હાલના વર્લ્ડ કપમાં પોતાની થયેલી અવગણનાથી નિરાશ થયેલા ભારતીય ટીમના મિડલ અોર્ડર બેટ્સમેન અંબાતી રાયડુઍ બુધવારે કોઇપણ કારણ જાહેર કર્યા વગર ક્રિકેટના તમામ ફોર્મટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. તેણે આ મામલે સત્તાવાર કોઇ જાહેરાત કરી નથી પણ બીસીસીઆઇના ઍક અધિકારી દ્વારા આ ખુલાસો કરાયો છે. આંધ્રપ્રદેશના 33 વર્ષના ખેલાડીને ઇંગ્લેન્ડમાં રમાતા વર્લ્ડ કપ માટેના સ્ટેન્ડ બાયની યાદીમાં રખાયો હતો, જા કે વિજય શંકર ઘાયલ થયા પછી પણ તેની અવગણના કરવામાં આવતા તે નિરાશ થયો હતો. ટીમ મેનેજમેન્ટે ભાર પૂર્વક અોપનર મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કરાવ્યો હતો અને તેના કારણે રાયડુ ઘણો નિરાશ થઇ ગયો હતો. આ ખેલાડીઍ નિવૃત્તિ અંગે કોઇ…
કવિ: Sports Desk
સેમી ફાઇનલની રેસમાંથી બહાર થઇ ગયેલી બે ટીમ અફઘાનિસ્તાન અને વેસ્ટઇન્ડિઝ આવતીકાલે અહીં જ્યારે વર્લ્ડ કપમાં સામસામે આવશે ત્યારે અફઘાનિસ્તાનનો પ્રયાસ વર્લ્ડ કપમાં પહેલો વિજય મેળવવવાનો રહેશે જ્યારે વેસ્ટઇન્ડિઝની ટીમ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે રમશે. અફઘાનિસ્તાને સ્ટાર ખેલાડીઅોથી ભરેલી વેસ્ટઇન્ડિઝની ટીમને ગત વર્ષે હરારેમાં વર્લ્ડકપ ક્વોલિફાયરમાં બે વાર હરાવી હતી. હાલના વર્લ્ડ કપમાં કેટલીક મોટી ટીમો સામે સારું પ્રદર્શન કરી ચુકેલી અફઘાનિસ્તાનની ટીમે ઍ સાબિત કરી દીધું છે કે હવે તે નબળી ટીમ નથી. તેણે ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, અને શ્રીલંકા જેવી મજબૂત ટીમોને ટક્કર આપી છે. આ તમામ ટીમો અફઘાનિસ્તાનની આક્રમક બોલિંગ સામે ઝઝુમતી દેખાઇ હતી. મહંમદ નબી, મુજીબ ઉર…
ન્યુઝીલેન્ડનો બુધવારે ઇંગ્લેન્ડ સામે પરાજય થવાથી પાકિસ્તાનની સેમી પ્રવેશની સંભાવના સામે મોટો સવાલ ઊભો થયો છે. જે સંભાવના છે તે અનુસાર ન્યુઝીલેન્ડ ચોથી ટીમ તરીકે લગભગ ફાઇનલ છે, ત્યારે પાકિસ્તાને એવું કંઇ કરી બતાવવું પડશે કે વર્લ્ડ ક્રિકેટના ઇતિહાસમાં ક્યારેય નથી થયુ. ઍક ગણતરી અનુસાર પાકિસ્તાને સેમી ફાઇનલમાં પહોંચવા માટે પહેલા બેટિંગ કરીને ૪૦૦ રન કરીને બાંગ્લાદેશને ૮૪ રને અોલઆઉટ કરીને મેચ ૩૧૬ રનના માર્જીનથી જીતવી પડશે. જો પાકિસ્તાન ૩૫૦ રને અોલઆઉટ થાય તો તેણે બાંગ્લાદેશને ૩૮ રને અોલઆઉટ કરીને ૩૧૨ રને હરાવવું પડે. આ સ્થિતિમાં જો તેણે ટાર્ગેટ ચેઝ કરીને મેચ જીતવાની હોય તો તે પણ તેના માટે અસંભવ જેવી…
વર્લ્ડ કપ 2019માં બુધવારે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે ૨૫ બોલમાં 24 રનની ઇનિંગ રમી તેની સાથે જ હાલના વર્લ્ડ કપમાં તેણે 500 રન પુરા કરી લીધા હતા. આ મુકામે પહોંચ્યો તેની સાથે જ રૂટ વર્લ્ડ કપમાં 500 રન સુધી પહોંચનારો પ્રથમ ઇંગ્લીશ ક્રિકેટર બન્યો હતો. હાલના વર્લ્ડ કપમાં 500 રન પુરા કરનારો તે પાંચમો બેટ્સમેન બન્યો છે. તેના પહેલા રોહિત શર્મા, શાકિબ અલ હસન, ડેવિડ વોર્નર અને ઍરોન ફિન્ચ 500 રન પુરા કરી ચુક્યા છે. રોહિત શર્મા હાલમાં ટોચના સ્થાને છે. વર્લ્ડ કપમાં ઇંગ્લીશ બેટ્સમેન દ્વારા કરાયેલા સર્વાધિક રનનો આંકડો 471 રન હતો, જે ગ્રેહામ ગૂચે બનાવ્યો…
સેમી ફાઇનલ પ્રવેશ માટે મહત્વની ઍવી મેચમા ઇંગ્લેન્ડે અહીં જાની બેયરસ્ટોની સદી ઉપરાંત જેસન રોય સાથેની તેની શતકીય ભાગીદારી અને કેપ્ટન ઇયોન મોર્ગનની ઝડપી ઇનિંગની મદદથી 8 વિકેટે 305 રન કરીને મુકેલા 306 રનના લક્ષ્યાંકની સામે ન્યુઝીલેન્ડ 186 રનમાં ઓલઆઉટ થઇ જતાં ઇંગ્લેન્ડ 119 રને મેચ જીતીને સેમી ફાઇનલમાં પ્રવેશ્યું હતું. આ સાથે 1992 પછી ઇંગ્લેન્ડ પહેલીવાર સેમીમાં પ્રવેશ્યું છે મેન ઓફ ધ મેચ જોની બેયરસ્ટોએ સદી ફટકારીને જેસન રોય સાથે 123 રનની ભાગીદારી કરી ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમને સતત બીજી મેચમાં બેયરસ્ટો અને રોયે જોરદાર શરૂઆત અપાવી હતી. બંનેઍ મળીને પહેલી વિકેટની ભાગીદારીમાં 123 રન જોડી…
હાલમાં ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીની ધીમી ઇનિંગ મામલે ક્રિકેટ ચાહકો અને ક્રિકેટ એક્સપર્ટ સતત તેની ટીકા કરી રહ્યા છે ત્યારે એવા અહેવાલો આવી રહ્યા છે ભારતીય ટીમનો આ માજી કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન વર્લ્ડ કપ પછી ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે, એક સમાચાર સંસ્થાને બીસીસીઆઇના વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે ધોની હાલના વર્લ્ડ કપમાં જ પોતાની છેલ્લી મેચ રમશે અને તે પછી તે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી દેશે. એ ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ધોની સતત ટીકાકારોનું નિશાન બની રહ્યો છે. ખાસ કરીને વર્લ્ડ કપમાં પોતાની ધીમી ઇનિંગને કારણે તે ટીમ ઇન્ડિયાને ભારે…
હિતોના સંભવિત ટકરાવનો મુદ્દો ઊભો થવાની સંભાવનાને કારણે ભારતીય ટીમના માજી કેપ્ટન રાહુલ દ્રવિડે નેશનલ ક્રિકેટ ઍકેડમી (ઍનસીઍ)ના અધ્યક્ષનો હોદ્દો હજુ સુધી ગ્રહણ કર્યો નથી. રાહુલ દ્રવિડે 1લી જુલાઇથી ઍનસીઍ અધ્યક્ષ તરીકેનો હોદ્દો ગ્રહણ કરી લેવાનો હતો, જો કે તેણે હજુ સુધી આ ચાર્જ સંભાળ્યો નથી. તેની પાછળનું કારણ ઍ છે કે રાહુલ દ્રવિડ ઍક સિમેન્ટ કંપનીનો પગારદાર કર્મચારી છે અને બીસીસીઆઇના બંધારણ અનુસાર કોઇ ઍક વ્યક્તિ ઍક જ સમયે ઍકસાથે ઘણાં હોદ્દા પર રહી શકે નહીં. આ કારણે દ્રવિડને પોતાની સામે હિતોના ટકરાવનો મુદ્દો ઊભો થવાનો ડર સતાવે છે અને તેથી જ તેણે હજુ સુધી આ ચાર્જ સંભાળ્યો નથી.…
વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમના સોમવારે પહેલા જ દિવસે મહિલા અને પુરૂષ બંને સિંગલ્સમાં અપસેટ જાવા મïળ્યા હતા, મહિલા સિંગલ્સમાં તો વિશ્વની બીજી ક્રમાંકિત નાઓમી ઓસાકા બિનક્રમાંકિત ખેલાડી સામે હારીને બહાર થઇ હતી. વિમ્બલ્ડનના ઇતિહાસમાં 1968 પછી પહેલીવાર ઍવું બન્યું હતું કે જેમાં વિશ્વની બીજી ક્રમાંકિત ખેલાડી પહેલા જ રાઉન્ડમાં હારીને આઉટ થઇ હોય. આ તરફ પુરૂષ સિંગલ્સમાં છઠ્ઠા ક્રમાંકિત ઍલેકઝાન્ડર ઝ્વેરેવ પણ બિનક્રમાંકિત સામે અપસેટનો શિકાર બન્યો હતો. યુઍસ ઓપન ચેમ્પિયન અને બીજી ક્રમાંકિત ઓસાકાને કઝાકિત્સાનની બિનક્રમાંકિત ખેલાડી યુલિયા પુતિન્તસોવાઍ 7-6, 6-2થી હરાવીને સ્પર્ધા બહાર ફેંકી હતી. યુલિયાની ઓસાકા પણ આ સતત બીજા વિજય રહ્યો છે. યુલિયાઍ આ પહેલા બર્મિંઘમ ક્લાસિકમાં…
વર્લ્ડ કપ 2019મા મંગળવારના રોજ ભારતીય ટીમના ઓપનર બેટસમેન રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી. રોહિતે 92 બોલમાં 7 ચોગ્ગા અને 6 સિક્સરની મદદથી 104 રન બનાવ્યા. આ દરિમયાન તેનો એક છગ્ગો દર્શકોમાં બઠેલી એક યુવતીને વાગ્યો હતો અને તેને નજીવી ઇજા થઇ હતી. રોહિત શર્માએ તેને મેચ પછી એક ગિફ્ટ આપીને ખુશ કરી દીધી હતી. બર્મિંઘમમાં ભારત અને બાંગ્લાદેશની મેચમાં રોહિત શર્માએ સિક્સર ફટકારી હતી ત્યારે બોલ સ્ટેડિયમમાં મેચ જોવા આવેલી મીના નામની ભારતીય ફેનને લાગ્યો. તેનો લાઇવ વીડિયો સ્ટેડિયમની સ્ક્રીન પર પણ દેખાડાયો હતો. જો કે તે સમયે રોહિતનું એ તરફ ધ્યાન ગયું નહોતું પણ જયારે મેચ પુરી થઇ…
ભારત સામે અહી રમાયેલી વર્લ્ડ કપની ઍક મેચમાં બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને હાલના વર્લ્ડ કપમાં બેવડી સિદ્ધિ મેળવી હતી. શાકિબે મંગળવારની આ મેચમાં 66 રનની ઇનિંગ રમીને વર્લ્ડ કપમાં કુલ 542 રન બનાવી લીધા છે. તે હાલમાં વર્લ્ડકપમાં સર્વાધિક રન કરવા મામલે ટોચના સ્થાને રહેલા રોહિત શર્માથી માત્ર 2 રન દૂર રહી ગયો હતો. આ સિવાય આજે તેણે ઋષભ પંતના રૂપમાં પોતાની ઍકમાત્ર વિકેટ ઉપાડી હતી અને તેની સાથે તેની કુલ વિકેટનો આંક 11 થયો હતો. ક્રિકેટ વર્લ્ડ કપના 44 વર્ષના ઇતિહાસમાં કોઇ ઍક વર્લ્ડ કપમાં 500 કે તેનાથી વધુ રન અને 10થી વધુ વિકેટ ઉપાડનારો તે ઍકમાત્ર ખેલાડી…