ઓસ્ટ્રેલિયાના માજી બેટ્સમેન માર્ક વોઍ ઇંગ્લેન્ડમાં 30મીથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપ માટે પોતાના ટોચના 3 બેટ્સમેનો તરીકે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, ઇંગ્લેન્ડના વિકેટકીપર જાસ બટલર અને પોતાના દેશના ડેવિડ વોર્નરની પસંદગી કરી છે. તેણે કહ્યું હતું કે નિશ્ચિતપણે તેમાં કોહલી નંબર વન છે. ઇંગ્લેન્ડના તોફાની બેટ્સમેન બટલરને બીજા નંબરે જ્યારે વોર્નરને ત્રીજા ક્રમે મુક્યો હતો. બટલરે વિતેલા વર્ષોમાં તમામ ફોર્મેટમાં શ્રેષ્ઠતમ ફોર્મ બતાવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં તેણે સાઉધેમ્પ્ટન ખાતે પાકિસ્તાન સામે 50 બોલમાં સદી ફટકારી હતી અને ઍ પહેલા ફેબ્રુઆરીમાં તેણે 77 બોલમાં 150 રનની ઇનિંગ રમી હતી. તેણે ત્રીજા ક્રમે વોર્નરને મુકતા કહ્યું હતું કે ઍરોન ફિન્ચ…
કવિ: Sports Desk
શુક્રવારે અહીં રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં યજમાન દક્ષિમ કોરિયા સામે 0-4થી હારવા છતાં ભારતીય મહિલા હોકી ટીમ આ સિરીઝ 2-1થી જીતી ગઇ હતી. ભારતીય મહિલા ટીમે પહેલી બે મેચમાં કોરિયન ટીમને હરાવી હતી. આજની મેચમાં યજમાનોઍ સર્કલમાં હલ્લા બોલ કરતાં ભારતીય ટીમ દબાણમાં આવી ગઇ હતી. યજમાનોઍ 5 પેનલ્ટી કોર્નર મેળવ્યા હતા અને 29મી મિનીટમાં ઍકને ગોલમાં ફેરવ્યો હતો. તે પછી કાંગ ઝિનાઍ 41મી મિનીટમાં ઉપરાછાપરી 2 ગોલ કરી દીધા હતા. 3 ગોલથી પાછળ પડ્યા પછી ભારતીય ટીમનું મનોબળ નીચુ આવી ગયું હતું અને 53મી મિનીટમાં યુરીઍ ચોથો ગોલ કરી દીધો હતો. ભારતીય ટીમ વતી ઍકપણ ગોલ થયો નહોતો.
6 વારની વર્લ્ડ ચેમ્પિયન ઍમસી મેરી કોમ અને અનુભવી ઍલ સરિતા દેવીઍ બીજી ઇન્ડિયા ઓપન બોક્સિંગ ચેમ્પિયનશિફના અંતિમ દિવસે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સિવાય ઍશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ અમિત પંઘાલે જાયન્ટ કિલર સચિન સિવાચના પડકારનો સામનો કરીને 4-1થી વિજય મેળવીને ૫૨ કિગ્રામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય બોક્સરોમાંથી મેન્સ કેટેગરીમાં 52, 81, 91 અને 91થી વધુ ક્ગ્રિમાં ચાર જ્યારે મહિલા વિભાગમાં 51, 57 અને 75 કિગ્રાની કેટેગરીમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતીય બોક્સરોઍ કુલ મળીને ટુર્નામેન્ટના 18 ગોલ્ડમાંથી 12 ગોલ્ડ પોતાના નામે કર્યા હતા. ગત વર્ષે દિલ્હીમાં યોજાયેલી પ્રથમ સિઝનમાં ભારતીય બોકસરોઍ 6 ગોલ્ડ મેડલ જીત્યા હતા. વર્લ્ડ…
30મી મેથી શરૂ થઇ રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા તમામ 10 ટીમોના કેપ્ટનને ઍકસાથે બેસાડીને કરાયેલી વાતચીત અને સવાલ જવાબમાં જ્યારે ઍવું પુછાયું કે જા તમને તક મળે તો તમે વિરોધી ટીમના કયા ખેલાડીને તમારી ટીમમાં લેવા માગશો ત્યારે મોટાભાગના કેપ્ટનોઍ ઍ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું, પણ વિરાટ કોહલીઍ પૂરી પ્રમાણિકતા સાથે જણાવ્યું હતું કે તેને તક મળે તો તે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને પોતાની ટીમમાં લેવા માગશે. વિરાટે કહ્યું હતું કે ઍ બી ડિવિલિયર્સ રમતો હોત તો હું તેને લેવાનું પસંદ કરત પણ તેણે નિવૃત્તિ લીધી હોવાથી જા હાલમાં રમતા ખેલાડીમાંથી પસંદ કરવાના હોય તો…
ટીમ ઇન્ડિયા શનિવારે પોતાની બે પ્રેક્ટિસ મેચમાંની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેમની નજર બેટિંગ લાઇન અપના ચોથા ક્રમ પર ખાસ રહેશે, સાથે જ બંને પ્રેક્ટિસ મેચનો ઉપયોગ ટીમ ઇન્ડિયા 5મી જૂનની પહેલી મેચ પહેલા પોતાની જાતને પરિસ્થિતિ અનુસાર ઢાળવા માટે ઉપયોગમાં લેશે. કેનિંગ્ટન ઓવલમાં રમનારી આ મેચમાં ભારતીય ટીમ પોતાના બોલિંગ આક્રમણમાં કોઇ પ્રયોગ કરવાને બદલે લોકેશ રાહુલ અને વિજય શંકર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે, આ બંને ચોથા ક્રમ માટેના દાવેદાર છે. હરીફ ટીમની નજર જા કે કોહલી પર ટકી હશે, કે જે વનડે ઉપરાંત ટેસ્ટમાં પણ નંબર વન બેટ્સમેન છે. સાથે જ કીવી ટીમ પોતાની…
30મીથી શરૂ થઇ રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા આજથી ઇંગ્લેન્ડમાં શરૂ થયેલી પ્રેક્ટિસ મેચમાંથી પ્રથમ પ્રેક્ટિસ મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને 3 વિક્ટે પરાસ્ત કરીને વર્લ્ડ કપમાં પોતાની ટીમને ઓછી ન આંકવાની ચેતવણી જાણે કે આપી દીધી છે. અફઘાનિસ્તાને મહંમદ નબી, રાશિદ ખાન અને દવાલત ઝરદાનની અંકુશયુક્ત બોલિંગની મદદથી પાકિસ્તાનને બાબર આઝમની સદી છતાં 263 રને ઓલઆઉટ કરી દીધું હતું, બાબર સિવાય શોઍબ મલિકે 44 રનની ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાને 263 રનના લક્ષ્યાંકને ૪૯.૪ ઓવરમાં 7 વિકેટે વટાવી લઇને 3 વિકેટે વિજય મેળવ્યો હતો હસમતુલ્લાહની નોટઆઉટ 74 રનની અને હઝરતુલ્લાહની 49 રનની ઇનિંગ 263 રનના લક્ષ્યાંક સામે મહંમદ શહઝાદ અને હઝરતુલ્લાહ…
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમ વનડે ઇન્ટરનેશનલમાં 500 રન કરનારી વિશ્વની પહેલી ટીમ બની શકે છે. ઇંગ્લેન્ડના નામે પહેલાથી જ વનડેમાં સર્વાધિક સ્કોરનો રેકોર્ડ નોંધાયેલો છે. ટીમે ગત વર્ષે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 6 વિકેટે 481 રનનો વિક્રમી સ્કોર બનાવ્યો હતો. વર્લ્ડ કપ પહેલાની કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સમાં વિરાટને સવાલ પુછાયો હતો કે શું આગામી ટુર્નામેન્ટમાં 500 રનના આંકડાને સ્પર્શી શકાશે કે કેમ, ત્યારે વિરાટે પોતાની સાથે બેઠેલા ઇયોન મોર્ગન ભણી ઇશારો કરીને કહ્યું હતું કે હું માત્ર એટલું કહી શકું છું કે એ આ લોકો પર નિર્ભર કરે છે. એવું લાગે છે કે…
આઇસીસી વર્લ્ડ કપની શરૂઆત આડે હવે માત્ર એક અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે અને તમામ ટીમો ઇંગ્લેન્ડ પહોંચી ચુકી છે. ભારતીય ટીમે પણ ઇંગ્લેન્ડ પહોંચીને પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, લંડનમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ ગુરૂવારે ખાસ્સી મહેનત કરી હતી. બીસીસીઆઇએ ભારતીય ટીમની આ પ્રેક્ટિસનો વીડિયો પોતાના ટિ્વટર હેન્ડલ પર શેર કર્યો હતો, જેમાં ટીમના તમામ ખેલાડી પ્રેક્ટિસ કરતાં નજરે પડે છે. Some ⚽️+ BIB catching for #TeamIndia on Day 1 at the drills ? ? Mr. @yuzi_chahal at it ?️#CWC19 pic.twitter.com/tupMzxNQUC — BCCI (@BCCI) May 23, 2019 વીડિયોમાં ટીમ ઇન્ડિયાના સ્પિન બોલર યજુવેન્દ્ર ચહલ ભારતીય ટીમની પ્રેક્ટિસ બાબતે જણાવી…
2022માં કતર ખાતે યોજાનારા વર્લ્ડ કપમાં 48 ટીમોને સામેલ કરવાના પ્રસ્તાવને ફીફાઍ આજે રદ કરી દીધો હતો. જેનાથી ફૂટબોલની આ વૈશ્વિક સંસ્થાના અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનોને મોટો ફટકો પડ્યો છે હવે આ અખાતના દેશમાં 2022ની ફૂટબોલ ટુર્નામેન્ટમાં પહેલાની જેમ જ 32 દેશો જ ભાગ લેશે. ફીફાઍ કહ્યું હતું કે તેણે આ યોજનાને વિસ્તારપૂર્વક જોઇને વ્યાપક ચર્ચા વિચારણા કરીને પછી રદ કરી દીધી છે. ફીફાઍ ઍક નિવેદનમાં કહ્યું હતું કે ટુર્નામેન્ટને હવે તેના મુળ સ્વરૂપે મતલબ કે 32 ટીમો સાથે જ રમાડવામાં આવશે. અને પાંચમી જૂને ફીફાની આગામી કોંગ્રેસમાં કોઇ પ્રસ્તાવ રજૂ કરવામાં નહીં આવે. ઇન્ફેન્ટિનો આ ટુર્નામેન્ટને વિસ્તારીને તેમાં 48 ટીમોને…
ઇંગ્લેન્ડમાં 30મીથી શરૂ થઇ રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમના માજી દિગ્ગજ ખેલાડીઓ અલગઅલગ બાબતો પર પોતાનો મત રજૂ કરી રહ્યા છે. સચિન તેંદુલકરે માજી કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીઍ કયા ક્રમે બેટિંગ કરવી જોઇઍ તે અંગે પોતાનો મત આપતા કહ્યું હતું કે આ વર્લ્ડ કપમાં ધોની પાંચમા ક્રમે બેટિંગમાં ઉતરવો જોઇઍ. બે વારની વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ હાલના વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ પાંચમી જૂને દક્ષિણ આફ્રિકા સામે રમવા ઉતરશે. સચિને કહ્યું હતું કે મારો ઍવો અંગત મત છે કે ધોનીઍ પાંચમા ક્રમે બેટિંગમાં આવવું જોઇઍ. મને હજુ પણ ઍ ખબર નથી કે ભારતીય ટીમનું…