ભારતીય મહિલા ટીમ માટે મોટો ફટકો: જેમીમા રોડ્રિગ્સ એશિયા કપ અને એશિયન ગેમ્સમાંથી બહાર

3 Min Read

ભારતીય મહિલા ટીમને મોટો ઝટકો: ઈજાના કારણે જેમીમા એશિયા કપ અને એશિયન ગેમ્સમાંથી બહાર, પ્રતિકા રાવલને મળ્યું સ્થાન

આગામી એશિયા કપ અને એશિયન ગેમ્સ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે એક ખૂબ જ માઠાં અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમની સ્ટાર મિડલ ઓર્ડર બેટ્સમેન જેમીમા રોડ્રિગ્સ હેમસ્ટ્રિંગની ગંભીર ઈજાના કારણે આ બંને મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે એશિયા કપ માટે જેમીમાના સ્થાને અનકેપ્ડ બેટ્સમેન પ્રતિકા રાવલને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે.

ધ હંડ્રેડ દરમિયાન થઈ હતી ગંભીર ઈજા

BCCI ની પ્રેસ રિલીઝ મુજબ, જેમીમા રોડ્રિગ્સને ૩ ઓગસ્ટે ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ‘ધ હંડ્રેડ’ ટુર્નામેન્ટ દરમિયાન જમણા પગના હેમસ્ટ્રિંગમાં ઈજા પહોંચી હતી. ઈજા અનુભવાયા બાદ તેને તુરંત ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું હતું અને તે ભારત પરત ફરી હતી.

- Advertisement -

woman cricket.jpg

બેંગલુરુ સ્થિત ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (COE) ખાતે BCCI ની સ્પેશિયાલિસ્ટ મેડિકલ ટીમે જેમીમાના વિવિધ ટેસ્ટ અને સ્કેન કર્યા હતા. મૂલ્યાંકનમાં સામે આવ્યું કે તેના હેમસ્ટ્રિંગમાં ‘હાઈ-ગ્રેડ ગંભીર ફ્રેક્ચર/ટીઅર’ (ગંભીર ખેંચાણ) છે, જેને સાજા થવામાં લાંબો સમય લાગશે. આ તબીબી રિપોર્ટના આધારે મેડિકલ ટીમે તેને સંપૂર્ણ આરામ અને પુનર્વસન (Rehab) ની સલાહ આપી છે, જેના કારણે તે ૨૮ ઓગસ્ટથી યુએઈ (UAE) માં શરૂ થઈ રહેલા મહિલા એશિયા કપ અને ૧૭ સપ્ટેમ્બરથી જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગઈ છે.

- Advertisement -

નવોદિત પ્રતિકા રાવલને મળ્યો ગોલ્ડન ચાન્સ

જેમીમા બહાર થતાં જ બોર્ડની મહિલા પસંદગી સમિતિએ તાકીદની બેઠક યોજીને એશિયા કપ માટે તેના રિપ્લેસમેન્ટ તરીકે દિલ્હીની ઓપનિંગ બેટ્સમેન પ્રતિકા રાવલના નામની જાહેરાત કરી છે.

જોકે, આ પસંદગી થોડી સરપ્રાઈઝિંગ માનવામાં આવી રહી છે કારણ કે પ્રતિકા રાવલે હજુ સુધી ભારત માટે એક પણ આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી નથી. એટલું જ નહીં, તેને મહિલા પ્રીમિયર લીગ (WPL) માં પણ રમવાનો અનુભવ નથી. ઘરઆંગણાના ક્રિકેટમાં તેના સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે એશિયા કપ દરમિયાન તેને પ્લેઇંગ-૧૧ માં તક મળે છે કે કેમ.

ભારતનું એશિયા કપ અભિયાન

ભારતીય મહિલા ટીમ યુએઈમાં રમવામાં આવનાર એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત ૩૦ ઓગસ્ટે થાઈલેન્ડ સામે કરશે. આ પછી ભારતીય ટીમ ૩ સપ્ટેમ્બરે હોંગકોંગ ચીન સામે અને ૫ સપ્ટેમ્બરે ચિરપ્રતિદ્વંદ્વી પાકિસ્તાન મહિલા ટીમ સામે મેદાનમાં ઉતરશે. જેમીમાની ગેરહાજરીમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના પર બેટિંગ ક્રમનો વધારાનો બોજ રહેશે.

- Advertisement -

એશિયા કપ માટે અપડેટેડ ભારતીય મહિલા ટીમ:

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપ-કેપ્ટન), શેફાલી વર્મા, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, પ્રેમા રાવત, રાધા યાદવ, શ્રી ચારણી, રેણુકા ઠાકુર, નંદની શર્મા, ક્રાંતિ ગૌડ, પ્રતિકા રાવલ.

Share This Article