Dang: ડાંગ જિલ્લાના લોકો માટે ગામડે-ગામડે પીવાના પાણીની તાત્કાલીક સુવિધા ક૨વામાં આવે. એવી એસ.યુ.સી.આઈ. (કમ્યુનિસ્ટ) વતી માંગ સાથે ડાંગ કલેકટર ને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે ઉનાળો આવી રહયો છે. તો મનુષ્ય તેમજ પશુ પક્ષી ઢોર ઢાકરનો પીવાનું પાણીની વધારે જરુર હોય છે.ગુજરાતના ચેરા પુંજી ગણતા ડાંગમાં ઉનાળો શરુઆતથીજ પીવાના પાણીની તંગી થઈ ગઈ છે. પીવાનાં પાણીની અનેક સરકારી યોજનાઓ હોવા છતા ડાંગનાં લોકોને પીવાનાં પાણી નશીબમાં નથી.
અમારી ટીમ સુબીર તાલુકાનાં વિવિધ ગામડાઓમાં તથા આહવા, વઘઈ તાલુકાઓનાં ગામડાઓની મુલાકાત લઈ પીવાના પાણીની તકલીફ અંગે જાણકારી મેળવી તો પીવાના પાણીની ખુબજ મુશ્કેલી છે. અને જયાં પાણી પુરવઠાની યોજનાઓ છે. ત્યાં ચાર પાંચ દિવસમાં એક વાર પાણી આપવામાં આવે છે. તો મનુષ્ય અને ઢોર ઢાકર ને પીવાના પાણી ની તથા નહાવા કપડા ધોવા માટે ખુબજ મુશ્કેલી પડી રહી છે.પેપરના સમાચારની રોજ પીવાનાં પાણીની ડાંગમાં તંગી છે.તેવા સમાચાર આવ્યા જ કરે છે.
આમ ડાંગમાં ૧૦૦ ઈંચ થી વધુ વરસાદ પડે છે. અને રાજય સરકારે આદિવાસી વિસ્તારોમાં અનેક કરોડોન યોજના અમલમાં મુકી હોવા છતા પણ ડાંગમાં પીવાનાં પાણી માટે સંકટ છે.
પાણી પુરવઠાની વાસ્મો યોજના કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલ નળ સે જલ યોજના અંર્તગત કોઈપણ ગામમાં સંપુર્ણ રીતે પીવાનું પાણીની સવિધા ઉભી કરી શકી નહી.જેથી કરી ડાંગનાં તમામ ગામોમાં જ્યાં પીવાનાં પાણીની સંકટ છે. ત્યાં તાત્કાલીક ધોરણે પીવાના પાણી પહોંચાળવામાં આવે એવી અમે એસ.યુ.સી.આઈ. (કમ્યુનિસ્ટ) ના પ્રમુખ રઘુનાથ બાગુલ સહિત કાર્યકરો એ માંગણી કરી હતી.