Author: Sports Desk

Stokes

વર્લ્ડકપ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે જેના માટે તેનું નોમિનેશન થયું છે તે ન્યુઝીલેન્ડર ઓફ ધ યર ઍવોર્ડ લેવાનું નકારી કાઢ્યું છે. સ્ટોક્સનું માનવું છે કે આ ઍવોર્ડ ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન જેવા દિગ્ગજોને મળવો જાઇઍ. સ્ટોક્સે ઍક નિવેદનમાં કહ્યું હતું કે હું ન્યુઝીલેન્ડર ઓફ ધ યર ઍવોર્ડ માટે નોમિનેટ થવાથી ઘણો ખુશ છું. મને મારા ન્યુઝીલેન્ડ અને માઓરીના વારસા પર ગર્વ છે. પણ આ પ્રતિષ્ઠિત ઍવોર્ડ માટે મને નોમિનેટ કરવો યોગ્ય નથી. ઍવા લોકો છે જે આ ઍવોર્ડના ખરા હકદાર છે અને તેમણે ન્યુઝીલેન્ડ માટે ઘણું કર્યુ છે. સ્ટોક્સ ન્યુઝીલેન્ડના માજી રગ્બી ખેલાડી અને કોચ ગેરાર્ડ સ્ટોક્સનો પુત્ર…

Read More
KIdambi Shrikant

ભારતના સ્ટાર શટલરમાના એક એવા કિદામ્બી શ્રીકાંતનું ખરાબ ફોર્મ અહીં જાપાન ઓપન દરમિયાન પણ જળવાયેલું રહ્યું હતું અને તે બુધવારે પહેલા રાઉન્ડમાં જ પોતાના જ દેશના એચએસ પ્રણોય સામે હારીને સ્પર્ધા બહાર ફેંકાયો હતો. આ ઉપરાંત સમીર વર્મા પણ પહેલા રાઉન્ડમાં જ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગયો છે, તે ડેન્માર્કના એન્ડર્સ એન્ટોનસન સામે સીધી ગેમમાં હારીને બહાર થયો છે. સમીર વર્માનો 46 મિનીટ સુધી ચાલેલી મેચમાં 17-21, 12-21થી પરાજય થયો હતો. આ તરફ એચએસ પ્રણોય અને કિદામ્બી શ્રીકાંત વચ્ચેની મેચ 3 ગેમ સુધી ચાલી હતી. જેમાં અંતે પ્રણોયે શ્રીકાંતને 13-21, 21-11, 22-20થી હરાવ્યો હતો. 59 મિનીટ સુધી ચાલેલી આ મેચમાં…

Read More
Wasim Akram

વિદેશના ઍરપોર્ટ પર ખાસ કરીને અમેરિકા અને યુકેમાં ક્રિકેટર સહિતની સેલેબ્રિટીઍ કહેવાતા આકરા નિયમોનો ભોગ બનવું પડ્યું હોય તેવા ઘણાં સમાચારો આવતા રહે છે. પાકિસ્તાનના દિગ્ગજ ઝડપી બોલર વાસિમ અકરમ પણ તેનો જ ભોગ બન્યો છે. માન્ચેસ્ટર ઍરપોર્ટ પર તેની સાથે ગેરવર્તન કરીને તેને અપમાનિત કરાયો હતો. Very disheartened at Manchester airport today,I travel around the world with my insulin but never have I been made to feel embarrassed.I felt very humiliated as I was rudely questioned & ordered publicly to take my insulin out of its travel cold-case & dumped in to a plastic bag pic.twitter.com/UgW6z1rkkF — Wasim Akram…

Read More
Saina

ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલે જાપાન ઓપન શરૂ થવાના થોડા સમય પહેલા જ તેમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ઍવું કહેવાયું છે કે ફિટનેસની સમસ્યાને કારણે સાઇનાઍ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તે આવતા મહિને થનારી વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારીમાં જોતરાશે અને તેના માટે પોતાની ફિટનેસ સુધારવા પર કામ કરી રહી છે. આ તરફ સાઇના ખસી જતાં આ સિઝનના પોતાના પહેલા ટાઇટલને જીતવાના પ્રયાસમાં રત પીવી સિંધુ પર ભારતીયોની આશા મંડાઇ છે. સિંધુની પહેલી મેચ બુધવારે રમાશે. એ ઉલ્લેખનીય છે કે પીવી સિંધુ છેલ્લા 7 મહિનામાં એકપણ ટાઇટલ જીતી શકી નથી અને આ વર્ષ તેના માટે અત્યાર સુધી કોરું…

Read More
Root Ali

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી પ્રતિષ્ઠિત ઍશિઝ સિરીઝથી ટેસ્ટ ક્રિકેટમાં ઍક નવો બદલાવ થવાની તૈયારીમાં છે. આ સિરીઝમાં ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ જે સફેદ ટી-શર્ટ પહેરીને મેદાન પર ઉતરશે તેના પર તેમના નામ અને નંબર લખાયેલા હશે. ઇંગ્લેન્ડ ક્રિકેટે પોતાના સત્તાવાર ટ્વિટર ઍકાઉન્ટ પર જો રૂટનો નવી ટી-શર્ટ સાથેનો ફોટો શેર કરીને તેને સત્તાવાર સમર્થન આપી દીધું છે. ઍ ઉલ્લેખનીય છે કે વન ડે અને ટી-20માં ખેલાડીઓની ટી શર્ટ પર તેમનું નામ અને નંબર ઘણાં સમયથી લખાતા આવ્યા છે. પણ ટેસ્ટમાં જે શરૂઆતથી ચાલતુ આવ્યું છે તે જાળવી રખાયું હતું. ઇંગ્લેન્ડ ક્રિકેટના ટ્વિટર ઍકાઉન્ટ પર શેર કરાયેલા ફોટોમાં જા રૂટની ટી-શર્ટ…

Read More
Polard Narine

ભારતીય ટીમ સામે ૩ ઓગસ્ટથી અમેરિકાના ફલોરિડામાં શરૂ થઇ રહેલી 3 મેચની ટી-20 ક્રિકેટ સિરીઝની પહેલી 2 મેચ માટે વેસ્ટઇન્ડિઝની 14 સભ્યોની ટીમમાં અનુભવી સ્પિનર સુનિલ નરીન અને ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન ઍન્થની બ્રાંબલ ઍકમાત્ર નવો ચહેરો છે. કેપ્ટન કાર્લોસ બ્રેથવેટની આગેવાની હેઠળની આ ટીમમાં ઓલરાઉન્ડર આન્દ્રે રસેલનો ઍ શરતે સમાવેશ કરાયો છે કે તેણે પોતાની ફિટનેસ પુરવાર કરવી પડશે. તે ડાબા ઘુંટણની ઇજાને કારણે વર્લ્ડકપમાંથી આઉટ થયો હતો. પસંદગી સમિતિના વચગાળાના અધ્યક્ષ રોબર્ટ હેન્સે કહ્યું હતું કે અનુભવી ઓપનર ક્રિસ ગેલ કેનેડામાં જીટી-20 રમી રહ્યો હોવાથી આ સિરીઝમાં ભાગ નહીં લે, તેના…

Read More
Virat Kohli

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ ટેસ્ટ રેન્કિંગમાં પોતાની સર્વોપરિતા જાïળવી રાખી છે. સોમવારે જાહેર કરાયેલા આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનોમાં કોહલીઍ પોતાનું મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ટીમ ઇન્ડિયા પણ ટોચના ક્રમે યથાવત છે, બોલર્સ રેન્કિંગમાં ટોપ ટેનમાં માત્ર બે ભારતીય રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન જ સ્થાન મેળવી શક્યા છે. ટોપ ટેન બેટ્સમેન [table id=17 /] ભારતીય ટીમે પોતાની છેલ્લી ટેસ્ટ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ટીમ ઇન્ડિયાઍ ઍ સિરીઝ 2-1થી જીતી હતી. બેટ્સમેન રેન્કિંગમાં વિરાટના 922 પોઇન્ટ છે. બીજા સ્થાને રહેલા ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનના 913 પોઇન્ટ છે. જ્યારે ત્રીજા સ્થાને બેઠેલા ભારતના ચેતેશ્વર પુજારાના 881 પોઇન્ટ છે.…

Read More
Pranith

ભારતના યુવા શટલર બી સાઇ પ્રણીતે મંગળવારે જાપાન ઓપનમાં પોતાનું અભિયાન વિજય સાથે શરૂ કરીને પહેલા રાઉન્ડમાં જ 10માં ક્રમાંકિત જાપાનીઝ ખેલાડી કેન્ટા નિશિમોટોને હરાવીને અપસેટ કર્યો હતો. બિન ક્રમાંકિત પ્રણીતે નિશિમોટોને સીધી ગેમમાં 21-17, 21-13થી હરાવ્યો હતો. બીજા રાઉન્ડમાં પ્રણીતનો સામનો હવે અન્ય જાપાનીઝ ખેલાડી અને વર્લ્ડ નંબર ૧૫ કેન્ટા સુનેમાયા સાથે થશે. સુનેમાયાઍ પણ અપસેટ કરીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. સુનેમાયાઍ ચીનના ઓલિમ્પિક્સ ચેમ્પિયન ચેન લોંગને 21-14, 21-17થી હરાવ્યો હતો. પ્રણીત અને નિશિમોટો વચ્ચે આ ત્રીજી મેચ હતી, આ પહેલા ઓક્ટોબર 2017માં ફ્રેન્ચ ઓપન દરમિયાન બંને વચ્ચે રમાયેલી મેચમાં નિશિમોટોઍ પ્રણીતને 21-13, 21-17થી હરાવ્યો હતો. તે પછી…

Read More
Indian

ઍશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલિસ્ટ દીપક સિંહ સહિત 7 ભારતીય બોક્સરોઍ સોમવારે થાઇલેન્ડ ઇન્ટરનેશનલ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. દીપક સિંહની સાથે ઇન્ડિયા ઓપનની માજી ગોલ્ડ મેડલિસ્ટ મનીષા મોન અને આશિષ કુમારે અંતિમ 8માં સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત નિખત ઝરીને 51 કિગ્રાની કેટેગરીમાં, મંજૂ રાનીએ 48 કિગ્રાની કેટેગરીમાં, બ્રજેશ યાદવે 82 કિગ્રાની કેટેગરીમાં પોતપોતાની બાઉટ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત 75 કિગ્રાની કેટેગરીમાં ભાગ્યવતી કચારીને બાય મળવાને કારણે તે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી હતી. દીપકે 49 કિગ્રાની કેટેગરીમાં પોતાનું પ્રભુત્વ સ્થાપીને મોરોક્કોના સેદ મોર્તાજીને 5-0થી હરાવ્યો હતો, મનીષાઍ 57 કિગ્રાની કેટેગરીમાં ઍકતરફી મુકાબલામાં થાઇલેન્ડની સંજીવની શ્રીમાળીને…

Read More
Rohan Bopanna

સોમવારે જાહેર થયેલા ઍટીપી રેન્કિંગમાં રોહન બોપન્ના ફરી ઍકવાર ભારતનો નંબર વન ડબલ્સ પ્લેયર બની ગયો છે. બોપન્ના વિશ્વ ટેનિસ ડબલ્સ રેન્કિંગમાં 3 ક્રમ ઉપર ચઢીને 43માં ક્રમે પહોંચી ગયો છે. 3 ક્રમ ઉપર ચઢવાને કારણે તે ભારતનો નંબર વન ડબલ્સ ખેલાડી બની ગયો છે. છેલ્લા અઠવાડિયા સુધી ભારતીય ખેલાડીઓમાં ટોચના સ્થાને રહેલો દિવિજ શરણ 3 ક્રમ નીચે ઉતરીને 46માં ક્રમે પહોંચી ગયો છે. દિગ્ગજ ટેનિસ ખેલાડી લિઍન્ડર પેસ પણ ડબલ્સ રેન્કિંગમાં 3 ક્રમ ઉપર ચઢીને 72માં સ્થાને પહોંચ્યો છે. સોમવારે જાહેર કરવામાં આવેલા ડબલ્યુટીઍ અને ઍટીપી રેન્કિંગમાં મહિલાઓના ટોપ ટેનમાં કોઇ ફેરફાર થયો નથી. જ્યારે પુરૂષોના ટોપ ટેનમાં રશિયાના…

Read More