બાંગ્લાદેશ સામેની મેચમાં મંગળવારે અહીં રોહિત શર્મા અને કેઍલ રાહુલે મળીને 180 રનની ઓપનીંગ ભાગીદારી કરીને ભારતીય ટીમ વતી કોઇ પણ વર્લ્ડ કપમાં સર્વાધિક ઓપનીંગ ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ભાગીદારીમાં રોહિતે 104 રન તો રાહુલના 71 રન રહ્યા હતા. વર્લ્ડ કપમાં સર્વાધિક ઓપનીંગ ભાગીદારીનો રેકોર્ડ રોહિત શર્મા અને શિખર ધવનના નામે હતો, જે આ બંનેઍ મળીને 2015ના વર્લ્ડ કપમાં હેમિલ્ટન ખાતે આયરલેન્ડ સામેની મેચમાં 174 રન કરીને બનાવ્યો હતો. વર્લ્ડ કપમાં સર્વાધિક ઓપનીંગ ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાના ઉપુલ થારંગા અને તિલકરત્ને દિલશાનના નામે છે. આ બંનેઍ 2011ના વર્લ્ડ કપમાં 282 રનની ભાગીદારી કરીને રેકોર્ડ બનાવ્યો હતો. ઍ મેચમાં બંને…
કવિ: Sports Desk
ભારતીય ક્રિકેટ ચાહકોમાં હિટમેનના નામથી પ્રસિદ્ધ રોહિત શર્માઍ આજે અહીં રમાયેલી બાંગ્લાદેશ સામેની વર્લ્ડકપની મેચમાં ડબલ ધમાલ મચાવી દીધી હતી. ઍક તરફ તેણે હાલના વર્લ્ડ કપમાં ચોથી સદી ફટકારી હતી તો બીજી તરફ તેણે ૫૦૦ રનનો આંકડો પુરો કરીને હાલના વર્લ્ડ કપમાં સર્વાધિક રન કરનારાઅોની યાદીમાં ટોચના સ્થાને પહોંચી ગયો હતો. આ ઉપરાંત તેણે કેઍલ રાહુલ સાથે વર્લ્ડકપમાં વિક્રમી ભાગીદારી પણ કરી હતી. રોહિત શર્મા વર્લ્ડ કપમાં 4 સદી ફટકારનારો પહેલો ભારતીય બાંગ્લાદેશ સામેની મેચમાં મંગળવારે ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માઍ 104 રનની ઇનિંગ રમીને વર્લ્ડ કપ 2019માં પોતાની ચોથી સદી ફટકારી હતી અને તેની સાથે જ તેણે મેથ્યુ હેડન,…
ઍજબેસ્ટનમાં રમાયેલી મેચમાં રોહિત શર્માની વિક્રમી સદી તેમજ કેઍલ રાહુલ સાથેની તેની ઓપનીંગ ભાગીદારીની મદદથી ભારતીય ટીમે 8 વિકેટે 314 રનનો સ્કોર કરીને બાંગ્લાદેશ સામે 315 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. ઍકસમયે ભારતીય ટીમ 350થી વધુ રન કરે તેવી સંભાવના હતી પણ મુસ્તફિઝુર રહેમાને 5 વિકેટ ઉપાડીને ભારતીય ટીમની રનગતિને અટકાવતા તેઓ 314 સુધી સિમિત રહ્યા હતા. 315 રનના લક્ષ્યાંકની સામે શાકિબ અલ હસન અને મહંમદ સૈફુદ્દિનની લડાયક અર્ધસદી છતાં બાંગ્લાદેશ 286 રને ઓલઆઉટ થઇ જતાં ભારતીય ટીમ 28 રને મેચ જીતીને સેમી ફાઇનલમાં પ્રવેશી હતી. વિરાટ કોહલીઍ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો અને રોહિત શર્મા અને કેઍલ રાહુલની…
વર્ષની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનના પહેલા રાઉન્ડમાં જ 15 વર્ષિય અમેરિકન ખેલાડી કોરી ગોફે પોતાની આદર્શ એવી વિનસ વિલિયમ્સને હરાવીને મોટો અપસેટ કર્યો હતો. ગોફે સોમવારે રાત્રે અહીં રમાયેલી મેચમાં જોરદાર પ્રદર્શન કરીને દિગ્ગજ ખેલાડી વિલિયમ્સને સીધા સેટમાં 6-4, 6-4થી હરાવી હતી. બંને ખેલાડીઓ વચ્ચે રમાયેલી આ મેચ 1 કલાક અને 19 મિનીટ સુધી ચાલી હતી. બીજા રાઉન્ડમાં ગોફનો સામનો માગ્દેલેના રિબારીકોવા સાથે થશે, જે પહેલા રાઉન્ડમાં વર્લ્ડ નંબર 10 આર્યના સાબાલેન્કાને હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશી હતી. વર્લ્ડ રેન્કિંગમાં 313માં ક્રમની ગોફે મેચમાં શરૂઆતથી જ જોરદાર પ્રદર્શન કર્યું હતું અને શ્રેષ્ઠતમ ગ્રાઉન્ડ શોટ ફટકારીને પોતાનાથી 24 વર્ષ સીનિયર એવી ખેલાડીને…
સોમવારથી શરૂ થયેલી વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા વિમ્બલ્ડનમાં પુરૂષ વિભાગમાં નંબર વન નોવાક જાકોવિચ અને 7મી ક્રમાંકિત મહિલા ખેલાડી સિમોના હાલેપે પોતપોતાની પહેલા રાઉન્ડની મેચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. આ બંને ઉપરાંત મહિલા સિંગલ્સમાં સ્વીતોલીના, હીથર વોટ્સન, પ્લીસકોવા, કોન્ટાવેટ, કિઝ પણ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશી હતી તો પુરૂષ સિંગલ્સમાં ખચાનોવ, બાટિસ્ટા, ઍન્ડરસન, વાવરિંકાઍ પણ પ્રથમ રાઉન્ડમાં વિજય મેળવ્યો હતો. રૂષ સિંગલ્સમાં જાકોવિચે જર્મનીના ફિલીપ કોલશ્રાઇબર સામે 6-3,7-5,6-3થી વિજય મેળવીને આગેકૂચ કરી હતી. આ તરફ તેના પહેલા ચોથા ક્રમાંકિત કેવિન ઍન્ડરસને હર્બર્ટને સીધા સેટમાં 6-3, 6-4, 6-2થી જ્યારે 10માં ક્રમાંકિત ખચાનોવે ક્વોન સામે ચાર સેટની લડત લડીને 7-6,…
ઍજબેસ્ટનના મેદાનનો આકાર ઍવો છે કે જેના કારણે ભારતીય ટીમના બોલિંગ આક્રમણમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ મેદાન પર જ જાની બેયરસ્ટો અને જેસન રોયે ભારતીય સ્પિન બેલડીની ભારે ધોલાઇ કરી હતી. આ પરિસ્થિતિમાં જ્યારે બાંગ્લાદેશ પાસે તમિમ, શાકિબ, રહીમ, લિટન દાસ અને મહમદુલ્લાહ જેવા સ્પિનરને સારી રીતે રમતા બેટ્સમેન સામે બે સ્પિનર લઇને ઉતરવું મોંઘુ પડી શકે છે. ભુવનેશ્વર કુમાર ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે ત્યારે ત્રણ ઝડપી બોલર અને ઍક સ્પિનર સાથે ઉતરવું હિતાવહ રહેશે. ભુવનેશ્વરના સમાવેશથી નીચલા ક્રમે બેટિંગને પણ મજબૂતાઇ મળી શકે છે. ઇંગ્લેન્ડ સામેના નબળા પ્રદર્શનને કારણે જાદવને બહાર મુકી જાડેજાના સમાવેશની…
ઇંગ્લેન્ડ સામેની રવિવારે રમાયેલી મેચમાં હાર પછી મંગળવારે ભારતીય ટીમ જ્યારે અહીં ફરી ઍકવાર બાંગ્લાદેશ સામે મેદાને ઉતરશે ત્યારે સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરવા માટે વિજય મેળવવો જરૂરી હોવાથી અંતિમ ઇલેવનમાં કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે. આ તરફ બાંગંલાદેશે પણ સેમી ફાઇનલની રેસમાં પોતાને જાળવી રાખવા માટે વિજય મેળવવો જરૂરી હોવાથી તે પણ પોતાના તરફથી કોઇ કસર બાકી નહીં રાખે અને તેના કારણે આવતીકાલની આ મેચ રસપ્રદ બની રહેવાની સંભાવના છે. બાંગ્લાદેશે પહેલીવાર વર્લ્ડ કપના અંતિમ ચારમાં પહોંચવા માટે પોતાની બાકી બચેલી બંને મેચ જીતવી જરૂરી છે. ઇંગ્લેન્ડ સામેના પરાજય પછી ભારતીય ટીમને તૈયારી માટે માત્ર ઍક દિવસ…
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમના પરાજય પછી અંતિમ અોવરોમાં ધીમી અને કંગાળ બેટિંગ કરનારા ધોનીની આકરી ટીકા થઇ રહી છે, જા કે ફરી ઍકવાર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ આ અનુભવી વિકેટકીપર બેટ્સમેનનો ઍવું કહીને બચાવ કર્યો હતો કે અંતિમ અોવરોમાં વિકેટ ધીમી થઇ ગઇ હતી. ધોનીનું હંમેશા સમર્થન કરતાં આવેલો સૌરવ ગાંગુલી તે સમયે કોમેન્ટ્રી કરી રહ્યો હતો અને તેણે બેટિંગ મામલે ધોની અને જાદવના વલણની ટીકા કરી હતી. ગાંગુલીઍ કહ્યું હતું કે મારી પાસે આ બાબતે કોઇ સ્પષ્ટીકરણ નથી. તેણે કહ્યું હતું કે તમે 338 રનનો લક્ષ્યાંક નથી મેળવી શકતાં પણ તમારી પાસે મેચના અંતે પાંચ વિકેટ બચી…
ભારતીય ટીમના ઇજાગ્રસ્ત ઓલરાઉન્ડર વિજય શંકરના સ્થાને મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. શંકર ઘાયલ થયા પછી ભારતીય ટીમ મેનેજમેન્ટે મયંક અગ્રવાલનો સમાવેશ કરવા માટે આઇસીસીને વિનંતી કરી હતી અને તે વિનંતી સ્વીકારી લેવાતા મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કરાયો છે. વિજય શંકરને નેટ્સમાં જસપ્રીત બુમરાહનો બોલ પગના અંગુઠામાં વાગ્યો હતો. શરૂઆતમાં આ ઇજા ગંભીર લાગતી નહોતી પણ હવે તે ગંભીર હોવાનું જાહેર થયું છે. તેને સ્થાને અત્યાર સુધી ઍક પણ વનડે રન રનારા મયંક અગ્રવાલને સામેલ કરવામાં આવ્યો છે. ઘાયલ હોવાને કારણે શંકર ઇંગ્લેન્ડ સામે રવિવારે રમી શક્યો નહોતો અને તેના સ્થાને મેચમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો સમાવેશ કરાયો…
આજે અહીં કરો યા મરો મેચમાં શ્રીલંકાઍ કુસલ પરેરા અને દિમૂથ કરુણારત્નેની મજબૂત ઓપનીંગ ભાગીદારી અને અવિષ્કા ફર્નાન્ડોની પહેલી વનડે સદીની મદદથી 6 વિકેટે 338 રન બનાવીને મુકેલા 339 રનના લક્ષ્યાંક સામે વેસ્ટઇન્ડિઝ વતી નિકોલસ પૂરને લડાયક ઇનિંગ રમવા છતાં શ્રીલંકા 23 રને જીત્યું હતું. અવિષ્કા ફર્નાન્ડોઍ વનડેમાં પોતાની પહેલી સદી ફટકારતા 103 બોલમાં 104 રન બનાવ્યા જેસન હોલ્ડરે ટોસ જીતીને ફિલ્ડીંગનો નિર્ણય કર્યા પછી શ્રીલંકાઍ આ વર્લ્ડ કપમાં પહેલીવાર મજબૂત શરૂઆત કરી હતી અને કુસલ પરેરા તેમજ દિમૂથ કરુણારત્નેઍ 93 રનની ઓપનીંગ ભાગીદારી કરી હતી. કરુણારત્ને 32 રન કરીને આઉટ થયો તે પછી કુસલ પરેરા પણ થોડી વારમાં 51…