Author: Sports Desk

djokovic

વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે રવિવારે અહીં રમાયેલી વિમ્બલ્ડનની ફાઇનલમાં રોજર ફેડરરને હરાવીને સૌથી વધુ વયે વિમ્બલ્ડન ચેમ્પિયન બનનાનું તેનું સ્વપ્ન તોડી નાંખ્યું હતું. જોકોવિચે ફાઇનલમાં ફેડરરને 7-6, 1-6, 7-6, 4-6, 13-12થી હરાવીને પાંચમીવાર વિમ્બલ્ડન ટાઇટલ અને ઓવરઓલ પોતાનું 16મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું હતું. બંને ત્રીજીવાર ફાઇનલમાં સામસામે આવ્યા હતા અને આ પહેલા પણ જોકોવિચે 2014 અને 2015માં પણ ફાઇનલમાં ફેડરરને હરાવ્યો હતો. ખાસ વાત ઍ રહી હતી કે વિમ્બલ્ડનની ફાઇનલમાં આ પહેલા મેચ લાંબી ખેંચાય તો પણ અંતિમ સેટમાં ટાઇ બ્રેકર રાખવામાં આવતો નહોતો પણ હાલમાં બદલાયેલા નિયમને કારણે આ ફાઇનલનું પરિણામ ટાઇબ્રેકરથી આવ્યું હતું. નવા નિયમ…

Read More
Vijender singh

ભારતનો સ્ટાર બોક્સર વિજેન્દર સિંહે અહીં અમેરિકન પ્રોફેશનલ સર્કિટમાં ધમાકેદાર પ્રદાર્પણ કરીને પોતાનાથી ઘણા અનુભવી ઍવા માઇક સ્નાઇડરને તકનીકી નોકઆઉટ દ્વારા પછાડીને જીત મેળવી હતી. ભારતીય સમય અનુસાર રવિવારે વહેલી સવારે રમાયેલી આ 8 રાઉન્ડની મિડલવેટ બાઉટમાં હરિયાણાના 33 વર્ષિય બોક્સરે ચાર રાઉન્ડમાં જમાવેલા પ્રભુત્વથી સિર્કટમાં સતત 11મો વિજય મેળવ્યો હતો. વિજેન્દરે બાઉટ પછી કહ્યું હતું કે લાંબા સમય પછી રિંગમાં વાપસી કરવી જોરદાર રહી છે. અહીં અમેરિકામાં આવવું અને જીતવું ખરેખર શ્રેષ્ઠ રહ્યું છે. આ સાચે જ ઘણું રોમાંચક હતું. હું અમેરિકામાં વિજય સાથે પદાર્પણ કરીને ઘણો ખુશ છું. આ વિજય તેને ચોથા રાઉન્ડની બીજી મિનીટમાં મળ્યો હતો. જ્યારે…

Read More
Sachin tendulkar

વર્લ્ડકપની ઍક જ ઍડિશનમાં સર્વાધિક રન કરવાનો ભારતીય મહાન બેટ્સમેન સચિન તેંદુલકરનો રેકોર્ડ હાલના વર્લ્ડકપમાં તૂટતાં તૂટતાં રહી ગયો હતો. સચિને 2003ના વર્લ્ડકપમાં 11 ઇનિંગમાં 61.18ની ઍવરેજથી 673 રન બનાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 6 અર્ધસદી અને 1 સદીની મદદથી આ રન બનાવ્યા હતા. એ વર્લ્ડકપમાં સચિનનો વ્યક્તિગત સ્કોર 152 રનનો હતો. સચિનનો રેકોર્ડ તોડવા માટે ફાઇનલમાં કેન વિલિયમ્સનને 126 રનની જરૂર હતી પણ તે 30 રને આઉટ થતાં ઍ રેકોર્ડ અકબંધ રહ્યો હતો. આ ઉપરાંત જો રૂટને આ રેકોર્ડ તોડવા માટે 125 રનની જરૂર હતી, જો કે તે પણ માત્ર 7 રન બનાવીને આઉટ થતાં સચિનનો રેકોર્ડ અકબંધ…

Read More
kane williamson

વર્લ્ડકપની ફાઇનલમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને રવિવારે જેવો પોતાનો પહેલો રન બનાવ્યો તેની સાથે જ તે વર્લ્ડકપની ઍક જ સિઝનમાં સૌથી વધુ રન કરનારો કેપ્ટન બન્યો હતો. વિલિયમ્સને આ સાથે જ 2007ના વર્લ્ડકપમાં કેપ્ટન તરીકે સૌથી વધારે રન કરનારા માહેલા જયવર્ધનેનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. વિલિયમ્સને ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં 30 રનની ઇનિંગ રમી હતી અને તેના નામે વર્લ્ડકપ 2019માં 578 રન બોલે છે. આ પહેલા વેસ્ટઇન્ડિઝમાં રમાયેલા વર્લ્ડકપ 2007માં માહેલા જયવર્ધનેઍ 548 રન કરીને ઍક જ વર્લ્ડકપમાં કેપ્ટન તરીકે સર્વાધિક રન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ઍ વર્લ્ડકપમાં રિકી પોન્ટીંગ તેનાથી માત્ર 10 રન દૂર રહી ગયો હતો. હાલના…

Read More
England

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વર્લ્ડકપ 2019ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડે પહેલા દાવ લઇને ઓપનર હેનરી નિકોલ્સની અર્ધસદી અને મિડલ ઓર્ડરમાં ટોમ લાથમની મહત્વની 47 રનની ઇનિંગની મદદથી 8 વિકેટે 241 રન કરીને ઇંગ્લેન્ડ સામે 242 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે બેન સ્ટોક્સની 84 રનની જોરદાર ઇનિંગ ઉપરાંત જોસ બટલર સાથેની તેની 110 રનની ભાગીદારીને કારણે ઇંગ્લેન્ડે આ મેચ ટાઇમાં ફેરવી હતી અને તે પછી મેચ સુપર ઓવરમાં ગયા બાદ ત્યાં પણ મેચ ટાઇ થઇ અને સુપર ઓવરમાં વધુ બાઉન્ડરી ફટકારવાના કારણે ઇંગ્લેન્ડ વિજેતા જાહેર થયું હતું. સુપર ઓવરમાં ઇંગ્લેન્ડ વતી બેન સ્ટોક્સ અને જોસ બટલર મેદાનમાં ઉતર્યા હતા. બંનેઍ મળીને 2…

Read More
Tie

ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અહીં રમાયેલી વર્લ્ડકપની ફાઇનલ ટાઇમાં ફેરવાઇ હતી, જે વર્લ્ડકપના ઇતિહાસની પહેલી ઘટના બની હતી. આ પહેલા વર્લ્ડકપમાં ચાર મેચ ટાઇ થઇ ચુકી હતી પણ તેમાંથી ઍક મેચ સેમી ફાઇનલ હતી જ્યારે અન્ય લીગ રાઉન્ડની મેચ રહી હતી. વર્લ્ડકપમાં સૌથી પહેલી ટાઇ 1999ના વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સેમી ફાઇનલમાં થઇ હતી. ઍ મેચમાં ઓસ્ટ્રેલિયા પહેલો દાવ લઇને 49.2 ઓવરમાં 213 રને ઓલઆઉટ થઇ હતી. તે પછી લાન્સ ક્લુઝનર મેચને દક્ષિણ આફ્રિકા તરફે ખેંચી લાવ્યો હતો જો કે છેલ્લી ઓવરમાં ઍલન ડોનાલ્ડ રન ન દોડતાં તે રન આઉટ થયો હતો અને મેચ ટાઇ થઇ હતી. તે…

Read More
Kashmir Cricketer

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ઍક ક્રિકેટ મેચ દરમિયાન ગળાના ભાગે બોલ વાગવાથી ૧૧ જુલાઇઍ ઍક યુવા ક્રિકેટરનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આયોજિત અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન આ ઘટના બની હતી. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાનો રહીશ 11 વર્ષિય જહાંગીર અહમદ વાર જ્યારે બેટિંગ કરી રહ્યો હતો તેણે હેલમેટ સહિતના સુરક્ષા સાધનો પહેર્યા હતા, ત્યારે ઍક શોર્ટ પીચ બોલને પુલ કરવાના પ્રયાસમાં તે બોલ ચુક્યો હતો અને તે બોલ સીધો તેને ગળાના ભાગે વાગતા તે મેદાનમાં પડી ગયો હતો અને તેને હોસ્પિટલ લઇ જવાતા ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો. રાજ્યપાલ સત્યપાલ મલિકે તેના મોત અંગે દુખ…

Read More
Federer Dlokovich

વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડનમાં નંબર વન સિર્બયન ખેલાડી નોવાક જોકોવિચે અહીં રમાયેલી પહેલી સેમી ફાઇનલમાં સ્પેનના રોબર્ટો બતિસ્ટા અગુટ સામે ચાર સેટની લડત પછી વિજય મેળવીને છઠ્ઠીવાર વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બતિસ્ટા સામેની મેચ જીતીને તેણે સતત ૧૩મો સિંગલ્સ વિજય મેïળવ્યો હતો. ટોચના ક્રમાંકિત અને ચારવારના ચેમ્પિયન જાકોવિચે બે કલાક અને ૪૮ મિનીટ સુધી ચાલેલી સેમી ફાઇનલમાં બતિસ્ટા અગુટને 6-2, 4-6, 6-3, 6-2થી વિજય મેળવ્યો હતો. તેને પાંચમા મેચ પોઇન્ટ પર આ સફïળતા હાથ લાગી હતી. જોકોવિચની આ 36મી ગ્રાન્ડસ્લેમ સેમી ફાઇનલ હતી જ્યારે બતિસ્ટાની આ પહેલી જ ગ્રાન્ડસ્લેમ સેમી ફાઇનલ હતી. ફાઇનલમાં જાકોવિચનો મુકાબલો સ્વિટઝરલેન્ડના રોજર ફેડરર સાથે…

Read More
Deviliersw

ગત વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર ઍબી ડિવિલિયર્સે આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ પહેલા ટીમ સાથે જોડાવાનો પ્રયાસ કર્યો હોવા સંબંદે ઉઠેલા વિવાદ પર પોતાની ચુપકીદી તોડતાં કહ્યું હતું કે તેણે કદી અંતિમ સમયે ટીમ સાથે જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી નહોતી. ડિવિલિયર્સે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે મેં કોઇ શરત પણ મુકી નહોતી. મે ટુર્નામેન્ટ શરૂ થવાના થોડા સમય પહેલા ટીમ સાથે જાડાવાનો ન તો કોઇ પ્રયાસ કર્યો કે ન તો મને ટીમ સાથે જાડાવાની કોઇ આશા હતી. મારા તરફથી આ બાબતે કંઇ થયું નહોતું. વર્લ્ડકપ દરમિયાન દક્ષિણ આફ્રિકન ટીમની નિષ્ફળતા સમયે ઍવા મીડિયા રિપોર્ટ આવ્યા…

Read More
Rasihid Khan

અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના વર્લ્ડકપ 2019માં શરમજનક પ્રદર્શન પછી કેપ્ટન ગુલબદીન નૈબની કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. તેને હટાવી દઇને રાશિદ ખાનને અફઘાનિસ્તાનની ત્રણેય ફોર્મેટની ટીમનો કેપ્ટન બનાવી દેવાયો છે. ટીમના માજી કેપ્ટન અસગર અફઘાનને ટીમનો વાઇસ કેપ્ટન બનાવાયો છે. વર્લ્ડકપ શરૂ થવા પહેલા અસગર અફઘાનને હટાવીને તેના સ્થાને ગુલબદિનને કેપ્ટન બનાવાયો હતો અને રાશિદને ટી-20 ટીમનું સુકાન સોંપાયું હતું. જ્યારે રહમત શાહને ટેસ્ટ ટીમનો સુકાની બનાવાયો હતો. જો કે વર્લ્ડકપમાં શરમજનક પરાજય પછી આ મોટો ફેરફાર કરાયો છે.

Read More