Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

humayun tomb1

ભારતમાં હરવા-ફરવા માટે ઘણા સુંદર અને ઐતિહાસિક સ્થળો છે.ભારતમાં ઘણા બધા પ્રાચીન અને ઐતિહાસિક સ્થળો છે, જેનીસાથે કોઈ ને કોઈ વાર્તા જોડાયેલી છે.ઐતિહાસિક વસ્તુઓ વિશે જાણવા માટે ઇચ્છુક લોકો અાવા સ્થળો પર ફરવાનો પ્લાન બનાવશે.આજે અમે તમને અાવા જ એક ઐતિહાસિક સ્થળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આમતો દિલ્હીમાં ફરવા માટે ઘણાં સુંદર અને ઐતિહાસિક સ્થળો છે પરંતુ અમે વાત કરી રહ્યા છીએ મોગલ સમ્રાટ હુમાયૂના ખુબસુરત મકબરા વીશે.તો અાવો અાજે હુમાયૂના ખુબસુરત મકબરાની કેટલીક અજાણી અને રસપ્રદ વાત કરીએ.દિલ્હી સ્થિત હુમાયુના મકબરાને તેમના મૃત્યુના 9 વર્ષ પછી તેમની વિધવા બેગમ દ્વારા બનાવાયો હતો. આ ખુબસુરત મકબરાના નિર્માણ માટે…

Read More
telegram759

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલીગ્રામ દ્વારા નવા યુઝર્સ માટે 4.7 વર્ઝન અપડેટ કરવામાં અાવ્યું છે. એન્ડ્રોઇડ પ્લેટફોર્મને માટે આ વર્ઝનમાં કંપનીએ મલ્ટિપલ એકાઉન્ટ્સને સપોર્ટ આપ્યો છે એટલે કે યુઝર્સ હવે જુદા જુદા ફોન નંબરથી એક જ એપમાં મહત્તમ 3 એકાઉન્ટ્સનો ઉપયોગ કરી શકશે.આ ઉપરાંત આ એપમાં ક્વિક રિપ્લાય ફીચર પણ આપવામાં આવ્યું છે જે ટેક્સ, ઇમોજી, સ્ટીકર અને જીઆઈએફ દ્વારા સેન્ડ કરવા માટે કામ આવે છે. ટેલીગ્રામની નવી એપનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે આ એપમાં સાઈડ મેનુ છે જ્યાંથી તમે એકાઉન્ટને સરળતાથી સ્વીચ કરી શકો છો.આ એક જ એપમાં બધા ઉમેરાયેલા એકાઉન્ટની માહિતી મળે છે. આ ઉપરાંત વપરાશકર્તાને સૂચના…

Read More
Ahmedabad Municipal Corporation1

અાસ્ટોડિયામાં અાવેલી જન્મમરણ અંગેની ઝોનલ ઓફિસમાં અાજે સવારથી જ અોટીપી જનરેટ નહી થતા દરેક જગ્યાએ જન્મમરણના દાખલાઓમાં સુધારા વધારા વિગેરે અંગેની કાર્યવાહી અટકી પડેલ છે.અતી મહત્વના ગણાતા અા દસ્તાવેજ માટે લોકોને અાજે મુશ્કેલી પડી રહી છે અને લોકોને ધક્કા ખાઈ પરત જવાની ફરજો પડી છે.અમ્યુ.કોની કોમ્પ્યુટર સીસ્ટમ અોપરેશન કરતી સંસ્થા દ્વારા દાખવેલી બેદરકારીના કારણે હજારો નાગરીકો હેરાન થયા છે. સરકારી કચેરીઓમાં અવારનવાર સર્વર ડાઉનથવાના સમાચારો મળતા રહે છે અને સામાન્ય જનતાને તેનો ભોગ બનવું પડે છે. સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા અે કંઈ નવી વાત નથી, પણ અાવી ઘટનાઓથી લોકોના માનસ પર સરકારી કચેરીઓની કામગીરી સામે નેગેટીવ વિચારો અાવે તે સ્વાભાવિક…

Read More
Doctor Examining Child

ગ્રામીણ વિસ્તારોમાં ડોકટરોની અછતનો સામનો કરી રહેલી ગુજરાત સરકાર એક નવો આઇડિયા લઇને આવી છે. અહી ‘બાળ ડોકટર્સ’ રાજય સ્કુલ સ્વાસ્થ્ય પ્રોગ્રામ હેઠળ બાળકોના સ્વાસ્થ્યની દેખરેખ રાખશે. ગુજરાતના અરવલ્લી જીલ્લાના નવગ્રામ ગામડાની સરકારી સ્કુલમાં અભ્યાસ કરતા છઠ્ઠાવર્ગના કાજલ ભુપતભાઇ નામના બાળ ડોકટરને પ્રાઇમરી સ્કુલના પાઇલોટ પ્રોજેકટ માટે નોમીનેટ કરવામાં આવ્યો છે. આ બાળ ડોકટર સ્ટેથોસ્કોપ અને આયુર્વેદીક દવાઓથી સજ્જ રહેશે. આ દવાઓ તેમના સહ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. અધિકારીઓના કહેવા મુજબ તેઓને આયુર્વેદીક દવાઓનો જથ્થો અપાશે કે જેથી તેઓ કોઇપણ સ્વાસ્થ્ય સંબંધી મુદાને નિપટી શકશે. દરેક પ્રાઇમરી સ્કુલમાં એક બાળ ડોકટર નિયુકત કરાશે. જે માટે રાજયનો શિક્ષણ અને સ્વાસ્થ્ય વિભાગ સંયુકત…

Read More
debit card

ગ્રાહકોને હવે ડેબિટ કાર્ડ, ભીમ ઍપ અને અન્ય ચૂકવણી માધ્યમો દ્વારા રૂ. 2,000 સુધી કોઈ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ વસુલાશે નહીં.આ સુવિધા 1 જાન્યુઆરીથી લાગુ થશે કેન્દ્રીય મંત્રાલયે ગયા મહિને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન અાપવા માટે ડેબિટ કાર્ડ, ભીમ યુપીઆઈ અથવા આધાર આધારિત અન્ય કવણી માધ્યમો દ્વારા રૂ. 2,000 સુધીના વેલ્યુના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ દર (એમડીઆર) ની ચૂકવણી સરકાર દ્વારા ઉઠાવવા પર સંમતિ આપી હતી. ફાઈનાન્સિયલ સર્વિસીસ સેક્રેટરી રાજીવ કુમારે ટ્વિટ કર્યું, ” હેપ્પી ડિજિટલ 2018 ડિસેમ્બરના ત્રિમાસિકમાં ભીમ એપ દ્વારા કરેલી લેવડદેવડની સંખ્યામાં 86 ટકાનો વધારો થયો.દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ” ડિજિટલ ચૂકવણી અને પ્રોત્સાહન માટે સરકારે ડેબિટ કાર્ડ-ભીમથી રૂ.…

Read More
Venkaiah Naidu

રાજયસભાના સ્પીકર વેકૈંયા નાયડૂ સદનની કાર્યવાહીનું સંચાલન બિલકુલ નવી રીતથી કરે છે. તેમના પૂર્વવર્તી સ્પીકરોથી વિરુદ્ધ તે શુન્યકાળના સમયમાં પણ રાજ્યસભામાં હાજર રહે છે અને બાદમાં પ્રશ્નકાલને નિપટાવે છે. અા પહેલાં સ્પીકર માત્ર પ્રશ્નકાળ દરમિયાન જ સત્રમાં આવતા હતા અને ઉપ-અધ્યક્ષ શુન્યકાળનુ સંચાલન કરતા હતા. આ ઉપરાંત, નાયડૂ તેમની બેઠક પર ઉભા થઈને શોક સંદેશાઓ વાંચે છે અાવું પહેલા ક્યારેય થયું નથી કે સ્પીકર ઉભા થઈને કોઇ કામ કરે.

Read More
triple talaq in supreme court 1494560224

ત્રિપલ તલાકને ગુનો ગણાવનાર બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ગયા અઠવાડિયે આ બિલ લોકસભામાં રજૂ કરી દેવામાં આવ્યું છે. મુસ્લિમ મહિલા બિલને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સદનમાં રજૂ કરશે. લોકસભામાં સરળતાથી આ બિલ પસાર કરાવનાર સત્તા પક્ષને બહુમતન હોવાના કારણે રાજ્યસભામાં મુશ્કેલી થઈ શકે છે.હાલ રાજ્યસભામાં એનડીએ અને કોંગ્રેસ બંને પાસે 57-57 સીટ છે. સરકાર સામે મુશ્કેલી એ છે કે, બીજૂ જનતા દળ અને એઆઈએડીએમકે જેવી પાર્ટીઓ આ સદનમાં મોદી સરકારને મદદ કરતી હોય છે પરંતુ ત્રિપલ તલાક બિલનો વિરોધ કરી રહી છે. આ સંજોગોમાં આ બિલ જો સ્ટેન્ડિંગકમિટી પાસે મોકલવામાં આવે છે તો તેનો અર્થ એવો થશે કે સરકાર…

Read More
donald tramp

આતંકવાદને પનાહ આપવાના આરોપોથી બચવા માટે પાકિસ્તાનને અમેરિકાનો મોટો ઝટકો, અમેરિકા દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક સહાય પર ભારે કાપ મુકાયો છે. પાકિસ્તાન માટે અા લાલ બતી સમાન છે કે તેણે જૂઠ અને ફરેબ સિવાય કંઈ નથી કર્યુ. ઓનલાઇન મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકાએ પાકિસ્તાનને 255 મિલિયન ડોલરની લશ્કરી સહાય અટકાવી દીધી છે. અા પહેલાં પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર પાકિસ્તાન વિરુદ્ધ સખત નારાજગી વ્યક્ત કરી વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષોમાં પાકિસ્તાનને 33 અબજ ડોલરની આર્થિક સહાય અાપવામાં અાવી છે, પરંતુ તેમણે આ પૈસોનો ઉપયોગ આતંકવાદીઓને પનાહ અાપવા માટે કર્યો છે. આતંકવાદીઓને શોધી કાઢવા…

Read More
antarafoto truk dilarang melintas di jalan tol 211216 ol 3

દેશમાં જીએસટી લાગુ થયાને છ મહિના કરતાં વધુ સમય થઇ ચૂકયો છે. ત્યારે જીએસટી લાગુ થયા બાદ ટ્રકના માલ પરિવહનની ઝડપ વધી ગઇ છે. ટ્રક હવે એવરેજ ૧૦૦થી ૧૫૦ કિલોમીટર પ્રતિદિન પરિવહન કરી રહી છે. અગ્રણી ટ્રાન્સપોર્ટ કંપનીઓના જણાવ્યા પ્રમાણે જીએસટીનો અમલ થવાના કારણે માલ પરિવહનની ઝડપમાં વધારો થયો છે. તેઓના જણાવ્યા પ્રમાણે અગાઉ દેશનાં જુદાં જુદાં રાજયમાં સીધા અને આડકતરા જુદા જુદા ટેકસ હોવાના કારણે ટ્રકને એવરેજ ચારથી છ જગ્યાએ રોકાવું પડતું હતું, જેમાં સમય અને ડીઝલની મોટી બરબાદી થતી હતી, પરંતુ જીએસટીના કારણે તેમાં મોટો ઘટાડો થયો છે. ટ્રાન્સપોર્ટરોના કહેવા પ્રમાણે જીએસટીથી ન માત્ર માલપરિવહન કંપનીઓને ફાયદો થયો…

Read More
mci 123

MCIને વિખેરી નાખવાના વિરોધમાં આજે સમગ્ર રાજ્યના આશરે 25 હજારથી વધુ ખાનગી તબીબો હડતાળ પર છે. તબીબો કામગીરીથી અળગા રહેશે. જેના ૫ગલે દર્દીઓની તપાસ અને ઓ૫રેશન જેવી કામગીરી બંધ રહેશે. અગાઉ ૫ણ તબીબો આવી રીતે વિરોધ નોંધાવી ચૂક્યા છે. જો કે તેનું કોઇ ૫રિણામ આવ્યું નથી. સરકાર નેશનલ મેડિકલ કાઉન્સીલની રચના કરવા માગે છે. આ મામલે IMA દ્વારા લડતનું એલાન આ૫વામાં આવ્યું છે. લડત દરમિયાન ઇમરજન્સી મેડિકલ સેવા ચાલુ રાખવામાં આવશે. મેડિકલ ક્ષેત્રના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પણ બિલનો વિરોધ કરશે. આ બિલમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપી ભ્રષ્ટાચારની નીતિ અપનાવી વિદ્યાર્થીઓનો ભવિષ્ય સાથે ચેડાં થઇ રહ્યાનો આક્ષેપ મેડિકલ એસોસિએશન દ્વારા કરવામાં…

Read More