‘પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીરીઓને બચાવ્યા છે’, ભાજપે દેશદ્રોહનો ગુનો નોંધવાની કરી માંગ
જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં ફરી એકવાર અત્યંત તીવ્ર રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. નેશનલ કોન્ફરન્સ (NC) ના દિગ્ગજ નેતા અને ત્રણ વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂકેલા ફારૂક અબ્દુલ્લાએ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરતા એવું નિવેદન આપ્યું છે, જેના કારણે દેશભરમાં રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે.
ફારૂક અબ્દુલ્લાએ પોતાના સંબોધનમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દાને સતત સમર્થન આપીને કાશ્મીરીઓની રક્ષા કરી છે અને તેમને બચાવ્યા છે. તેમના આ નિવેદનની આકરી નોંધ લેતા ભારતીય જનતા પાર્ટીએ તેમની સામે આકરા પ્રહારો કર્યા છે અને તેમના પર દેશદ્રોહ તથા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિને સમર્થન આપવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
કેન્દ્ર સરકાર અને દિલ્હી સામે અબ્દુલ્લાના સવાલો
બારામુલ્લાના કાર્યક્રમમાં જનમેદનીને સંબોધતી વખતે ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરના નાગરિકોને સંબોધીને કહ્યું હતું કે, સ્થાનિક લોકોએ દિલ્હી સરકાર પાસેથી ન્યાય મેળવવાની કોઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં. તેમણે કાશ્મીરીઓને અપીલ કરી હતી કે જો તેઓ દિલ્હીની નીતિઓ સામે મજબૂતાઈથી ઊભા નહીં રહે, તો તેમનું અસ્તિત્વ અને આગવી ઓળખ કાયમ માટે નષ્ટ થઈ જશે.
અબ્દુલ્લાએ ઉમેર્યું કે દુનિયાના મંચો પર કાશ્મીરના મુદ્દે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને આપણો પાડોશી દેશ આ બાબતે સતત સક્રિય છે, જેના કારણે કેન્દ્ર સરકાર પર દબાણ રહે છે. તેમણે એવો પણ તર્ક રજૂ કર્યો કે આ આંતરરાષ્ટ્રીય દબાણ જ વર્તમાન સમયમાં કાશ્મીરીઓ માટે રક્ષણ પૂરું પાડી રહ્યું છે, નહિતર સરકારના ઈરાદા યોગ્ય નથી. આ સાથે તેમણે ભાજપ શાસિત રાજ્યોમાં अल्पસંખ્યકો પર અત્યાચારો થતા હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મસ્જિદો તોડવામાં આવી રહી છે અને લોકોના ઘરો પર બુલડોઝર ફેરવાઈ રહ્યા છે.
મહાત્મા ગાંધી અને નહેરૂના ભારતમાં હિન્દુ-મુસ્લિમ વિવાદ પર ચિંતા
પોતાના નિવેદનમાં ફારૂક અબ્દુલ્લાએ સ્પષ્ટતા કરી હતી કે જમ્મુ-કાશ્મીરના લોકોએ ક્યારેય ભારતીય હોવાનો ઇનકાર કર્યો નથી અને તેઓ સ્વીકારે છે કે તેઓ ભારતમાં ભળી ગયા છે. તેમણે મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરૂ અને મૌલાના અબુલ કલામ આઝાદના આદર્શોવાળા ભારતનો ઉલ્લેખ કરતા દુઃખ વ્યક્ત કર્યું હતું કે તેમણે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે માત્ર સત્તા અને ખુરશી મેળવવા માટે હિન્દુઓ અને મુસ્લિમોને એકબીજા સામે લડાવવામાં આવશે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે સમય બદલાશે અને આ મુશ્કેલ સમય પણ જલ્દી જ પૂરો થઈ જશે.
Baramulla, Jammu and Kashmir: National Conference President Farooq Abdullah says, "They are completely independent. When I saw those documents, what can you expect from Delhi? Do you expect them to deliver justice for you? Have the courage to fight, or you will be wiped out, and your identity will disappear. They are silent today because of the pressure from the world. Our neighbour is constantly after them. He goes everywhere saying that the Kashmir issue has not been resolved. He is protecting us; otherwise, their intentions are not good."
— IANS (@ians_india) October 24, 2026
ભાજપનો પલટવાર: ફારૂક અબ્દુલ્લા સામે એફઆઈઆર અને કાનૂની કાર્યવાહીની માંગ
ફારૂક અબ્દુલ્લાના આ વિવાદાસ્પદ નિવેદન સામે આવતાની સાથે જ જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આક્રમક રૂખ અપનાવ્યો છે. અલ્તાફ ઠાકુરે સત્તાવાર નિવેદન જારી કરીને માંગ કરી છે કે ફારૂક અબ્દુલ્લાના આ પાકિસ્તાન તરફી વક્તવ્ય બદલ તેમની વિરુદ્ધ તાત્કાલિક ધોરણે દેશદ્રોહનો ગુનો (FIR) નોંધવામાં આવે.
કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ફારુક અબ્દુલ્લાનો વિરોધ
ભાજપના નેતાએ જણાવ્યું હતું કે ભારતીય બંધારણ હેઠળ શપથ લેનાર કોઈપણ બંધારણીય પદાધિકારી કે વરિષ્ઠ નેતા પાકિસ્તાની પ્રોપેગેન્ડાને કાયદેસરતા આપી શકે નહીં અને પોતાના જ દેશની સાર્વભૌમત્વ પર સવાલો ઉઠાવી શકે નહીં. ઠાકુરે આકરા શબ્દોમાં કહ્યું કે જો અબ્દુલ્લાને પાકિસ્તાન પ્રત્યે આટલો જ પ્રેમ અને લગાવ હોય, તો તેમણે કાયમી ધોરણે ત્યાં ચાલ્યા જવું જોઈએ. પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoJK) ના નાગરિકો તો પાકિસ્તાની શાસનથી આઝાદી મેળવવા માટે તરસી રહ્યા છે અને ભારતમાં ભળવા માંગે છે, ત્યારે આવા સમયે પાકિસ્તાનનો મહિમામંડન કરવું અક્ષમ્ય છે
