35 વર્ષ બાદ સેન્સર બોર્ડના નિયમોમાં મોટો ફેરફાર! હવે ફિલ્મોમાં ડ્રગ્સ, હિંસા અને અશ્લીલ દ્રશ્યોને લઈને નવી ગાઈડલાઈન જાહેર

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
4 Min Read

ન્સર બોર્ડના નિયમોમાં મોટો ફેરફાર: 35 વર્ષ પછી CBFC ની નવી ગાઇડલાઇન, ડ્રગ્સ અને હિંસાની સીન પર લાગશે કડક લગામ

ભારતીય ફિલ્મ જગતમાં એક મહત્વપૂર્ણ બદલાવ સામે આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એટલે કે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મોના સર્ટિફિકેશનને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. લગભગ 35 વર્ષ બાદ ફિલ્મ સર્ટિફિકેશનના નિયમોમાં સુધારા અને નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આ ગાઈડલાઈનનો મુખ્ય હેતુ ફિલ્મોમાં સર્જનાત્મક સ્વતંત્રતા જાળવી રાખવાની સાથે સમાજની સંવેદનશીલતાનું પણ ધ્યાન રાખવાનો છે.

નોંધનીય છે કે અગાઉ 6 ડિસેમ્બર, 1991ના રોજ ફિલ્મ સર્ટિફિકેશન માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. હવે બદલાતા સમય અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમાં સુધારા કરવામાં આવ્યા છે.

- Advertisement -

ડ્રગ્સના દ્રશ્યો માટે ખાસ ચેતવણી આપવી પડશે

નવી ગાઈડલાઈન પ્રમાણે હવે કોઈ ફિલ્મમાં નશીલા પદાર્થોનું સેવન, ઉપયોગ અથવા તેની હેરાફેરી દર્શાવવામાં આવશે તો ફિલ્મમાં ખાસ ચેતવણી આપવી ફરજિયાત રહેશે.

 CBFC New Guidelines.jpg

- Advertisement -

આ ચેતવણી દ્વારા દર્શકોને ડ્રગ્સના નુકસાન અને તેના કાયદાકીય પરિણામો વિશે જાગૃત કરવામાં આવશે. સરકારનું માનવું છે કે ફિલ્મોનો પ્રભાવ ખાસ કરીને યુવા પેઢી પર વધારે હોય છે. આવી સ્થિતિમાં નશીલા પદાર્થોને સામાન્ય કે આકર્ષક બાબત તરીકે રજૂ ન કરવામાં આવે તે જરૂરી છે.

હિંસા અને ગુનાખોરીના દ્રશ્યો પર રહેશે નજર

ફિલ્મોમાં મારામારી, હત્યા અને ગુનાખોરીના દ્રશ્યો દર્શાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું પડશે. નવી માર્ગદર્શિકા અનુસાર હિંસા કે ગુનાખોરીને યોગ્ય ઠેરવતા અથવા તેનું મહિમામંડન કરતા દ્રશ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં.

ખાસ કરીને ગુનેગારો ગુનો કરવા માટે જે રીતો અપનાવે છે તેને એવી રીતે રજૂ ન કરી શકાય કે દર્શકો, ખાસ કરીને યુવાનો તેનાથી પ્રેરિત થાય. જોકે, ફિલ્મની વાર્તાની જરૂરિયાત મુજબ ગંભીર વિષયો અને હિંસાને દર્શાવી શકાય છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર સનસનાટી ફેલાવવા માટે ન હોવો જોઈએ.

- Advertisement -

મહિલાઓ અને બાળકોના ચિત્રણ અંગે પણ નિયમો

નવી ગાઈડલાઈનમાં મહિલાઓ અને બાળકોના સન્માન તથા સુરક્ષાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. મહિલાઓનું અપમાન કરતા અથવા તેમને અપમાનજનક રીતે રજૂ કરતા દ્રશ્યો સામે સેન્સર બોર્ડ કડક વલણ અપનાવી શકે છે.

બળાત્કાર, છેડતી અને જાતીય હિંસા જેવા સંવેદનશીલ વિષયોને બિનજરૂરી રીતે વિગતવાર દર્શાવવા પર પણ નિયંત્રણ રહેશે. બાળકોને હિંસા, શોષણ અથવા ગુનાખોરી સાથે જોડાયેલા દ્રશ્યોમાં બિનજરૂરી રીતે રજૂ ન કરવા અંગે માર્ગદર્શિકા આપવામાં આવી છે.

આ ઉપરાંત પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અને દિવ્યાંગ વ્યક્તિઓની મજાક ઉડાવતા દ્રશ્યોને પણ મંજૂરી આપવામાં આવશે નહીં.

CBFC New Guidelines1.jpg

UA સર્ટિફિકેટમાં ઉંમર પ્રમાણે વર્ગીકરણ

ફિલ્મ જોવા માટે બાળકોની ઉંમર પ્રમાણે માર્ગદર્શન આપવાની વ્યવસ્થાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. UA 7+, UA 13+ અને UA 16+ જેવા વર્ગીકરણ દ્વારા માતા-પિતાને બાળકો માટે યોગ્ય ફિલ્મ પસંદ કરવામાં મદદ મળશે. ફિલ્મ નિર્માતાઓએ પ્રમોશનલ સામગ્રીમાં પણ આ ઉંમરના માર્કર્સ સ્પષ્ટ દર્શાવવા જોઈએ.

ફિલ્મ નિર્માતાઓ માટે શું બદલાશે?

નવી માર્ગદર્શિકા બાદ ફિલ્મ નિર્માતાઓએ વાર્તા, સંવાદ અને દ્રશ્યો તૈયાર કરતી વખતે વધુ જવાબદારી રાખવી પડશે. જોકે, સરકારની સ્પષ્ટતા મુજબ 1991ના મૂળભૂત નિયમો મોટાભાગે યથાવત છે અને તેમાં મુખ્યત્વે ઉંમર આધારિત વર્ગીકરણ તથા ડ્રગ્સ વિરોધી ચેતવણી જેવી જોગવાઈઓ ઉમેરાઈ છે.

હવે જોવાનું એ રહેશે કે આ નવા નિયમો ભારતીય સિનેમાની રજૂઆત અને ફિલ્મ સર્ટિફિકેશનની પ્રક્રિયામાં કેવો બદલાવ લાવે છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.