દુલીપ ટ્રોફી ૨૦૨૬ ના ફાઇનલિસ્ટ નક્કી: ટાઇટલ માટે ઇશાન કિશન અને તિલક વર્મા વચ્ચે જામશે ટક્કર
દુલીપ ટ્રોફી ૨૦૨૬ હવે તેના આખરી અને સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ માટે બંને દાવેદાર ટીમોની પુષ્ટિ થઈ ગઈ છે. તિલક વર્માના નેતૃત્વ હેઠળની દક્ષિણ ઝોનની ટીમે સેમિફાઇનલમાં ઉત્તર ઝોનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ફાઇનલ મુકાબલામાં દક્ષિણ ઝોનની ટક્કર ઇશાન કિશનની આગેવાની હેઠળની પૂર્વ ઝોન ટીમ સામે થશે, જે અગાઉથી જ ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી ચૂકી હતી.
૬ સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં રમાશે ટાઇટલ મુકાબલો
દુલીપ ટ્રોફીની આ મહત્ત્વપૂર્ણ ફાઇનલ મેચ ૬ સપ્ટેમ્બરથી ચેન્નાઈના ઐતિહાસિક એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે રમાશે. આ વર્ષની દુલીપ ટ્રોફીનો પ્રારંભ ૨૩ ઓગસ્ટથી થયો હતો, જ્યાં બંને ટીમોએ ઉત્કૃષ્ટ રમત બતાવીને ફાઇનલ સુધીની સફર નક્કી કરી છે.

સેમિફાઇનલ મુકાબલામાં પૂર્વ ઝોને સેન્ટ્રલ ઝોનને પરાજય આપીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. બીજી તરફ, દક્ષિણ ઝોને કન્હૈયા વાધવનના નેતૃત્વ હેઠળની ઉત્તર ઝોનની ટીમને સાત વિકેટે હરાવીને ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી હતી.
કેપ્ટન તિલક વર્માનું શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન
દક્ષિણ ઝોનને ફાઇનલમાં પહોંચાડવામાં તેમના કેપ્ટન તિલક વર્માએ મુખ્ય ભુમિકા ભજવી હતી. સેમિફાઇનલ મેચમાં તિલકે પોતાની શાનદાર બેટિંગથી ઉત્તર ઝોનના બોલરોને બરાબરના દોડાવ્યા હતા.
તેણે પ્રથમ ઇનિંગ્સમાં ૧૬૬ રનની અણનમ અને દબાણમુક્ત ઇનિંગ રમી હતી. ત્યારબાદ બીજી ઇનિંગ્સમાં પણ તેણે અણનમ ૫૧ રન બનાવીને પોતાની ટીમને આસાન વિજય અપાવ્યો હતો. તિલક વર્માનું આ વર્તમાન ફોર્મ દક્ષિણ ઝોન માટે સૌથી મોટું પ્લસ પોઇન્ટ સાબિત થઈ રહ્યું છે.
ઇશાન કિશન અને તિલક વર્મા વચ્ચે તીવ્ર સ્પર્ધાની આશા
આ ફાઇનલ મુકાબલો બે યુવા અને આક્રમક કેપ્ટનો વચ્ચેની લડાઈ બની રહેશે. પૂર્વ ઝોનની ટીમમાં કેપ્ટન ઇશાન કિશન ઉપરાંત વિસ્ફોટક યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ સામેલ છે.

નોંધનીય છે કે ઇશાન કિશન અત્યાર સુધી પોતાની કેપ્ટનશીપ હેઠળ એક પણ ડોમેસ્ટિક મેચ હાર્યો નથી, જેથી પૂર્વ ઝોનનો દાવો ખૂબ મજબૂત માનવામાં આવે છે. બીજી તરફ, તિલક વર્માના અદ્ભુત ફોર્મને જોતાં દક્ષિણ ઝોન પણ ટ્રોફી જીતવા માટે પૂરી તાકાત
