કવિ: Sports Desk

દિલ્હી કેપિટલ્સ સામે વિશાખાપટ્ટનમમાં રમાયેલી ક્વોલિફાયર 2માં ચેન્નઇ સુપર કિંગ્સે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. મેચ પતી ગયા પછી ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વાઇસ કેપ્ટન સુરેશ રૈનાએ પોતાની પુત્રીઓ ઝીવા અને ગ્રાસિયા સાથે મેદાન પર જ હળવી પળો માણી હતી. બંનેની પુત્રીઓએ પિતા સાથે મેદાન પર મસ્તી કરી હતી. ધોનીએ મેચ પત્યા પછી પોતાની પુત્રી ઝીવાને તેડી લીધી હતી અને ઝીવાએ પણ પિતા સાથેની એ પળોની ખુશી માણી હતી, તે સમયે ધોનીની પત્ની સાક્ષી પણ ત્યાં જ હતી. મેચ પછી સુરેશ રૈનાએ પણ પોતાની પુત્રી ગ્રાસિયાને તેડી લઇને તેની સાથે વાતો કરી હતી, તેમની એ વાતો…

Read More

વિશાખાપટ્ટનમ : ઓસ્ટ્રેલિયાના માજી ઝડપી બોલર બ્રેટ લીના મતે હરભજન સિંહ પોતાની વધતી વય છતાં ખુબ જ આત્મવિશ્વાસથી બોલિંગ કરી રહ્યો છે. 38 વર્ષિય ઓફ સ્પિનર હરભજન હાલમા આઇપીએલની 12મી સિઝનમાં ચેન્નઇ સુપર કિગ્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેણે આઇપીએલની હાલની સિઝનમાં જોરદાર બોલિંગ પ્રદર્શન કર્યું છે અને ટીમને ફાઇનલ સુધી પહોંચાડવામાં તેનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. દિલ્હી સામેની બીજી ક્વોલિફાયર મેચમાં તેણે જોરદાર બોલિગ કરીને 31 રન આપી 2 વિકેટ ઉપાડી હતી. ડાબોડી અને જમણેરી બેટ્સમેનો સામેની તેની બોલિંગ દર્શાવે છે કે તે કેટલો સારો બોલર છે : માઇક હેસન બ્રેટ લીએ કહ્યું હતું કે હરભજન એ જાણે…

Read More

મેડ્રિડ : અહી રમાઇ રહેલી મેડ્રિડ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટમાં મારિન સિલિચ પેટની સમસ્યાને કારણે મેચમાંથી હટી જતાં નોવાક જાકોવિચનો સેમી ફાઇનલમાં પ્રવેશ થયો હતો. સિલિચે ટ્વિટ કરીને મેચ પહેલા હટી જવા અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું હતું કે મને ઍ જાહેર કરતાં દુખ થાય છે કે મારે આજે મેચમાંથી હટવું પડી રહ્યું છે. આ રીતે મારું અભિયાન પૂર્ણ થવા માટે મને ઘણું દુખ થાય છે. સેમી ફાઇનલમાં જાકોવિચનો સામનો રોજર ફેડરર અને ડોમિનિક થીમ વચ્ચે રમાનારી કવાર્ટર ફાઇનલના વિજેતા સામે થશે. 3 વર્ષ પછી ક્લેકોર્ટ પર પાછા ફરેલા ફેડરરે બે કલાક સુધી ચાલેલી મેચમાં ફ્રાન્સના ગેલ મોંફિલ્સને 6-0,…

Read More

બ્રિસ્બેન : વર્લ્ડ કપ પહેલા રમાયેલી પ્રેક્ટિસ મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાનો માજી કેપ્ટન સ્ટીવ સ્મીથ ફોર્મમાં આવી ગયો છે. અહીં રમાયેલી ન્યુઝીલેન્ડ ઇલેવન સામેની અંતિમ પ્રેકિટસ મેચમાં સ્મીથના નોટઆઉટ 91 અને ગ્લેન મેક્સવેલના 70 રનની મદદથી ઓસ્ટ્રેલિયન ઇલેવને ડકવર્થ લુઇસ નિયમ હેઠળ 5 વિકેટે વિજય મેળવ્યો હતો. તેની સાથે જ 3 મેચની આ સિરીઝ ઓસ્ટ્રેલિયાઍ 2-1થી જીતી લીધી છે. આ મેચમાં ન્યુઝીલેન્ડ ઇલેવને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને વિલ યંગની સીની મદદથી 9 વિકેટે 286 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાઍ 44 ઓવરમાં 5 વિકેટના ભોગે 248 રન બનાવી લીધા હતા ત્યારે ખરાબ પ્રકાશને કારણે મેચ…

Read More

વિશાખાપટ્ટનમ : આઇપીઍલની બીજી ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સે મુકેલા 148 રનના લક્ષ્યાંકને ચેન્નઇ સુપર કિંગ્સે ફાફ ડુ પ્લેસિસ અને શેન વોટ્સનની અર્ધસદીના પ્રતાપે ૧૯મી ઓવરમાં જ 6 વિકેટે વટાવી લઇને 8મીવાર આઇપીઍલની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દિલ્હી કેપિટલ્સનો એકપણ બેટ્સમેન મોટી ઇનિંગ ન રમી શકતાં તેઓ મોટો સ્કોર બનાવી શક્યા નહોતા. ચેન્નઇ સુપર કિંગ્સને ફાફ ડુ પ્લેસિસ અને શેન વોટ્સને સારી શરૂઆત અપાવી હતી અને બંનેઍ મળીને 10.1 ઓવરમાં 81 રનની ભાગીદારી કરી હતી, ત્યારે ડુ પ્લેસિસ 39 બોલમાં 50 રન કરીને આઉટ થયો હતો. ડુ પ્લેસિસ આઉટ થયા પછી વોટ્સને પોતાના ખભા ઉંચક્યા હતા અને તેણે 31 બેલમાં પોતાની અર્ધસદી…

Read More

વિશાખાપટ્ટનમ : દિલ્હી કેપિટલ્સ બીજી ક્વોલિફાયરમાં શુક્રવારે અહીં ચેન્નઇ સુપરકિંગ્સ સામે ઉતરશે તો જીત મેળવવાં તેને ખાસ્સી મહેનત કરવી પડશે. ચેન્નઇ સુપરકિંગ્સને હરાવ્યાં બાદ જ તેનો પહેલી વખત ફાઇનલમાં પહોંચવાનો રસ્તો સાફ થશે. ચેન્નઈ સુપરકિંગ્સે જ ચેપોક પર દિલ્હી કેપિટલ્સને ૮૦ રનથી હરાવીને ટોચના સ્થાન પરથી હટાવીને ત્રીજા ક્રમે ધકેલી દીધું હતું અને હવે ફરી પાછી મહેન્દ્રસિંહ ધોનીની ટીમનો પડકાર સામે છે. પહેલી વખત આઇપીઍલનો ખિતાબ જીતવા માટે દિલ્હીઍ પહેલા ત્રણ વખતની ચેમ્પિયન ધોનીના ટીમને રસ્તામાંથી દૂર કરવી પડશે અને ત્યારબાદ ત્રણ વખતની ચેમ્પિયન મુંબઇ સામે ખિતાબ માટે બાથ ભીડવી પડશે. બુધવારે ઍક રોમાંચક ઍલિમીનેટર મેચમાં ઋષભ પંતની ધમાકેદાર ઇનિંગે…

Read More

પર્થ : ભારતીય હોકી ટીમે અહીં શુક્રવારે ટીમમાં વાપસી કરનારા રુપિન્દર પાલ સિંહના ઓપનીંગ ગોલ અને તે પછી યુવા સ્ટ્રાઇકર સુમિત કુમારના 2 ગોલને કારણે ઓસ્ટ્રેલિયા-એ સામે અહીં 3-0થી જીત મેળવી હતી. ઇજાને કારણે 8 મહિના પછી સ્પર્ધાત્મક હોકીમાં પરત ફરેલા ડ્રેગ ફ્લિકર રુપિન્દરે મેચની છઠ્ઠી મિનીટમાં જ ગોલ કરીને ભારતીય ટીમને સરસાઇ અપાવી દીધી હતી. તે પછી સુમિતે 12 અને 13મી મિનીટમાં ઉપરાછાપરી બે ગોલ કરીને ભારતીય ટીમને સતત બીજી મેચમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમે પોતાની આક્રમક રમત વડે પહેલા ક્વાર્ટરમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું અને વિપક્ષી છાવણીમાં છીંડા પાડવાના પ્રયાસ શરુ કર્યા હતા,…

Read More

દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)એ શુક્રવારે શ્રીલંકાના બે માજી ક્રિકેટર નુવાન જોયસા અને અવિષ્કા ગુણાવર્ધનેને યુએઇમાં રમાયેલી ટી-10 સ્પર્ધામાં ભ્રષ્ટાચાર આચરવાના આરોપસર કામચલાઉ સસ્પેન્ડ કરી દીધા છે. આ બેમાંથી જોયસા ભ્રષ્ટાચારના આગલા આરોપને કારણે પહેલાથી જ સસ્પેન્ડ છે. આ મામલે આ બંનેને જવાબ આપવા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે. On behalf of the Emirates Cricket Board (ECB), the ICC has charged Nuwan Zoysa and Avishka Gunawardene under the Emirates Cricket Board Anti-Corruption Code. DETAILS ⬇️https://t.co/IcBAJF3jC0 pic.twitter.com/jiKh214mOB — ICC (@ICC) May 10, 2019 આઇસીસીએ એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) તરફથી શ્રીલંકાના માજી બોલિંગ કોચ જોયસા પર ઇસીબીના એન્ટી કરપ્શન…

Read More

પોસ્ચેસ્ટ્રમ : પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે સિરીઝની બીજી મેચ અહી રમાઇ હતી, જેમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 42 ઓવરમાં 147 રને ઓલઆઉટ થઇ હતી, રસપ્રદ વાત એ રહી હતી કે પાકિસ્તાનની મહિલા ટીમે 38.1 ઓવરમાં 5 વિકેટે 146 રન કર્યા હતા, જો કે તે પછી 1 રનના ઉમેરામાં તેણે બાકીની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ 5 વિકેટમાં મસાબતા ક્લાસે હેટ્રિક ઉપાડી હતી જ્યારે બાકીની 2 વિકેટ મેરિજેન કેપે લીધી હતી. This is the moment Masabata Klaas claimed her hat-trick! It’s the 10th hat-trick in a women’s ODI ? pic.twitter.com/4YKNm4tKXv — ICC (@ICC) May 9,…

Read More

જયપુર : અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મહિલા ટી-20 ચેલેન્જની ત્રીજી મેચમાં હરમનપ્રીત કૌરની સુપરનોવાએ જેમિમા રોડ્રિગ્સની અર્ધસદી પછી જોરદાર બોલિંગની મદદથી મિતાલી રાજની વેલોસિટીને 12 રને હરાવી હતી. જો કે મિતાલીની ટીમ આ પરાજય છતાં ફાઇનલમાં પ્રવેશવામાં સફળ રહી હતી. જ્યારે હરમનપ્રીત કૌરની ટીમ પણ આ વિજય સાથે ફાઇનલમાં સ્થાન મેળવી ગઇ હતી. હવે આ બંને ટીમો વચ્ચે શનિવારે અહીં જ ફાઇનલ રમાશે, સુપરનોવાઝની ટીમ બે મેચમાંથી એક હાર અને એક જીત સાથે બે પોઇન્ટ મેળવીને ત્રણ ટીમના પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહી હતી. જ્યારે વેલોસિટીની ટીમ પણ બે મેચમાંથી એકમાં જીત અને એકમાં હાર સાથે બે પોઇન્ટ લઇને…

Read More