Dang: ડાંગ જિલ્લામાં આદિવાસી 73 AA ની જમીન પર સરકારી તંત્રની મહેરબાનીથી બિન આદિવાસી કબજો જમાવી મોટાપાયે વેપલો કરી રહ્યા છે.તેમજ ગરીબ આદિવાસી ખેડૂતને જમીન વિહોણા કરવાનો કારસો ઘડાય રહ્યાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે .
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર ઈટ ભઠ્ઠા સહિત હવે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ગીચ જંગલ વિસ્તારોમાં ગેરકાયદેસર ટેન્ટ હાઉસ ના ઓથા હેઠળ ગરીબ આદિવાસીઓને નજીવી રકમ આપી પરપ્રાંતિયો દ્વારા જમીનો પર મસમોટું બાંધકામ કરી આદિવાસીઓને જમીન વિહોણા કરવાનો કારશો ઘડાઈ રહ્યાની વિગતો બહાર આવવા પામી છે.
ડાંગ જિલ્લામાં મહેસુલ વિભાગને પૈસા આપોને ગેરકાયદેસર ઈટ ભઠ્ઠા સહિત ગીચ જંગલ ધરાવતા વિસ્તારોમાં બેરોકટોક વેપલો ચાલી રહ્યો છે. ડાંગ જિલ્લામાં 73 AA આદિવાસી જમીનમાં તંત્રની પૂર્વ મંજૂરી વગર ખેતી સિવાઇ કોઈ પ્રવૃત્તિ પર ચુસ્ત પ્રતિબંધ હોવા છતાં સમગ્ર ડાંગ જિલ્લાના કુદરતી સંપદા ધરાવતા વિસ્તારો પર હવે ભૂં માફિયા ઓએ નજર બગાડી છે જમીન મહેસુલ અધિનિયમ .ની કલમ 73 AA ની પેટા કલમ -4 અન્વયે આદિવાસીની જમીન બીન આદિવાસી ઓને કલેકટર ની પૂર્વ મંજૂરી કે ગેરકાયદેસર વેચાણ કે તબદીલ કરવામાં આવી હોય તો તે જમીન સરકાર દાખલ કરી ખાલસા કરવાની જોગવાય કરવામાં આવી છે . તેમ છતાં ડાંગ જિલ્લાના કુમારબન્ધ, શિવારીમાળ, બારીપાડા,સામગહાન, દબાસ ,માલેગામ સહીત ઉત્તર પૂર્વ ડાંગ વિસ્તારોમાં કલેકટર કે તેના સંભંધિત કોઈ કચેરી માંથી મોટાપાયે ખેતીની જમીનોમાં પાકી હોટલોનું બાંધકામ સહીત ઈંટ ના ભઠ્ઠા નો બેરોકટોક વેપલો ચાલી રહ્યો છે .જેમાં પ્રાંત અધિકારી આંખે પાટા બાંધી સબસલામત નું ગાણું ગાઈ રહ્યા છે.
ડાંગ જિલ્લામાં વન વિભાગની પ્રાકૃતિક સ્થળોએ સ્થાનિક મંડળીઓ થકી આદિવાસીઓને ઈક્કો ડેવલપમેન્ટ કમિટી બનાવી વિવિધ નિયમો નું પાલન કરી રોજગારી પુરી પડાય રહી છે , પરંતુ હાલ પરપ્રાંતીય ભૂમાફિયાઓ ઘટાદાર જંગલ વિસ્તારમાં સરકારી કોઈપણ મંજૂરી વગર પાક્કા ટેન્ટ હાઉસ બનાવી દિવસરાત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ટ્રેકિંગ સહીત વૅસ્ટર્ન સંગીત નો ઘોંઘાટ વગાડી વન્ય પ્રાણીઓ સહીત જીવશ્રુસ્ટી ઓને ખલેલ પહોંચાડી પર્યાવરણ ની ઘોર ખોદી રહ્યા છે .તેમછતાં ડાંગ જિલ્લા મહેસુલી પ્રાંત અધિકારી દ્વારા એકપણ જમીન શરતભંગનો કેસ કે ગુનો નોંધાવ્યો નથી, તેવામાં સરકારે 73 AA ની આદિવાસી ખેતીની જમીન માં પરપ્રાંતીયો ને હોટલો બનાવવા છૂટોદોર આપી આદિવાસીઓને જમીનવિહોણો કરવા છૂપો આશિર્વાદ આપ્યો હોવાનું જણાય રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છેકે રાજ્યના છેવાડામાં આવેલ ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોય અહીંની મહત્તમ વન વિભાગ હસ્તકની જમીન આવેલ છે,અને ખુબ ઓછી જમીન મહેસુલ હસ્તક હોય અહીંનો સ્થાનિક આદિવાસી ખેડૂત પણ અન્ય ખેડૂતની જમીન ખરીદી શકતો ન હોય કેટલાક ભૂમાફિયાઓ અધિકારીઓ સાથે સાઠગાંઠ કરી ગીચ જંગલ ધરાવતા વિસ્તારમાં ખેડૂતોને નજીવી રકમ આપી પરપ્રાંતીયો દ્વારા ગેરકાઉંડેસર કબ્જો જમાવાય રહ્યો છે. 73 AA જમીનની સ્પષ્ટ જોગવાય હોવા છતાં અંતરિયાળ વિસ્તારોમાં સરકારી પૂર્વ મંજૂરી વગર મોટાપાયે ઈંટ ના ભઠ્ઠા બનાવી ફળદ્રુપ માટી અને વૃક્ષ છેદન પ્રવૃત્તિ પણ થતી હોય તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરતા આશ્ચર્ય ફેલાયું છે. તેવામાં ડાંગ જિલ્લામાં ચાલતા ગેરકાટદેસર ઈંટ ભટ્ટા સહીત ટેન્ટ હોટલો ના વેપલા અંગે તત્ર દ્વારા કેવા પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું.