કવિ: Sports Desk

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સાથે કેઍલ રાહુલ, હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા અહીં શાળાના બાળકો સાથે ક્રિકેટ રમીને પોતાનો સમય કાઢ્યો હતો. શાળાના બાળકો માટે આયોજીત ક્રિકેટ ક્લિનીકમાં આ તમામે હિસ્સો લીધો હતો. તેનું આયોજન આઇસીસી દ્વારા ગુરૂવાર રોઝ બાઉલ સ્ટેેડયિમમાં કરાયું હતું. ક્રિકેટ વર્લ્ડ કપની સત્તાવાર વેબસાઇટ પર મુકાયેલા તેના વીડિયોમાં કોહલીઍ કહ્યું હતું કે મારુ માનવું છે કે ક્રિકેટ બાળકોના જીવનમાં ચોક્કસ બદલાવ લાવી શકે છે. તે હકીકતમાં તમને ઍક માણસ તરીકે બહેતર બનાવે છે ઍવું તેણે જણાવ્યું હતું. ભારતીય ખેલા઼ડીઓએ બાળકોની સાથે થોડી મસ્તી મજાક પણ કરી હતી અને તેમની સાથે ફોટાઓ પણ…

Read More

ભારતીય ટીમનો ઓપનર શીખર ધવન ઘાયલ થઇને વર્લ્ડ કપમાંથી આઉટ થયા પછી તેના સ્થાને ભારતીય ટીમમાં સામેલ થયેલા ઋષભ પંતને આવતીકાલે શનિવારે અહીં રમાનારી અફઘાનિસ્તાન સામેની મેચમાં રમાડવો કે કેમ તે અંગે ટીમ મેનેજમેન્ટ અવઢવમાં છે. જા પંતને ટીમમાં સામેલ કરવો હોય તો કોના સ્થાને તેનો સમાવેશ કરવો તે મુખ્ય ચિંતાની વાત છે. બુધવારે પ્રેક્ટિર દરમિયાન જસપ્રીત બુમરાહનો બોલ પગના અંગુઠાના ભાગે વાગ્યા પછી ઘવાયેલો વિજય શંકર જા આવતીકાલે ફીટ નહીં હોય તો પંતને તેના સ્થાને ટીમમાં સમાવી શકાશે, પણ જા તે ફીટ હશે તો પંતને રમાડવો મુશ્કેલ બની રહેશે. શંકરે ગુરૂવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો નહોતો. ભારતીય ટીમે જ્યારે…

Read More

વર્લ્ડ કપની 21મી મેચમાં ટોસ જીતીને પહેલા દાવ લેવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ખરાબ શરૂઆત પછી અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ અને ઍન્જેલો મેથ્યુઝની ઇનિંગને પગલે 9 વિકેટે 232 રન બનાવી મુકેલા 233 રનના લક્ષ્યાંક સામે મેન ઓફ ધ મેચ લસિથ મલિંગાની આગેવાનીમાં શ્રીલંકન બોલરોએ કરેલી ઉમદા બોલિંગને પ્રતાપે ઇંગ્લેન્ડ 212 રને ઓલઆઉટ થતાં શ્રીલંકાનો 20 રને વિજય થયો હતો. બેન સ્ટોક્સે ઇંગ્લેન્ડને જીતાડવા ઘણાં પ્રયાસ કર્યા પણ સામે છેડેથી એક પછી એક બેટ્સમેન આઉટ થતાં રહેલા અંતે તે નાકામ રહ્યો હતો. 233 રનના લક્ષ્યાંકની સામે ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને બીજા જ બોલે બેયરસ્ટોની વિકેટ તેમણે ગુમાવી હતી અને તે…

Read More

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી જ્યારે પણ કોઇ મેચ રમવા ઉતરે ત્યારે ત્યાં કોઇને કોઇ રેકોર્ડ તેની રાહ જોતો હોય છે. શનિવારે જ્યારે તે અફઘાનિસ્તાન સામે મેચ રમવા માટે ઉતરશે ત્યારે આ મેચમાં સૌથી ઝડપી 20 હજાર ઇન્ટરનેશનલ રન પુરા કરવાનો રેકોર્ડ તેની રાહ જોતો હશે. જો વિરાટ અફઘાનિસ્તાન સામે 104 રન બનાવી લેશે તો તે 20 હજાર ઇન્ટરનેશનલ રન પુરા કરી લેશે અને સાથએ જ તે સૌથી ઝડપી આ આંકડો પાર કરનારો ખેલાડી બનશે. હાલ 20,000 ઇન્ટરનેશનલ રન સૌથી ઝડપી પુરા કરવાનો રેકોર્ડ સચિન તેંદુલકર અને બ્રાયન લારા સંયુક્તપણે ધરાવે છે. કોહલીના નામે 131 ટેસ્ટમાં 6613 રન, 222 વનડેમાં…

Read More

આજથી લગભગ 35 વર્ષ પહેલા 16 વર્ષના કુલદીપ પટેલ નોર્થ કેરોલિના પહોંચ્યા હતા. તેઓ ત્યાં પોતાના કાકાના રેસ્ટોરન્ટમાં મદદ કરવા અને મુંબઇમાં રહેતી પોતાની માતા પરનું ભારણ ઓછુ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. અમેરિકામાં ભારતીય મુળના લોકોની જેમ જ તેમનું સપનું પણ દેશની સૌથી લોકપ્રિય રમત બેસબોલ ફરતે વિંટાયું હતું. જો કે રમત પ્રત્યેનું તેમના એ ગાંડપણને કારણે તેઓ અમેરિકા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા થયા હતા. મેજર લીગ બેસબોલમાં પહોંચનારો ભારતીય મુળનો પ્રથમ ખેલાડી બન્યો કરણ પટેલ  જો કે કુલદીપ જ્યાં ન પહોંચી શક્યા ત્યાં તેમનો પુત્ર કરણ પહોંચી ગયો. 22 વર્ષના કરણને બે અઠવાડિયા પહેલા જ શિકાગો વાઇટ સોક્સની…

Read More

ટીમ ઇન્ડિયા શનિવારે વર્લ્ડ કપમાં જ્યારે અફઘાનિસ્તાન સામે મેદાને ઉતરશે ત્યારે તે મેન ઇન બ્લ્યુમાંથી બદલાઇને મેન ઇન ઓરેન્જ બની જશે. હાલના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ સામે એમ બે મેચમાં કેસરી રંગની ટી-શર્ટ ધારણ કરીને મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ શનિવારે અફઘાનિસ્તાન સામેની મેચમાં કેસરી રંગની ટી-શર્ટ સાથે પહેલીવાર જોવા મળશે, અત્યાર સુધી ટીમ ઇન્ડિયા પોતાની મેચમાં બ્લ્યુ ટી-શર્ટમા જોવા મળી છે. ભારતીય ટીમે બે મેચમાં કેસરી રંગ ધારણ કરવાનો નિર્ણય હકીકતમાં આઇસીસી દ્વારા ખાસ કારણોથી લેવાયેલા એક નિર્ણયને પગલે કર્યો છે. વાત એવી છે કે આઇસીસીના નવા નિયમો અનુસાર તે ટીમની ટી-શર્ટના રંગ બાબતે દર્શકોમાં કોઇ ભ્રમણા…

Read More

વર્લ્ડ કપમાં આજે ટાઇટલની પ્રબળ દાવેદારોમાં સામેલ ઇંગ્લેન્ડની ટીમનો સામનો ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કોઇ મોટું પરાક્રમ કરવાથી વંચિત એવી શ્રીલંકાની ટીમ સામે થશે, ત્યારે આ એશિયન દેશની ટીમ ઇંગ્લેન્ડને મોટો પડકાર આપવા માટે સજ્જ થઇ છે. વનડેની નંબર વન ટીમ એવી ઇંગ્લેન્ડે હાલમાં વર્લ્ડ કપની પાંચ મેચમાંથી ચાર મેચ જીતીને ટાઇટલ જીતવાના લક્ષ્ય ભણી મજબૂત આગેકૂચ કરી દીધી છે. વનડે ફોર્મેટમાં શ્રીલંકાની ટીમ છેલ્લા કેટલાક સમયથી ફાંફા મારી રહી છે. આ વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમને વરસાદનો માર પડ્યો છે અે તેની સાથે જ તેના ખેલાડીઓ આશા અનુસારનું પ્રદર્શન ન કરી શકતા યુર્નામેન્ટમાં બે મેચ તેઓ હાર્યા છે. બે મેચ વરસાદે…

Read More

બાંગ્લાદેશની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ગુરૂવારે રમાયેલી આઇસીસી વર્લ્ડ કપ 2019ની મેચમાં ભલે હારી ગઇ હોય પણ શાકિબ અલ હસને આ મેચમાં પણ એક ઇતિહાસ રચી દીધો હતો. 48 રને હારેલી આ મેચમાં શાકિબ અલ હસન 41 બોલમાં 41 રન કરીને આઉટ થયો હતો. જો શાકિબે અર્ધ સદી ફટકારી હોત તો તે બાંગ્લાદેશ વતી વર્લ્ડ કપની સતત પાંચ મેચમાં 50 કે તેનાથી વધુ રન કરનારો પ્રથમ ખેલાડી બન્યો હોત. જો કે એ સિદ્ઘિ તે રચતા રહી ગયો પણ તેણે બીજી સિદ્ધિ તો મેળવી જ લીધી હતી. શાકિબે 41 રન કર્યા તેની સાથે જ તે બાંગ્લાદેશ વતી કોઇ એક ફોર્મેટમાં એક જ…

Read More

માલીની મહિલા ક્રિકેટ ટીમના નામે વધુ એક અણગમતો રેકોર્ડ નોંધાયો છે. તાજેતરમાં જ રવાન્ડા સામેની ટી-20 ઇન્ટરનેશનલમાં માત્ર 6 રને ઓલઆઉટ થયેલી માલીની ટીમની બોલરોએ પહેલા યુગાન્ડા સામે 314 રન આપી દીધા અને તે પછી તેમની આખી ટીમ માત્ર 10 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી અને આ મેચ તેઓ 304 રનના્ વિશાળ માર્જીનથી હારી ગયા હતા. રવાન્ડાના પાટનગર કિગાલી ખાતે રમાતી કિબુકા મહિલા ટી-20 ટુર્નામેન્ટમાં ગુરૂવારે માલી સામે ટોસ જીતીને યુગાન્ડાએ પહેલા દાવ લઇને 20 ઓવરમાં બે વિકેટે 314 રન કરીને ઇતિહાસ રચ્યો હતો. યુગાન્ડા વતી પ્રોસકોવિયા અલાકોએ 71 બોલમાં 116 અને રીટા મુસામાલીએ 61 બોલમાં 103 રન કર્યા હતા.…

Read More

બાંગ્લાદેશ સામે ગુરૂવારે રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે 166 રનની માસ્ટર ક્લાસ ઇનિંગ રમી હતી, આ ઇનિંગ રમવાની સાથે જ વોર્નર વર્લ્ડ કપના ઇતિહાસમાં 2 વાર 150 કે તેનાથી વધુ રન કરનારો પહેલો બેટ્સમેન બન્યો હતો. આ પહેલા ડેવિડ વોર્નરે 2015ના વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 133 બોલમાં 178 રનની ઇનિંગ રમી હતી. વોર્નરે ગુરૂવારે બાંગ્લાદેશ સામેની મેચમાં 147 બોલમાં 14 ચોગ્ગા અને 5છગ્ગાની મદદથી 166 રનની ઇનિંગ રમી હતી. વોર્નરની આ ઇનિંગ આઇસીસી વર્લ્ડ કપ 2019નો સૌથી મોટો અંગત સ્કોર રહ્યો હતો. આ પહેલા એરોન ફિન્ચે શ્રીલંકા સામે 153 અને જેસન રોયે બાંગ્લાદેશ સામે 153 રન બનાવ્યા…

Read More