ભારે રશાકસી ભર્યા માહોલ માં આખરે ભરૂચ જીલ્લા માં ગ્રામ પંચાયત ની ચૂંટણી ના પરીણામો જાહેર થતા કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો સર્જાયા હતા …
આજ રોજ સવારે ૯:૦૦ વાગ્યા થી ભરૂચ ની સરકારી એન્જીન્યરિંગ કોલેજ ખાતે થી ભરૂચ તાલુકા ની અંદાજીત ૬૫ જેટલી ગામ પંચાયત ની મત ગણતરી હાથ ધરવા માં આવી હતી ..
ભરૂચ ના કોલેજ રોડ ઉપર પણ સવાર થીજ વિવિધ ઉમેદવારો ના સમર્થકો ની ભારે ભીડ નજરે પડતી હતી….
થોડા થોડા કલાકે વિવિધ ગ્રામ પંચાયત ના સરપંચ અને વિજેતા ઉમેદરવારો. ના નામ જાહેર થતાજ કોલેજ ના કેમ્પસ માં ઉપસ્થીત લોકો માં કહી ખુશી કહી ગમ જેવા માહોલ ના દ્રશ્યો સર્જાયા હતા …
તો બીજી તરફ વિવિધ ગામો માં ચૂંટાયેલા સભ્યો ના વિજય સરઘસ રસ્તા ઓ ઉપર નીકળતા ભારે ઉત્સાહ કાર્યકરો અને લોકો માં દેખાઈ આવતો હતો…..
અત્યંત રસાકસી ભર્યા માહોલ માં ભરૂચ માં ચર્ચા માં રહેલી એવી પાલેજ બેઠક ઉપર સલીમ વકીલ ની પેનલ ભવ્ય વિજય થયો હતો …જયારે શેર પુરા બેઠક ઉપર નદીમ ભીખી ની પેનલ નો ભવ્ય વિજય થયો હતો તો બીજી તરફ ઉમરાજ બેઠક ઉપર મધુસુદન પટેલ નો વિજય થયો હતો ……
આમ અત્યંત ઉત્સાહી ભર્યા વાતાવરણ માં અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભરૂચ જીલ્લા માં ગ્રામ પંચાયત ના પરીણામો જાહેર થયા હતા..
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.