મુંબઇ : આઇપીએલમાં હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહેલા મુંબઇ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમના માજી કેપ્ટન અને ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પોતાની પ્રેરણા ગણાવતા તેની સાથેનો એક ફોટો ટિ્વટર પર શેર કર્યો હતો જે થોડી જ વારમાં વાયરલ થયો હતો અને તેને બંનેના ચાહકોએ રિટિ્વટ કર્યો હતો.. ક્વોલિફાયર 1માં મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે 6 વિકેટે મેચ જીતી તે પછી હાર્દિક પંડયાએ ધોની પાસે જઇને તેની સાથે હાથ મિલાવ્યો હતો. એ ફોટો જ તેણે પોતાના ટિ્વટ સાથે શેક કર્યો હતો. My inspiration, my friend, my brother, my legend ❤? @msdhoni pic.twitter.com/yBu0HEiPJw — hardik pandya (@hardikpandya7)…
કવિ: Sports Desk
લડન : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમીને ડેવિડ વોર્નર સાથે ઓપનીંગમાં ધમાલ મચાવનાર જોની બેયરસ્ટોએ ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી કહ્યું હતું કે ભારતની આ લીગમાં રમવાથી રમતમાં ઘણો સુધારો થાય છે. તેણે એવું કહ્યું હતું કે આઇપીએલમાં રમીને ખેલાડી પોતાના અંગત કૌશલ્યને અલગ લેવલે લઇ જઇ શકે છે. બેયરસ્ટોએ હૈદરાબાદ વતી રમીને 10 મેચમાં 445 રન બનાવ્યા હતા અને વોર્નર સાથે ઓપનીંગ ભાગીદારીનો રેકોર્ડ પણ કર્યો હતો. તેના ગયા પછી આઇપીએલ ચેમ્પિયન ટીમની બેટિંગ પર મોટી અસર પડી હતી. વોર્નર અને બેયરસ્ટો આ આઇપીએલની સૌથી જોખમી ઓપનીંગ જોડી સાબિત થઇ હતી સ્કાઇ સ્પોર્ટસ ક્રિકેટે બેયરસ્ટોના હવાલાથી…
વિશાખાપટ્ટનમ : દિલ્હી કેપિટલ્સની સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એલિમિનેટરમાં 2 વિકેટે જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઋષભ પંતે કહ્યું હતું કે જ્યારે તે ઝડપી બેટિંગ કરવા માટે રિધમમાં આવી જાય છે ત્યારે તેને કોઇ ફરક પડતો નથી કે સામે કોણ બોલિંગ કરી રહ્યું છે. પંતે આ મેચમાં 21 બોલમાં 49 રનની ઇનિંગ દરમિયાન 5 છગ્ગા ફટકાર્યા હતા. મેન ઓફ ધ મેચ રહેલા પંતે કહ્યું હતું કે ટી-20માં તમારે 20 બોલમાં 40 કે તેનાથી વધુ રન કરવાની જરૂર હોય છે.ત્યારે તમારે કોઇ એક બોલરને ટાર્ગેટ કરવાનો હોય છે. હું એ નથી જોતો કે બોલિંગ કોણ કરે છે. એ મારી આદતમાં સામેલ છે. અને…
હૈદરાબાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનની ફાઇનલની ટિકીટ માત્ર 120 સેકન્ડ એટલે કે માત્ર બે મિનીટમાં જ વેચાઇ જતાં સવાલો ઉઠ્યા છે. હકીકતમાં પારદર્શકતા પર સવાલ ઉઠવાનું મુખ્ય કારણ એ છે કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા ટિકીટોના વેચાણની કોઇ આગોતરી જાેહેરાત કે નોટિસ વગર જ શરૂઆત કરી હતી અને આશ્ચર્યની વાત એ હતી કે તે છતાં આ ટિકીટ માત્ર બે મિનીટમાં વેચાઇ ગઇ હતી. આ બાબતે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનની કાર્યકારી સમિતિના એક સભ્યએ સવાલ કરીને કહ્યું હતુ કે ફાઇનલની તમામ ટિકીટ બે મિનીટમાં કેવી રીતે વેચાઇ શકે? આ બાબત ખરેખર ચોંકાવનારી છે અને બીસીસીઆઇએ ફાઇનલ જોવાની…
સિડની : ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર ઝાય રિચર્ડસન ખભાની ઇજાને કારણે બુધવારે વર્લ્ડ કપમાંથી આઉટ થઇ જતા ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડ્યો છે. ખભો ઉતરી જવાની તેની ઇજા યોગ્ય સમયે સાજી ન થઇ શકતાં તે વર્લ્ડ કપમાંથી બહાર થયો છે અને ઓસ્ટ્રેલિયાઍ તેના સ્થાને કેન રિચર્ડસનનો ટીમમાં સમાવેશ કરાયો છે. ઝાય રિચર્ડસનને આ ઇજા માર્ચમાં ઓસ્ટ્રેલિયન ટીમના યુઍઇ પ્રવાસમાં થઇ હતી. તે છતાં તેને વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ કરાયો હતો. જા કે હાલમાં જે ટેસ્ટ થયા તેમાં ઍ જાણવા મળ્યું હતું કે તે વર્લ્ડ કપ પહેલા સંપૂર્ણ ફીટ થઇ શકે તેમ નથી. ટીમના ફિઝિયો થેરપિસ્ટ ડેવિડ બેકલીઍ કહ્યું હતું કે આ…
લિવરપુલ : ઇંગ્લીશ ફૂટબોલ ક્લબ લિવરપુલે અહીં રમાયેલી યુરોપિયન ચેમ્પિયન્સ લીગ સેમી ફાઇનલના બીજા લેગમાં બાર્સિલોનાને 4-0થી હરાવીને 4-3ના કુલ માર્જીન સાથે ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું હતું. કેમ્પ નોઉના પહેલા લેગમાં બાર્સિલોનાઍ લીવરપુલને 3-0થી હરાવ્યું હતું પણ બીજા લેગમાં તે પોતાનું જોરદાર પ્રદર્શન દોહરાવી શક્યું નહોતું. સ્ટાર ખેલાડી મહંમદ સાલાહ અને રોબર્ટો ફિર્મિનો વગર રમવા ઉતરેલી લિવરપુલની ટીમ જાકે લિયોનલ મેસી અને લુઇસ સુઆરેઝની ટીમ પર ભારે પડી હતી અને 54,000 દર્શકોની સામે જારદાર પ્રદર્શન કરીને મેચ જીતી સતત બીજા વર્ષે ટુર્નામેન્ટની ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું હતું. આ મેચમાં ડીવોક અોરિગી અને જાર્જિનિયો વાયનાલ્ડને 2-2 ગોલ…
મેલબોર્ન, : ભારતીય મેન્સ હોકી ટીમે બુધવારે પશ્ચિમ ઓસ્ટ્રેલિયા થંડરસ્ટિક્સ ટીમને 2-0થી હરાવીને પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસની હકારાત્મક શરૂઆત કરી હતી. ભારતીય ટીમ વતી વિરેન્દ્ર લાકડાઍ 23મી મિનીટમાં જ્યારે હરમનપ્રીતે 50મી મિનીટમાં ગોલ કર્યા હતા. હરમનરપ્રીત સિંહ અને રુપિન્દર પાલ સિંહે ડિફેન્ડર તરીકે સારી રમતનું પ્રદર્શન કરીને થંડરસ્ટિક્સના ગોલ કરવાના પ્રયાસોને મારી હઠાવ્યા હતા. ભારતીય ટીમ આ પ્રવાસમાં 15થી 17 મે દરમિયાન અોસ્ટ્રેલિયાની નેશનલ ટીમ સામે મેચ રમશે. આજની મેચમાં બંને ટીમોઍ પહેલા ક્વાર્ટરમાં પ્રવાહી રમત બતાવી હતી અને ગોલ કરવાની કેટલીક તકો ઊભી કરી હતી. જસકરણ સિંહને પાંચમી મિનીટે તક મળી પણ તે ગોલ કરી શક્યો નહોતો. તે પછી બીજા…
જયપુર : મહિલા ટી-20 ચેલેન્જની બીજી મેચમાં બુધવારે અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર મિતાલી રાજની આગેવાની હેઠળની વેલોસિટી ટીમે સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ટ્રેલબ્લેઝર્સને 3 વિકેટે હરાવી હતી. ટ્રેલબ્લેઝર્સે પ્રથમ દાવ લઇને 6 વિકેટે 112 રન કર્યા હતા. જેની સામે વેલોસિટીઍ 18 ઓવરમાં 7 વિકેટે 113 રન કરીને મેચ જીતી લીધી હતી. પ્રથમ દાવ લેનાર ટ્રેલબ્લેઝર્સની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે બોર્ડ પર 15 રન હતા ત્યારે ઇનફોર્મ કેપ્ટન મંધાનાની વિકેટ ગુમાવી હતી. તે પછી સૂઝી બેટ્સે 26 અને હરલીન દેઓલે 43 રનની ઇનિંગ રમી હતી. ટીમના 100 રન પુરા થયા ત્યાં સુધીમાં 17.3 ઓવર પુરી થઇ હતી. અને…
વિશાખાપટ્ટનમ : આઇપીઍલની ઍલિમિનેટર મેચમાં સનરાઇધઝર્સ હૈદરાબાદે માર્ટિન ગપ્તિલના 19 બોલમાં 36 તેમજ વિજય શંકર અને મહંમદ નબીની ટુંકી ઝડપી ઇનિંગથી મુકેલા ૧૬૩ રનના લક્ષ્યાંકને દિલ્હી કેપિટલ્સે પંતની તોફાની ઇનિંગની મદદથી ૮ વિકેટે આંબી લઇને બે વિકેટે વિજય મેળવી લીધો હતો, દિલ્હી કેપિટલ્સે હવે પ્રથમ ફાઇનલ પ્રવેશ માટે ચેન્નઇ સુપર કિંગ્સ સામે ૧૦મીઍ બાથ ભીડવી પડશે. પૃથ્વીના 38 બોલમાં 56 રન પછી પંતે 21 બોલમાં 5 છગ્ગા સાથે 49 રન કરીને મેચનું પાસું પલટી નાંખ્યું 163 રનના લક્ષ્યાંક સામે દિલ્હીને પૃથ્વી શોઍ જારદાર શરૂઆત અપાવી હતી અને ધવન સાથે તેણે 66 રનની ભાગીદારી કરી હતી. ધવન 17 રન કરીને આઉટ…