Author: Sports Desk

Lasith Malinga

શ્રીલંકાના કેપ્ટન દિમૂથ કરુણારત્નેઍ સોમવારે કહ્યું હતું કે દિગ્ગજ શ્રીલંકન ઝડપી બોલર લસિથ મલિંગા બાંગ્લાદેશ સામેની ૩ વનડેની સિરીઝની પ્રથમ મેચ પછી વન-ડે ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઇ લેશે. 26 જુલાઇથી શરૂ થનારી બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની સિરીઝ માટેની 22 સભ્યોની શ્રીલંકન ટીમમાં મલિંગાનો પણ સમાવેશ થાય છે. શ્રીલંકાના કેપ્ટને જાકે ટીમની પ્રેસ કોન્ફરન્સમાં ઍવું કહ્યું હતું કે માજી કેપ્ટન અને ઝડપી બોલર મલિંગા માત્ર પહેલી મેચ માટે જ ઉપલબ્ધ છે. તે માત્ર પહેલી મેચ રમશે અને તે પછી નિવૃત્તિ લેવાનો છે. ઍવું તેણે મને કહ્યું છે. મને ઍ ખબર નથી કે તેણે પસંદગીકારો સાથે શું વાત કરી છે, પણ મને તેણે…

Read More
Hima daa PM Modi

ઇન્ટરનેશનલ લેવલે સતત મેડલ જીતી રહેલી ભારતની સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઍવો વિશ્વાસ અપાવ્યો છે કે દેશ માટે હજુ વધુ મેડલ જીતવા માટે તે આકરી મહેનત અને પ્રયત્નો સતત ચાલુ રાખશે. આ તરફ ભારતીય ઍથ્લેટિક્સના હાઇ પરફોર્મન્સ ડિરેક્ટર વોલ્કર હરમનનું ઍવું માનવું છે કે યુરોપમાં ત્રણ અઠવાડિયામાં પાંચ ગોલ્ડ મેડલ જીતનારી સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસ પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની ઘણી નજીક છે. નરેન્દ્ર મોદીઍ ઍવું ટ્વિટ કર્યુ હતું કે હિમા દાસની અસાધારણ સફળતા માટે દેને તેના પર ગર્વ છે. બધાને ઍ વાતનો ગર્વ છે કે તેણે પાંચ સ્પર્ધામાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા તેને અભિનંદન અને શુભકામના. તેમના ટ્વિટના…

Read More
Mahela Jayvardhane 1

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ આમ તો પુરો થયો છે. પણ વેસ્ટઇન્ડિઝ પ્રવાસને ધ્યાને લઇ તેમાં 45 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આ તરફ બીસીસીઆઇઍ ટીમના તમામ કોચિંગ પદ માટે અરજીઓ મગાવી છે, ત્યારે ઘણાં માજી ક્રિકેટરોઍ ભારતીય ટીમના કોચ બનવામાં રસ બતાવ્યો હોવાના અહેવાલો વચ્ચે શ્રીલંકાની ટીમના માજી કેપ્ટન મહેલા જયવર્ધનેનું નામ પણ તેમાં જાડાયું છે. કોચ પદ સંબંધે કપિલ દેવના નેતૃત્વ હેઠળની ક્રિકેટ સલાહકાર કમિટી અંતિમ નિર્ણય લેશે. મહેલા જયવર્ધનેઍ ટુંકા ગાળા માટે ઇંગ્લેન્ડની ટીમના સહાયક કોચ તરીકે કામ કર્યુ હતું. આ ઉપરાંત તે સાઉધેમ્પ્ટન આધારિત ફ્રેન્ચાઇઝી સધર્ન બ્રેવનો હેડ કોચ બનવાની રેસમાં પણ સૌથી આગળ…

Read More
Imran Khan

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાની અમેરિકનોને ઍવું વચન આપ્યુ છે કે બ્રિટનમાં હાલમાં જ સંપન્ન થયેલા આઇસીસી વર્લ્ડકપમાં નેશનલ ટીમના ખરાબ પ્રદર્શન પછી હવે તેને વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ બનાવવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યુ છે. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાન ખાને વોશિંગ્ટન ડીસીના કેપિટલ વન ઍરેનામાં ઍકત્ર થયેલા પાકિસ્તાની અમેરિકનોને સંબોધન કરતાં આવું કહ્યું હતું. હાલમાં જ સંપન્ન થયેલા વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમના કંગાળ પ્રદર્શન અંગે ઇમરાને કહ્યું હતું કે તેમણે ટીમમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને લાવીને તેને આવતી ટુર્નામેન્ટ સુધીમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ૧૯૯૨માં પોતાની આગેવાનીમાં પાકિસ્તાનને વર્લ્ડકપ જીતાડનારા ઇમરાને ઍવું પણ કહ્યું હતું કે…

Read More
Dhoni Prasad

ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર ઍમઍસકે પ્રસાદે વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટમાં ઋષભ પંતને સામેલ કરવા અંગે આજે ફરી ઍકવાર ઍવું કહ્યું હતું કે ભવિષ્યને ધ્યાને લઇને આ નિર્ણય કરાયો છે, તેની પાછળનું કારણ ઍ છે કે અનુભવી વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીઍ આવતા બે મહિના સુધી ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. સૂત્રો ઍવું કહે છે કે ઍમઍસકે પ્રસાદે ધોની સુધી બીસીસીઆઇના મનની વાત પહોંચાડી છે, જેમાં ઍવું કહેવાયું છે કે આ સમય યુવા ખેલાડીઓને સંવારવાનો છે અને હવે તે તેમની યોજનાઓનો હિસ્સો નથી. ટીમ મેનેજમેન્ટની જો કે અલગ ઇચ્છા : ધોની ઍક મેન્ટર તરીકે ટીમ સાથે જાડાયેલો રહે અને જ્યારે…

Read More
HARMEET DESAI jpg

કટકના જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમમાં સોમવારે સમાપન થયેલી ૨૧મી કોમનવેલ્થ ટેબલટેનિસમાં સુરતના હરમિત દેસાઇના ટીમ ઇવેન્ટ અને સિંગલ્સમાં જારદાર પ્રદર્શનની સાથે જ માનવ ઠક્કરે પણ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતતા સુરતી ખેલાડીઓના સથવારે ભારતીયોઍ પોતાના ઘરઆંગણે રમવાનો ફાયદો ઉઠાવીને 7 ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. મહિલા સિંગલ્સમાં આઇકા મુખરજીઍ ગોલ્ડ મેડલ જીત્યો હતો. શુક્રવારે ટીમને પરાજયમાંથી બહાર ખેંચી કાઢનારા સુરતના હરમિતે સિંગલ્સમાં પણ ગોલ્ડ જીત્યો આમ તો વ્યક્તિગત મેડલ ટેલીમાં જી સાથિયાન આગળ રહેવાની ધારણા હતી પણ તે હરમીત દેસાઇના પડકારને પહોંચી શક્યો નહોતો. ટીમને પરાજયના મુખમાંથી બહાર ખેંચી લાવીને ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા હરમિતે સાથિયાનને ફાઇનલમાં હરાવીને ગોલ્ડ…

Read More
PV Sindhu

ભારતની ટોચની શટલર પીવી સિંધુ ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં પણ હાર્યા પછી હવે મંગળવારથી અહીં શરૂ થઇ રહેલી જાપાન ઓપન બીડબલ્યુઍફ વર્લ્ડ ટૂર સુપર 750 ટુર્નામેન્ટમાં વિજયની સાથે આ વર્ષે તેના માટે સર્જાયેલા ટાઇટલના દુકાળનો અંત લાવવા માગશે. આ ટુર્નામેન્ટમાં સાઇના નેહવાલની પણ વાપસી થશે જે ફિટનેસ પ્રોબ્લેમને કારણે ઇન્ડોનેશિયા ઓપન સુપર 1000માં ભાગ લઇ શકી નહોતી. રવિવારે જાકાર્તામાં ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચી સામે હારીને 7 મહિનાથી ચાલી આવતા ટાઇટલના દુકાળનો અંત ન લાવી શકેલી સિંધુ હવે જાપાનમાં તેની કસર પુરી કરવા માગશે, તે ચીનની હાન યુઇ સામે રમીને પોતાનું અભિયાન આરંભશે. યામાગુચી સામેની ફાઇનલની હારનો બદલો લેવાની તક…

Read More
Rituraj

વેસ્ટઇન્ડિઝસના પ્રવાસે ગયેલી ભારતઃએ ટીમે પાંચમી અને અંતિમ બિન સત્તાવાર વન ડેમાં ઋતુરાજ ગાયકવાડની 99 અને શુભમન ગીલની 69 રનની જોરદાર ઇનિંગની મદદથી 8 વિકેટે વિજય મેળવીને પાંચ મેચની સિરીઝમાં 4-1થી વિજય મેળવ્યો હતો. વેસ્ટઇન્ડિઝ-એ ટીમ પહેલા દાવ લઇને 47.4 ઓવરમાં 236 રનમા ઓલઆઉટ થઇ હતી. ભારતીય ટીમે 237 રનનો લક્ષ્યાંક 102 બોલ બાકી રાખીને બે વિકેટ ગુમાવીને કબજે કરી લીધો હતો. ભારતઃએ ટીમે આ પહેલા પાંચ મેચની સિરીઝની પહેલી 3 મેચમાં વિજય મેળવીને અજેય સરસાઇ મેળવી લીધી હતી અને તે પછી ચોથી મેચમાં વેસ્ટઇન્ડિઝ-એ ટીમે 5 વિકેટે વિજય મેળવીને સિરીઝનો એકમાત્ર વિજય મેળવ્યો હતો. પાંચમી મેચમાં ટોસ જીતીને…

Read More
Dhoni Army

ભારતીય ક્રિકેટ ટીમના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય સૈન્યની ટેરિટોરિયલ આર્મીની ટ્રેનિંગ લેવા માટે કરેલી અરજી સ્વીકારી લેવામાં આવી છે. ધોનીએ વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટે પોતે ઉપલબ્ધ ન હોવાની વાત કરીને ભારતીય સૈન્યમાં ટ્રેનિંગની મંજૂરી માગી હતી. આર્મી ચીફ બિપીન રાવતે ધોનીને તેના માટે મંજૂરી આપી દીધી છે. આર્મી ચીફ બિપીન રાવતે મંજૂરી આપી દીધા પછી હવે ધોની પેરાશુટ રેજિમેન્ટ બટાલિયનની સાથે બે મહિનાની ટ્રેનિંગ લેશે. ધોનીની આ ટ્રેનિંગ જમ્મુ-કાશ્મીરમાં થઇ શકે છે. જો કે ધોનીને કોઇ પણ ઓપરેશનમાં હિસ્સો બનાવવામાં નહીં આવે. ધોની ટેરિટોરિયલ આર્મીની 106 ઇન્ફ્રેન્ટ્રી બટાલિયનનો સભ્ય છે, જે હાલમાં કાશ્મીરમાં સ્ટેટિક ડ્યુટી પર તૈનાત છે. એ…

Read More
Hima Das

ભારતની સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસે યુરોપમાં એક મહિનાની અંદર સતત પાંચ ગોલ્ડ મેડલ જીતીને સપાટો બોલાવી દીધો છે અને તેના કારણે ક્રિકેટ પ્રેમી એવા આ દેશમાં હિમા દાસની લોકો વાહવાહી કરી રહ્યા છે. તેની આ સફળતાથી કોર્પોરેટ જગત પણ તેના પર ઓવારી ગયું છે અને તેના પરિણામે હિમાની એન્ડોર્સમેન્ટ ફી ત્રણ અઠવાડિયાની અંદર જ બે ગણી થઇ ગઇ છે. આ પહેલા આસામની 19 વર્ષીય દોડવીર હિમા દાસની ફી એક બ્રાન્ડ માટે વાર્ષિક લગભગ 30-35 લાખ રૂપિયા હતી. જે હવે વધીને 60 લાખ રૂપિયા વાર્ષિક થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર હિમાના એક્સક્લૂસિવ પ્રતિનિધિ તરીકે કામ કરતી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ફર્મ આઈઓએસના…

Read More