ઇગન બરનલ ટૂર ડે ફ્રાંસ ટાઇટલ જીતવાની સોથી નજીક છે. જો 22 વર્ષિય ઇગન આ ટાઇટલ જીતી જશે તો તે ટૂર ડે ફ્રાન્સ જીતનારો પહેલો કોંલબિયન ખેલાડી બનશે, આ ઉપરાંત હાલના સમયમાં તે આ ટાઇટલ જીતનારો સૌથી યુવા ખેલાડી બની શકે છે. સ્પર્ધાનું ફાઇનલ સ્ટેજ હજુ બાકી છે. જો કે 22 વર્ષ અને 196 દિવસની વય ધરાવતો બરનલ રેસ જીતી જશે તો તે 22 વર્ષ 187 દિવસની વયે ટાઇટલ જીતનારા ફ્રાન્સિયોસ ફેબર પછી પહેલો સૌથી યુવા ખેલાડી બનશે. ફેબર પછી ઇટલીના ફેલિસ ગિમોન્ડી (1965) અને ફ્રાન્સના લોરેન્ટ ફિગ્નોન (1983) ઍવા બે ખેલાડી છે જેમણે આ ટાઇટલ 23 વર્ષ પુરા…

Read More

વેસ્ટઇન્ડિઝના પ્રવાસે રવાના થતાં પહેલા ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પ્રેસ કોન્ફરન્સ કરશે કે નહીં તે મામલે થોડી અવઢવની સ્થિતિ રવિવારે સર્જાઇ હતી. પહેલા ઍવું કહેવાયું હતું કે ટીમની ઍકજૂથતાને ધ્યાને લઇને કોહલી આ પ્રેસ કોન્ફરન્સ નહીં કરે, જો કે મોડી સાંજે બીસીસીઆઇઍ ઍવું જાહેર કરી દીધું હતું કે વિદેશ પ્રવાસે રવાના થતાં પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવાની પરંપરા જળવાશે અને કોહલી આ પ્રેસ કોન્ફરન્સ કરશે. પહેલા જ્યારે કેપ્ટનની કોન્ફરન્સ નહીં થાય તેવી વાત કરવામાં આવી ત્યારે એવું માનવામાં આવ્યું હતું કે ટીમમમાં જૂથવાદ અને રોહિત શર્મા સાથેના તેના વિખવાદના સવાલોને ટાળવાના ઇરાદાથી વિરાટ કોહલીએ આ પ્રેસ કોન્ફરન્સ નહીં કરવાનો નિર્ણય…

Read More