Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

H-1B Visa

ડોનાલ્ડ ટ્રંપની સરકાર એક તેવા પ્રસ્તાવ પર કામ કરી રહી છે. જેના કારણે અમેરિકામાં H-1B વીઝા પર રહી ગ્રીન કાર્ડની રાહ જોતા વિદેશી ઉચ્ચ શ્રેણીના સારા નોકરીયાત વર્ગને મોટો ઝટકો લાગી શકે છે. જેનાથી ભારતીય નોકરીયાત લોકો જે અમેરિકાની કંપનીઓ માટે કામ કરી રહ્યા છે તેમની મુશ્કેલી વધી શકે છે. આ પ્રસ્તાવ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીમાં ઇન્ટરનલ મેમો તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સ્થાનીય અમેરિકી નાગરિકોને નોકરી આપવાની નીતિ બાય અમેરિકન હાયર અમેરિકન પર આગળ વધશે તો લગભગ 5 લાખથી વધુ ભારતીય H-1B વીઝા ગ્રાહકોને ઘરે પાછા આવવાનો વખત આવશે. સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીની સંસ્થા નેસ્કૉમ વીઝા સંબંધી…

Read More
diabetes

અાજકાલની લાઈફ સ્ટાઈલમાં 4માંથી 3 લોકો ડાયાબિટીસથી પીડાય છે અેટલેકે બ્લડ સુગરની બીમારીનો શિકાર હોય છે. આ બીમારી લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધવાથી થાય છે, જેનુ મુખ્ય કારણ અાપણી ખોટી ખાવાની અાદત છે. ખાવા-પીવાની આદતોમાં થોડો ફેરફાર કરીને આ બીમારીના ખતરાને ઘટાડી શકાય છે અને સાથે સાથે આ બ્લડ શુગરને પણ કંટ્રોલ કરી શકાય છે. એક સંશોધન મુજબ, ખાનપાનની આદતોમાં થોડોક સુધારો કરતા ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. તુલસીના માંજરને જૈતુનના તેલમાં, બદામ સાથે સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે. ડાયાબિટીસમાં સુગર કન્ટ્રોલ કરવા માટે સરકો શ્રેષ્ઠ ઉપાય છે. ભોજન પહેલાં 2 ચમચી સરકો લેવાથી ગ્લુકોઝનું પ્રમાણ ઓછું થશે મેથીના…

Read More
9e071471 e00f 4a3a 961c d13ce6471d62

ગુજરાત સરકાર દ્રારા ખેતીની જમીનને બીન-ખેતીમાં રૂપાંતર કરતી વખતે બીન ખેતીના હુકમમાં સમય મર્યાદા દૂર કરતા હાઇ કોર્ટના હુકમની જાણ થવા બાબત માનનીય ક્લેક્ટર સાહેબને આવેદન આપીએ છીએ. હકીકત એવી બની છે કે બીન-ખેતી થયેલી જમીનમાં બાંધકામ શરૂ કરવા લોકલ ઓથોરીટી પાસેથી પ્લાન પાસ કરાવી રજા ચીઠ્ઠી મેળવવાની હોય છે. જે રજા ચીઠ્ઠી મેળવવા બે-બે વર્ષ લાગી જતાં બીન-ખેતી હુકમ મુજબ છ માસમાં બાંધકામ શરૂન થવાથી હુકમનો ભંગ થાય છે. જેને શરત ભંગની કાર્યવાહી માંથી પસાર થઇને મસ મોટો દંડ ભરવો પડે છે જેના કારણે અરજદારનો સમય અને શક્તિ વેડફાય છે. આ બધી પરીસ્થિતીને ધ્યાનમાં લઇ ગુજરાત હાઇકોર્ટે કેસ નં.…

Read More
Maharashtra Doctors PTI scaled

મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા બંધ કરી તેની જગ્યાએ નેશનલ મેડીકલ કમીશન બનાવવાની ભારત સરકારની હિલચાલ સામે ઇન્ડીયન મેડીકલ એસોસીએશને રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડી હતી. જેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાની જગ્યાએ નેશનલ મેડીકલ કમીશનની રચના કરવામાં આવનાર હતું. આજે મોદી સરકારે ડોકટરોનો અવાજ સાંભળી મેડીકલ કમીશન બીલ સ્ટેન્ડીંગ કમીટીમાં મુકશે અને ત્યાં તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવશે. રાજકોટના ૧પ૦૦ ઉપરાંત દેશભરના લાખો તબીબોએ આજે સવારે ૬ થી સાંજના ૬ સુધી ઓપીડી બંધ રાખવામાં આવી છે.

Read More
vlsad

“મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ” ને બરતરફ કરી સમાજ અને ડૉકટર વિરૉધી “NMC (નેશનલ મેડીકલ કાઉનસીલ)”બનાવવાના વિરોધમા 2 જી જાનયુઆરી ને “Black Day” જાહેર કરી “ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એસોસિએશન ” હડતાલ પર ઉતર્યા છે જેને અનુલક્ષીને અનેક ક્લિનિક અને હોસ્પિટલ ના તબીબો એ આજે વહેલી સવાર થી હડતાળ પર ઉતર્યા છે જેમાં દાદરા અને નગર હવેલી ના તબીબો પણ જોડાયા હતા જોકે ઇમરજન્સી માટે ની સેવા ઓ ચાલુ રાખવામાં આવી હતી સમગ્ર ભારત ભરમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને બરતરફ કરીને ડોકટર વિરોધી એન એમ સી નેશનલ મેડિકલ કાઉન્સિલ બનાવવાના વિરોધમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા સમગ્ર દેશમાં બ્લેક ડે તરીકે…

Read More
doctor

અમદાવાદના સોલા વિસ્તારમાં એક ડોક્ટરે કિડની ટ્રાંસપ્લાન્ટના નામે એક મહિલા સાથે છેતરપિંડી આચરી હોવાની વાત સામે આવી છે. આ મામલે મહિલાએ ડોક્ટર સામે એફઆઈઆર પણ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદના સોલા વિસ્તારમાં પોતાનું ક્લીનીક ધરાવતા ડોક્ટર સુરેશ પ્રજાપતિ પર પરમજીત કૌર નામની મહિલાએ આક્ષેપ કર્યો છે કે આ ડોક્ટરે કિડની ટ્રાંસપ્લાન્ટના નામે તેની પાસેથી ૩૩ લાખ રૂપિયા પડાવીને અંતે કોઈ તબીબી સારવાર આપી નથી. આ મામલે પરમજીત કૌર નામની મહિલાએ ડોક્ટર સુરેશ પ્રજાપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેના આધારે સોલા પોલીસે ડોક્ટર સામે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Read More
Satyadaypng

મુંબઈ: પવઇ, સાયન, કોલીવાળા, ચેમ્બુર, મૂલુંડ પરિસરમાં જય ભીમ સમાજનો ઉપદ્રવ. બળજબરીપૂર્વક દુકાનો કરાવી બંધ, રસ્તા રોકો આંદોલન પર ઉતર્યા સમાજના લોકો. પુણે ઘટનાનો રોષ મુંબઈમાં જોવા મળ્યો, પોલીસે સ્થિતિ પણ નિયત્રણ સાધ્યું અમદાવાદ: ફતેહવાડી વિસ્તારમાં પત્નીએ પતિને છરીના ઘા માર્યા, પ્રથમ પત્નીની દત્તક પુત્રીને સાથે રાખવા બાબતે બીજી પત્ની સાથે બોલાચાલી થઈ હતી, આરોપી મહિલાની વેજલપુર પોલીસે ધરપકડ કરી સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સબજેલમાં ઈંગ્લીશ દારૂના ગુન્હામાં સજા ભોગવતા કાચા કામના કેદીનુ મોત, પરિવારજનો દ્વારા જેલમાં બેદરકારી અને સારવારના અભાવે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ અમદાવાદ AMC ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન કામગીરીમાં સામે આવી ફરી ગેરરીતિ, ઉત્તર ઝોનની એજન્સી ગ્લોબલ…

Read More
moneyplant ll

ઘરના આંગણામાં લગાવેલા નાના નાના છોડ ખૂબ સરસ લાગે છે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં મની પ્લાન્ટ જરૂર લગાવે છે.તે સજાવટની સાથે સાથે ઘરમાં લક્ષ્મી અને શાંતી અાપે છે.કહેવાય છે કે મનીપ્લાન્ટ લગાવવાથી ઘરના આસપાસના પર્યાવરણને ચોખ્ખું રાખે છે, સાથે સાથે વાસ્તુ દોષ પણ દૂર કરે છે.જેમ કે તેના નામથી જ સ્પષ્ટ થાય છે કે મની પ્લાન્ટનો અર્થ છે કે ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થવી. મનીપ્લાન્ટ છોડનો યોગ્ય રીતે લાભ લેવા માટે જરૂરી છે કે તે યોગ્ય દિશામાં મૂકાયેલ હોય. લોકો તેને ઘરમાં લાવીતો દે છે પરંતુ યોગ્ય માહિતી ન હોવાને કારણે તેનો સંપૂર્ણ લાભ મળતો નથી. આંગણામાં ક્યારેય પણ ઉત્તર…

Read More
amc

અમદાવાદ AMC ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન કામગીરીમાં સામે આવી ફરી ગેરરીતિ. ઉત્તર ઝોનની એજન્સી ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ગેરરીતિ કર્યાની વાત સામે અાવી છે.એજન્સી ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટે નિયત જગ્યાના બદલે અન્ય ખાનગી શાળામાંથી કર્યો કચરો એકઠો. કચરો એકઠો કર્યા બાદ રેફ્યુઝ સ્ટેશન પર વિપક્ષી નેતાએ ઝડપી ગેરરીતિ. AMC દ્વારા એજન્સીને નોટીસ આપવાની કામગીરી હાથ ધરાઈ. ગત સપ્તાહે કારોબારી ચેરમેને શાહીબાગમાં આવી ગેરરીરી ઝડપી પાડી હતી. અત્યારે તો એજન્સી ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટનું વાહન કોર્પોરેશન દ્વારા ઝડપી પાડવામાં અાવ્યું છે.

Read More
petrol price

મોંઘવારીએ માજા મુકી છે, કુદકે અને ભુસકે દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. મોંઘવારીની વધુ અેક લપડાક લોકોને પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાનો સામનો કરવો પડશે.પેટ્રોલ અને ડીઝલના આસમાનને આંબતા ભાવને પગલે આમ લોકોને પરેશાની વેઠવી પડી રહી છે. કાચા તેલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે તેલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે જનતાને થોડી રાહત દેવા માટે ડીઝલ અને પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો કાપ મૂક્યો છે. ઓક્ટોબરમાં સરકારે પેટ્રોલિયમ કંપનીઓને એલપીજીની ભાવમાં માસિક ધોરણે કરાતો વધારો બંધ કરવાના નિર્દેશ આપ્યા હતા. આ વધારો એલપીજી સિલિન્ડરમાં અપાતી સબસીડીને સમાપ્ત કરવા માટે આપવામાં…

Read More