છેલ્લા કેટલાય સમય થી ભરૂચ ના બંમ્બખાના થી લઇ દહેગામ રોડ સુધી ના માર્ગ ના નવીનીકરણ માટે સ્થાનિકો દ્વારા આંદોલન કરી રજૂઆતો કરવા માં આવી હતી …..
અત્યંત ખરાબ અવસ્થા માં બનેલા આ માર્ગ ઉપર એસ પી જીલ્લા સમહર્તા મહત્વ ની પોલીસ કચેરીઓ તેમજ ધાર્મિક સ્થાનો અને સ્કૂલો આવી છે ..રોડ બિસ્માર બનતા સ્થાનિક આગેવાનો અને પાલિકા સભ્યો એ અવાર નવાર રજૂઆતો કરી હતી અને આંદોલનો પણ કર્યા હતા ….
સ્થાનિક આગેવાનો ની રજુઆત ના પગલે ભરૂચ ના ધારાસભ્ય દુષ્યન્ત ભાઈ પટેલે તેઓ ની એક કરોડ ઉપરાંત ની ગ્રાન્ટ માંથી આ માર્ગ નું નવીનીકરણ કરવા નું ચાલુ કરતા સ્થાનિક આગેવાન અને પાલિકા સભ્ય હેમેદ્ર કોઠીવાલા તેમજ અયુબ બાપુ એ ધારાસભ્ય દુષ્યન્ત ભાઈ પટેલ નો આભાર માન્યો હતો…..