પાકિસ્તાન ક્રિકેટમાં ભૂકંપ: બોલ ટેમ્પરીંગ કેસમાં ફખર ઝમાનના બળવાખોર તેવર, PCBના પ્રતિબંધને આપી ખુલ્લી ચેલેન્જ!
પાકિસ્તાન ક્રિકેટ અને વિવાદોનો જૂનો નાતો રહ્યો છે, અને હવે પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026માં એક નવો મોટો વિવાદ સર્જાયો છે. લાહોર કલંદર્સના સ્ટાર બેટ્સમેન ફખર ઝમાન પર બોલ ટેમ્પરીંગ (દડા સાથે છેડછાડ) કરવા બદલ બે મેચનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જોકે, ફખર ઝમાને આ નિર્ણયને સ્વીકારવાને બદલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને PSLની ટેકનિકલ કમિટી સામે બગાવતનું બ્યુગલ ફૂંક્યું છે.
શું છે સમગ્ર વિવાદ? (29 માર્ચની એ ઘટના)
આ ઘટના 29 માર્ચના રોજ કરાચી કિંગ્સ અને લાહોર કલંદર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન બની હતી. મેચ તેની અંતિમ ક્ષણોમાં હતી ત્યારે કેમેરામાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા હતા. લાહોર કલંદર્સના કેપ્ટન શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ અને ફખર ઝમાન મેદાન પર ચર્ચા કરી રહ્યા હતા.
વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ફખર ઝમાન પોતાના હાથમાં રહેલા બોલ પર નખ વડે કંઈક ઘસી રહ્યો હતો અથવા ‘કીલીઓ’ ઠોકી રહ્યો હતો જેથી બોલની સ્થિતિ બદલાઈ જાય અને બોલરોને મદદ મળે. જ્યારે અમ્પાયરે બોલ મંગાવ્યો ત્યારે તેની હાલત જોઈને તેઓ પણ દંગ રહી ગયા હતા. પરિણામે, અમ્પાયરે તાત્કાલિક બોલ બદલ્યો અને પેનલ્ટી તરીકે વિરોધી ટીમ (કરાચી કિંગ્સ) ના સ્કોરમાં 5 રન ઉમેરી દીધા. આ મેચમાં લાહોરને હારનો સામનો કરવો પડ્યો હતો.
ફખર ઝમાનની અપીલ અને PCBને પડકાર
PCB એ આ મામલે કડક વલણ અપનાવીને ફખર ઝમાન પર બે મેચનો પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ ‘જિયો ન્યૂઝ’ના અહેવાલ મુજબ, ફખર ઝમાને આ આરોપોને સરેઆમ નકારી કાઢ્યા છે અને PSLની ટેકનિકલ કમિટીમાં અપીલ કરી છે. ફખરનું કહેવું છે કે તેની સામેના પુરાવા અપૂરતા છે અને તેના પર ખોટી રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હવે આ મામલે સુનાવણી થશે, જે પાકિસ્તાની ક્રિકેટમાં નવા વળાંક લાવી શકે છે. જો ટેકનિકલ કમિટી ફખરની તરફેણમાં નિર્ણય લેશે તો PCBની શિસ્ત સમિતિની કામગીરી પર સવાલો ઉઠશે.
🚨 Lahore Qalandar is under immense Pressure
– Legal notifications for breaching the security
– allegations of meeting with bookies
– Lost the match against Arch Rivals
– Ball tampering Case on Fakhar Zaman and Haris Rauf
Tough Time for Sameen Rana pic.twitter.com/E5wGrDH8Xf
— SheR•ALI (@Sher__Ali) March 29, 2026
લાહોર કલંદર્સની મુશ્કેલીઓ વધી
લાહોર કલંદર્સની ટીમ માટે આ મોટો ફટકો છે. તેમની આગામી મેચ 3 એપ્રિલના રોજ રમાવાની છે અને ત્યારબાદ 9 એપ્રિલના રોજ બીજી મેચ છે.
- જો 3 એપ્રિલ પહેલા અપીલ પર કોઈ નિર્ણય નહીં આવે, તો ફખર ચોક્કસપણે આ મેચ રમી શકશે નહીં.
- જો 9 એપ્રિલ સુધીમાં તેને રાહત મળે છે, તો જ તે મેદાન પર વાપસી કરી શકશે.
પાકિસ્તાન સુપર લીગમાં સામાન્ય રીતે એવા ખેલાડીઓ વધુ જોવા મળે છે જેમને IPLમાં કોઈ ખરીદનાર મળ્યું નથી હોતું, અથવા જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન સાબિત કરવા માંગતા હોય છે. આવા સંજોગોમાં ફખર જેવા સિનિયર ખેલાડીનું નામ બોલ ટેમ્પરીંગમાં આવવું તે પાકિસ્તાની ક્રિકેટની છબી માટે નુકસાનકારક છે.
