Saputara: સાપુતારામાં આવેલ વૈભવ લક્ષ્મી પેટ્રોલ પંપ પર મશીનોમાં થયેલ ગેરરિતીઓના કારણે પેટ્રોલ ઓછું આપવામાં આવે છે એવી બૂમો આગળ પણ ઉઠવા પામી હતી તથા સંચાલકો ની મન માનીને પગલે ગ્રાહકો હેરાન પરેશાન થવા પામ્યા છે હાલ આ પેટ્રોલ પંપે ઉપર ભેળસેળયુક્ત પેટ્રોલ તથા ડીઝલ વેચાતા પેટ્રોલ પંપ પર થઈ રહેલ ગેર રિતીઓના કારણે ગ્રાહકોને ઓછું પેટ્રોલ મળે છે અને ભેળસેળયુગ પેટ્રોલ તથા ડીઝલ આપવામાં આવતા કેટલાય વાહનોના એન્જિન ખોલવાનો વારો આવ્યો છે આ પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પોતાના ટેન્કરમાં લવાતું પેટ્રોલ અને ડીઝલમાં રસ્તામાં ભેળસેળ વાળું કોઈ કેમિકલ મિક્સ કરી સાપુતારાના પેટ્રોલ પંપ ઉપર વેચાઈ રહ્યું છે
સાપુતારામાં આવેલ આ વૈભવ લક્ષ્મી પેટ્રોલ પંપ ઉપર સાપુતારામાં આવતા સહેલાણીઓ કરોડો રૂપિયાની ગાડીઓ લઈને ફરવા આવતા હોય છે અને આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલ ભરાવતા હોય છે સાપુતારામાં વેચાતું પાવર ડીઝલનો કલર જોતા એવું લાગી રહ્યું છે કે ના તો એ કેમિકલમાં આવે ના તો એ પાણીમાં આવે કે ના તો એ ડીઝલમાં આવે જે જોઈ ગાડી ચાલકો અચરજમાં મુકાયા હતા તો ડાંગ જિલ્લા પુરવઠા મામલદાર આ પેટ્રોલ પંપ પર જઈ પેટ્રોલ તથા ડીઝલ ની ગુણવતા તપાસે એ જરૂરી બન્યું છે અને ગરીબ લોકો ને થતાં ગાડી નાં ખર્ચાઓ માંથી મુક્ત કરે એ જરૂરી બન્યું છે આ વિશે એક જાગૃત નાગરિક દ્વારા આહવા પુરવઠા મામલતદાર ને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા ખડભળાત મચી જવા પામ્યો છે