કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ કસ્ટમ હાઉસ એજન્ટો પર ત્રાટક્યું: અમદાવાદના કસ્ટમ્સ હાઉસ એજન્ટના 4 લાયસન્સ સસ્પેન્ડ, મુન્દ્રા પોર્ટ પરથી 2980 કિલો હેરોઈન લાવનાર પેસિફિકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું લાયસન્સ સસ્પેન્ડ

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
3 Min Read

અમદાવાદ કસ્ટમ્સની મોટી કાર્યવાહી: IGST કૌભાંડ અને ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા 5 એજન્ટોના લાયસન્સ સસ્પેન્ડ

ઓછા મૂલ્યની ચીજવસ્તુઓનું ઊંચું મૂલ્ય દર્શાવીને તેના પર મોટી રકમની આઈજીએસટી રિફંડ મેળવી લેવાના કંપનીઓના કૌભાંડમાં ભળેલા હોવાનું મનાતા પાંચ કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ કસ્ટમ્સના સત્તાવાળાઓએ તેમના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે.
2980 કિલો હેરાઈનની ડ્રગ્સની આશિ ટ્રેડિંગ કંની મારફતે આયાત કરવામાં સંડોવાયેલી પેસિફિકા ઇન્ડસ્ટ્રીઝનું લાયસન્સ સસ્પેન્ડ  કૌશલ ઇન્ટરનેશનલ, સ્ટારટેક એન્ટરપ્રાઈસ ને સી.પી. લોજિસ્ટિકના લાયસન્સ પણ  સસ્પેન્ડ

મેસર્સ આશિ ટ્રેડિંગના માધ્યમથી અંદાજે 2980 કિલો  હેરોઈનની ગુજરાતના મુન્દ્રા બંદરે આયાત કરવાના કૌભાંડમાં સંડોવાયેલી પેસિફિકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાનો ઓર્ડર કરવામાં આવેલો છે. કંપની સામે તપાસ ચાલુ કરવામાં આવી છે. 31મી ડિસેમ્બર સુધીમાં તપાસનો હેવાલ રજૂ કરી દેવાાં આવશે. સાંઈ સી-એર લોજિસ્ટિક પ્રાઈવેટ લિમિટેડના શૈલેશ કરમાકર, પેસિફિકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ઇશાન અધ્વર્યું, કૌશલ ઇન્ટરનેસનલના નિલય ચોકસી અને વિજય ચોકસી, સી.પી. લોજિસ્ટિક પ્રાઈવેટ લિમિટેડના વિશાલ પંચાલ અન સ્ટારટેક એન્ટરપ્રાઈસના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

- Advertisement -

WhatsApp Image 2025 12 17 at 12.45.59 PM.jpeg

કસ્ટમ્સના ટોચના સૂત્રોનું કહેવં છેકે આ એજન્ટ્સે ઓછા મૂલ્યના ગુડ્સના ઊંચા મૂલ્ય દર્શાવીને કંપનીઓને વધુ આઈજીએસટી લેવામાં મદદ કરી છે. પ્રીમિયમ બ્રાન્ડના લક્ઝરી ફર્નિચરની આયાત કરીની તેનું મૂલ્ય પાંચથી દસ ગણું ઓછું દર્શાવવાના કૌભાંડમાં સાંઈ સી-એર લોજિસ્ટિકના શૈલેશ કરમાકરને તેમનું લાયસન્સ શા માટે સસ્પેન્ડ ન કરવું તેનો ખુલાસો માગતી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

- Advertisement -

તેમણે આયાત કરેલા ફર્નિચરના બ્રાન્ડ નેમની જાહેરાત ન કરીને તેનું ઓછું મૂલ્ય દર્શાવુંય હતું. મેસર્સ ડિઝાઈન ડિકોડ માટે આ ફર્નિચરની આયાત કરવાની કામગીરી સાંઈ સી-એર લોજિસ્ટિકે કરી આપી હતી. મુંબઈ ડીઆરઆરઆઈે આ કેસમાં તપાસ કરીને તેમની સામે યોગ્ય પગલાં લેવાની ભલામણ કરી હતી.

કૌશાલી ઇન્ટરનેશનલના વિજય ચોકસી અને નિલય ચોકસી સામે એડવાન્સઓથોરાઈઝેશન સ્કીમનું દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત કરવામાં આવેલા પીપી ગ્રેન્યુઅલ્સને અન્યત્ર ડાયવર્ટ કરવાના હેતુથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમણે સિંઘ એક્સપોર્ટ નામની ડમી કંપની ઊભી કરીને તેમના નામે એક્સપોર્ટ કર્યું હતું. તેમાં 1.68 કરોડની ડયૂટીની ગેરરીતિ આચરવામાં આવી હતી. તેનું પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે.

મેસર્સ સ્ટારટેક એન્ટરપ્રાઈસે નિકાસના માલના વાસ્તવિક મૂલ્ય કરતાં ઊંચું મૂલ્ય દર્શાવ્યું હતું. મેસર્સ ડી.કે. ટ્રેડિંગનો આ માલ હોવાનું જાણવા મળ્યું હતું. નવેબરની દસમીએ તેમના કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. કસ્ટમ્સ બ્રોકર લાયસન્સિંગ એક્ટ 2018ને આધારે 29મી ઓક્ટોબરે તેમને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. સ્ટાર ટેકનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

- Advertisement -

સી.પી. લોજિસ્ટિકના વિશાલ પંચાલની કસ્ટમ્સ હાઉસ એજન્ટ તરીકેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. આલ્ફા એન્ડ સન્સના માલના વાસ્વતિક મૂલ્ય કરતાં ઘણું ઊંચું મૂલ્ય તેમણે દર્શાવ્યું હતું. હજીરા પોર્ટનો આ કેસ છે. આઠમી ડિસેમ્બર ૨૦૨૫ના તેનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય પણ વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામેના કેસોની તપાસ ચાલી રહી છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.