ડાંગ જિલ્લામાં મિશન મંગલમથી મહિલા સશક્તિકરણ: ૪૧૨૮ સખી મંડળોની બહેનો બની રહી છે આત્મનિર્ભર

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

૪૧ હજારથી વધુ મહિલાઓને આર્થિક સશક્તિકરણની દિશામાં પ્રગતિ

‘મહિલા સશક્તિકરણ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સપનાને સાકાર કરવામાં ગુજરાતનો ડાંગ જિલ્લો અગ્રેસર રહ્યો છે. ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સંચાલિત ‘મિશન મંગલમ’ યોજના હેઠળ વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૫ સુધીમાં કુલ ૪,૧૨૮ જેટલા ‘સખી મંડળો’ બનાવવામાં આવ્યા છે. આ મંડળો દ્વારા અંતરિયાળ વિસ્તારની ગ્રામીણ મહિલાઓને સંગઠિત કરી તેમને આર્થિક રીતે મજબૂત બનાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. આજે આ સખી મંડળો ડાંગની મહિલાઓ માટે પ્રગતિનું દ્વાર બની ગયા છે.

સ્થાનિક ઉત્પાદનોથી વૈશ્વિક ઓળખ: નાગલીથી લઈને વાંસકામ સુધીની સફર

ડાંગના ૬૫૦થી વધુ સખી મંડળોની બહેનો આજે પરંપરાગત ખેતીની સાથે સાથે વ્યવસાયિક ક્ષેત્રે પણ કાઠું કાઢી રહી છે. આ બહેનો દ્વારા પૌષ્ટિક નાગલીની વિવિધ પ્રોડક્ટ્સ, વાંસકામ, શિવણકામ, કાજુ પ્રોસેસિંગ, ચોકલેટ, મશરૂમ ઉત્પાદન અને હળદર પ્રોસેસિંગ જેવા એકમો ચલાવવામાં આવે છે. આ ઉપરાંત પોલ્ટ્રી ફાર્મ અને ‘નાહરી’ રેસ્ટોરન્ટ જેવા સાહસો દ્વારા તેઓ પ્રવાસીઓને શુદ્ધ ડાંગી ભોજન પીરસી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર આ બહેનોને ‘ગ્રામ્ય હાટ’ અને મેળાઓમાં પ્લેટફોર્મ પૂરું પાડીને તેમના ઉત્પાદનોને વેચાણ માટે બજાર વ્યવસ્થા પૂરી પાડે છે.

dang mission mangalam women self help groups 2.jpeg

- Advertisement -

આર્થિક આત્મનિર્ભરતા: વ્યાજખોરોના દૂષણમાંથી મુક્તિ અને બચતની આદત

સખી મંડળોને કારણે ડાંગની મહિલાઓમાં બચત કરવાની આદત કેળવાઈ છે, જેનાથી તેઓ સામાજિક પ્રસંગોએ ખાનગી વ્યાજખોરો પાસે ઊંચા વ્યાજે પૈસા લેવાની મજબૂરીમાંથી મુક્ત થઈ છે. મંડળની બહેનો હવે પોતાની નાની-મોટી જરૂરિયાતો માટે અંદરોઅંદર ધિરાણ કરીને એકબીજાને મદદરૂપ થાય છે. આ આર્થિક સમાનતાને કારણે મહિલાઓનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ પરિવારના આર્થિક નિર્ણયોમાં પણ સહભાગી બની રહી છે.

dang mission mangalam women self help groups 1.jpeg

- Advertisement -

કરોડોની સરકારી સહાય અને બેંકિંગ સુવિધાઓથી મળી નવી ઊંચાઈ

ડાંગ જિલ્લાના સખી મંડળોને વેગ આપવા માટે સરકાર દ્વારા ઉદાર હાથે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૫ દરમિયાન ૨,૭૪૧ જુથોને રૂ. ૪૪૮.૫૮ લાખનું રીવોલ્વિંગ ફંડ અને ૨,૬૦૯ જુથોને રૂ. ૨,૬૦૯ લાખની બેંક કેશ ક્રેડિટ આપવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. ૧,૮૪૭ લાખનું સ્ટાર્ટ-અપ ફંડ પણ પૂરું પાડવામાં આવ્યું છે. આ આર્થિક પીઠબળને કારણે ડાંગની ૪૧,૨૮૦થી વધુ મહિલાઓ આજે પોતાના પગ પર ઊભી રહીને સાચા અર્થમાં ‘જોબ ક્રિએટર’ બની રહી છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.