કવિ: Sports Desk

કોમનવેલ્થ સીનિયર વેઇટલિફટીંગ ચેમ્પિયનશિપના મંગળવારના પહેલા દિવસે જ ભારતીય મહિલા વેઇટ લિફટર મીરાબાઇ ચાનુઍ ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ભારતીય ટુકડીઍ પહેલા દિવસે જ મીરાબાઇ ચાનુના ગોલ્ડ સહિત કુલ 8 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત 13 મેડલ જીત્યા હતા. મીરાબાઇઍ મહિલાઓની 49 કિગ્રાની કેટેગરીમાં 84 પ્લસ 107 મળીને કુલ 191 કિલોગ્રામ વજન ઉંચક્યું હતું. આ ચેમ્પિયનશિપમાં મેળવેલા પોઇન્ટ 2020 ટોક્યો ઓલિમ્પિક્સના અંતિમ રેન્કિંગમાં ઘણાં ઉપયોગી પુરવાર થશે. મીરાબાઇ ઍપ્રિલમાં ચીનના નિંગબાઓમાં ઍશિયન ચેમ્પિનયશિપમાં 199 કિગ્રા વજન ઉઠાવ્યું હતું પણ નજીવા માર્જીનથી તે મેડલ જીતતા રહી ગઇ હતી. ઓલિમ્પિક્સ 2020ની ક્વોલિફિકેશન પ્રક્રિયા 18 મહિનાની અંદર 6 ટુર્નામેન્ટમાં વેઇટલિફટરના પ્રદર્શન…

Read More

આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની ગુરૂવારે અહીંના ઍજબેસ્ટન મેદાન પર રમાનારી બીજી સેમી ફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ સામસામે આવવાની છે ત્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મંગળવારે અહીં મેદાન પર ખુલ્લા પગે ચાલતા જાવા મળ્યા હતા. તમામ ખેલાડીઓની સાથે કોચ જસ્ટિન લેન્ગર પણ ખુલ્લા પગે જ મેદાનમાં ઉતર્યા હતા. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માત્ર ખુલ્લા પગે ટ્રેનિંગ સેશનમાં જ ભાગ નહોતો લીધો પણ તેઓ તમામે ખુલ્લા પગે જ આખા મેદાનમાં ઍક રાઉન્ડ માર્યો હતો અને ઍ રાઉન્ડ માર્યા પછી તેઓ અડધો કલાકથી વધુ સમય સુધી મેદાનમાં બેસી રહ્યા હતા અને ઍકબીજા સાથે વાતો કરતાં રહ્યા હતા. આમ કરવા પાછળ કોચ જસ્ટિન લેન્ગરનો હાથ હોવાનું જાણવા…

Read More

મંગળવારે વરસાદને કારણે બુધવાર પર ખસેડાેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ શું આજે શરૂ થઇ શકશે એવો સવાલ બધાને થઇ રહ્યો હશે. આજે મેચ રમાય એવી આશા રાખતા ક્રિકેટ ચાહકો માટે એ ખુશખબરી છે કે હાલમાં માન્ચેસ્ટરનું હવામાન સાફ છે અને મેચ સમયસર શરૂ થવાની સંભાવના છે. માન્ચેસ્ટરથી મળેલા અહેવાલો કહે છે કે આકાશ ચોખ્ખુ છે અને રાત્રે પણ અહીં જરા પણ વરસાદ પડ્યો નથી. જો કે હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માન્ચેસ્ટરના સ્થાનિક સમય અનુસાર બપોરે 12 વાગ્યાની આસપાસ હળવો વરસાદ પડી શકે છે. મતલબ…

Read More

વર્લ્ડકપની પહેલી સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા દાવ લેવાનો નિર્ણય કર્યા પછી તેમની શરૂઆત ઘણી ધીમી રહી હતી. ખાસ વાત ઍ રહી હતી કે મેચની પહેલી બંને ઓવર મેડન રહી હતી અને છેક 17માં બોલે ન્યુઝીલેન્ડના બોર્ડ પર રન નોંધાયો હતો. 10 ઓવર પછી ન્યુઝીલેન્ડના સ્કોરબોર્ડ પર સ્કોર હતો 1 વિકેટે 27 રનનો, જે હાલના વર્લ્ડકપનો સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ હતો. આ પહેલા બર્મિંઘમમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે 1 વિકેટે 28 રન બનાવ્યા હતા, જે રેકોર્ડ મંગળવારે ન્યુઝીલેન્ડે પોતાના નામે કરી લીધો છે. હાલના વર્લ્ડકપમાં પાવરપ્લેમાં સૌથી નીચા જે 5 સ્કોર નોંધાયા છે તેમાંથી 3 ન્યુઝીલેન્ડના નામે છે. જ્યારે…

Read More

આઇસીસી વર્લ્ડકપ 2019ની પહેલી સેમી ફાઇનલમાં ટોસ જીતીને દાવ લેવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી અને 17 બોલ પછી તેમના બોર્ડ પર 1 રન નોંધાયો અને તે પછીની ઓવરમાં માર્ટિન ગપ્તિલ આઉટ થઇને પેવેલિયન ભેગો થયો હતો. 14બોલમાં માત્ર 1 રન બનાવીને પેવેલિયન ભેગા થયેલો ગપ્તિલ હાલના વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ માટે ઝીરો જ સાબિત થયો છે. ઍ ઉલ્લેખનીય છે કે 2015ના વર્લ્ડકપનો ન્યુઝીલેન્ડ માટે હીરો જેવી ભૂમિકા ભજવનારો માર્ટિન ગપ્તિલ હાલમાં ઘણાં ખરાબ ફોર્મમાં છે અને તેણે અત્યાર સુધી રમેલી 9 મેચમાં 20.87ની સરેરાશે માત્ર 167 રન કર્યા છે. ગપ્તિલે વર્લ્ડકપની પહેલી મેચમાં શ્રીલંકા સામે 73 રનની જોરદાર ઇનિંગ રમી…

Read More

ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને અહીં ભારત સામેની સેમી ફાઇનલમાં વર્લ્ડકપ 2019માં પોતાના 500 રન પુરા કર્યા હતા. સેમી ફાઇનલમાં વિલિયમ્સને જેવા 19 રન પુરા કર્યા કે તેણે 500 રન પુરા કરી લીધા હતા અને તે ન્યુઝીલેન્ડ વતી ઍક જ વર્લ્ડકપમાં 500 રન પુરા કરનારો પહેલો કેપ્ટન બન્યો હતો, જો કે ખેલાડી તરીકે તે બીજા સ્થાને રહ્યો હતો. તેના પહેલા માર્ટિન ગપ્તિલે 2015ના વર્લ્ડકપમાં 547 રન કરીને વર્લ્ડકપ ઇતિહાસમાં 500 કે તેનાથી વધુ રન કરનારો પહેલો કીવી બેટ્સમેન બન્યો હતો. વિલિયમ્સને મંગળવારે 67 રન કર્યા હતા અને તેની સાથે જ આ વર્લ્ડકપમાં તેના નામે 548 રન નોંધાયા છે અને તેણે ઍક…

Read More

માજી વર્લ્ડ નંબર વન અમેરિકન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સને ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનમાં ઓલ ઇંગ્લેન્ડ ક્લબના ટેનિસ કોર્ટને નુકસાન કરવા બદલ 10 હજાર ડોલરનો દંડ કરવામાં આવ્યો છે. ૨૩ વારકની ગ્રાનડસ્લેમ ચેમ્પિયન સેરેનાઍ વિમ્બલ્ડન શરૂ થવા પહેલા ઓલ ઇંગ્લેન્ડમાં પ્રેકિટસ દરમિયાન કોર્ટને નુકસાન પહોંચાડ્યુ હતુ અને તેથી આ દંડ કરાયો છે. વિમ્બલ્ડન દરમિયાન દંડાયેલી સેરેના ત્રીજી ખેલાડી છે. આ પહેલા પુરૂષ ખેલાડી ફાબિયો ફોગનિનીને 3000 ડોલરનો દંડ કરાયો હતો, તેણે પોતાના પરાજય પછી કહ્યું હતું કે હું ઇચ્છું છું કે વિમ્બલ્ડનમાં બોમ્બ વિસ્ફોટ થાય. આ સિવાય નિક કિર્ગિયોસ પર સ્પીરિટ ઓફ ગેમ વિરુદ્ધનું આચરણ કરવા બદલ પહેલા રાઉન્ડમાં 3000 અને બીજા…

Read More

માજી ભારતીય કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીઍ મંગળવારે ન્યુઝીલેન્ડ સામેની સેમી ફાઇનલ રમવા માટે મેદાનમાં પગ મુક્યો તેની સાથે જ તેના નામે વધુ ઍક સિદ્ધિ જાડાઇ ગઇ હતી. આજની આ સેમી ફાઇનલ ધોનીની વન ડે કેરિયરની 350મી વન ડે ઇન્ટરનેશનલ બની હતી. 350 વનડે રમનારો તે બીજો ભારતીય અને ઓવરઓલ વિશ્વનો 10મો ક્રિકેટર બન્યો હતો. ધોની પહેલા ભારત વતી 350 મેચ રમવાની સિદ્ધિ સચિન તેંદુલકર મેળવી ચુક્યો છે. સચિને કુલ 463 વન ડે ઇન્ટરનેશનલ રમી છે અને તેમાં નામે 18426 રન છે. તેના પછી ધોની આજે 350ના આંકડે પહોંચ્યો છે અને ધોની પછી રાહુલ દ્રવિડનું નામ આવે…

Read More

આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની આજે અહીં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી સેમી ફાઇલમાં વરસાદે વિઘ્ન નાંખ્યું ત્યારે ન્યુઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટના ભોગે 211 રન બનાવ્યા હતા વરસાદ ત્રાટક્યો તે પહેલા ન્યુઝીલેન્ડ સામે ભારતનું પ્રભુત્વ રહ્યું હતું. ભારતીય બોલરોઍ કરેલી જોરદાર બોલિંગના કારણે ન્યુઝીલેન્ડ માંડ માંડ 200 પાર પહોંચ્યું હતું. મેચ દરમિયાન કેન વિલિયમ્સન અને રોસ ટેલરે અર્ધસદી તો ફટકારી પણ મિડલ ઓવરોમાં તેઓની રમત ઘણી ઘીમી રહી હતી અને તેના કારણે 29મી ઓવરમાં તેમના 100 રન પુરા થયા હતા. ન્યુઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટના ભોગે 211 રન બનાવ્યા તે પછી વરસાદને કારણે રમત બંધ રાખવી પડી હતી. કેન વિલિયમ્સન અને રોસ ટેલરે…

Read More

આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની આજે અહીં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી સેમી ફાઇલમાં વરસાદે વિઘ્ન નાંખતા મેચ ફરી શરૂ થઇ શકી નહોતી અને તેના કારણે મેચ બુધવારના અનામત દિવસ પર ખસેડવામાં આવી હતી. વરસાદને કારણે મેચ બંધ થઇ ત્યારે ન્યુઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટના ભોગે 211 રન બનાવ્યા હતા અને નિયમ અનુસાર રિઝર્વ ડેના દિવસે આ મેચ આવતીકાલ પર જાય તો જ્યાંથી અટકી છે ત્યાંથી જ તે શરૂ કરવામાં આવશે. વરસાદને કારણે મેચ અટકી તે પછી લગભગ ચાર કલાક જેવા સમય સુધી રમત શરૂ કરી શકાય નહોતી. વરસાદે પણ જાણે કે રમત રમવાનું નક્કી કર્યુ હોય તેમ જારદાર વરસાદ પડે અને તે પછી…

Read More