Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

forest

સમગ્ર વિશ્વમાં કોંક્રિટ જંગલો ઝડપથી વધી રહ્યા છે. ઝડપથી વિકસતા શહેરોને કારણે જંગલ કપાઈ રહ્યાં છે.વર્તમાન ડેટા વિશે વાત કરીએ તો દેશના ઘણા મોટા શહેરોમાં હરિયાળીમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે.માત્ર ભારતમાં જ નહી જંગલોનો વિશ્વમા ઘટાડો થયો છે, અને આનું સૌથી મોટું કારણ ઔદ્યોગિક અને શહેરી વિકાસ છે. 21 માર્ચના રોજ, સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવણી કરવામાં આવે છે.દેશથી લઈ વિદેશોમાં જંગલોની પરિસ્થિતિ ચર્ચા કરવામાં આવી રહી છે.જંગલના વધારવા માટે ફરી એક વાર વિશ્વમાં ચર્ચા કરવામાં આવી રહી છે.પરંતુ હજુ પણ જંગલ ઝડપથી કાપવામાં અાવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રો, વિશ્વની નવી દિશા અને સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ વર્ષે “જંગલ…

Read More
Satyadaypng

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી અપશબ્દ બોલનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ. કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ફોન કરી અપશબ્દ આપ્યા હતા .માધવપુરા પોલીસે ગુનો નોંધી મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી ગુજરાતમાં મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટની ગેરહાજર હોવાનો વિવાદ, ફાર્મસી કાઉન્સિલને ગુજરાત જનતા જાગૃતિ મંચ ના આગેવાનોએ આવેદન પત્ર આપ્યો, 35 જેટલા ફાર્મસીસ્ટને કાઉન્સિલ નોટિસ આપી મોરબી માળીયાના ખીરઈ ગામનો ઉચાપતનો કેસ, પૂર્વ મહિલા સરપંચની ઉચાપતના કેસમાં ધરપકડ, ૪.૫૦ લાખની ઉચાપતની નોંધાઈ હતી ફરિયાદ, તલાટી મંત્રીએ આગોતરા જમીન મેળવી લીધા, પૂર્વ સરપંચ સવિતાબેન વિનોદભાઈ ચાવડા જેલમાં, માળિયા પોલીસે પૂર્વ સરપંચને કર્યા જેલ હવાલે દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં PGVCLની ટિમ દ્વારા ચેકીંગ, PGVCLની 79 ટીમ દ્વારા ચેકીંગ, દ્વારકા ડિવિઝન ના ઓખા તેમજ દ્વારકા…

Read More
face m

અમેરિકામાં વર્ષ 2017માં પ્રેસિડન્ટ પદની ચૂંટણી દરમિયાન 5 કરોડ ફેસબુક યૂઝર્સના પ્રાઇવેટ ડેટા ચોરી કરનારી કંપની કેમ્બ્રિજ એનાલિટિકાના સીઇઓ એલેક્ઝાન્ડર નિક્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પહેલાં ફેસબુકે પણ ટ્રમ્પને પ્રેસિડન્ટ ચૂંટણીમાં જીતમાં કથિત મદદ કરવાના આરોપમાં કેમ્બ્રિજ એનાલિટિકલને સસ્પેન્ડ કર્યા હતા.ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, બ્રિટનની ચાર ન્યૂઝ ચેનલમાં ડેટા લીકના સમાચાર દર્શાવ્યા બાદ એલેક્ઝાન્ડરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલો સામે આવતા જ અમેરિકા અને યુરોપ સાંસદોએ ફેસબુક ઇંક પાસે જવાબ માંગ્યો અને ઝૂકરબર્ગને હાજર રહેવાનું કહ્યું છે. આ સમાચાર બાદ ફેસબુકના 7 ટકા શેર્સ તૂટી ગયા. શેર્સની કિંમત ઘટવાના કારણે ફેસબુકના સીઇઓ માર્ક ઝૂકરબર્ગને એક જ…

Read More
Akshay Kumar 5

કલા, સંસ્કૃતિ, સાહિત્ય અને સમાજસેવાના ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ તરફથી નામાંકન પામનારી 12 હસ્તીઓમાંથી ત્રણનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થશે. સંયોગની વાત છે કે ત્રણેય હસ્તીઓ વ્યવસાયી અનુ આગા, ક્રિકેટર સચિન તેંડુલકર અને અભિનેત્રી રેખા મુંબઈમાં જ રહે છે. હવે આ ત્રણેયની સીટો પર પોતાનું સ્થાન નક્કી કરાવવા ફિલ્મ ઈંડસ્ટ્રી અને લેખકો વચ્ચે હોડ શરૂ થઈ છે. ગૃહમાં સૌથી ઓછો વખત હાજર રહેવાનો રેકોર્ડ બનાવીને ટીકાનું પાત્ર બનેલી અભિનેત્રી રેખાએ 6 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી લીધો છે. હવે સૌની નજર રેખાની સીટ પર કયા ફિલ્મી સિતારાને સ્થાન મળશે તેના પર છે. ભાજપના સૂત્રો પ્રમાણે, રાજ્યસભાની ખાલી સીટ પર સ્થાન મેળવવા ઘણાં સ્ટાર્સે પાર્ટી…

Read More
congress president rahul gandhi

બેંગલુરુ- કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં પણ ગુજરાત જેવી રણનીતિ અમલમાં મુકવાનો નિર્ણય કરી લીધો છે.હાલમાં રાહુલ ગાંધી બે દિવસની કર્ણાટકની મુલાકાતે છે. રાહુલ ગાંધી સતત કર્ણાટકના દેવસ્થાનોની મુલાકાત લઈ રહ્યાં છે. કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ઉડુપિ સ્થિત નારાયણ ગુરુ મંદિરે જઈને પૂજા-અર્ચના કરી હતી.દક્ષિણ ભારતમાં કર્ણાટક એકમાત્ર રાજ્ય છે જ્યાં કોંગ્રેસની સરકાર છે. ગુજરાતમાં જે રણનીતિ અમલમાં મુક્યા પછી કોંગ્રેસને સારો અેવો પ્રતિસાદ મળતા રાહુલે ફરી એક વાર મંદિર-મસ્જિદનું શરણુ લઈ મતદારોને અાકર્ષવાનો પ્રયાસ કર્યો છે. કેટલી સફળતા મળશે તે તો અાવનારો સમય જ નક્કી કરશે.

Read More
6 1521614020

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ તરીકે ઓળખાતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના કાર્યો અને અન્ય દેશોના સંબંધો કરતાં વધારે અફેરના કારણે ચર્ચામાં રહે છે. હજુ એડલ્ટ સ્ટાર સાથેના અફેરનો વિવાદ શમ્યો નથી, ત્યાં વધુ એક મોડલે ટ્રમ્પ સાથે અફેર હોવાનો દાવો કર્યો છે. આ દાવો એક્સ પ્લેબોય મોડલ કેરન મેટડોલગે કર્યો છે. એક જ મહિનામાં લગ્ન બાદ અનૈતિક સંબંધો રાખવા માટે ટ્રમ્પ સામે આ બીજો કેસ દાખલ થયો છે. ભૂતપૂર્વ પ્લેબોય મોડલ રેકન મેટડોગલે લોસ એન્જલસ હાઇકોર્ટ કેસ દાખલ કરતા કહ્યું કે, વર્ષ 2016માં સંબંધો પર ચૂપ રહેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે તેને 15 લાખ ડોલર (અંદાજિત 9.78 કરોડ રૂપિયા) આપ્યા હતા.

Read More
bgdadi

2003માં અમેરિકાના હુમલા પછી, ઇરાક તબાહ થઈ ગયો હતો.2011માં અમેરિકન સૈનિકો પરત ફર્યા બાદ, નાના નાના જૂથોએ ત્યાંથી લડાઈ શરૂ કરી.જૂથોમાંનું એક હતું અલ-કાયદાના વડા અબુબકર અલ-બગદાદી.2006થી ઇરાકમાં પુનઃ શાસન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા પરંતુ તેમાં તેમની પાસે કોઈ સંશાધન ન હતા. અમેરિકન સૈનિકો પરત ફર્યા બાદ, તેમણે તેમના સંગઠનનું નામ ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક કર્યું.તેમણે સદ્દામના લશ્કરના કમાન્ડર અને સૈનિકોની સંખ્યામાં વધારો કરવાનું શરૂ કર્યું. ઈરાકમાં કોઈ મોટી સફળતા ન મળતા બગદાદી સીરિયા તરફ વળ્યો સીરિયાની પરિસ્થિતિ પહેલા જ ખરાબ હતી.ચાર વર્ષ સુધી, તેઓ ત્યાં નિષ્ફળ ગયા, પરંતુ સીરિયા સંગઠનમાં જોડાઈ અને તેઓ આઇએસઆઇએસ બન્યા. 2013માં બાજી ઉથલાવી દેવામાં…

Read More
29366513 1535199196579405 8574618590375187642 n

રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે ઉદ્યોગસાહસિકતા એક્ઝિબિશનમાં વાંકાનેરના ગૌરવ સમાં મનસુખભાઈ પ્રજાપતિએ વાંકાનેરની માટીની મહેક પ્રસરાવી પોતાના મિટ્ટી કુલ પ્રોડકટથી સૌને અચંબિત કરી દીધા છે. દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ (ડીએસટી) અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (એનઆઈએફ) ના સહયોગથી ખાસ એક્ઝિબિશન યોજવામાં આવે છે જેમાં દેશભરના ઉગતા કૌશલ્યકારોને પ્લેટફોર્મ પૂરું પાડે છે, ખાસ કરીને ગ્રામ વિસ્તાર અને બિનઉપયોગી પ્રદેશોમાં સર્જનાત્મક સમુદાયોમાંથી કરવામાં આવતા નવા સંશોધનો અહીં રજૂ કરવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં સર્જનાત્મકતા અને કૌશલ્યકારીના નવા શોધ સંશોધનોને રજૂ કરવાની તક આપવાનો છે, આ પ્રદર્શન નવી દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે ૧૯ થી ૨૩ માર્ચ સુધી સાંજે ૫ વાગ્યા…

Read More
raj 1

ઉત્તર પ્રદેશના રાજકારણમાં હાલ અનેક ઉથલપાથલ ચાલી રહી છે. પહેલેથી જ અનેક પડકારોનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બરે પોતાના પદ પરથી અચાનક જ રાજીનામું ધરી દીધું છે.મહાઅધિવેશન બાદ કોંગ્રેસમાં રાજીનામાનો દોર રાજ બબ્બરે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડ્યુ. જોકે હજી સુધી રાજ બબ્બરનું રાજીનામું સ્વિકારવામાં આવ્યુ નથી. જ્યાં સુધી રાજીનામું સ્વિકારાશે નહીં ત્યાં સુધી તે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનું કામકાજ  સંભાળશે.બીજી બાજુ ગોવા કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.કોંગ્રેસના મહાઅધિવેશનમાં રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણથી પ્રેરાઈને ગોવા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શાંતારામ નાઈકે પોતાનું રાજીનામું આપી દીધું હતું. રાહુલ…

Read More
lp

દિલ્હીમાં એક એવું માર્કેટ છે જયાં મોંઘા લેપટોપ કિલોના ભાવમાં મળે છે. આ લેપટોપની કિંમત ઓછામાં ઓછી 30થી 40 હજાર રૂપિયા હોય છે, જે અહીં તાજવામા કિલોના ભાવમાં વેચાય છે. આ માર્કેટમાં સારા કન્ડીશનના લેપટોપ માત્ર 5 હજાર રૂપિયા કિલોના ભાવમાં ખરીદી શકાય છે. દિલ્હીમાં આ માર્કેટ નેહરું પ્લેસ પર છે. અહીં એવી ઘણી શોપ છે, જયાં લેપટોપ માત્ર 7 હજાર રૂપિયા કે તેનાથી ઓછાના ભાવમાં ખરીદી શકાય છે.

Read More